Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

જમ્મુ કાશ્મીરના સાંબામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ૨૫ ફૂટ લાંબી ટનલ મળી

૮ વર્ષમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ૮ ટનલો મળી આવી

(સુરેશ ડુગ્ગર) જમ્મુ, ૨૯ : જમ્મુ ફ્રંટિયર પર સામ્બા સેકટરની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર હિન્દુસ્તાન અને પાકિસ્તાનને જોડતી ૨૫ ફૂટ લાંબી ટનલ મળી આવી છે.  આ પહેલીવાર નથી જયારે આંતરરાષ્ટ્રીય સરહદ પર આવી સુરંગ મળી આવી છે. પરંતુ છેલ્લા ૮ વર્ષમાં ૮ ટનલ મળી આવી છે જેનો ઉપયોગ આતંકીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

બીએસએફના સૂત્રોએ જણાવ્યું હતું કે પેટ્રોલિંગ ટીમની માહિતી મળ્યા બાદ અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ટનલની તપાસ કરી હતી. તે દરમિયાન ટનલનું મોં ૮-૧૦ માટીના કોથળાથી ઢાંકેલ હતું તેની ઉપર કરાચી અને શકરગઢ લખાયેલા છે.  તેમના પર બાંધકામ અને પિરિયડ ક્રોસિંગ્સ પણ મળી આવ્યા છે. સ્પષ્ટ છે કે આ ટનલ પાકિસ્તાન દ્વારા જ બનાવવામાં આવી છે. ૨૦૧૨થી, આંતરરાષ્ટ્રીય સરહદ પર ૮ ટનલ શોધી કાઢવામાં આવી છે.  ૨૦૧૨ અને ૨૦૧૪માં, અખનૂર સેકટરમાં બે ટનલ શોધી કા ઢવામાં આવી હતી.  ઉપરાંત, ૨૦૧૩માં સામ્બા સેકટરમાં એક ટનલ મળી હતી.  વર્ષ ૨૦૧૬ માં બે અને ૨૦૧૭ માં પણ બે ટનલ મળી હતી. આ ટનલને તાજી બનાવેલી દર્શાય છે.

(5:36 pm IST)