Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

BSF એ ભારત-પાકિસ્તાન સરહદ પર સુરંગ પકડી : આ ટનલ ભારતીય બાજુએ સરહદ વાડથી ૫૦ મીટર દૂર

જમ્મુના સામ્બા સેક્ટરમાં ગુરુવારે BSF પેટ્રોલિંગ વખતે ટનલ દેખાઈ આવી

જમ્મુઃ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ જમ્મુમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર વાડની નીચેથી ટનલ પકડી હતી. તેના પગલે પછી તેણે સમગ્ર વિસ્તારમાં આવા બીજા કોઈ છૂપાયેલા માળખા છે કે નહી તે ચકાસવા માટે મોટાપાયા પર ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ પ્રકારના માળખાથી ઘૂસણખોરી સરળતાથી કરી શકાય છે.

બીએસએફના ડિરેક્ટર જનરલ રાકેશ અસ્થાનાએ તેના સરહદી કમાન્ડરોને આદેશ આપ્યા કે તેઓ સુનિશ્ચિત કરે કે ઘૂસણખોર વિરોધી ગ્રિડ જળવાયેલી રહે અને આ મોરચે કોઈપણ પ્રકારનો ગેપ રહી ન જાય, એમ તેઓએ ઉમેર્યું હતું.

ટનલ ક્યાંથી પકડાઈ

જમ્મુના સામ્બા સેક્ટરમાં ગુરુવારે બીએસએફ પેટ્રોલે સરહદની ભારતીય બાજુએ સરહદની વાડથી 50 મીટર દૂર આ ટનલ પકડી હતી.

તેના લીધે તેઓએ સુરંગની ચકાસણી કરી હતી અને તેના મોઢા પર પ્લાસ્ટિકની રેતી ભરેલી બોરીઓ હતી જેના પર પાકિસ્તાની માર્કિંગ હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ સુરંગ પ્રારંભમાં 25 ફૂટ જેટલી ઊંડી હતી અને તેના પછી બોર્ડર ફોર્સે આ વિસ્તારમાં આઇબીની સાથે રહને મોટાપાયા પર સર્ચ ઓપરેશન આદર્યુ છે જેથી આવુ કોઈ છૂપું માળખુ છે કે નહી તે શોધી શકાય, જેના દ્વારા ઘૂસણખોરો પાકિસ્તાની બાજુથી ઘૂસણખોરી કરે છે તથા શસ્ત્રો અને ડ્રગ્સની દાણચોરીમાં મદદ કરે છે.

પ્લાસ્ટિકની આઠથી દસ બોરી રીતે પર કરાચી અને શકરબાગ લખેલું છે. તે સુરંગના મુખ આગળથી જપ્ત કરવામાં આવી હતી. આ બોરી પર તેના ઉત્પાદનની અને એક્સપ્યારી લખેલી છે. તે દર્શાવે છે કે તેનું તાજેતરમાં જ ઉત્પાદન થયું હતું, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

BSF હવે શું કરશે?

નજીકની પાકિસ્તાની સરહદ સુરંગથી 400 મીટર દૂર છે, એમ તેઓએ જણાવ્યું હતું. સુરક્ષા દળે આ ઘટનાના પગલે સમગ્ર જમ્મુ અને બીજા વિસ્તારોમાં આઇબીની સાથે મેગા એન્ટિ-ટનલ ડ્રાઇવ શરૂ કરી હતી. તાજેતરમાં આ મોરચે પંજાબમાં પાંચ ઘૂસણખોરો માર્યા ગયા હતા.

જમ્મુ-, પંજાબ અને રાજસ્થાન તથા ગુજરાતની 3,300 કિલોમીટરની સરહદ પર ગોઠવાયેલી બીએસએફ આ સમગ્ર ઘટનાક્રમના પગલે વધારે સાવચેત થઈ ગઈ હતી અને અનેકવિધ ઇન્ટેલિજન્સ એજન્સીઓએ સંકેત આપ્યા છે કે આતંકવાદીઓ આંતરરાષ્ટ્રીય સરહદ કોઈપણ રીતે વટાવીને ભારતમાં ઘૂસણખોરી કરવાના છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

BSF હવે આ સંવેદનશીલ મોરચે ટનલ શોધી કાઢે તેવા રાડાર ગોઠવવા વિચારી રહ્યુ છે, જેથી પાકિસ્તાનથી થતી ઘૂસણખોરી અને સરહદપારથી થતી શસ્ત્રો અને નાર્કોટિક્સની દાણચોરીને અટકાવી શકાય. BSF અગાઉ પણ જમ્મુ સરહદ પર આવી ટનલ શોધી ચૂક્યું છે.

(6:21 pm IST)