Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

૨૪ કલાક સુધી મુંબઈ-થાણે સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે : ત્યારબાદ ઘટી જશે

મુંબઈમાં આજે સવાર સુધીમાં ૪ ઈંચ વરસાદ પડી ગયો છે. સવારે નવી મુંબઈમાં ૩ કલાક ભારે વરસાદ પડી ગયો છે. નવી મુંબઈના સાયન અને પનવેલના હાઈવે ઉપર નેરૂલ ખાતે ખૂબ પાણી ભરાયા હતા.

મધ્યપ્રદેશ ઉપર વેલમાર્કડ લો પ્રેશર સિસ્ટમને લીધે ઉત્તર કોંકણમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી થઈ છે. જેમાં આવતા ૨૪ કલાક સુધી મુંબઈ - થાણે, પાલઘર અને રાયગઢમાં ભારે વરસાદ પડશે અને ત્યારબાદ વરસાદની તીવ્રતા ઘટતી જશે તેમ હવામાન ખાતાના ડે. ડાયરેકટર હોસાલીકરે જણાવ્યુ છે. મુંબઈ અને થાણે માટે કેટલીક જગ્યાએ ભારે વરસાદ માટે યલ્લો એલર્ટ આજે જાહેર કરવામાં આવેલ છે. જયારે પાલઘર અને રાયગઢ માટે ઓરેન્જ એલર્ટ અપાયુ છે.

મુંબઈની શાંતા ક્રુઝ હવામાન ખાતાની કચેરીમાં મુંબઈનો કુલ વરસાદ ૧૨૧ ઈંચને વટી ગયાનું નોંધાયુ છે. મુંબઈનો સરેરાશ વાર્ષિક વરસાદ ૧૦૦ ઈંચ આસપાસ ગણાય છે. ગયા વર્ષે પણ મુંબઈમાં જૂનથી ઓકટોબર ૧૪ વચ્ચે ૧૪૮ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

(3:34 pm IST)