Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

નર્મદા ડેમમાં દર સેકન્ડે ૩૦ કરોડ લીટરથી વધુ પાણીની આવકઃ સપાટી ૧૩૪.પ૦ મીટરે

૧૩૮.૬૮ મીટરે ડેમ છલકાયઃ હાલ ર૩ દરવાજા ખોલાયા

રાજકોટ તા. ૩૧: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસના વરસાદના કારણે પાણીની ધોધમાર આવક ચાલુ છે. કુલ ૩૦ પૈકી હાલ ર૩ દરવાજા ખોલવામાં આવ્યા છે. આજે સવારે ૯ વાગ્યે નર્મદા ડેમની જળસપાટી ૧૩૪.પ૦ મીટરે પહોંચી છે. કુલ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. નર્મદા ડેમમાં દર કલાકે સરેરાશ ૭ સે.મી. જળસપાટી વધી રહી છે. ૧૧ લાખ કયુસેક પાણીની આવક છે અને ૯ાા લાખ કયુસેક જાવક છે. દર સેકન્ડે ૩૦ કરોડ લીટરથી વધુ પાણી આવી રહ્યું છે. ર૬ કરોડ લીટર જેટલું પાણી પ્રતિ સેકન્ડે જાવક થઇ રહ્યું છે. નર્મદા આધારિત પાણી અને ખેતીના વિસ્તારોને આવતા આખા વર્ષની નિરાંત થઇ ગઇ છે.

(3:08 pm IST)