Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

મોડી રાત્રે કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં ભયાનક આગથી ગાંધીધામમાં ઉચાટનો માહોલ : ફાયરબ્રિગેડના ૮ બંબાઓ આગ હોલવવામાં લાગ્યા : તંત્ર અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ

(ભુજ) કંડલા સ્પે. ઇકોનોમિક ફ્રી ટ્રેડ ઝોનમાં આવેલ સિદ્ધિ વિનાયક નામની ગારમેન્ટ ફેકટરીમાં ભયાનક આગ ફાટી નીકળી છે. જેને પગલે ગાંધીધામમાં ઉચાટ છવાયો છે. અત્યારે ફાયરબ્રિગેડના ૮ બંબાઓ આગ હોલવવામાં લાગ્યા છે. તંત્ર અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે.

આગના લપકારા ગાંધીધામ અને કંડલા માં દેખાતા લોકોમાં ચિંતા છવાઈ છે. અત્યાર સુધી કોઈ નુક્સાનીના સમાચાર નથી. આગનું કારણ હજી જાણવા મળ્યું નથી.

(12:08 am IST)