બલુચિસ્તાનના નુશ્કી જિલ્લામાં ઉગ્રવાદીઓનો મોટો હુમલો : ચાર સુરક્ષા કર્મચારીઓ શહિદ : પંજાબી મજૂરોને પણ નિશાન બનાવાયા : મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી અને હુમલા માટે જવાબદાર લોકોને કાયદાનો સામનો કરવા માટે કડક પગલાં લેવાની પ્રતિજ્ઞા લીધી, આ હુમલાને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવીને વખોડી કાઢ્યો 12:00 PM IST
પપ્પુ યાદવે મુખ્યમંત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કરી : RJD દ્વારા મુખ્યમંત્રી નીતિશ કુમારને ખલનાયક કહ્યા બાદ, RJD અને કોંગ્રેસ વચ્ચેના આંતરિક મતભેદો ખુલ્લામાં બહાર આવવા લાગ્યા : કોંગ્રેસને બાયપાસ કરીને કોઈ મુખ્યમંત્રી બની શકતું નથી : પપ્પુ યાદવે લાલુ પ્રસાદ યાદવની બીમારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ પણ ઘણા મુદ્દાઓ પર વિચલિત થઈ જાય છે, શું આનો અર્થ એ છે કે તેમના પર પણ રાજકારણ થવું જોઈએ?12:20 PM IST
એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને લોરેન સાન્ચેઝના લગ્નનાં આમંત્રણો જાહેર : વેનિસમાં ભવ્ય સમારોહની તૈયારી : સગાઈના લગભગ બે વર્ષ બાદ આ દંપતીએ ઔપચારિક આમંત્રણો મોકલીને લગ્નની જાહેરાત કરી : બેઝોસની 500 મિલિયન ડોલરની સુપરયાટ ‘કોરુ’ પર જૂનમાં થશે લગ્ન : દિગ્ગજ હસ્તીઓને આમંત્રણ : બેઝોસે 2019માં મેકેન્ઝી સ્કોટ સાથેના લગ્નનો અંત આણ્યો હતો11:37 PM IST
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ એકઠી થઈ: ટ્રેનોના મોડા પડવાને કારણે પ્લેટફોર્મ નંબર 12-13 ભરાઈ ગયું : શિવ ગંગા એક્સપ્રેસ, સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ, જમ્મુ રાજધાની એક્સપ્રેસ, લખનૌ મેઇલ અને મગધ એક્સપ્રેસના પ્રસ્થાનમાં વિલંબ થવાને કારણે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 12 અને 13 પર મોટી ભીડ એકઠી થઈ11:10 PM IST
દક્ષિણ કોરિયાએ વિકરાળ ફેલાયેલી જંગલની આગને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી : દક્ષિણ-પૂર્વમાં ભીષણ આગમાં ચારનાં મોત : 5,000થી વધુ ફાયરફાઇટર્સ અને 99 હેલિકોપ્ટર્સ સહિતની ટીમો દિવસ-રાત આગ ઓલવવાના પ્રયાસોમાં લાગી : ઉત્તર અને દક્ષિણ ગ્યોંગસાંગ પ્રાંતોમાં વિનાશ વેરાયો : બુસાન અને ડેજોનમાં ઉચ્ચતમ ચેતવણી જારી6:59 PM IST
બ્રિટનની યુનિવર્સિટીઓમાં નાણાંકીય સંકટ! ભારતીય વિદ્યાર્થીઓમાં 20%નો ઘટાડો:છટણી પણ શરૂ : આ સમસ્યાનો સામનો કરવા માટે તેમની વ્યૂહરચનાઓનું પુનર્મૂલ્યાંકન કરવાની જરૂર છે:અનેક પરિબળોના કારણે એક મુખ્ય શૈક્ષણિક કેન્દ્ર હોવા છતાં, યુકેની યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં કેમ ઘટાડો થઈ રહ્યો છે.6:52 PM IST
હરિયાણામાં ઘરમાં થયેલા પ્રચંડ વિસ્ફોટના કેસમાં ચોંકાવનારો વળાંક :પત્ની અને ત્રણ બાળકોની હત્યા બાદ પતિએ જ લગાવી ઘરમાં આગ : તેણે પણ આત્મહત્યા કરવાનો બનાવ્યો હતો પ્લાન: આરોપી હરિપાલે તેની પત્ની અને ત્રણ બાળકોની હત્યા કરી હતી. આ પછી પેટ્રોલ છાંટીને ઘરને આગ લગાવી: સાળા અને બહેન પર મિલકત હડપ કરવાનો આરોપ7:02 PM IST
અયોધ્યા-કાશી પછી હવે મથુરાનો વારો : હેરિટેજ કોરિડોરની તૈયારી: વૃંદાવન સુધી લિંક એક્સપ્રેસ વે બનાવવામાં આવશે : યમુના એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટીના બીજા તબક્કાના માસ્ટર પ્લાનને ઉત્તર પ્રદેશ સરકારની મંજૂરી:યમુના ડેવલપમેન્ટ ઓથોરિટી વૃંદાવનને તેના અધિકારક્ષેત્ર હેઠળ લાવવાની યોજના:વૃંદાવનને ગ્રેટર નોઈડા સાથે જોડવાની યોજના પર કામ તેજ 6:14 PM IST
ભારત સરકારે વોક્સવેગનની માંગણીને ફગાવી: ૧.૪ અબજ ડોલરના ટેક્સ વિવાદમાં મોટો નિર્ણય: કહ્યું કે આ માંગણીને સ્વીકારવાથી દેશની આર્થિક વ્યવસ્થા પર "વિનાશક પરિણામો" આવી શકે છે: કોર્ટમાં રજૂ કર્યા દસ્તાવેજો : ભારતના કસ્ટમ્સ અને ટેક્સ વિભાગે વોક્સવેગન પર આરોપ લગાવ્યો હતો કે કંપનીએ આયાત ઘટકોની કિંમતો ઓછી દર્શાવીને ટેક્સ ચોરી કરી છે : આ મામલો ભારતની કરવેરા પ્રણાલીની પારદર્શિતા અને વિદેશી કંપનીઓ સાથેના વ્યવહારોની નીતિને પરીક્ષણમાં મૂકશે. જો સરકાર હારી જશે તો તેની વિશ્વસનીયતા પર સવાલ ઉઠી શકે છે: ટેક્સ નિષ્ણાતોનું મંતવ્ય6:10 PM IST
ઉનાળાની રજાઓ પહેલા રેલવેની તૈયારી :આ રાજ્યો માટે 1200 વિશેષ ટ્રેનો દોડાવાશે :જાણો સંપૂર્ણ યાદી : પશ્ચિમ રેલ્વેએ 29 જોડી સમર સ્પેશિયલ ટ્રેનોને વિવિધ સ્થળોની 930 ટ્રીપ સાથે સૂચિત કરી તેમાંથી, મુખ્યત્વે 376 ટ્રીપવાળી 16 જોડી ટ્રેનો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને રાજસ્થાન માટે જ્યારે 140 ટ્રીપવાળી 7 જોડી ટ્રેનો બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે સેવા આપશે.6:05 PM IST
OpenAI અને Meta, રિલાયન્સ સાથે AI ભાગીદારી માટે ચર્ચામાં : સંભવિત ભાગીદારી ભારતમાં AI ટેકનોલોજીના વિકાસ માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે : ChatGPTની સબ્સ્ક્રિપ્શન કિંમત ઘટાડવાની યોજના : રિલાયન્સનું જામનગર ડેટા સેન્ટર ડેટા સુરક્ષા અને સ્થાનિક હોસ્ટિંગની દ્રષ્ટિએ મહત્ત્વનું : રિલાયન્સ જિયો સાથે સંભવિત સહયોગની ચર્ચા5:28 PM IST
ભારતના લોકો જાતિવાદી નથી, પરંતુ રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે જાતિનો ઉપયોગ ચૂંટણીના હથિયાર તરીકે કરી રહ્યા છે : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર લોકોને રાજકારણના કાળા સત્યથી વાકેફ કર્યા : અમરાવતીમાં ડૉ. પંજાબરાવ ઉર્ફે ભાઉસાહેબ દેશમુખ મેમોરિયલ એવોર્ડ સમારોહમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે પછાતપણાની ચર્ચા હવે સામાજિક ન્યાયને બદલે રાજકીય સોદાબાજીનું માધ્યમ બની ગઈ12:25 PM IST
બાંગ્લાદેશના વચગાળાના સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે આગામી BIMSTEC સમિટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાતની વિનંતી કરી : આ મામલો હજુ પણ વિચારણા હેઠળ છે, ઘણા સાંસદોએ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થઈ રહેલા હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી અને આ સંદર્ભમાં ભારત દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા : વિદેશ મંત્રી એસ જયશંકર12:36 PM IST
સુપ્રીમ કોર્ટે જસ્ટિસ ઉપાધ્યાયનો તપાસ રિપોર્ટ વેબસાઈટ પર મૂક્યો જેમાં બળી ગયેલી નોટોની તસવીરો જોવા મળી : જસ્ટિસ વર્માએ કહ્યું છે કે મેં કે મારા પરિવારના કોઈ સભ્યએ ક્યારેય ઘરના સ્ટોરરૂમમાં રોકડ રાખી નથી : CJI એ જસ્ટિસ વર્મા સામેના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી : પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જીએસ સંધાવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ અનુ શિવરામનનો સમાવેશ1:33 PM IST
લક્ષદ્વીપ પોલીસ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વચ્ચે મહત્વનો કરાર: સુરક્ષા અને વિકાસને મળશે બળ : આરઆરયુ ની ક્ષમતાઓ ગુનાઓને રોકવામાં મદદ કરશે: પ્રફુલભાઈ પટેલ :લક્ષદ્વીપ એક શાંત અને ગુના-મુક્ત કેન્દ્રશાસિત પ્રદેશ: સમુદ્રી પ્રવાસન અને ખાસ કરીને સ્કુબા ડાઇવિંગ જેવી રમતોમાં રોજગારી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની અપાર સંભાવનાઓ5:20 PM IST
નવી ટોલ નીતિની જાહેરાત: મુસાફરોને મળશે રાહત, ૧ એપ્રિલ પહેલાં લાગુ થશે: મુસાફરોને વાજબી રાહત આપવામાં આવશે, જેથી ટોલ ચાર્જ અંગેની ફરિયાદો ઘટશે: નિતીન ગડકરી : સારા રસ્તા જોઈએ તો તેની કિંમત ચૂકવવી પડે: ટોલ આવક હાલમાં ૫૫૦૦૦ કરોડ રૂપિયા છે, જે આગામી બે વર્ષમાં ૧.૪૦ લાખ કરોડ રૂપિયા થવાની ધારણા: સેટેલાઈટ આધારિત (જીએનએસએસ) ટોલ સિસ્ટમ્સ આવશે: મુસાફરોના બેંક ખાતામાંથી મુસાફરી કરેલા અંતર પ્રમાણે ચાર્જ કપાશે: આથી ટોલ પ્લાઝા પર ભીડ ઘટશે અને સમયની બચત થશે: ૬૦ કિલોમીટરની અંદર બે ટોલ પ્લાઝા ન હોવા જોઈએ: નવી નીતિમાં આ નિયમનું કડક પાલન થશે4:43 PM IST
અમેરિકા બાદ દક્ષિણ કોરિયાના ૨૦ જંગલોમાં ભયાનક આગ: હજારો લોકો ખસેડાયા, અનેક ફાયર ફાઈટર અને ૩૫ હેલિકોપ્ટર કાર્યરત: દક્ષિણ-પૂર્વ કોરિયામાં આગનો હાહાકાર: છ ગંભીર : આગની ગંભીરતાને જોતા હજારો મકાનો ખાલી કરાવવામાં આવ્યા: ૧૫૦૦થી વધુ લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા: ૪૭૦૦ એકરથી વધુ વિસ્તાર ભસ્મીભૂત: શુષ્ક હવામાન અને ૧૦૩ કિમી/કલાકની ઝડપે ચાલતી હવાઓએ આગને બેકાબૂ બનાવી4:27 PM IST
જેમને બર્ફીલા વિસ્તારોમાં વાહન ચલાવવાનો પૂરતો અનુભવ નથી, તેઓ વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી રાખે! બરફમાં મજા કરો પણ કૃપા કરીને જીવન સાથે રમત ન રમો.”: કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ : ખીણમાં ખાબકવાનું જોખમ વધુ હોય છે ,એક વીડિયો કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ શેર કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરી4:25 PM IST
ઉત્તરાખંડની પુષ્કર સિંહ ધામી સરકારે પોતાનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો : રાજધાની દેહરાદૂન ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું : ફિટ ઇન્ડિયા રનમા મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો : મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીનો ભવ્ય રોડ શો : યુવાનો અને સ્નાતક વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને રોજગાર કૌશલ્ય વિકાસ માટે નાણાકીય સહાય આપવામાં આવશે. આ માટે, એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે : ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી 4:20 PM IST
'જસ્ટિસ યશવંત વર્મા જ્યાં સુધી તપાસ નહીં થાય ત્યાં સુધી ન્યાયિક કામ નહીં કરે', રોકડ કૌભાંડ પર સુપ્રીમ કોર્ટ કડક : 3 આદેશ આપ્યા : CJI એ જસ્ટિસ વર્મા પાસેથી 15 માર્ચની સવારે "બળેલી રોકડ" દૂર કરનાર વ્યક્તિ વિશે પણ જવાબ માંગ્યો : જોકે, જસ્ટિસ યશવંતે આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું કે તેમને ફસાવવાના પ્રયાસો થઈ રહ્યા છે4:18 PM IST
મેરઠ સૌરભ હત્યા કેસના બંને આરોપીઓ જેલમાં 'નશા' માટે તડપ્યા, ખાવાની ના પાડી, ગાંજો, મોર્ફિન માંગ્યો : તેઓ બંને નિયમિતપણે ઈન્જેક્શન દવાઓનો ઉપયોગ કરતા જેના કારણે તેઓ હવે ભારે ઉપાડનો સામનો કરી રહ્યા છે : ધરપકડ બાદ મુસ્કાન અને સાહિલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા અને જેલમાં રહેવાની પહેલી જ રાત્રે મુસ્કાનની તબિયત બગડવા લાગી હતી ડોકટરોએ તેને ગંભીર ડ્રગ વ્યસન હોવાનું નિદાન કર્યું અને તાત્કાલિક સારવાર શરૂ કરી હતી4:12 PM IST
ફોનિક્સ સેટલમેન્ટ ટ્રસ્ટ-ગાંધી ડેવલપમેન્ટ ટ્રસ્ટ ઓફ આફ્રિકાએ મહાત્મા ગાંધી સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને સોંપ્યા : ફોનિક્સ સેટલમેન્ટ ટ્રસ્ટ-ગાંધી ડેવલપમેન્ટ ટ્રસ્ટ, દક્ષિણ આફ્રિકા દ્વારા મહાત્મા ગાંધીને લગતી કલાકૃતિઓ અને દસ્તાવેજો નવી દિલ્હીના રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયને સોંપવામાં આવતા જોઈને મને ખૂબ આનંદ થયો, બાપુનું જીવન અને સંદેશ આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે : વિદેશ મંત્રી4:06 PM IST
લંડનના વેસ્ટમિન્સ્ટર એબીમાં કોમનવેલ્થ દિવસ દર વર્ષે માર્ચ મહિનામાં યોજાય છે :રાજા કિંગ ચાર્લ્સ અને તેમના પરિવારના સભ્યો, તેમજ કોમનવેલ્થના 56 દેશોના મુખ્ય પ્રતિનિધિઓએ હાજરી આપી : સ્વામિનારાયણ ગાદીના મુક્તજીવન સ્વામીબાપાએ ઈ.સ. 1970માં આ વિશ્વ-પ્રસિદ્ધ બેન્ડની સ્થાપના કરી હતી જેની આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજે દેશ વિદેશમાં પ્રસિદ્ધિ અપાવી હતી4:01 PM IST
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ચંદીગઢ ગ્રેનેડ હુમલા કેસમાં પાકિસ્તાનના હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંડા અને અમેરિકાના હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયા સહિત ચાર આતંકવાદીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ : NIA ની તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલાનું આયોજન પાકિસ્તાનમાં રહેતા રિંડા અને અમેરિકામાં રહેતા હેપ્પીએ સંયુક્ત રીતે કર્યું હતું, બંનેએ ભારતમાં તેમના સહયોગીઓને શસ્ત્રો, દારૂગોળો અને ભંડોળ પૂરું પાડ્યું હતું3:15 PM IST
બિહારમાં ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી નીતિશ કુમારને લઘુમતી સમુદાય તરફથી મોટો ઝટકો : જેડીયુને વક્ફ સુધારા બિલનું સમર્થન કરવાનું ભારે પડ્યું : મુસ્લિમ ધાર્મિક સંગઠનોએ નીતિશની ઈફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો : વક્ફ મિલકતોની નોંધણી, વિવાદ પતાવટની પ્રક્રિયાઓ અને વક્ફ બોર્ડની રચના સાથે સંબંધિત બાબતો અંગે વિરોધ પક્ષોએ બિલની કેટલીક જોગવાઈઓ સામે વાંધો ઉઠાવ્યો ,ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ બિલનો વિરોધ કર્યો2:27 PM IST
જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભાદરવાહના ભાલરા જંગલ વિસ્તારમાં સ્થાનિક પોલીસ અને સેનાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન : આતંકવાદીઓના ઠેકાણા પરથી પિસ્તોલ અને દારૂગોળો ઝડપાયો : એક પિસ્તોલ, ત્રણ મેગેઝિન અને છ રાઉન્ડ અને એસોલ્ટ રાઇફલના 25 રાઉન્ડ મળી આવ્યા : કિશ્તવાડ જિલ્લાને અડીને આવેલા ગુરિનલ, થથરી અને ચતરુ જંગલોમાં પોલીસ, સેના અને CRPF દ્વારા સંયુક્ત શોધખોળ અભિયાન2:10 PM IST
આધાર કાર્ડથી મોટા બેંકિંગ ફ્રોડના અંજામની શક્યતા :જ્યારે પણ OYO રૂમ અથવા હોટલ બુકિંગ દરમિયાન તમારી પાસેથી આધાર કાર્ડ માંગવામાં આવે, તો તમારે માસ્કડ આધાર કાર્ડ જ આપવું જોઈએ : માસ્કડ આધાર કાર્ડમાં આધાર કાર્ડના 8 આંકડા હાઈડ હોય છે એટલે કે લોકોને માત્ર છેલ્લા 4 આંકડા જ દેખાય છે આવી સ્થિતિમાં તમારો નંબર છુપાયેલો હોવાથી તમારી બધી વિગતો સુરક્ષિત થઈ જાય 2:08 PM IST
મર્ચન્ટ નેવી ઓફિસર સૌરભ મર્ડર કેસ : તે બંને સામાન્ય દેખાતા પરંતુ તેમની ક્રિયાઓ અસામાન્ય હતી તે દરરોજ હોટલમાં દારૂની એક બોટલ પીતો અને પબમાં દારૂ પીને ડાન્સ કરતો હોળીના દિવસે તે પરત આવ્યો ત્યારે રંગે રંગાયેલો અને નશામાં હતો : પંજાબ પહોંચ્યા પછી હોટેલ ભાડે લીધી અને થોડો સમય રોકાયા, 5 માર્ચની સવારે તેઓ શિમલા પહોંચ્યા હતા. અહીં ત્રણ દિવસ રોકાયા. આ દરમિયાન ગુરુદ્વારામાં પૂજા કરી હતી. તે પછી મુસ્કાને મોઢામાં સિંદૂર ભરી દીધુ : જનાર ટેક્સી ડ્રાઈવર અજાબ સિંહે 13 દિવસની સફરની આખી વાર્તા સંભળાવી1:54 PM IST
પંજાબમાં નાર્કો આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ : અમૃતસરના છેહરતામાં નારાયણગઢ સરકારી હોસ્પિટલ વિસ્તાર નજીકથી નવજોત સિંહ, સુખવિંદર સિંહ, ગુરપ્રીત સિંહ અને અનિકેતની 4 કિલો હેરોઇન સાથે ધરપકડ : ઝડપાયેલા શખ્સોની અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ કરવા માટે જુદી જુદી પોલીસ ટીમો દ્વારા કાર્યવાહી : પંજાબ પોલીસ વડા ગૌરવ યાદવ1:19 PM IST
દિલ્હીના મંડોલીમાં સેન્ટ્રલ જેલ હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર સામે તેમની નિવૃત્તિના દિવસે જ કાર્યવાહી : કથિત છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરને 'કાંડા ઘડિયાળ' પહેરવાની મંજૂરી આપી'તી : સંબંધિત સુરક્ષા તપાસને આધીન મંજૂરી આપ્યા બાદ જેલ સત્તાવાળાઓ દ્વારા ચંદ્રશેખરને કાંડા ઘડિયાળ આપવામાં આવી પરંતુ બાદમાં તેમણે આ આદેશ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી11:44 AM IST
પહેલા શાંતિનો સંદેશ આપતા યુરોપિયન દેશો હવે વિશ્વનો સૌથી ખતરનાક બોમ્બ બનાવવાની તૈયારીમાં : યુરોપિયન દેશ પોલેન્ડ હવે પોતાના દેશ અને યુરોપની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પરમાણુ બોમ્બ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અગાઉ, ફ્રાન્સે પરમાણુ બોમ્બ તૈનાત કરવાની હાકલ કરી છે:ટ્રમ્પની નીતિઓને કારણે યુરોપનો વિશ્વાસ ડગમગ્યો 9:51 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાના કેસમાં સમાધાન : પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવી કાળથી સબંધ :રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા :ગોંડલને બદનામ કરવામાં કોઈ કઈ બાકી રાખતું નથી : જયરાજ સિંહ જાડેજા: ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ છે અહીંયા સમાજના વાળા નથી : ગણેશ ગોંડલ : ગોંડલ ને બદનામ કરવામાં કોઈ કઈ બાકી રાખતું નથી આવી બધી વાતમાં નહીં પડતા શાંતિ અને સલામતીનું આ પરિણામ છે જ્યારે ગોંડલની બદનામ કરવાનો પ્રયત્ન થશે ત્યારે આપણે બધા સાથે મળી જવાબ આપીશુ3:25 PM IST
'મેં કહ્યુ હતું ને મિત્રો, આ સાહેબ નલિનકાકા ( (પૂર્વ GPSCના ચેરમેન નલીન ઉપાધ્યાય) ) ને સારા કેવડાવશે, હવે બીજા દાસાકાળ (પૂર્વ GPSCના ચેરમેન ડૉ. દિનેશ દાસા) મળવો તો ભૂલી જાવ હવે નલીનકાકા જેવો સમય પણ નસીબમાં નથી : વર્ગ 1-2ના પરિણામ બાદ નારાજ ઉમેદવારોનો હસમુખ પટેલ પર આક્રોશ : આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં હવે જે હસમુખ પટેલની પોલીસ ભરતી વખતે વાહવાહી કરવામાં આવતી એજ ઉમેદવારોના આક્રોશનો ભોગ બની રહ્યા છે2:18 PM IST
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી : 29 માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છ, મધ્ય પ્રદેશ અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડવાની શક્યતા : હવે ગરમી ધીમે-ધીમે વધતી જશે,24મી માર્ચ સુધીમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન 38થી 41 ડિગ્રી રહેવાની શક્યતાઓ રહેશે, 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી 43 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના2:52 PM IST
વડતાલ ધામમાં દેવોને ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવાયો : સોમવારે ચરોતરના વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગશાળાઓમાં વિતરણ કરાશે : સંપ્રદાયના એક હરિભક્ત દ્વારા વડતાલ ધામમાં બિરાજતા દેવોનો રાજીપો પ્રાપ્ત કરવા ઉનાળાની સીઝનમાં ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો : વડતાલ મંદિરના કોઠારી સંતવલ્લભસ્વામી4:31 PM IST
ગોંડલને મિર્ઝાપુર કહેનારાઓને ગણેશ જાડેજાએ આપ્યો જવાબ, કહ્યું- આ સર ભગવતસિંહનું ગોંડલ છે, ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્સીસ ક્ષત્રિય કરાવવાના એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય : 'અહીંથી 500 કિલોમીટર દૂરથી 200 કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને અને પાટીદાર સમાજને અથડાવાના જે પ્રયત્નો કરે છે એવા લોકોને અને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું 4:35 PM IST
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ યુવા, શિક્ષિત અને ખેડૂતોનો બુલંદ અવાજ એવા એડવોકેટ ગોપાલ ઈટાલીયા પર પસંદગી ઉતારી* : ખેડૂતો અને ગરીબ તેમજ મધ્યમ વર્ગનો અવાજ હવેથી વિધાનસભામાં ગુંજશે : ગોપાલ ઈટાલીયા ગુજરાતની બદતર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા તેમજ સિસ્ટમમાં પેસેલો સડો દૂર કરવા ઘણાં વર્ષોથી સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા1:01 PM IST
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા :રાજ્યભરમાંથી 1 લાખ 29 હજાર વિદ્યાર્થીઓ : મેરીટ આધારે થશે કોલેજ પ્રવેશ પ્રક્રિયા : એ ગ્રુપ અને બી ગ્રુપના વિદ્યાર્થીઓએ 120 માર્કની કુલ ત્રણ વિષયની પરીક્ષા આપવાની હોય છે,રાજ્યભરની ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિગ્રી ફાર્મસી કોલેજમાં બોર્ડ અને ગુજકેટના પરિણામના મળીને મેરીટ તૈયાર થતું હોય છે3:34 PM IST
સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં બે વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવનનો અંત આણ્યો : સિંગણપોર વિસ્તારમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ બોર્ડના પેપર સારા નહી જતા અને અમરોલીમાં સીએના વિદ્યાર્થીએ માઇગ્રેનની બીમારીથી કંટાળીને આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે જયારે બીજા બનાવમાં મૃતક ધ્રુવીન સીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જો કે તેને માઈગ્રેનની બીમારીથી પીડાતો હોવાથી તેની દવા ચાલતી હતી પણ તે બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે2:48 PM IST
સનાતન ધર્મ સાથે ષડયંત્ર રચાતું હોવાનો વધુ એક પુરાવો: તાપીના સોનગઢ નગરમા એક મહિલા-પુરુષ ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતા સ્થાનિકોએ ખ્રિસ્તી ધર્મના પ્રચારકોનો વિરોધ કરી ભગાડયા : દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં હિંદુ નાગરિકોને ધર્મ પરિવર્તન કરાવી સનાતન ધર્મ વિરુદ્ધ મસમોટું ષડયંત્ર રચાતું હોય તેવા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ચિંતા3:31 PM IST
નાગરિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો: રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ અને સિટી બસ વ્યવસ્થાનું સ્વતંત્ર સુરક્ષા ઓડિટ કરાવવા ડો. નીદત્ત બારોટની માંગ : જીવલેણ અકસ્માતો અંગે મહાનગરપાલિકા શ્વેતપત્ર જાહેર કરે : જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને મૃતકોના પરિવારોને યોગ્ય વળતર આપવા કોંગ્રેસના અગ્રણીની માગણી1:55 PM IST
આજે વિશ્વ ટીબી દિવસ : ગીર સોમનાથ જિલ્લાના ૩૨૯ માંથી ૧૪૮ ગામડા ટી.બી. મુક્ત : વર્ષ ૨૦૨૩ કરતા વર્ષ ૨૦૨૪માં વધુ ૧૧૭ ગ્રામ પંચાયત ટી.બી. મુક્ત થઇ : ટી.બી. નાબૂદી માટે સરકાર દર્દીઓને મફત દવા આપે છે, વ્યક્તિઓ અને સંસ્થાઓ નિક્ષય મિત્ર બની જરૂરી રાશન આપે છે : જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાને ટી.બી. મુક્ત કરવા માટે એક્શન પ્લાન : જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામ1:09 PM IST
રાજકોટ જિલ્લાના વિંછીયામાં તાંત્રિક વિધીના નામે સગીરાનું અપહરણ કરનાર મુખ્ય આરોપી દિનેશ ચોવછીયાએ 6 લોકો સાથે ભેગા મળી અપહરણ કર્યું હતુ. દિવાલની આરપાર જોઈ શકે તેવા ચશ્મા હોવાનું કહીને 70 લાખની છેતરપિંડી કરી હતી : ચશ્મા માટે સગીરાને તાંત્રિક પાસે લઈ જવાની વાત કરી છે સગીરાનું અપહરણ કર્યા બાદથી મુખ્ય આરોપી અને સગીરાનો પત્તો મળ્યો નથી : પોલીસ તપાસનો ધમધમાટ3:43 PM IST
સરકારી અધિકારી ન હોવા છતાં પણ કાર ઉપર કલેક્ટર નું બોર્ડ તથા લાલ લાઈટ લગાવનાર ખંભાળિયાના જીલ ભરતભાઇ પંચમતીયા અને રાજકોટ સ્પીપા ક્ષેત્રીય તાલીમ કેન્દ્વના કેશા કેતનભાઇ દેસાઇની ધરપકડ : કારમાં આગળ લાલ કલરના બોડૅમાં ADDL. COLLECTOR & ADDL. DISTRICT MAGISTRATE (A.D.M.) (PROBATION) લખેલ હતુ : પોલીસ મહાનીરીક્ષક અશોક કુમાર યાદવ , રાજકોટ વિભાગ રાજકોટ, તથા દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ દ્વારા કાર્યવાહી12:49 PM IST
ખંભાળીયામા નકલી અધિકારી તરીકે માભો ઉભો કરનાર જીલ ભરતભાઈ પંચમતીયા ઝડપાયો : યુવતી કેશા કેતનભાઇ દેસાઇને ઝડપી પાડવા ચક્રો ગતિમાન : સરકારી હોદો ન ધરાવતો હોય તેમ છતાં સેલેરીયો કારમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને એડિશનલ કલેક્ટર અને એડિશનલ ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ એડીએમ પ્રોબેશન લખાવ્યું હતું અને પોલીસ ની ગાડી જેવી લાલ લાઇટ લગાવી હતી11:38 AM IST
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર નવલગઢ ગામ નજીક પેટસન પેપર મિલમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની સાથોસાથ સેનાના જવાનોએ પણ કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા : પેપર મિલમાં મોટા પ્રમાણમાં પેપરના રોલ, પુઠા સહિતનું મટીરીયલ્સ હોવાથી ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અંતે આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા2:22 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
પાકિસ્તાનની આંતરિક રાજનીતિ અને સૈન્ય વર્તુળોમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ભૂકંપ: સેના પ્રમુખ આસિમ મુનીરના 'સિંધ વિભાજન' પ્લાન સામે હજારો સિંધીઓ રસ્તા પર ઉતરી પડતા ભારે હાહાકાર, ગુંજ્યા અલગ 'સિંધુદેશ'ના નારા : કરાચી સહિત સમગ્ર સિંધ પ્રાંતમાં આઝાદીના નારા અને પંજાબની આર્થિક નાકાબંધી કરવાની સીધી ચેતવણીથી પાકિસ્તાની હુકુમતના છાતીના પાટિયા બેસી ગયા: ૪ પ્રાંતોને તોડીને ૧૨ થી ૧૫ નવા પ્રાંત બનાવવાના આસિમ મુનીર અને સરકારના ગુપ્ત પ્લાન સામે જનઆક્રોશનો જ્વાળામુખી ફાટતા સમગ્ર પાકિસ્તાનમાં ભારે ચકચાર6:21 PM IST
ગૃહિણીઓ અને રસોઈના શોખીનો માટે સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: બજારમાંથી લાવેલી કોથમરી આખું અઠવાડિયું રહેશે એકદમ લીલીછમ અને તાજી, કોથમરીને બગડતી અટકાવવાની સાચી અને અસરકારક રીત સામે આવતા ભારે ચર્ચા : ફ્રિજમાં મૂકતાની સાથે જ કોથમરી કાળી પડીને ગળી જવાની સમસ્યાથી પરેશાન ગૃહિણીઓના છાતીના પાટિયા બેસી ગયા હતા, પણ હવે આ ખાસ ટ્રિક્સથી કોથમરી રહેશે એકદમ ફ્રેશ: ડાળખી કાપવાથી લઈને પેપર ટુવેલ અને એરટાઈટ ડબ્બા સુધીની સાચી પદ્ધતિ જાણતા જ ઘરે-ઘરે ભારે ખુશી અને ચકચાર6:05 PM IST
વૈશ્વિક ટેક જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: ચીને એડવાન્સ AI ટેક્નોલોજી તફડાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : અત્યાધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ટેક્નોલોજી ચોરી અને તફડાવવાની ઘટનાથી ટેક નિષ્ણાતો, સંશોધકો અને વૈશ્વિક મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા:ડિજિટલ યુગની સૌથી મોટી હડપવાની રમત બહાર આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચકચાર6:04 PM IST
આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જના મોરચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: COP31નો મહા-ફિયાસ્કો, ઈતિહાસમાં સૌથી લાંબી ચાલેલી યુએન (UN) ક્લાઈમેટ સમિટ કોઈપણ કરાર વિના જ રદ થતા વિશ્વભરમાં ભારે હાહાકાર : દિવસ-રાતની મેરેથોન બેઠકો છતાં કોઈ સર્વસંમતિ ન સધાતા વૈશ્વિક નેતાઓ આમને-સામને આવી ગયા:પર્યાવરણવિદો અને વિકાસશીલ દેશોના છાતીના પાટિયા બેસી ગયા: ક્લાઈમેટ ફંડ અને કાર્બન ઉત્સર્જન મુદ્દે મડાગાંઠ સર્જાતા સમિટ નિષ્ફળ જતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ખળભળાટ6:03 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
પાકિસ્તાનમાં ઝેરી હવા અને પ્રદૂષણનો સૌથી ભયાનક અને સનસનાટીભર્યો ધડાકો: શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું:લાહોરમાં AQI ૫૩૮ પર પહોંચતા વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું:પંજાબ પ્રાંત સહિતના શહેરોમાં ભારે હાહાકાર : 'કહના નૌ' વિસ્તારમાં તો પ્રદૂષણનો આંકડો અધધ ૬૦૬ પર પહોંચતા લાખો લોકોના છાતીના પાટિયા બેસી ગયા:WHOની મર્યાદા કરતાં ૧૪ ગણી વધુ ઝેરી હવા ફૂંકાતા આયુષ્ય ૭ વર્ષ ઘટવાની દહેશત:સમગ્ર પાકિસ્તાનમાં ભારે ગભરાટ6:05 PM IST
બજારમાં સોનાના ભાવમાં મોટા કડાકા વચ્ચે ડ્રેગનની સૌથી મોટી અને સનસનાટીભર્યા રમતનો ધડાકો: ચીને સોનાની ખરીદીમાં તોડ્યો તમામ રેકોર્ડ: ગોલ્ડ રિઝર્વનો જથ્થો અધધ સ્તરે પહોંચતા વૈશ્વિક બજારમાં ભારે હાહાકાર : એક તરફ સોનાના ભાવમાં ભારે ઘટાડાથી રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા, તો બીજી તરફ ચીને તકનો લાભ ઉઠાવીને ટનબંધ સોનું ખરીદી લીધું:ડોલરના દબદબાને પડકાર આપતી ચીનની આ ચાલથી વૈશ્વિક અર્થતંત્ર અને બુલિયન માર્કેટમાં ભારે ખળભળાટ6:04 PM IST
લાંબા સમયથી ઈન્ટરનેશનલ ટીમમાંથી બહાર ચાલી રહેલા શાર્દુલ ઠાકુર અને તેના ફેન્સ માટે ગૂડ ન્યૂઝ : લખનૌ સુપરજાયન્ટ્સમા ટીમાં પાછલા બારણેથી કરી લીધી એન્ટ્રી : શાર્દુલને મોહસિન ખાનની જગ્યાએ રિપ્લેસમેન્ટ મળ્યું : લખનૌ સુપરજાયન્ટ્સે રવિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શાર્દુલ ઠાકુરનું સ્વાગત કર્યું , LSGએ પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું, 'હેડલાઇન્સથી કોઈ ફરક પડતો નથી પરંતુ લોર્થી પડે છે. શાર્દુલ હવે ઘરમાં છે'2:57 PM IST
હું જ્યાં સુધી ઇચ્છું ત્યાં સુધી CSK માટે રમી શકું છું. તે મારી ફ્રેન્ચાઇઝી છે. જો હું વ્હીલચેર પર હોઉં તો પણ તેઓ મને ખેંચીને અહીં લઈ આવશે : IPL માં નિવૃત્તિ અંગે એમએસ ધોનીએ આપ્યો જવાબ : સચિન તેંડુલકર પણ 50-51 વર્ષની ઉંમરે પણ એટલી જ સારી બેટિંગ કરી રહ્યો છે,તેથી મને લાગે છે કે ધોની હજુ પણ ઘણા વર્ષો સુધી રમી શકે છે : ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ3:46 PM IST
અનુપમા સિરિયલમાં નવો વળાંક આવશે : ગુજરિયા, બાલિકા વધૂ 2, બડે અચ્છે લગતે હૈ 2 અને યે ઉન દિન કી બાત હૈ જેવી ટીવી સિરિયલોમાં કામ કરનાર અભિનેતા રણદીપ રાયની એન્ટ્રી થશે : અનુપમામાં નવો ટ્વિસ્ટ લાવવા માટે રણદીપ રાયની એન્ટ્રી કરવામાં આવી છે જે માત્ર રાહી અને પ્રેમમાં જ નહીં પરંતુ અનુના જીવનમાં પણ નવો ટ્વિસ્ટ લાવશે, રણદીપના આગમન સાથે વાર્તામાં એક નવો વળાંક આવશે જે શોને વધુ રસપ્રદ બનાવશે1:45 PM IST
લગ્નની સીઝન, બિજ કરવાનું રીઝન! શેમારૂમીની ‘બેન્ડ બાજા બિજ' સાથે કરો લગ્નની મોસમની ઉજવણી! : લગ્નની મોસમ માટેની મનોરંજન વોચલિસ્ટ તૈયાર! શેમારૂમી લઈને આવ્યું છે ‘બેન્ડ બાજા બિજ'! શેમારૂમી સાથે લગ્નની મોસમ બની ગઈ છે ૧૭ ગણી વધુ મનોરંજક! ‘લગ્નની સીઝન, બિજ કરવાનું રીઝન!' થીમ સાથે શરૂ થયેલું આ ખાસ અભિયાન ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત પ્રેમ, લગ્ન, સંબંધો અને લગ્નપ્રસંગો સાથે જોડાયેલી અનેક મનોરંજક ક્ષણોની ઉજવણી કરતી ગુજરાતી ફિલ્મો અને શોની એક વિશેષ શ્રેણી રજૂ કરવામાં આવી છે.3:09 PM IST
























































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી











































































































































