Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

સિદ્ધાર્થ શુક્લાના ફેન્સ માટે ખુશખબર : 'સાથ નિભાના સાથિયા-2'માં મળ્યો લીડ રોલ

મુંબઈ: 'સાથ નિભાના સાથિયા' ટીવી સિરિયલ તેની બીજી સીઝનને લઈને ચર્ચામાં છે. નિર્માતા રશ્મિ શર્માએ તાજેતરમાં પુષ્ટિ કરી હતી કે 'સાથ નિભાના સાથિયા -2' ટૂંક સમયમાં કોકિલાબેન અને ગોપી બહુના પાત્રોની સાથે રજૂ થશે. તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશ્મિ શર્મા મુખ્ય ભૂમિકા માટે સિદ્ધાર્થ શુક્લાને શોમાં લેવા ઇચ્છુક છે.  સૂત્રોના હવાલાથી કહ્યું - 'સાથ નિભાના સાથિયા -2'માં પુરુષની મુખ્ય ભૂમિકા માટે સિદ્ધાર્થ પ્રથમ પસંદગી છે. નિર્માતાઓ તેની સાથે તેની ચર્ચા કરવાની તૈયારીમાં છે. ચર્ચા અત્યારે ખૂબ જ પ્રાથમિક સ્તરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિવાળી પહેલા આ શો શરૂ થઈ શકે છે. શોની પહેલી સીઝન એ ટીવીની લોકપ્રિય ટીવી સિરિયલોમાંની એક હતી. લોકડાઉન દરમિયાન ફરી એકવાર 'સાથ નિભાના સાથિયા' શો પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેને પ્રેક્ષકોનો સારો પ્રતિસાદ પણ મળ્યો હતો.

(5:25 pm IST)