Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

૭૦ વૈજ્ઞાનિકો બનાવી રહ્યા છે અંતરિક્ષ યાત્રીઓનું ભોજન

કોરોનાની મહામારી વચ્ચે પણ ચાર ભારતીય અંતરીક્ષ યાત્રીઓ રશિયામાં તાલીમ લઇ રહ્યા છે : ૭ મહિનામાં થઇ જશે તૈયાર : ભોજનની સાથે જોડાઇ છે કેટલીય ટેકનીકો

બેંગ્લોર, તા. ર૯ :  દેશના મહત્વકાંક્ષી માનવ મિશન ગગનયાન પર ભલે કોરોના મહામારીની અસર પડી હોયપણ આ મિશનની તૈયારીઓમાં કોઇ કમી આવી નથી.

પસંદ કરાયેલા ચાર ભારતીય અંતરિક્ષ યાત્રીઓની રશિયામાં ટ્રેનિંગ ચાલુ જ છે તો મૈસુર ખાતેની રણા ખાદ્ય શોધ પ્રયોગશાળા (ડીએફઆરએલ) ના ૭૦ વૈજ્ઞાનિકો અને ટેકનીશ્યનો ગગનયાન મિશન પર જનારા અંતરીક્ષ યાત્રીઓ માટે સ્વાદિષ્ટ, પોષણયુકત ભોજન તૈયાર કરી રહ્યા છે. આશા છે કે માર્ચ-ર૦ર૧ સુધીમાં ેતેને તૈયાર કરી લેવાશે.

ઉંડા અભ્યાસ અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (ઇસરો) તરફથી અપાયેલ સુચનોના આધારે આ રેડી ટુ ઇટ ભોજનના પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ડીએફઆરએલ દ્વારા તૈયાર આ ફૂડ પેકેટોને બે માનવ રહિત મિશનો દરમ્યાન ચકાસવામાં પણ આવશે.

સ્પેસ ફૂડ બનાવવામાં ઘણા પ્રકારના પડકારો હોય છે. તરત તૈયાર થઇ શકે તેવા સુપાચ્ય અને ઓછામાં ઓછો કચરો ઉત્પન્ન કરે, ફેલાય નહીં અને વધુ કેલેરીવાળા ખોરાકને સારી રીતે પેકેજીંગ કરવું પડે છે.ફૂડ પેકેટ તૈયાર કરવા ઉપરાંત ડીએફઆરએલ ગગગનયાન મિશન માટે એઠવાડના નાશની તથા લીકવીડ ડીસ્પેન્સીંગ સીસ્ટમ, ફૂડ રીહાઇડ્રેરીંગ સીસ્ટમ તથા ખાવાનું કરવાના હીટર જેવી ટેકનીકો પણ વિકસાવી રહ્યું છે.

(3:36 pm IST)