Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

મોરબીની પ્રાથમિક સમસ્યા મુદ્દે જાહેર રોડ પર લાગ્યા બેનરો, રાજકારણમાં ગરમાવો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૯ : મોરબીમાં રોડ રસ્તા, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ મામલે પ્રજા પરેશાન છે અને તાજેતરમાં જ મોરબી માળિયા બેઠક પર ચુંટણી આવી રહી છે ત્યારે મોરબી શહેરમાં અનેક સ્થળે બેનરો લગાવવામાં આવ્યા છે અને રોડ રસ્તા સહિતના મુદે આક્રોશ વ્યકત કરવામાં આવ્યો છે.

મોરબી શહેરમાં રોડ કરતા વધારે ખાડા રાજ જોવા મળે છે જેથી અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે તો મોરબીના અનેક વિસ્તારોમાં રોડ રસ્તા, ગટરના પાણી ઉભરાવવા સહિતની અનેક સમસ્યાઓ સર્જાઈ છે તો મોરબી-માળિયા બેઠક પર તાજેતરમાં જ પેટા ચુંટણી યોજાવવાની છે ત્યારે મોરબી શહેરમાં મહારાણા સર્કલ, હોસ્પિટલ ચોક, સુપર માર્કેટ, નવા બસ સ્ટેન્ડ, નહેરૂગેટ, વીસી ફાટક, નટરાજ ફાટક અને ઝુલતા પુલ સહિતના વિસ્તારોમાં બેનરો લાગવવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે મોરબીની જનતા કોરોનાથી તો બચી જશે પણ રસ્તોઓના ખાડાથી મરી જશે., અધધધ....ટેકસ ભરતી મોરબીની જનતાને સુવિધાઓ કયારે....?, મોરબીની જનતાનો ટેકસ કોણ ખાય ગયું...?, 'હવે પહેલા સુવિધા પછી ટેકસ' લી. ગુજરાતના પેરીસની ત્રાસેલી જનતા ના નામે લખવામાં આવ્યું છે.

(1:07 pm IST)