Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

૧૦ કલાક પૂછપરછ થઇ

CBIના એક સવાલથી રિયાને પરસેવો છૂટી ગયો... બધી હોશિયારી નીકળી ગઇ !

મુંબઇ તા. ૨૯ : સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોત કેસમાં સીબીઆઈ (CBI) એ પોતાની તપાસ દરમિયાન રિયા ચક્રવર્તીને બરાબર સકંજામાં લીધી. ગઈ કાલે લગભગ ૧૦ કલાક જેટલી મેરેથોન પૂછપરછ થઈ. રિયાની પૂછપરછ મુંબઇના ડીઆરડીઓ (DRDO) ગેસ્ટ હાઉસમાં થઈ. સૂત્રોના જણાવ્યાં મુજબ રિયા સવાલોથી ગભરાતી જોવા મળી હતી. એવા ખબર મળી રહ્યાં છે કે સીબીઆઈ રિયાના જવાબથી સંતુષ્ટ નથી. આજે સીબીઆઈએ રિયાને ફરીથી પૂછપરછ માટે બોલાવી છે. એવા પણ ખબર છે કે તમામ આરોપીઓને એક સાથે બેસાડીને પૂછપરછ થઈ શકે છે.

આમ તો સીબીઆઈએ રિયાને અનેક સવાલ કર્યાં. પરંતુ જયારે રિયાને પૂછવામાં આવ્યું કે શું ૮ જૂનના રોજ રિયાએ સુશાંત સાથે બ્રેકઅપ કરી લીધુ હતું? જો હાં તો આ બ્રેકઅપનું કારણ શું હતું? રિયા આ સવાલનો  કોઈ જવાબ આપી શકી નહી. તેની પાસે આ સવાલનો કોઈ સ્પષ્ટ જવાબ નહતો. સૂત્રોના હવાલે જાણવા મળી રહ્યું છે કે રિયાએ સીબીઆઈનો આ સવાલ ટાળવાની કોશિશ કરી.

પૂછપરછ બાદ રિયા ડીઆરડીઓ ગેસ્ટ હાઉસથી પોતાના ઘર તરફ જવા નીકળી પરંતુ ઘર પર મીડિયાને જોતા તે સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશન પહોંચી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ સીબીઆઈના એક સવાલનો રિયા સીધે સીધો જવાબ ન આપી શકે અને રિયાએ તેનો ગોળ ગોળ જવાબ આપ્યો.

સૂત્રોના જણાવ્યાં મુજબ ટેલેન્ટ મેનેજર જયા સહાએ ઇડીને જવાબ આપ્યો છે. જયા સહાએ કહ્યું કે મેં કોઈ પ્રતિબંધિત દવા, તેલ કે પદાર્થ આપ્યો નથી. જયા સહાએ સુશાંતને સૂચન જરૂર આપ્યું હતું કે CBD ઓઈલ ચા કે કોફી સાથે લેવાથી રાહત જરૂર મળશે. આ બાજુ ઇડીએ ગૌરવ આર્યને સમન પાઠવીને ૩૧ ઓગસ્ટે મુંબઈમાં હાજર થવાનું કહ્યું છે.

રિયા ચક્રવર્તીને સીબીઆઈ દ્વારા પૂછાયેલા સવાલ...

.  ૮ જૂનના રોજ આખરે એવું તે શું થયું કે રિયાએ સુશાંતનું ઘર છોડી દીધુ?

.  તમે સુશાંતનો ફોન નંબર બ્લોક કેમ કરી લીધો હતો?

.  શું તમે સુશાંતના સ્વાસ્થ્ય અંગે જાણવાની કોશિશ કરી હતી?

.  શું રિયા ૮ થી ૧૩ જૂનની વચ્ચે સિદ્ઘાર્થ, નીરજ અને દીપેશ સાવંતના સંપર્કમાં હતી?

.  જો હાં તો રિયાની આ ત્રણેય સાથે શું વાત થઈ?

.  રિયાને કયારે ખબર પડી કે સુશાંતને કોઈ માનસિક સમસ્યા છે?

.  શું રિયાની સુશાંત સાથે ફાઈટ થતી હતી?

.  શું સુશાંતે કયારેય રિયાને સ્યુસાઈડ અંગે કઈ કહ્યું હતું?

.  ડોકટર્સ સાથે મીટિંગ દરમિયાન શું  રિયા પણ સુશાંત સાથે રહેતી હતી?

.  સુશાંતના ડોકટર વારંવાર કેમ બદલવામાં આવ્યાં?

.  યુરોપ ટ્રીપ દરમિયાન સુશાંત સાથે શું શું થયું?

.  શું સુશાંતને દવાઓ રિયા જ આપતી હતી કે પછી આ કોઈ બીજાની જવાબદારી હતી?

.  રિયા અને સુશાંતની મુલાકાત કયાં અને કેવી રીતે થઈ?

.  રિયા અને સુશાંતે કયારે એકબીજા સાથે રહેવાનું શરૂ કર્યું?

(11:15 am IST)