Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020
ભાવનગર મ્યુ. કોર્પોરેશનના હેલ્થ ઇન્સ્પેકટર વિજયભાઇ ગોહિલના માતુશ્રીનું નિધન

ભાવનગર : ઉર્વશીબેન વિનોદરાય ગોહીલ (પૂર્વ પ્રિન્સીપાલ માજીરાજ હાઇસ્કુલ (ઉ.વ.૮૦) નું તા. ર૭ ના રોજ અવસાન થયેલ છે. તેઓ વિજયભાઇ ગોહીલ (હેલ્થ ઇન્સ્પેકટર - મહાનગર પાલિકા)ના માતુશ્રી અને રીતુદેવી ગોહીલ (પૂર્વ કોર્પોરેટર, જુવૈનાઇલ જસ્ટીસીસ એન્ડ ચાઇલ્ડ વેલ્ફેર બોર્ડના મેમ્બર)ના  સાસુમા તથા સ્વ. ડો. ચંદ્રભાગાબેન કારેલિયા અને સ્વ. ડો. કાંતાબેન  મારૂના નાના બેન હતાં.

ભાવનગર લોક સેવક મંડળના પ્રમુખ કિર્તીભાઇ પંડયાનું નિધન

ભાવનગર : કિર્તીભાઇ વેણીશંકરભઇ પંડયા (ઉ.વ.૭૭) પ્રમુખ લોક સેવક મંડળ તે ધર્મેન્દ્રભાઇ પંડયા, ભાવનાબેન વોરા (પૂર્વ પ્રમુખ ભાવનગર શહેર મહિલા કોંગ્રેસ), રૂપલબેન કાપડીયાના પિતા, અમિતભાઇ ઇન્દુભાઇ વોરા (ડી. કો. ઓપ. બેન્ક) ઉર્વિશભાઇ કાપડીયા (ઇનારકો)ન સસરાનું તા. ર૮ શુક્રવારે અવસાન થયેલ છે.

અવસાન નોંધ

ચેતનભાઈ સંચાણીયા

રાજકોટઃ ગુર્જર સુથાર સ્વ.ગોકળદાસ મોહનજીભાઈ સંચાણીયાના (કોટડા સાંગાણી) પુત્ર અને હરકાંતભાઈ અને અશોકભાઈના નાનાભાઈ ચેતનભાઈ, તે સ્વ.લાલજીભાઈ હંસરાજભાઈના જમાઈ અને ક્રિષ્નાના પિતા તેમજ નરેન્દ્રભાઈ, સ્વ.જગદીશભાઈ, જીતેશ, સુધા વિજયભાઈ અખીયાણીયા (મોરબી) અને નીતાબેન પ્રવીણભાઈ ભાડેશીયાના બનેવીનું તા.૨૮ના રોજ દુઃખદ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને આધીન તા.૩૧ને સોમવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. ચિરાગ મો.૭૦૪૩૩ ૮૨૮૬૩, હરકાંતભાઈ મો.૬૩૫૨૫ ૩૬૮૭૮

ગીતાબેન ટાંક

રાજકોટ : ગુર્જર  ક્ષત્રિય કડિયા અ.સો. ગીતાબેન અમૃતલાલ કુંવરજીભાઇ ટાંક તે ધર્મેશભાઈ, શીતલબેન તથા મનિષાબેનના માતૃશ્રી તથા સ્વ. ગિરધરભાઈના નાનાભાઈ ના ધર્મ પત્ની તથા વિનોદરાય તથા નટવરલાલ કુવરજીભાઈ ટાંક ના ભાભી તે પ્રફુલભાઈ મુકેશભાઈ, રાજુભાઈ,સ્વ. તરુણભાઈ હરીભાઇ સોલંકી ના મોટા બહેનનું અવસાન તા.૨૮ શુક્રવારના રોજ થયેલ છે સદગતનું બેસણું તા. ૩૧ ના રોજ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે મો.૯૯૧૩૬ ૨૫૨૦૯, ૯૯૧૩૪ ૯૪૧૭૦, ૯૭૨૫૦ ૪૭૦૦૫

હસમુખભાઇ શાહ

મોરબીઃ (ભાવસાર) હસમુખભાઇ ડાયાલાલ શાહ (ઉ.વ.૭૬) તે ભરતભાઇ અને રાજેન્દ્રભાઇના મોટાભાઇ તથા અશ્વિનભાઇ અને રૂપાબેન અલ્કેશકુમારના પિતાનું તા.ર૭ના રોજ અવસાન થયું છે. હાલની સ્થિતિને પગલે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

જાગૃતિબેન શાહ

રાજકોટઃ વિશાશ્રીમાળી દેરાવાસી જૈન શાહ જાગૃતિબેન ધીમંતકુમાર (ઉ.વ.૪૬) જેઓ ડો.કેવિનના માતુશ્રી, હેમલતાબેનના પુત્રવધૂ, રાજેન્દ્રભાઇ તથા નમ્રતાબેન શાહના ભાભીનું તા.ર૭ના અવસાન થયેલ છે. જેનું ટેલીફોનીક બેસણું રાખેલ છે.

અનિલભાઇ સાગર

રાજકોટઃ કોડીનારવાળા હાલ રાજકોટ અનિલભાઇ ઠાકરશીભાઇ સાગર (ઉ.વ.પ૭) તા.ર૮ના સવારે શ્રીજી ચરણ પામ્યા છે. તેઓ સ્વ.ઠાકરશીભાઇ જમનાદાસ સાગરનાં સુપુત્ર, ગીતાબેનના પતિ, રોનક, શ્યામ, યશનાં પિતા, ઉમેશભાઇ અને જયોતિબેન લલિતભાઇ ઘઘડાનાં ભાઇ થાય. લૌકીક પ્રથા બંધ છે. ટેલીફોનીક બેસણું તા.૩૧ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રોનક સાગર મો. નં. +૯૧ ૯૩૧૩૪ ર૯૩૬૯, હિરેનભાઇ સાગર મો. નં. +૯૭૧ પ૦ ૬ર૮ ૬ર૪ર, જયોતિબેન લલિતભાઇ ઘઘડા +૯૭૧પ૦ પ૯૯ ૪૮૬૩, છે.

જયશ્રીબેન જોબનપુત્રા

રાજકોટઃ વાંકાનેર નિવાસી હાલ રાજકોટ ઠા. સ્વ. ધીરજલાલભાઇ શાન્તિલાલભાઇ જોબનપુત્રાના પત્ની તે જયશ્રીબેન ધીરજલાલભાઇ જોબનપુત્રા (ઉ.વ.૭૭) તે પ્રકાશભાઇ, નીતેશભાઇ, ચંદ્રેસશભાઇ, ભાવનાબેન નવીનચંદ્ર વિઠ્ઠલાણીના માતુશ્રી, તે નીલાબેન, વર્ષાબેન, રેખાબેનના સાસુ. સ્વ.રમેશભાઇ, મહેન્દ્રભાઇ, ઇન્દુબેન કિશોરકુમાર કેસરીયાના ભાભી, તે હિમાલીબેન હેનીલભાઇ, શુભમભાઇ, પ્રેમભાઇના દાદીમાં તે તે ઠા. સ્વ.દેવજી રૂગનાથ કેસરિયા (મેંગણી)ના દીકરી, તે નૌતમલાલ (ગોંડલ), સ્વ.ભોગીલાલભાઇ (સુરત), ચંદ્રિકાબેન રાયઠઠ્ઠા (મેંગલોર), મંજુલાબેન રાયજાદા (ગોંડલ) અને મેનાબેન પાબારી (જામનગર)ના બેન તા.ર૭ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દટતનું ટેલીફોનીક ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી સાથે તા.ર૯ના શનિવારે  રાખેલ છે. પ્રકાશભાઇ મો. નં. ૭૭૭૯૦ ૭૧૧૯૦ તથા નિતેષભાઇ મો. નં.  ૮૪૬૯પ પ૬૪૬પ અને મનિષભાઇ મો. નં. ૯૯રપ૦ ૪ર૩૪ર છે.

દિલુભા જાડેજા

રાજકોટઃ દિલુભા પથુભા જાડેજા તા.ર૮ના શુક્રવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.૩૧ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ધર્મેન્દ્રસિંહ દિલુભા જાડેજા મો. નં. ૮૦૦૦૮૯૭૦૦૦, જયુભા રામસિંહ મો. નં. ૯૮૯૮૯૮૮૯ર૬, હરિશચંદ્રસિંહ રામસિંહ જાડેજા મો. નં. ૮૧૪૧૦૩૦૩૯૯.

ઇલાબેન પંડયા

રાજકોટઃ ભાણવડઃ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ મોટી પાનેલી નિવાસી હાલ ભાણવડ સ્વ.ચંદુલાલ શામજીભાઇ પંડયાના ધર્મપત્ની ઇલાબેન (ઉ.વ.૮૦) તે શૈલેષભાઇ (રાજકોટ) તથા જીજ્ઞેશભાઇ (ભાણવડ) જયશ્રીબેન રમેશભાઇ રાવલ (જુનાગઢ) શોભનાબેન (દેવાંગીબેન) મનોજભાઇ મહેતા (રાજકોટ) તથા કિરણબેન બકુલભાઇ પંડયા (અમરેલી)ના માતુશ્રીનું તા.ર૭ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું આજે શનિવાર તા.ર૯ના સાંજે ૪ થી ૬, શૈલેષભાઇ મો. નં. ૯૪ર૭ર ૦૯૮૬પ, જીજ્ઞેશભાઇ મો. નં. ૮ર૬૪૭ ૧૮૧૮૧ છે.

વિમળાબેન મહેતા

વેરાવળ : નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ વિમળાબેન જયંતીલાલ મહેતા (ઉવ.૭૮) તે દીલીપભાઇ, રાજેશભાઇ, ઇન્દીરાબેન શ્રોત્રીયના માતૃશ્રી તથા નવનીતભાઇ નાનાલાલ ઉપાધ્યાય, સ્વ. ચંદ્રકાન્તભાઇ ઉપાધ્યાય, પ્રકાશભાઇ ઉપાધ્યાયના બહેન તા.૨૬ બુધવારના રોજ અવસાન પામેલ છે. સદગત્તનું ટેલીફોનીક બેસણું/ઉઠમણું રાખેલ છે.

ભરતકુમાર પંડ્યા

જુનાગઢ : ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિ ભરતકુમાર શાંતિલાલ પંડ્યા નિવૃત જી.જી. હોસ્પિટલના કર્મચારી તે ઘનશ્યામ પંડ્યાના વડીલ બંધુ તથા બ્રિજેશ, મેહુલ, દર્શના, રીટાના ભાયજી તથા પાર્થ, ધ્રૃમિ, નિરવાનના દાદા અને રૂદ્રરાજના નાનાનું અવસાન થયું છે. ટેલિફોનીક ઉઠમણું સોમવારના રોજ ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. ફોનનં. - ૯૧૦૬૫ ૪૭૬૯૧, ૯૮૯૮૫ ૧૯૬૧૫, ૮૨૦૦૨ ૩૯૪૪૬, ૬૩૫૨૯ ૨૩૨૬૧.

નરોત્તમભાઇ ગોહેલ

જેતપુર : મચ્છુ કઠીયા સઇ સુથાર નરોત્તમભાઇ માધવજીભાઇ ગોહેલ (ઉવ.૭૫) તે જયેશભાઇ, ચેતનભાઇ, અજંનાબેન, અરૂણભાઇ મકવાણા (રાજકોટ) ઇલાબેન જીતેન્દ્રકુમાર (રાજકોટ) આશાબેન તેજષકુમાર (સુરત)ના પિતા તથા સ્વ. પ્રભુદાસભાઇ પીતાંબરભાઇ પરમાર (મોરબી)ના જમાઇ, સ્વ. પ્રભુદાસભાઇ વિઠ્ઠલભાઇ સાંચલા (આમરણ)ના બનેવીનું તા. ૨૭ના રોજ અવસાન થયું છે. ટેલિફોનીક બેસણુ રાખેલ છે.

મનહરલાલ ભોજાણી

રાજકોટઃ મનહરલાલ શિવલાલ ભોજાણી (ઉ.વ.૮૭) (નિવૃત આરએમસી કર્મચારી) તે રાજુભાઈ (ઓટોમોટીવ મેન્યુ)ના પિતા તે બિહારીભાઈ ભોજાણીના કાકા તા.૨૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું સોમવાર તા.૩૧ના સાંજે ૫ થી ૬ સુધી મો.૯૯૨૪૯ ૦૩૭૦૮, ૯૬૨૪૨ ૭૬૦૦૪, ૮૨૩૮૨ ૮૯૬૭૦

પ્રફુલાબેન સુખાનંદી

રાજકોટઃ સુખાનંદી પ્રફુલાબેન દિનેશભાઈ (ઉ.વ.૭૫) તે દિનેશભાઈ આત્મારામ સુખાનંદીના પત્નીનું તા.૨૮ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩૧ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૭૪૩૫૮ ૩૩૨૯૪

કિશોરભાઇ સાંચલા

રાજકોટઃ મ ક સ સુ જ્ઞાતિ સરપદરવાળા હાલ રાજકોટ વલ્લભદાસ તુલસીદાસ સાંચલાના સુપુત્ર કિશોરભાઇ (ઉ.વ.પર) તે મહેશભાઇ અને પ્રદીપભાઇના નાનાભાઇ, પરાગ અને રૂપલબેનના પિતા, આશીષકુમાર નરેન્દ્રભાઇ પરમારના સસરા, તેમજ વસંતભાઇ કલ્યાણજીભાઇ ધામેચા ધ્રોલવાળાના જમાઇ તથા લલીતભાઇ અને દિનેશભાઇના બનેવીનું તા.ર૮ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૩૧ને સોમવારે સાંજે  ૪ થી ૬ રાખેલ છે. પરાગભાઇ (મો.નં. ૮૪૬૦ર ૦પરર૧) મહેશભાઇ (મો.નં. ૮૪૬૯૩ ૮૬૩૬૧), પ્રદીપભાઇ (મો.નં. ૯૩૧૬પ ૯ર૮ર૬)

વિનોદભાઇ પરમાર

વડીયાઃ શામજીભાઇ કાનજીભાઇ પરમાર વેરાઇ ટિમ્બર માર્ટ (લાતીવાળા)ના પુત્ર વિનોદભાઇ શામજીભાઇ પરમાર (ઉ.વ.પ૪) જેઓ ભાવીકભાઇના પિતા અને દિનેશભાઇ શામજીભાઇ પરમારના મોટાભાઇનું તા.ર૮ શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૩૧ને સોમવારે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને વડીયા રાખેલ છે.

હિતેષભાઇ સુરાણી

રાજકોટ : હિતેષભાઇ મગનભાઇ સુરાણી (ઉ.વ.૩૯) તે મગનભાઇ સુરાણી (ખાનકોટડા, તા. કાલાવડ)ના પુત્ર, કમલેશભાઇ અને મહેશભાઇના ભાઇ તથા દક્ષાબેનના પતિ અને રૂષીત તથા હેત્વીના પિતાનું તા. ર૮ના રોજ અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને કારણે ટેલીફોનિક બેસણું તા. ર૯ ને શનિવારના ૧પ૦ ફુટ રીંગ રોડ, કિસ્માતનગર રાજકોટ ખાતે રાખેલ છે.

દાઉદી વ્હોરા ઝહેરાબેન

જસદણઃ રાજકોટ નિવાસી દાઉદી વ્હોરા ઝેહરાબેન (ઉ.વ.૯૦) તે મરહુમ સાલેહભાઇ ઇબ્રાહિમજીભાઇના પત્ની, મરહુમ અકબરઅલી વિસાવદર વાળાના સુપુત્રી, સૈફૂદ્દીનભાઇ (ટેલિફોન ઓફીસ), જૈનુદ્દીનભાઇ, ઓનભાઇ, મ. નજમુદ્દીનભાઇ, સમીનાબેન (મેહકુઝા) શબ્બીરભાઇ વિસાવદરવાળાના માતા, મોહંમદભાઇ (બેંગલોર), તાહેરભાઇ, હોઝેફાભાઇ, ઇંદ્રિશભાઇ, હુસૈનભાઇ, શબ્બીરભાઇ (નજમી વીડિયો)ના દાદીમાં, મોઇઝભાઇ, અબ્બાસીભાઇ વિસાવદરવાળાના નાનીમાં તા.ર૮મીએ વફાત પામેલ છે. મરહુમાં અંગે શોક સંદેશા પાઠવવા માટે મો. ૭૪૩૩૮ર૧૮૬પ, ૦ર૮૧રર૩૮૦પર રાજકોટ.

ગુણવંતીબેન ઉપાધ્યાય

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ હનુમાનજી ઉપાધ્યાય પરિવારના રાજકોટ નિવાસી ગુણવંતીબેન ભોગીલાલ ઉપાધ્યાય (ઉ.વ.૮૩) તે સ્વ.ભોગીલાલ મૂલશંકર ઉપાધ્યાય (ભોગીકાકા)ના ધર્મપત્નિ અને સ્વ.રવિશંકર પ્રાણશંકર ઉપાધ્યાય અમ્રૂતસરવાલાના પુત્રી તેમજ વિનયચંદ્ર ઉપાધ્યાય, નિરંજનભાઈ ઉપાધ્યાય અને વિજયભાઈ ઉપાધ્યાયના કાકી અને મિલનભાઈ ઉપાધ્યાયના ભાભુ તેમજ સ્વ.શરદચંદ્ર ઉપાધ્યાય, સ્વ.ગિરીશચંદ્ર ઉપાધ્યાય, જનાર્દનભાઈ ઉર્પાધ્યાય અને ભુપેન્દ્રભાઈ ઉપાધ્યાયના બહેનનું તા.૨૮ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૩૧ના રોજ સાંજે ૪ થી ૬ વચ્ચે રાખેલ છે. નિવાસસ્થાન 'મારૂતિ', ૩/૧૧, ગાયત્રીનગર રાજકોટ, વિનયચંદ્ર ઉપાધ્યાય (ભત્રીજા) મો.૦૯૦૩૩૪ ૪૭૬૯૬, ભુપેન્દ્રભાઈ ઉપાધ્યાય (ભાઈ) મો.૦૯૮૭૭૭ ૫૫૩૯૫

રમેશભાઈ કારીયા

રાજકોટઃ ભાયાવદર નિવાસી ગૌ.વા.નાનજીભાઈ મકનજીભાઈ કારીયાનાં પુત્ર રમેશભાઈ (ઉ.વ.૬૫) (હાલ રાજકોટ) તે સ્વ.પ્રતાપભાઈ, ગોપાલભાઈ, હરસુખભાઈનાં ભાઈશ્રી તેમજ પ્રિયંકભાઈ, શીતલબેન પોપટ, રૂપલબેન રાયચુરા, કાજલબેન રાજા તથા શીલ્પાબેન રાયચુરાનાં પિતાશ્રી તેમજ પરમાણંદભાઈ જુઠાભાઈ કાનાણી- ખાખીજાળીયાનાં જમાઈ તા.૨૭નાં રોજ શ્રીજીચરણ પામેલ છે.

હિમ્મતભાઇ તેરૈયા

જૂનાગઢઃ નાની સાણથલી (હાલ રાજકોટ) નિવાસી હિમ્મતભાઇ જાદવભાઇ તેરૈયા (ઉ.વ.૮૩) કે જે અરવિંદભાઇ, ઘનશ્યામભાઇ તથા રમેશભાઇના પિતાશ્રીનું તા.૨૮ના રોજ અવસાન થયેલ છે. હાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી બેસણું તથા તમામ વિધિ કુટુંબ પૂરતી મર્યાદિત રાખેલ છે. અરવિંદભાઇ તેરૈયા ૯૪૨૭૨૨૦૧૧૨, ઘનશ્યામભાઇ તેરૈયા, ૯૮૭૯૮૭૮૫૫૦ રમેશભાઇ તેરૈયા

લીલાબેન કાલાવડીયા

ઉપલેટા : ઉપલેટા નિવાસી ચીમનભાઇ આંબાભાઇ કાલાવડીયાના પત્ની સ્વ. લીલાબેન ચીમનભાઇ કાલાવડીયા (ઉ.વ.૬૭) તે કેયુરભાઇના માતુશ્રીનું તા. ૨૭ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું મોબાઇલ નં. ૯૦૬૭૨ ૫૯૫૩૪ ઉપર રાખેલ છે.