<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વિસાવદરે સંદેશો આપ્યો કે ભાજપ પાર્ટી હારવી જોઈએ , ભાજપના રાજમાં જે નિરાશા ફેલાઈ હતી તે નિરાશા વચ્ચે વિસાવદરની જીત એક આશાનું કિરણ બનીને આવી,તમામ લોકો એક થઈ જાય તો ભાજપને હરાવી શકાય : ઈસુદાન ગઢવી : વિસાવદરની જીતની ઉજવણીના ભાગરૂપે કચ્છમાં "આમ આદમી પાર્ટી" દ્વારા વિજય સંદેશ યાત્રા યોજાઈ : રોડ શો નિકાળવા લાયક રોડ જ નથી બચ્યા: કૈલાસદાન ગઢવી : ભાજપના માણસો સરકારી યોજનાઓનો ફાયદો ઉઠાવી લે છે અને ગરીબ માણસ ફક્ત જોતો રહી જાય છે: સાગર રબારી : એક વરસાદમાં પણ ભાજપના 30 વર્ષના કુશાસનની પોલ ખૂલી જાય છે: રાજુ કરપડા : મંગળ પર અને ચંદ્ર પર જવાની વાતો થઈ રહી છે અને બીજી બાજુ ભાજપના રાજમાં ગુજરાતમાં સારા રસ્તાઓ પણ નથી: સંજય બાપટ8:34 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એસ.ટી. નિગમમાં ૨૩૨૦ નવનિયુક્ત કંડક્ટર અને પાણી પુરવઠા વિભાગના ૧૪૪ ઇજનેરોને ગાંધીનગરમાં નિમણૂક પત્રો એનાયત કર્યા : પાણી પુરવઠા મંત્રી - વાહનવ્યવહાર રાજ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ:૭૬૩ મહિલા ઉમેદવારોને કંડક્ટર તરીકે નિમણૂક :રાજ્ય સરકારના વિભાગોમાં ભરતી કેલેન્ડરથી મેનપાવર પ્લાનિંગ દ્વારા યુવા-ટેક્નોસેવી અને રાષ્ટ્રહિત સમર્પિત વિચારો ધરાવતું માનવ બળ મળશે: મુખ્યમંત્રી :જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગમાં વિવિધ સંવર્ગોમાં અંદાજે ૩,૫૦૦ થી વધુ જગ્યાઓ પર ભરતી કરાશે: પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા:ગુજરાત એસ.ટી માત્ર એક પરિવહનની વ્યવસ્થા નથી, પરંતુ ગુજરાતના દરેક નાગરિકની લાઇફલાઇન :-વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી7:23 PM IST

ઇતિહાસના આંગણેથી : ગૌરવવંતા રાજકોટના ૩૩૬ વર્ષના રાજાશાહી યુગની ભવ્‍ય અને જાજરમાન સોનેરી ઝાંખી : માત્ર રાજકોટની પ્રજાએ જ નહિ પણ સમગ્ર સૌરાષ્‍ટ્રની જનતાએ સરશ્રી લાખાજીરાજ બાપુના શાસનકાળને અતિ ઉત્તમ અને રાજ્‍યના આધુનિકરણના ઘડવૈયા ગણેલ : રાજકોટ રાજ્‍યની સ્‍થાપના સરધાર (રાજકોટ) મુકામે જામનગરના જાડેજા વંશના બાહોશ સુરવીર શ્રી વિભાજીએ ઈ.સં.૧૬૭૧ માં કરેલ શ્રી વિભાજી બાપુએ રાજુ સંધીની આજી નદીના કાંઠે કેટલીક જમીન વાવવા આપેલ હતી અને ત્‍યાં ગામ વસેલ. તેથી રાજુ સંધીના નામ ઉપર રાજકોટ નામ હોવાનું કહેવાય છે. રાજ્‍યનુ ક્ષેત્રફળ ૭૩૦ ચોરસ કિલોમીટર હતુ અને તેમાં ૬૪ ગામો આવેલા અને રાજ્‍યની વાર્ષિક આવક રૂા.૧૪.પ૧ લાખ હતી અને ઇ.સ. ૧૯૪૧ માં રાજકોટની વસ્‍તી ૮પ૦૦૦ હતી.: ઈ.સ. ૧૭ર૦ માં જુનાગઢના માસુમખાને ચઢાઈ કરી રાજવીશ્રી મહેરામજીને મારી રાજકોટની ગાદી કબજે કરેલ. દ્ગ ઈ.સ.૧૭૩ર માં શ્રી મહેરામણજીના યુવરાજ શ્રી રણમલજી પ્રથમે માસુમખાન ઉપર હુમલો કરી તેની હત્‍યા કરી રાજકોટની ગાદી પરત મેળવેલ.4:42 PM IST

રૈયાધારના વૃધ્‍ધ મનસુખભાઇને દોહિત્ર હર્ષે પતાવી દીધા'તા : અમદાવાદ સોલામાં ૧૨ લાખની ચોરીમાં ઝડપાતાં હર્ષે ગિરવે મુકેલા દાગીના છોડાવવા તેના પિતાએ આઠ લાખ પોતાની રીતે અને ૪ લાખ સસરા મનસુખભાઇ પાસેથી લઇને ચુકવણું કર્યુ હતું: આ નાણાની ઉઘરાણી માટે નાનાજી મેણા મારતાં હોઇ અને બીજી રકમનું વ્‍યાજ પણ માંગતા હોઇ હર્ષે હત્‍યા કર્યાનું ખુલ્‍યું :સળીયા જેવા પદાર્થના ઘા ફટકારી પેટ્રોલથી લાશ સળગાવી ઘરે જઇ સુઇ ગયો'તોઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇના માર્ગદર્શનમાં પીઆઇ એચ. એન. પટેલ, એલસીબી પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમોની ભારે મહેનત બાદ ભેદ ખુલ્‍યોઃ કોઠારીયા રોડ પર રહેતાં હર્ષ બિપીન સોલંકીની વિસ્‍તૃત પુછતાછ3:43 PM IST