અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીને લઈને ઉત્તેજના : રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનુ ખૂબ જ વિચિત્ર નિવેદન : ખ્રિસ્તીઓને કહ્યું છે કે જો તેઓ નવેમ્બરમાં તેમને મત આપે તો તેમને ફરીથી મતદાન કરવાની જરૂર નહીં પડે : ખ્રિસ્તીઓ, હું તમને પ્રેમ કરું છું.” હું એક ખ્રિસ્તી છું. તમારે બહાર આવીને મતદાન કરવું પડશે. જે પછી તમારે ચાર વર્ષ સુધી મતદાન કરવાની જરૂર નથી આ નિવેદનથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો11:46 AM IST
જમ્મુ કાશ્મીરના મચ્છેલ સેક્ટરમાં ભારતીય સૈનિક ચોકી ઉપર કબજો મેળવવા પ્રયાસ કરનાર પાકિસ્તાની કમાન્ડોને ઠાર મરાયો : એક ભારતીય જવાન શહીદ : મેજર સહિત ભારતીય સેનાના પાંચ જવાન ઈજાગ્રસ્ત : અન્ય કોઈ ઘૂસણખોર કે પાકિસ્તાની સૈનિકો છુપાયા છે કે નહીં ? તે જાણવા માટે ભારતીય સુરક્ષા બળોની ટીમો દ્વારા ઓપરેશન યથાવત1:28 PM IST
10 લાખની લાંચ લેતા જ લોકાયુક્તની ટીમને સંકેત મળ્યો અને મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં અધિક્ષક ઈજનેર રંગે હાથે ઝડપાયો : આઠ રસ્તા બનાવવાના નામે 20 લાખની લાંચ માંગવામાં આવી હતી : ભોપાલથી આવેલી લોકાયુક્તની ટીમે તેને ઘરેથી રંગે હાથે પકડી લીધો : લોકાયુક્તની ટીમ સરકારી વાહનોમાં તિરોલેના નિવાસસ્થાને પહોંચી હતી11:02 PM IST
મુન્દ્રા કસ્ટમે રૂ.100 કરોડનાં ગેરકાયદેસર માદક દ્રવ્યનો જથ્થો ઝડપ્યો : રાજકોટ સ્થિત વેપારી નિકાસકારના બે નિકાસ કન્સાઇન્મેન્ટ્સ પશ્ચિમ આફ્રિકાનાં દેશો સિએરા લિઓન અને નાઇજર માટે નિર્ધારિત હતા આશરે 110 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય કિંમત સાથે ટ્રામાડોલની કુલ 68 લાખ જેટલી ગોળીઓ મળી રાજકોટ, ગાંધીનગર અને ગાંધીધામ ખાતે ફોલોઅપ સર્ચ ચાલુ 10:44 PM IST
કૂતરાએ બાળકના હત્યારાને સૂંઘીને ઓળખી કાઢ્યો:પોતાના જ લોકો વચ્ચે છુપાયો હતો :પરિવારના સભ્યોને ના થયો વિશ્વાસ : ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ડોગ સ્ક્વોડના સ્નિફર ડોગે પાંચ વર્ષના બાળકની હત્યાનું રહસ્ય ખોલ્યું:પોલીસ ગુમ થયેલા બાળકને શોધવામાં વ્યસ્ત:સ્નિફર ડોગને પહેલા બાળકનો મૃતદેહ મળ્યો અને પછી આરોપી કાકા પાસે ગયો 8:56 PM IST
'સુરક્ષિત રમવાનું બંધ કરો, ન્યાયાધીશોએ મજબૂત સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ': જામીન અરજી CJI ચંદ્રચુડે આવું કેમ કહ્યું ? : સીજેઆઈએ કહ્યું કે જ્યારે ગુનાના મહત્વના મુદ્દાઓને શંકાની નજરે જોવામાં આવે છે, ત્યારે ટ્રાયલ જજ જામીન ન આપીને સલામત રમવાનું પસંદ કરે છે. તેમણે દરેક કેસની બારીકાઇ જોવા માટે મજબૂત સામાન્ય જ્ઞાનની જરૂરિયાત પર ભાર મૂક્યો.8:12 PM IST
હવે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ માટે PUC સર્ટિફિકેટ જરૂરી નહિ, સુપ્રીમે પોતાના આદેશમાં લગાવેલી શરત હટાવી : સોલિસિટર જનરલ તુષાર મહેતાની દલીલો સાથે સંમત થતાં બેન્ચે આદેશમાં લાદવામાં આવેલી શરતને હટાવી : થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ વિના અકસ્માતનો ભોગ બનેલાઓએ વાહન માલિકો પાસેથી સીધું વળતર મેળવવાની જરૂર છે, જેઓ ઘણીવાર ચૂકવણી કરવાની ક્ષમતા ધરાવતા નથી12:43 PM IST
ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં ભારે પૂર-વરસાદથી તબાહીની સ્થિતિ, પહાડો પર કાળ બન્યો વરસાદ : ચોમાસાની સીઝનમાં પહાડો પર મુશ્કેલી ઉભી થાયછે. થોડા વરસાદમાં ભૂસ્ખલન અને પૂરનો ખતરો પેદા થઈ જાય છે. તો રસ્તાઓ પર અવરજવર બંધ થઈ જાય છે. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે મુશ્કેલ સ્થિતિ ઉભી થઈ છે. 2:53 PM IST
ભારે વરસાદ બાદ જે ‘વિસ્તારને પૂરગ્રસ્ત જાહેર કરાય તેને જ મળશે કેન્દ્રીય સહાય ‘ : નવો કાયદો લાવવાની તૈયારી : મંત્રાલયે ફ્લડ મેનેજમેન્ટ એન્ડ બોર્ડર એરિયાઝ પ્રોગ્રામ હેઠળના ભંડોળનો ઉપયોગ કરવા માટે રાજ્યો માટે પૂર્વ-શરત ‘ફ્લડ પ્લેન ઝોનિંગ એક્ટ’ના અમલીકરણ માટે પ્રસ્તાવ મૂક્યો : કેન્દ્રએ પૂરનો સામનો કરી રહેલા રાજ્યોને તેમના તમામ વિસ્તારોને પૂરગ્રસ્ત વિસ્તારો તરીકે જાહેર કરવા સૂચના આપી છે આ અંગે અનેક વખત રાજ્યોને સૂચના મોકલવામાં આવી હોવા છતા અત્યાર સુધી માત્ર ચાર રાજ્યોએ તેનું પાલન કર્યું 2:51 PM IST
ભાજપની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રીઓને આપ્યું ટાસ્ક, કહ્યું- મિશન મોડમાં થવા જોઈએ કામ : સરકારની સાતત્યતા અકબંધ છે તમારે ચૂંટણીના પરિણામોને લઈને નિરાશ થવાની જરૂર નથી આપણે વધુ ઉત્સાહ સાથે જનતાના વિશ્વાસ ઉપર ખરા ઉતરવાનું છે : ત્રણ કલાક ચાલેલી બેઠકમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગ્રામ સચિવાલય ડિજિટાઈઝેશન અને રાજ્યની અર્થવ્યવસ્થાને એક ટ્રિલિયન ડલર સુધી લઈ જવા અંગે તથા આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ રોજગાર અંગે પ્રેઝન્ટેશન આપ્યું3:22 PM IST
દિલ્હીમાં ઓલ્ડ રાજેન્દ્રનગરના બનાવથી મેયર ભડક્યા કહ્યું કે કોચિંગ સંસ્થાઓ સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ : દિલ્હીના મેયર શેલી ઓબેરોયે એમસીડી કમિશનરને દિલ્હીમાં નિયમોનું ઉલ્લંઘન કરતી કોચિંગ સંસ્થાઓ સામે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો છેઃ લોકો મૃતવિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે એકજુટ થઇને રસ્તા પર આવી ગયા છે 2:30 PM IST
ખૂબ જ ગરીબીમાં બાળપણ વિતાવી અને ઘરે ઘરે જઈને છાપા વેચનાર હરીભાઉ કિશનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા : 13 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા : ખેતીનો એટલો બધો શોખ છે કે તેમણે પોતાના ઘરનું નામ "કૃષિયોગ" રાખ્યું છે : ફુલંબરી વિધાનસભા બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય બન્યા"તા2:08 PM IST
આજે બપોર સુધીમાં : ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલની સ્થિતિ1:00 PM IST
સમગ્ર ભારત અને આધ્યાત્મિક જગત માટે વિશેષ આનંદની વાત : યુનોમા પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રી રામકથાનો ગઈકાલથી પ્રારંભ : આજે બીજો દિવસ : વિશ્વના અનેક દેશો વચ્ચે જ્યારે યુદ્ધનો માહોલ છે હિંસાનો માહોલ છે એ સમયે પૂ.મોરારીબાપુની રામકથા દ્વારા પરસ્પર પ્રેમ શાંતિ અને કરુણાનો સંદેશ બહુ મહત્વનું યોગદાન બની રહેશે 12:41 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાઅમદાવાદ જિલ્લાના વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાજેશ માધવજીભાઈ પટેલ સહિત ૨ શખ્સો 30,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ : દારૂના ખોટા કેસમાં વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશને પકડાયેલ હતો : ફરીયાદીને ખોટી રીતે ડરાવી ધમકાવી અને બીજા ખોટા કેસમાં ફસાવી દેવાની બીક બતાવી ફરીયાદી પાસેથી પૈસાની માંગણી કરી રૂ.૫૦ હજાર લઈ લીધેલ હતા9:50 PM IST
ચાંદીપુરા વાયરસના આજે નવા ૪પ કેસો નોંધાયાઃ અત્યાર સુધીમાં પર લોકોએ જીવ ગુમાવ્યો : સાબરકાંઠામાં 12, અરવલ્લીમાં 7, મહિસાગરમાં 2, ખેડામાં 7, મહેસાણામાં 7, રાજકોટમાં 6, સુરેન્દ્રનગરમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 12, ગાંધીનગરમાં 6, પંચમહાલમાં 15, જામનગરમાં 6, મોરબીમાં 5, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટા ઉદેપુરમાં 2, દાહોદમાં 3, બરોડામાં 6, નર્મદામાં 2, બનાસકાંઠામાં 5, બરોડા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, દ્વારકામાં 1, રાજકોટ કોર્પોરેશમાં 4, કચ્છમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 3, અમદાવાદમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1, પોરબંદરમાં 1 કેસ નોંધાયા11:25 AM IST
ગુજરાત રાજ્યમાં ભારે વરસાદને પરિણામે નાગરિકોને સહાયરૂપ થવા વહીવટી તંત્ર ખડેપગે કાર્યરત : નાગરિકોને રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડવા સહિત આશ્રયસ્થાનોમાં રહેવા જમવા સહિતની સુવિધાઓ પુરી પડાઈ : જે વિસ્તારોમાં પાણી ઓસર્યા ત્યાં સરવેની કામગીરી શરૂ:રોગચાળો પ્રસરે નહી તે માટે સધન સફાઈ ઝુંબેશ : ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે પણ વડસરમાંથી અત્યાર સુધીમાં સ્થાનિક તંત્ર અને એનડી આરએફ દ્વારા વડસરમાંથી કુલ ૧૨૫ વ્યક્તિને સ્થળાંતર કરાયું હતું પાણી ઓસરતાં ૯૦૬ લોકો પોતાના ઘરે પરત ફર્યા 11:43 AM IST
SGVP ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા અન્ય સંતોની પ્રેરણાથી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો ચાંદ્રાયણ વ્રત તથા ધારણા પારણા વ્રતમાં જોડાયા : ભગવાન શ્રી સ્વામિનારાયમની આજ્ઞાથી તેમજ ભગવત પ્રસન્નાર્થે SGVP ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીતથા અન્ય સંતોની પ્રેરણાથી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના12:11 PM IST
ગાડી ભાડે લઈ ગીરવે મૂકી છેતરપિંડી મામલે ભાજપના બક્ષીપંચ યુવા મોરચાના પ્રમુખના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીની ધરપકડ : 40 જેટલા લોકોને પ્રતિમાસ 33 હજારનું ભાડુ અપાવવાનું કહીને કારનો કબજો મેળવ્યા હતો. ત્યારબાદ તમામ ગાડીઓ અલગ અલગ લોકોને ગીરવે આપીને છેતરપિંડી કરી હોવા ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાઈ છે. 2:34 PM IST
અમદાવાદમાં શરદી, વાઇરલ ઈન્ફેક્શનના કેસનો રાફડો ફાટયો, : સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો : હોસ્પિટલમાં 10,000થી વધુ OPDના કેસો નોંધાયા : ચોવીસ જ કલાકમાં 25,000થી વધુ દર્દીઓને સારવાર અપાઈ : ચોમાસામાં તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેકશન, ઝાડા ઉલટી, કમળો, કોલેરા, ટાઇફેઇડના કેસ વધતા તબીબો અને આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય12:11 PM IST
ભાઇ-ભાભીની હત્યાના ‘ડબલ મર્ડર'ના ચકચારી કેસમાં નાનાભાઇને આજીવન કૈદ : રણછોડનગર વિસ્તારમાં સગર્ભા ભાભી અને સગાભાઇને આરોપી પ્રવિણે છરીના ઘા મારીને હત્યા કરી હતીઃ આરોપીના અન્ય ભાઇ અને બહેન હોસ્ટાઇલ થયા હતાઃ મૃતક દંપતીની ૧૩ વર્ષની જુબાની ઉપરથી ફરીયાદપક્ષે કેસ સાબીત કર્યોઃ આરોપી માનસીક અસ્થિર હોવાની બચાવપક્ષની દલીલોને કોર્ટે નકારી કાઢી સજા ફટકારી10:25 AM IST
મૂળ રાજકોટનો યુવાન માનવ ઠક્કર આગામી ૫ ઓગસ્ટે ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસ વિભાગમાં ઝુકાવશે : ઓપનિંગ સેરેમનીમાં પણ તેણે ભાગ લીધો હતો : ડો. જ્યોતિ હાથી : મારો પુત્ર માનવ ઠક્કર પેરિસ ઓલમ્પિક ૨૦૨૪માં ટેબલ ટેનિસ ટીમમા : માનવના માતુશ્રી ડો. કલ્પના ઠક્કરે સ્કૂલ ગ્રુપમાં મેસેજ મૂક્યો : ડો. કલ્પના ઠક્કર જામનગર આયુર્વેદ કોલેજમાંથી ડોક્ટર થયા છે4:24 PM IST
રાજમાર્ગોમાં નડતરરૂપ માત્ર ૪૮ રેકડીઓ જ દેખાઇ : મનપાની દબાણ શાખાની આંખે પાટા ! : છેલ્લા સપ્તાહમાં મંજુરી વિનાના ૧૨૧૪ બોર્ડ-બેનરો ઉતારાયાઃ ૩૩ હજારનો દંડઃ સંબંધિત વિભાગના અધિકારી એસી ઓફીસની બહાર ફિલ્ડમાં સઘન ઝુંબેશ હાથ ધરે તો હનુમાન મઢી ચોકના છોટુનગર કોમ્યુનિટી હોલ, જ્યુબેલી શાક માર્કેટ, પરાબજાર, રૈયા રોડ સહિતના વિસ્તારમાં ૧ દિ'માં ૨૦૦થી વધુ લારી-ગલ્લા જપ્ત થાય 10:25 AM IST
ગીર સોમનાથ જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ ડી જાડેજા દ્વારા અનાજ માફિયા પર વધુ એક પ્રહાર : સરકારી અનાજનો 14210 કિલોગ્રામ જથ્થો ભરેલું કન્ટેનર સીઝ કરાયુ : ઘઉંના 406 કટ્ટા અને કન્ટેનર સહિત રૂ.15,83,670/- નો મુદ્દામાલ સીઝ કરાયો : મહેશ અરજણ ભોળા દ્વારા આ અનાજનો જથ્થો આકાશ ટ્રેસીંગ પ્રાંચી માટે એકત્ર કરી પીપાવાવ પોર્ટ મારફતે મોકલવામાં આવનાર હતો પરંતુ તે પહેલા જ જપ્ત કરી લેવાયો11:57 AM IST
પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ અંગે સર્કિટ હાઉસ દ્વારકા ખાતે સમીક્ષા બેઠક યોજાઇ : પ્રો-એકટીવ અપ્રોચ સાથે નાગરિકોની સલામતીને અગ્રતા આપવા પ્રભારી મંત્રીશ્રી જરૂરી સૂચનો કર્યા : જિલ્લામાં રોગચાળો પ્રસરતો અટકાવવા અગમચેતીના ભાગરૂપે કલોરીનેશન, દવા છંટકાવ તેમજ સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવા વહીવટી તંત્રને કરી તાકીદ2:49 PM IST
ઉનામાં થોડા દિવસ પહેલા અનઅધિકૃત અનાજ અને દારૂનો જથ્થો પકડાયેલ ગોડાઉનને ગીર સોમનાથ જિલ્લા કલેકટર અને મામલતદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરી તોડી પાડવામાં આવ્યું : ૧૨૫ ચો.મી.ની રૂ. ૨૦ લાખની કિંમતની જગ્યા ખુલ્લી કરવામાં આવી : ગોડાઉનવાળી જગ્યા રાજ્ય સરકાર દ્વારા સાર્વજનિક હેતુ માટે અનામત રાખવામાં આવેલ હતી2:36 PM IST
હોર્મુઝની ખાડીમાં ફરી ભયાનક યુદ્ધના ભણકારા: ઇરાને પાંચ વિશાળ જહાજો પર પ્રચંડ હુમલા કરીને ધડાકા મચાવતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : મધ્ય પૂર્વના દરિયામાં આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા જોઈને વૈશ્વિક મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા: ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની દહેશતથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે ખળભળાટ અને અફરાતફરી5:55 PM IST
અમેરિકાના મહાવિનાશક પ્રતિબંધોની સુનામીથી ડ્રેગનમાં સનસનાટી: ચીનની અગ્રણી એઆઈ કંપનીઓના શેરોમાં ગાબડા પડતા અર્થવ્યવસ્થામાં ભારે હાહાકાર : ટેક્નોલોજી જગતના સુપરપાવર બનવાની દોડમાં ચીનને મોટો આંચકો:અમેરિકાના આર્થિક અને ટેકનોલોજિકલ પ્રતિબંધોના પ્રચંડ ધડાકાથી ચીની ડ્રેગનના છાતીના પાટિયા બેસી ગયા: વૈશ્વિક માર્કેટમાં અફરાતફરી અને ફફડાટ5:54 PM IST
માત્ર એક પરીક્ષા માટે આખો દેશ થંભી ગયો:દુનિયાભરમાં ભારે હાહાકાર: ફ્લાઈટ્સ રદ, શેરબજાર મોડું ખૂલશે અને લશ્કરી કવાયત પર પણ બ્રેક લગાવી દેવાતા ભારે ચકચાર : વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સરકારનો અત્યંત સનસનાટીભર્યો અને અભૂતપૂર્વ નિર્ણય: પરીક્ષાના કલાકો દરમિયાન સમગ્ર દેશમાં સંપૂર્ણ શાંતિ જાળવવા માટે આકાશથી લઈને જમીન સુધીના તમામ વ્યવહારો સ્થગિત કરી દેવાતા ભારે ખળભળાટ5:53 PM IST
યુરોપિયન યુનિયનનો ભારત પર મોટો વેપારી પ્રહાર: સ્ટીલની સસ્તી નિકાસ સામે લાલ આંખ કરીને ભારત સહિત ચાર દેશો પર 'એન્ટિ ડમ્પિંગ ડ્યુટી' ઝીંકી દેતા દેશના ઉદ્યોગ જગતમાં ભારે હાહાકાર : ભારતીય સ્ટીલ ઉત્પાદકોની નિકાસને લાગ્યો મોટો ફટકો:યુરોપના આ કઠોર નિર્ણયથી દેશના અર્થતંત્ર અને સ્ટીલ કંપનીઓના છાતીના પાટિયા બેસી ગયા:વૈશ્વિક વેપાર બજારમાં ભારે ખળભળાટ5:08 PM IST
રશિયા-યુક્રેન મહાયુદ્ધમાં અંતરિક્ષમાંથી જાસૂસીનો સનસનાટીભર્યો ખેલ શરૂ: યુક્રેનના સૈનિકોનું સચોટ લોકેશન જાણવા રશિયાએ અંતરિક્ષમાં 'કોએન' સેટેલાઈટ લોન્ચ કરતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ : આકાશમાંથી દુશ્મન સેનાની દરેક હિલચાલ પર રશિયાની બાજનજર:યુદ્ધના મેદાનમાં તબાહી મચાવવા માટે રશિયાએ અવકાશમાં ગુપ્ત ઉપગ્રહ તરતો મૂકતા યુક્રેન અને નાટો દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:07 PM IST
જાપાનનો દુનિયાભરમાં ડંકો: એશિયાના 48 દેશો સામે મૂક્યો એવો સનસનાટીભર્યો પ્રસ્તાવ કે હવે ક્યારેય નહીં વધે પેટ્રોલ-ડીઝલના ભાવ: વૈશ્વિક બજારમાં ભારે હાહાકાર : ક્રૂડ ઓઈલની અસ્થિરતા અને મોંઘવારીથી પાયમાલ થઈ રહેલા દેશોને મોટી રાહત આપતી ઐતિહાસિક ઘોષણા:જાપાનના આ માસ્ટરસ્ટ્રોકથી અર્થવ્યવસ્થા હચમચી જતાં સંગઠનો અને ખાનગી લોબીઓના છાતીના પાટિયા બેસી ગયા5:55 PM IST
અમેરિકામાં અબજો રૂપિયાની સંપત્તિનો સર્વનાશ જોઈને દુનિયાભરના સુરક્ષા નિષ્ણાતોના છાતીના પાટિયા બેસી ગયા: કુહાડી અને કેમિકલથી ઘાતક હુમલો કરી અમેરિકાનું રૂ. ૫૦૦ કરોડનું અતિ-આધુનિક વિમાન સળગાવીને નષ્ટ કરી નાખનાર આયરિશ નાગરિકને ૧૦ વર્ષની જેલની સજા થવાની પ્રબળ સંભાવનાથી સનસનાટી : સુપરપાવર અમેરિકાની એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થાને ખુલ્લેઆમ પડકારતી આ અત્યંત ખૌફનાક ઘટનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હાહાકાર:સુરક્ષાના દાવાઓના લીરેલીરા ઉડતા વૈશ્વિક એવિએશન જગતમાં ભારે ખળભળાટ અને અફરાતફરી5:54 PM IST
ટેકનોલોજી જગતને હચમચાવી નાખનારો અત્યંત સનસનાટીભર્યો ઘટસ્ફોટ: ગૂગલના AI એજન્ટ્સે સુરક્ષા કવચ તોડીને વેબસાઇટ પર કર્યો સાયબર હુમલો: સેફ્ટી ટેસ્ટ દરમિયાન બનેલી આ ખૌફનાક ઘટના સામે આવતા વિશ્વભરના નિષ્ણાતો સ્તબ્ધ : માણસે બનાવેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે ખુદ માણસના નિયંત્રણ બહાર જઈ રહી છે? ગાર્ડરેલ્સ અને સેફ્ટી નિયમોનો ભંગ કરીને AI એજન્ટ્સે હુમલો કરી દેતા સાયબર સુરક્ષા નિષ્ણાતોના છાતીના પાટિયા બેસી ગયા: ટેક વર્લ્ડમાં ભારે હાહાકાર5:09 PM IST
ચીનની ભારત વિરુદ્ધ વધુ એક નાપાક હરકત: ડ્રેગનનું ઘાતક યુદ્ધ વિમાન ભારતીય સરહદમાં ઘૂસીને સિક્કિમ સેક્ટર પર આસમાને આડેધડ ૨૦ મિનિટ સુધી મનમાની કરતું રહ્યું:સુરક્ષા એજન્સીઓમાં ભારે હાહાકાર : આકાશમાં ભારતીય રડારને પડકાર ફેંકતા ચીની ફાઇટર જેટની ઘૂસણખોરીથી દેશભરમાં ભારે આક્રોશ: એરસ્પેસના ભંગની આ અત્યંત ગંભીર ઘટનાથી દેશના સુરક્ષા વર્તુળોના છાતીના પાટિયા બેસી ગયા5:08 PM IST
અંતરિક્ષ વિજ્ઞાનની દુનિયામાં માનવજાતની અકલ્પનીય અને ઐતિહાસિક છલાંગ: નાસાનું 'વોયેજર-૧' પૃથ્વીથી ૨૫.૯ અબજ કિલોમીટરના અવિશ્વસનીય અંતરે પહોંચનારું વિશ્વનું પ્રથમ માનવસર્જિત યંત્ર બનશે:સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો સ્તબ્ધ : દાયકાઓથી અનંત બ્રહ્માંડના અંધકારને ચીરીને આગળ વધી રહેલા યાને રચ્યો નવો વિશ્વવિક્રમ:આટલા દૂરના અંતરેથી પણ પૃથ્વી પર સંદેશા મોકલતા વોયેજર-૧ ની અદભુત ક્ષમતા જોઈને સૌ કોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા5:07 PM IST
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: તમામ ખેલાડીની મેચ ફીમાંથી 35% કપાશે : ન્યુઝીલેન્ડ સામે નિર્ણાયક વનડે જીતીને શ્રેણી પોતાના નામે કરનાર ટીમ ઈન્ડિયાને ત્રણ દિવસ ICCએ અંતિમ મેચમાં ધીમા ઓવર રેટ બદલ ભારતીય ટીમને દોષિત ઠેરવી: આચારસંહિતાના ઉલ્લંઘન બદલ તમામ ખેલાડીઓની મેચ ફીમાંથી 35 ટકા રકમ કાપવાનો નિર્ણય લેવાયો 10:39 PM IST




































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી











































































































































