Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ફિલ્મ નિર્દેશક જે.પી દત્તાની દીકરી નિધિની થશે બિનોય ગાંધી સાથે સગાઈ

મુંબઈ:  દિગ્દર્શક જેપી દત્તા અને અભિનેત્રી બિંદિયા ગોસ્વામીની પુત્રી નિધિ દત્તાએ ડિરેક્ટર બિનોય ગાંધી સાથે લગ્ન કરવાની છે . નિધિ અને બિનોય શનિવારે પરિવારની હાજરીમાં સગાઈ કરવાના છે . ગુરુવારે નિધિના ઘરે એક નાનો મહેંદી સમારોહ યોજાયો હતો. નિધિની મહેંદી સમારોહના ફોટા સામે આવ્યા છે. ટીવી અભિનેત્રી દીપિકા કક્કર તેના પતિ અભિનેતા શોએબ ઇબ્રાહિમ સાથે મહેંદી સમારોહમાં ગઈ હતી. સિવાય અભિનેત્રી સારા અલી ખાન અને તેની માતા અમૃતા અરોરા પણ ગયા હતા. નિધિના મહેંદી સમારોહમાં ડાન્સનો ક્રાયક્રમ હતો . નિધિ દત્તા અને બિનોય ગાંધી ડિસેમ્બરમાં લગ્ન કરશે.

(5:55 pm IST)
  • ' આમ આદમી પાર્ટી ' વિરુદ્ધની ઝુંબેશમાં જોડાવાનો અન્ના હજારેનો ઇન્કાર : દિલ્હી ભાજપ આગેવાન આદેશ ગુપ્તાના આમંત્રણને શરમજનક ગણાવ્યું : દસ બાય દસની રૂમમાં રહેતા ,સત્તા અને સંપત્તિ વિનાના ફકીર પાસે તમે શું અપેક્ષા રાખો છો ? : કેન્દ્રમાં તમારી સત્તા હોવા છતાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાં શા માટે લેતા નથી ? અન્ના હજારેનો જડબાતોડ જવાબ access_time 8:13 pm IST

  • વાંદરાને કેળું ખવડાવતો ઇરફાનનો વીડિયો વાયરલ : વીડિયોમાં ઇરફાન પઠાણ વાંદરા સામે કેળું ફેંકતો જોવા મળે છે, વાંદરાનો કેળાને કેચ કરવાનો નિષ્ફળ પ્રયાસ access_time 3:31 pm IST

  • બે ખેલાડી સહિત બીસીસીઆઈના ૧૩ લોકોને કોરોના વળગતા હડકંપ : ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયા (બીસીસીઆઇ)એ જાહેર કર્યું છે કે તેમના બે ખેલાડીઓ સહિત ૧૩ ઓફિસરોને કોરોનાવાયરસ પોઝિટિવ આવ્યો છે. આ તમામ અસરગ્રસ્ત લોકો અને તેમના નજીકના સંપર્કમાં આવેલ લોકો એસિમ્પટોમેટિક છે અને તેમને તમામને ટીમના બીજા સભ્યોથી અલગ કરી દેવામાં આવ્યા છે. access_time 5:22 pm IST