<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ, ૧૪૦ કરોડ ભારતવાસીઓના આશીર્વાદ મારા માટે સર્વસ્વ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી : પીએમ મોદીના હસ્તે રૂ. ૮૦૦૦ કરોડથી વધુનાં વિકાસકાર્યોની રાજ્યને ભેટ: પીએમ મોદીએ કહ્યું - અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત લોકોને રાજ્ય-કેન્દ્ર સરકાર શક્ય તમામ મદદ કરવા પ્રયત્નશીલ:સરદારની ભૂમિમાંથી પેદા થયો છું, દરેક મજાક-અપમાન સહન કરતાં કરતાં 100 દિવસ મેં દેશહિત માટે નીતિ-નિર્ણયો માટે વિતાવ્યા:તુષ્ટિકરણમાં રચ્યાપચ્યા રહેનારા લોકો સત્તાલાલસા માટે 370 પાછી લાવવા મરણિયા થયા છે, આવા લોકોને જનતા મક્કમ જવાબ આપશે-ભૂજ વચ્ચે નમો ભારત રેપિડ રેલ આજથી શરૂ કરાઈ, આગામી સમયમાં વધુ શહેરો વચ્ચે કનેક્ટિવિટી વધશે7:49 PM IST

ઇન્ડિયન સોલ્યુશન ફોર ગ્લોબલ એપ્લિકેશન : ૨૧મી સદીના ઇતિહાસમાં ભારતનો સૌરક્રાંતિનો અધ્યાય સુવર્ણ અક્ષરે લખાશે: ‘ગ્રીન ફ્યુચર, નેટ ઝીરો’ કોઈ ફેન્સી વર્ડ્ઝ નહીં, ભારતની જરૂરિયાત, પ્રતિબદ્ધતા :રિન્યૂએબલ એનર્જીક્ષેત્રે ઇન્વેસ્ટમેન્ટ અને ઇનોવેશન માટે ભારત શ્રેષ્ઠ સ્થળ : સોલાર, વિન્ડ, ન્યૂક્લિયર અને હાઇડ્રોપાવર પર આધારિત ભવિષ્ય નિર્માણનો સંકલ્પ : ગ્રીન ટ્રાન્ઝિશનને જનઆંદોલન બનાવી રહ્યા છીએ : ગુજરાતની ધરતી શ્વેતક્રાંતિ, મધુક્રાંતિ બાદ હવે સૌરક્રાંતિની પણ પ્રણેતા બની છે : માત્ર ટોચ પર પહોંચવા માટે જ નહીં, પણ ટોચ પર સતત ટકી રહેવા ભારત પુરુષાર્થ કરે છે : પીએમ સૂર્યઘર યોજનાથી ૨૦ લાખથી વધુ રોજગારી ઊભી થશે : ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા દેશનું સૌ પ્રથમ સોલાર સિટી બનવા તૈયાર: અન્ય ૧૭ શહેરોને સોલાર સિટી તરીકે વિકસાવાશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘RE-INVEST-2024’ સમિટ ઍન્ડ એક્ષ્પોનો શાનદાર પ્રારંભ : ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક સુવિધાઓ તથા બિઝનેસ ફ્રેન્ડલી પોલીસીઝ સાથે ગુજરાત એનર્જી સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રિફર્ડ ડેસ્ટિનેશન: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાત રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં લીડિંગ સ્ટેટ: મુખ્યમંત્રી3:43 PM IST

ગણેશ વિસર્જન અંતર્ગત સુરત, વડોદરા મહાયુદ્ધના મોરચા જેવો માહોલ : તોફાનીઓને કાબૂમાં રાખવા પાણીના ધોધ વહાવતા વોટર કેનન મશીન સાથે રેપિડ એક્‍શન ફોર્સ સુરત અને વડોદરામાં તૈનાત, આજ પરોઢ સુધી ચેકીંગ ચાલ્‍યું... કોમી માનસ ધરાવતા સંખ્‍યાબંધ નજર કેદ , અર્ધ લશ્‍કરી દળો ખડકી દેવાયા છે ગણપતિ પંડાલ પર પથ્‍થર ફેંકનારને તાળા તોડી બહાર કાઢી આખી જિંદગી આવા તહેવારો સમયે ઘર બહાર ન નીકળે તેવી સરભરા છતાં અનુપમસિંહ ગેહલોત કોઈ જોખમ લેવા તૈયાર નથીઃ કોમી રંગ આપવાની પ્રણાલી ધ્‍યાને રાખી વડોદરા સીપી નરસિંહમાં કોમારે જાતે સુકાન સાંભળ્‍યું...૬૫૦૦ પોલીસ સ્‍ટેન્‍ડ બાય રાખવામાં આવી, ડ્રોન દ્વારા તમામ પરિસ્‍થિતી પર રાઉન્‍ડ ધ કલોક નિયંત્રણઃ ૧ ડઝન આઈપીએસનું સુપરવિઝન4:55 PM IST

જંગલેશ્વરમાં એસઓજીનું ઓપરેશનઃ ૫૧ કિલો ગાંજો સુત્રધાર જાવેદનો હતોઃ બે સાગ્રીત પડીકીઓ બનાવી સપ્‍લાય કરતાં : સમગ્ર શહેરમાં બંધાણીઓને જંગલેશ્વરમાંથી ગાંજો પુરો પાડવામાં આવતો હોવાની વિગતો ખુલીઃ રૂપિયા ૫.૧૮ લાખના માદક પદાર્થ સાથે જાવેદના સાગ્રીતો રફીક અને અસલમને દબોચી લેવાયાઃ વજનકાંટા, રોકડ પણ કબ્‍જે : એક સમયની મહિલા બુટલેગર રમાનો પતિ જાવેદ જુણેજા હાથમાં ન આવ્‍યોઃ જાવેદ ગોંડલના સપ્‍લાયર પાસેથી ગાંજો મંગાવતો હતો : હેડકોન્‍સ. ઘનશ્‍યામસિંહ ચોૈહાણ અને ઉપેન્‍દ્રસિંહ ઝાલાની સફળ બાતમી : પીઆઇ એસ. એમ. જાડેજા, પીએસઆઇ હરિયાણી, પીએસઆઇ કામળીયા, એએસઆઇ ખેરની ટીમો ઓચીંતી ત્રાટકી : ૧૦૦, ૨૦૦, ૩૦૦ ગ્રામની પડીકીઓ ગ્રાહક માંગે એ મુજબ બનાવીને વેંચતા હતાં: પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાએ ટીમોને અભિનંદન આપ્‍યા3:55 PM IST

અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ : ખેલૈયાઓમાં જબરી ઉત્સુકતા : ચાલો રઘુવંશીઓ, નવરાત્રીને યાદગાર બનાવો : સુપ્રસિધ્ધ ઓર્કેસ્ટ્રાના સંગાથે વિખ્યાત ગાયક કલાકારો ખેલૈયાઓને જોમ ચઢાવશેઃ યુવાધનમાં જાણીતા-માનીતા આર. જે.(એન્કર) વિશાળ ગ્રાઉન્ડ ઉપર જમાવટ કરશે : એક લાખ વોટની અદ્યતન ઓરીજીનલ જેબીએલ સાઉન્ડ સિસ્ટમ સાથે તારીખ ૩ ઓકટોબરથી ૧ર ઓકટોબર, ર૦ર૪દરમ્યાન હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્ડ,માધાપર ચોકડી, રાજકોટ ખાતેખેલૈયાઓ સોળે કળાએ ખીલી ઉઠશે : પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના દરરોજના વિજેતાઓને આકર્ષક ઇનામો અપાશેઃ મેગા ફાઇનલના વિજેતાઓને કુલ ૮૦ ગ્રામ (આઠ તેલા) ગોલ્ડ, બાઇક, એકટીવા, ટી. વી., મોબાઇલ, લેપટોપ, સ્માર્ટ વોચ, ફ્રીઝ, વોશીંગ મશીન સહિતના લાખેલા ઇનામો : પાસ બુકીંગ માટે રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટ ઓફીસ, મહિલા કોલેજ અન્ડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા મો. નં. ૯પ૩૭૭ ૧૧૭૭૪ ઉપર સંપર્ક કરી શકાય છેઃ પાસ બુકીંગ પૂરજોશમાં શરૂ થઇ ચુકયું છે " લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ- ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે4:12 PM IST