<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અત્યારની મુખ્ય હેડલાઇન્સ: * ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે, સરકાર નવીન માધ્યમો દ્વારા આતંકવાદીઓ પર કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે : જમ્મુ - કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી. : * શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, જો આ વર્ષની NEET પરીક્ષાના આયોજનમાં ગેરરીતિઓ માટે દોષિત ઠરશે તો NTAના કોઈપણ અધિકારીને બક્ષવામાં આવશે નહીં. : * ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સંસદ ભવન સંકુલમાં પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું : સંકુલને પ્રેરક અને પ્રેરણાદાયી ગણાવ્યું. : * ખરાબ હવામાને સિક્કિમના લાચુંગ અને ચુંગથાંગમાં ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવામાં ભારે અવરોધ ઊભો કર્યો. : * ભારત અને કંબોડિયા વચ્ચે પ્રથમ સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી. : * અંકિતા ભકટે પેરિસ ઓલિમ્પિક માટે તીરંદાજીનો વ્યક્તિગત ક્વોટા જીત્યો : અંતાલ્યા, તુર્કીમાં ક્વોલિફાયરની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.11:21 PM IST

અમેરિકામાં ભારતીય જ્વેલર્સના શો-રૂમમાં એક સાથે બ્લેક યુનિફોર્મમાં સજ્જ ૨૦ લૂંટારુઓ ત્રાટક્યા :યુએસએ ખાતે કેલિફોર્નિયાના સનવીલે ખાતે અલ કેમિનો રિયલમાં ભારતીય જવેલર્સના શોરૂમમાં થયેલ દિલ ધડક લૂંટના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા છે. ૧૨ જૂનના રોજ બ્લેક વસ્ત્રો પહેરેલ ૨૦ જેટલા લૂંટારુઓ પુણેના પીએનજી જ્વેલર્સની અહીં આવેલ શાખામાં હુમલો કરી હથોડીઓથી ડિસ્પ્લે તોડી દાગીનાની જંગી લૂંટ કરી હતી. પોલીસે બે શંકાસ્પદ વાહનો શોધી કાઢી પાંચની ધરપકડ કરી છે. જ્વેલર્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સૌરભ ગાડગીલે સૌનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. છ અઠવાડિયામાં આવી ચોથી ઘટના છે.4:35 PM IST

લોકસભા ચૂંટણીના પરિણામોમાંથી મોદી સરકાર કોઈ સબક લઈ રહી નથી: યુએપીએ કાનૂન બેહદ ક્રૂર છે: હજારો લોકો જેલમાં સબડે છે: ઓવૈસીના પ્રહારો : એઆઈએમઆઈએમ ના અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ યુએપીએ (અનલોફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન લો) એક્ટ હેઠળ જેલ ભેગા કરાયેલા મુસલમાનો, આદિવાસીઓ અને દલિતો માટે ચિંતા દર્શાવવા સાથે ભાજપ ઉપર પ્રહારો કરતાં કહ્યું છે કે લોકસભા ચૂંટણીના પરિણામોથી મોદી સરકાર કોઈ સબક લઈ રહી નથી. આ કાનૂન બેહદ ક્રૂર છે અને હજારો લોકોને જેલમાં નાખી દેવામાં આવ્યા છે, તેમની જિંદગી બરબાદ થઈ રહી છે. : ૨૦૦૮ અને ૨૦૧૨ માં કોંગ્રેસે આ કાનૂનને વધુ સખત બનાવ્યા અને ૨૦૧૯માં ભાજપ તેમાં પણ ફરી વધુ સખત જોગવાઈઓ અને છૂટ લઈને આવેલ, જેનો મેં વિરોધ કરેલ.11:43 AM IST

પોરબંદરમાં મૂશળધાર વરસાદ વરસ્યો:ભારે વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા - છાયા ચોકી રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયા: નીચાણવાળા વિસ્તારો બોખીરા, કમલાબાગ, નરસંગ ટેકરીમાં વરસાદના કારણે રસ્તા જળમગ્ન બન્યા : પોરબંદર ; હવામાન વિભાગની વરસાદની આગાહી દરમિયાન પોરબંદરમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. અહીં ભારે વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન થયા છે. પોરબંદરમાં પહેલા વરસાદે જ પાલિકની પ્રિમોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી છે.અહીં છાયા ચોકી રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારો બોખીરા, કમલાબાગ, નરસંગ ટેકરીમાં વરસાદના કારણે રસ્તા જળમગ્ન બન્યા છે 5:17 PM IST

આગાહી થઈ પણ વરસાદ આવ્યો નહીં: દિલ્હીમાં ઊલટાનું ત્રણ દિવસ માટે ભારે ગરમીનો ફોરેન જેલર્સ જાહેર થયું: શનિવારે ૪૦ ડિગ્રી ગરમી રહી : હવામાન ખાતાના તમામ દાવા ખોટા પડ્યા, દિલ્હીમાં વરસાદ નથી, ૩ દિવસ સુધી ભારે ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર થયું. : દિલ્હીના લોકોને વરસાદની મજા માણવાની તક મળી નથી. રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના વિસ્તારોમાં આકરી ગરમી યથાવત છે. કાળઝાળ ગરમીનો સામનો કરવો પડે છે. : દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યું હતું. : જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. : અધૂરામાં પૂરું દિલ્હીમાં પાણીની અછતથી લોકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે.9:36 AM IST

અત્યારની મુખ્ય હેડલાઇન્સ : * ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ અને અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. : * ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત : રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું. : * G-7 રાષ્ટ્રોએ ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર જેવા ચોક્કસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને સમર્થન આપવાનું વચન આપ્યું છે. : * મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની 18મી આવૃત્તિ શરૂ થઈ : વાઇલ્ડલાઇફ ફિલ્મ નિર્માતા સુબિયા નલ્લામુથુને વી. શાંતારામ, લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો. : * ભારતના ઉત્તરીય ભાગો હિટવેવ થી ગંભીર હિટવેવની સ્થિતિ હેઠળ છે : પ્રયાગરાજમાં લઘુત્તમ તાપમાને 127 વર્ષનો રેકોર્ડ તોડ્યો.9:15 AM IST