<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અગ્નિકાંડના મૃતકોને ન્‍યાય અપાવવા મેદાને પડેલી કોંગ્રેસ આક્રમકઃ પોલીસ કમિશનર કચેરી બહાર ચક્કાજામ-હલ્લાબોલ : ઘટના બની ત્‍યારથી જવાબદારો સામે કડક રાહે પગલા અને ભોગ બનનારના પરિવારજનોને મોટુ વળતર અને ન્‍યાયની શાંતિપુર્ણ માંગણી કરતી આવેલી કોંગ્રેસના આંદોલનનો અલગ વળાંકઃ પત્રિકા વિતરણ, ઉપવાસ આંદોલન, ધરણા, પોલીસ કમિશનર કચેરીને ઘેરાવ, કચેરીમાં રામધૂન બોલાવાઇઃ સિટની તપાસ સામે વધુ એકવાર શંકા દર્શાવાઇ : સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્‍ય જીજ્ઞેશ મેવાણી, ધારાસભ્‍ય લલીતભાઇ કગથરા, સેવાદળના લાલજીભાઇ દેસાઇ, પ્રદેશ અગ્રણી અમિતભાઇ ચાવડા, પુર્વ ધારાસભ્‍ય પીરજાદા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્‍યક્ષ પુંજાભાઇ વંશ, શહેર પ્રમુખ અતુલ રાજાણી, પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, જેનીબેન ઠુમ્‍મર, જસવંતસિંહ ભટ્ટી, એનએસયુઆઇના બ્રિજરાજસિંહ રાણા સહિતના પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ, સ્‍થાનિક આગેવાનો-કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉમટયાઃ પોલીસ કમિશનર બ્રજેશ ઝાને રૂબરૂ મળી આવેદન પાઠવાયું : પોલીસ ભાજપની એજન્‍ટ બની ગઇ છેઃ અસામાજીકોને છાવરવા જેટલી મહેનત કરે છે એટલી અગ્નિકાંડના આરોપીઓની સામે પગલા લેવા મહેનત કરે તે જરૂરીઃ સાંસદ ગેનીબેન ઠાકોર ધગી ગયા : ભાજપના નેતાઓ, અધિકારીઓની મીલીભગતથી અગ્નિકાંડ સર્જાયો છતાં ભાજપ સરકારના પેટનું પાણી હલતું નથીઃ જીજ્ઞેશ મેવાણી : રાજકોટનો ગમખ્‍વાર બનાવ પહેલો અને છેલ્લો બની રહે, સરકાર સર્જીત આ હત્‍યાકાંડના જવાબદાર કોઇપણ નેતા, કર્મચારીને નહિ છોડવા માંગણીઃ પ્રદેશ કોંગ્રેસ પુર્વ પ્રમુખ અમિત ચાવડા: હતભાગી મૃતકોની પ્રથમ માસિક પુણ્‍યતિથી નિમીતે ૨૫મીએ રાજકોટ બંધનું એલાન3:18 PM IST

અત્યારની મુખ્ય હેડલાઇન્સ : * ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ અને અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. : * ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત : રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું. : * G-7 રાષ્ટ્રોએ ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર જેવા ચોક્કસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને સમર્થન આપવાનું વચન આપ્યું છે. : * મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની 18મી આવૃત્તિ શરૂ થઈ : વાઇલ્ડલાઇફ ફિલ્મ નિર્માતા સુબિયા નલ્લામુથુને વી. શાંતારામ, લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો. : * ભારતના ઉત્તરીય ભાગો હિટવેવ થી ગંભીર હિટવેવની સ્થિતિ હેઠળ છે : પ્રયાગરાજમાં લઘુત્તમ તાપમાને 127 વર્ષનો રેકોર્ડ તોડ્યો.10:36 PM IST

તાજ હોટેલ છે વિશ્વની સૌથી સ્‍ટ્રોન્‍ગેસ્‍ટ હોટેલ બ્રેન્‍ડ : વિશ્વની સૌથી મોટી સ્‍વતંત્ર બ્રૅન્‍ડ વૅલ્‍યુએશન ઍન્‍ડ સ્‍ટ્રૅટેજી કન્‍સલ્‍ટન્‍સી કંપની બ્રૅન્‍ડ ફાઇનૅન્‍સે ૨૦૨૪ની ટૉપ ૫૦ હોટેલ્‍સની યાદીમાં તાજ હોટેલ્‍સ વિશ્વની સૌથી સ્‍ટ્રૉન્‍ગેસ્‍ટ હોટેલ બ્રૅન્‍ડ તરીકે ફરી પ્રસ્‍થાપિત થઈ છે. આ ઉપરાંત તાજ હોટેલ્‍સ વિશ્વની સેકન્‍ડ ફાસ્‍ટેસ્‍ટ ગ્રોઇંગ હોટેલ પણ બની છે. સૌથી ઝડપી ગ્રોથ શેરૅટન્‍સની ફોર પૉઇન્‍ટ્‍સ હોટેલનો નોંધાયો છે. તાજની બ્રૅન્‍ડ-વૅલ્‍યુ વધીને ૪૫૫૩ કરોડ રૂપિયાની થઈ છે. જ્‍યારે વિશ્વની મોસ્‍ટ વૅલ્‍યુએબલ હોટેલ બ્રૅન્‍ડ તરીકે હિલ્‍ટન છેલ્લાં ૮ વર્ષથી છવાયેલી રહી છે અને સતત નવમા વર્ષે પણ એ દબદબો એણે જાળવી રાખ્‍યો છે.4:13 PM IST

રાજકોટમાં જમીનના દબાણો પ્રશ્‍ને સાંસદ રામભાઇ ઉકળી ઉઠયા : તંત્રનો ઉધડો લીધો : આટલા કરોડની જમીન ખુલ્લી કરાવી એવું જાહેર કરો છો.. પરંતુ ૧૦ વર્ષ સુધી દબાણ થવા કેમ દો છો : સરકારને જ નુકશાન છે.. કલેકટર તંત્રના અધિકારીઓ ચેમ્‍બરની બહાર નીકળતા જ નથી : ફિલ્‍ડમાં જતા જ નથી : ફરિયાદ સંકલન તોફાની બની રાજકોટમાં એક કિંમતી જમીન પ્રશ્‍ને સાંસદ રૂપાલાએ કોર્પોરેશનના અધીકારીનો જબરો ઉધડો લીધો સિવિલ હોસ્‍પિટલમાં સિકયુરીટી અંગે સિવિલ સર્જન ઉપર તડાપીટ : વર્ષોથી એક જ વ્‍યકિતને કેમ કોન્‍ટ્રાકટ આપો છો.. રી-ટેન્‍ડર કેમ નથી કરતા શું કોઇ ગર્ભિત બાબત છે : પી.એમ. રૂમ નવો બનાવવા માટે અમારી ગ્રાંટ વાપરી નાંખો 4:06 PM IST