<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

દક્ષિણ કોરિયાના અધિકારીઓએ રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલની ધરપકડ કરી છે. રાષ્ટ્રપતિ યુને ગયા મહિને અચાનક દેશમાં માર્શલ લો લાદી દીધો હતો, જેના પછી તેમના પર દેશમાં કેસ ચાલી રહ્યો હતો. ત્રણ કલાકની શોધખોળ બાદ બુધવારે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા. બુધવારે સવારે સેંકડો કાયદા અમલીકરણ અધિકારીઓ યુનને કસ્ટડીમાં લેવા માટે તેના રહેણાંક પરિસરમાં ઉતર્યા હતા. અગાઉ પણ તેમની ધરપકડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમના સમર્થકોના વિરોધને કારણે તે શક્ય બન્યું ન હતું. દેશમાં અચાનક માર્શલ લો લાદવા બદલ વિપક્ષી પક્ષોએ રાષ્ટ્રપતિની આકરી ટીકા કરી હતી, પરંતુ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેમણે આ નિર્ણય દેશના હિતમાં લીધો છે.9:30 AM IST

દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત : ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૨,૫૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા: રાજ્યને સતત ૪ વર્ષ સુધી Anand સ્ટાર્ટઅપ રેન્કિંગમાં "બેસ્ટ પરફોર્મર" એવોર્ડ એનાયત : હેલ્થકેર અને લાઇફસાયન્સ, આઇટી સેવાઓ તથા કૃષિ જેવા ટોચના ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સ કાર્યરત : ભારત કુલ ૧૧૮ યુનિકોર્ન થકી સ્ટાર્ટઅપનું હબ બન્યું : iCreate દ્વારા ૫૫૩થી વધુ સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી : i-Hub સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી (SSIP) દ્વારા રૂ. ૧૦ કરોડથી વધુનું નાણાકીય વિતરણ: રાજ્ય સરકારે “ગુજરાત યંગ આંત્રપ્રિન્યોર્સ વેન્ચર ફંડ”માં અત્યાર સુધીમાં રૂ. ૩૫૦ કરોડ ફાળવ્યા 11:55 AM IST

ગુજરાતને સતત ૪ વર્ષ સુધી Anand સ્‍ટાર્ટઅપ રેન્‍કિંગમાં : ‘બેસ્‍ટ પરફોર્મર' એવોર્ડ : દેશમાં સ્‍ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર પ્રથમ રાજ્‍ય ગુજરાત : ગુજરાતમાં અત્‍યાર સુધીમાં ૧૨,૫૦૦થી વધુ સ્‍ટાર્ટઅપ્‍સને માન્‍યતા :હેલ્‍થકેર અને લાઇફસાયન્‍સ, આઇટી સેવાઓ તથા કળષિ જેવા ટોચના ક્ષેત્રોમાં સ્‍ટાર્ટઅપ્‍સ કાર્યરત : ભારત કુલ ૧૧૮ યુનિકોર્ન થકી સ્‍ટાર્ટઅપનું હબ બન્‍યું: iCreate દ્વારા ૫૫૩થી વધુ સ્‍ટાર્ટઅપ્‍સને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી : i-Hub સ્‍ટુડન્‍ટ સ્‍ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી (SSIP) દ્વારા રૂ. ૧૦ કરોડથી વધુનું નાણાકીય વિતરણઃ રાજ્‍ય સરકારે ‘ગુજરાત યંગ આંત્રપ્રિન્‍યોર્સ વેન્‍ચર ફંડ'માં અત્‍યાર સુધીમાં રૂ. ૩૫૦ કરોડ ફાળવ્‍યા 3:06 PM IST

૧૮.૧૪ લાખના હેરોઇન સાથે મટનનો ધંધાર્થી અને રાજસ્‍થાની ઝડપાયા : એસઓજીએ કુવાડવા રોડ ડી માર્ટ નજીકથી મોચીબજાર કૃષ્‍ણપરાના ફૈઝલ ચોૈહાણ અને રાજસ્‍થાનથી સપ્‍લાય કરવા આવેલા રાજમલ મીણાને દબોચી લેવાયાઃ સુત્રધારની શોધખોળ : ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયા, ઇન્‍ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ આર. જે. કામળીયાની ટીમની કામગીરીઃ ફૈઝલે અગાઉ પણ સો ગ્રામ જેટલો માદક પદાર્થ લાવીને વેંચી નાંખ્‍યાનું રટણઃ રાજકોટમાં પહેલી જ વખત હેરોઇનનો આટલો જથ્‍થો પકડાયો શહેર એસઓજીના હેડકોન્‍સ. ઉપેન્‍દ્રસિંહ ઝાલા, જયદિપસિંહ ચોહાણ, કોન્‍સ. યોગેન્‍દ્રસિંહ ગોહિલની બાતમી :અડધા-અડધા તોલા વજનની પડીકીઓ બનાવી ૧૫૦૦ લેખે બંધાણીઓને વેંચતોઃ પ્રતાપગઢના સપ્‍લાયરની તલાસઃ વધુ તપાસ બી-ડિવીઝન પોલીસ કરશે3:04 PM IST

પતંગના દોરાથી ગળુ કપાતાં યુવાનનું મોતઃ બીજા માળેથી પડતાં ૧૦ વર્ષના બાળકનું અને ૧૮ વર્ષના યુવાનનું મોતઃ ૬૦ને ઇજા : મકર સંક્રાતિનું પર્વ રાજકોટમાં જીવલેણ બન્‍યું:૩ મોત : પતંગના દોરાને કારણે બેડલાના પ્રજાપતિ પરિવારનો જુવાનજોધ દિકરો છીનવાયોઃ ઘંટેશ્વર પાસે બ્રહ્મનાદ સોસાયટીમાં ચાંદ્રા પરિવારે દસ વર્ષનો લાડકવાયો ગુમાવ્‍યોઃ જંગલેશ્વરમાં રહેતાં યુપીના ૧૮ વર્ષના પઠાણ યુવાનનું મીરા ઉદ્યોગમાં બીજા માળેથી પડી જતાં મોત : સિવિલ હોસ્‍પિટલમાં દોરાને કારણે ઘાયલ થયેલા ૪૫ અને ધાબા પરથી પડતાં દોરાને કારણે અકસ્‍માતમાં ઘવાયેલા ૧૫ને સારવાર અપાઇઃ ઇમર્જન્‍સી વિભાગ, ખાસ ઓપરેશન થીએટરમાં તબિબો, નર્સિંગ સ્‍ટાફ, ચોથા વર્ગના કર્મચારીઓ રાત સુધી વ્‍યસ્‍ત રહ્યાઃ પોલીસ ચોકીના સ્‍ટાફને સતત એન્‍ટ્રી નોંધાવવા દોડધામ રહી : ૨૮ વર્ષનો પ્રકાશ સરેરીયા બેડલાથી સંક્રાંતિ મનાવવા નવાગામ રહેતાં મોટા ભાઇના ઘરે જતો હતો ત્‍યારે મેંગો માર્કેટ પાસે બનાવઃ દોરો એટલો ઘાતક હતો કે શ્વાસ નળી જ કપાઇ ગઇ : ૧૦ વર્ષનો કશ્‍યપ વિવેકભાઇ ચાંદ્રા પાંચમા ધોરણમાં ભણતો હતોઃ માતા-પિતાનો એક જ લાડકવાયો હતો : જંગલેશ્વરમાં રહેતો ૧૮ વર્ષનો અયાનખાન પઠાણ પણ માતા-પિતાનો એકનો એક પુત્ર હતોઃ મામા સાથે રહી મજૂરી કરતો હતો 10:48 AM IST