વક્ફ સંશોધન બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી : નવો કાયદો અસ્તિત્વમાં આવ્યો : કોંગ્રેસ, AIMIM અને AAP દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકાર : રાષ્ટ્રપતિ મુર્મુના હસ્તાક્ષર બાદ વક્ફ (સંશોધન) બિલ કાયદામાં ફેરવાયું : દેશભરમાં નવો વક્ફ કાયદો લાગુ થશે : વક્ફ સંપત્તિઓના દુરુપયોગ અને અતિક્રમણને રોકવાનો ઉદ્દેશ12:02 AM IST
સોનામાં તેજીનો ‘‘ફુગ્ગો'' ફૂટશે? ભાવ ૪૦,૦૦૦ ઘટી ૫૫૦૦૦ થશે? : અમેરિકાનાં એક એનોલિસ્ટે કરી ભવિષ્યવાણીઃ ભાવમાં ૩૮%નો કડાકો બોલવાનો છે : ઇરાન-યુક્રેન-રશિયા-બાંગ્લાદેશ-ઇઝરાયલનું ટેન્શન દુર થયા બાદ સોનું સસ્તુ થઇ જશેઃ સોનાનું ઉત્પાદન વધવા લાગ્યું છેઃ સોનાનો ભંડાર પણ ૯% વધી ૨,૧૬,૨૬૫ ટન થઇ ગયો 11:35 AM IST
૨ દિવસમાં ૩૨૮ લાખ કરોડ સ્વાહાઃ અમેરિકાનું શેરબજાર લોહીના આંસુ રડી રહ્યું છે : અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કર્યા પછી શેરબજારમાં ભારે ઘટાડો થયો છે. ડાઉ, નાસ્ડેક અને એસ એન્ડ પી ૫૦૦ માં ભારે ઘટાડો નોંધાયો : વેપાર યુદ્ધ શરૂ થવાનું જોખમ વધી ગયું છે અને રોકાણકારો યુએસ બજારમાં વધુ ઘટાડાના ડરથી ભારે વેચાણ કરી રહ્યા છે. . ટેક કંપનીઓના શેર સૌથી વધુ ઘટયા છે10:08 AM IST
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહઃ પૂ. જીગ્નેશદાદાના સંગાથે ભાવિકો ભાવવિભોર બન્યા : સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યુઃ ચિક્કાર મેદની વચ્ચે ‘રાધે રાધે'ના નાદ ગૂંજયાઃ રંગેચંગે પુર્ણાહૂતિ : રૂક્ષ્મણી વિવાહની ધામધૂમપૂર્વક-ઉમળકાભેર ઉજવણીઃ ભાવિકો રાસ-ગરબાની રમઝટ સાથે ભાવવિભોર બન્યાઃ આનંદના ઘોડાપૂર : અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્ઠી કિરીટભાઇ ગણાત્રા, અકિલા પરિવારના સભ્યો, કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, શાસક પક્ષના દંડક મનિષભાઇ રાડીયા, પૂ. જલારામબાપા (વીરપુર) પરિવારના ભરતભાઇ ચાંદ્રાણી તથા શીલાબેન ચાંદ્રાણી, રાજકોટ માર્કેટીંગ યાર્ડ ચેરમેન જયેશભાઇ બોઘરા, વેરાવળ લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઇ તન્ના, નામાંકીત ઉદ્યોગપતિ મનિષભાઇ માદેકા, જીલ્લા ભાજપ અગ્રણી સોનલબેન વસાણી, જૂનાગઢના પુર્વ ડે.મેયર ગીરીશભાઇ કોટેચા, આપના અગ્રણી શીવલાલભાઇ બારસીયા, પૂર્વ મેયર પ્રદિપભાઇ ડવ સહિતના મહાનુભાવોએ પવિત્ર ભાગવત કથાનું રસપાન કરી પૂણ્યનું ભાથું બાંધ્યું : સમગ્ર ભાગવત સપ્તાહને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ-સહકાર-હૂંફ મળી રહયા છે : વિશ્વના લાખો લોકો અકિલા ન્યુઝ ડોટ કોમ તથા રાધે રાધે યુ-ટયુબ ચેનલ ઉપર ઘરબેઠા પવિત્ર કથાનો લાભ લઇ રહયા છે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ : . નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્ટી મંડળ-ટીમ દ્વારા : અદ્ભુત આયોજન3:05 PM IST
આ સંસારમાં મૌન રહેવું સૌથી સહેલું છે, પણ ઓછું બોલવું બહુ અઘરું છેઃ પૂ.જીગ્નેશદાદા : શ્રીમદ્દ ભાગવત કથામાં છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહની ઉજવણી : સપ્તાહનું શ્રવણ કરવા આવનાર તમામ વૈષ્ણવ ભાઇ-બહેનોને પોતાના ઘરે એક છોડનું વાવેતર કરવા માટે આહવાન કર્યુ : પરમાત્માએ આ પર્વતની પૂજા દ્વારા આ સંસારના લોકોને ઉપદેશ આપ્યો છે કે તમારે લોકોએ પણ પ્રક્રુતિનું જતન કરવું પડશેઃ જેટલા ભગવાન ને દુઃખમાં યાદ કરીએ એટલા સુખમાં યાદ નથી કરતા : ભાગવત એ ભગવાનનું આખું શરીર છે, દશમસ્કંધ એ ભગવાનનું હૃદય છે અને હૃદયમાં કોઈ પ્રાણરૂપી કથા હોય તો એ ભગવાનની રાસ પંચાધ્યાય કથા છે : આ સંસારનું સૌથી મોટું ગીત હોય તો ગીતાજી છે, જે ભગવાને ગાયું છે. : અહીયા કશું જ વેસ્ટ નથી જતું અહીંયા કરેલું બધું જ ઇન્વેસ્ટ થઈ રહ્યું છે. 3:12 PM IST
ટ્રમ્પ અમેરિકા જ નહીં, વિશ્વને પણ મંદીમાં ધકેલી દેશે? મોંઘવારી ભડકે બળશે : અમેરિકામાં મંદી આવશે કે પછી ઈકોનોમી ગ્રોથ ધીમો પડી જશે તો અમેરિકનોની ખરીદ શક્તિ ઘટી જશે વિશ્વના તમામ સ્ટોક માર્કેટ ધૂળ ચાટી રહ્યા છે. દરરોજ સ્ટોક માર્કેટમાં કડાકા બોલી રહ્યા છે. જેના કારણે હવે ફક્ત અમેરિકા જ નહીં પરંતુ વિશ્વમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે11:23 AM IST
યુપીના કુશીનગરમાં મંદિર પરિસરમાં ગમખ્વાર દુર્ઘટના : લીમડાના ઝાડની ડાળી તૂટી પડતાં પૂર્વ કાઉન્સિલર સહિત બેનું મોત : ત્રણ ગંભીર રીતે ઘાયલ : પદરૌનાના ઇન્દિરા નગરમાં સાતોં રે બહિનિયા મંદિરમાં રાત્રે 9:30 વાગ્યે બની ઘટના : પૂર્વ કાઉન્સિલર કૃષ્ણા પટેલ અને છોટેલાલ શ્રીવાસ્તવનું ઘટનાસ્થળે જ મોત, ઘાયલોને મેડિકલ કોલેજમાં દાખલ કરાયા 1:13 AM IST
જો અમારી સરકાર બનશે તો અમે તેને કચરાપેટીમાં ફેકશું :વક્ફ બિલ પર તેજસ્વી યાદવનું મોટું નિવેદન : -બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે જો બિહારમાં તેમની સરકાર બનશે તો તેઓ આ બિલને કચરાપેટીમાં ફેંકી દેશે.વાસ્તવિક નિશાન ફક્ત મુસ્લિમો જ નહીં પરંતુ દલિતો અને પછાત લોકો પણ છે.12:56 AM IST
દિલ્હીમાં સ્વચ્છ હવા મિશન પર કામ ઝડપી : મંત્રીએ ઉચ્ચસ્તરીય ગોળમેજી પરિષદ યોજી : રાઉન્ડ ટેબલમાં અગ્રણી સંસ્થાઓ - IIT દિલ્હી, SPA, TERI, CEEW, CSE, CSTEP, WRI ઇન્ડિયા, ક્લીન એર એશિયા અને અન્યોએ હાજરી આપી:નિષ્ણાતોએ ટકાઉ શહેરી ગતિશીલતા, બાંધકામ ધૂળ નિયંત્રણ અને ડેટા-આધારિત હવા ગુણવત્તા હસ્તક્ષેપો પર ભાર મૂક્યો.12:41 AM IST
વક્ફ બિલ પર બીજેડીમાં બબાલ :નવીન પટનાયકે સાંસદ સસ્મિત પાત્રા સામે કાર્યવાહીની માંગણી કરી : વરિષ્ઠ નેતાઓએ રાજ્યસભા સાંસદ સસ્મિત પાત્રા પર બિલ પર મતદાન પહેલાં ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો: ઘણા નેતાઓએ પક્ષ પ્રમુખ નવીન પટનાયકના નિર્ણયને બદલવાના પાત્રાના અધિકાર પર પ્રશ્ન ઉઠાવ્યો:કેટલાક નેતાઓએ "મુખ્ય સલાહકાર" અને ભાજપ વચ્ચે કથિત સોદો હોવાનો પણ આરોપ લગાવ્યો12:32 AM IST
રાજસ્થાન, કેરળ અને ગુજરાત પોલીસના ત્રણ વોન્ટેડ ગુનેગારોને સીબીઆઈ ભારત લાવી : રાજસ્થાન, કેરળ અને ગુજરાતમાં ગુનાઓ કરીને યુએઈ ભાગી ગયાઃ ત્રણેય આરોપીઓ અલગ અલગ કેસમાં વોન્ટેડ હતા, ઘટના બાદ સંયુક્ત આરબ અમીરાત ભાગી ગયા હતા : સીબીઆઈને ઇન્ટરપોલ ચેનલો દ્વારા યુએઈથી આ આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી10:04 AM IST
૫0 વર્ષ પૂર્ણ કરનાર માઈક્રોસોફ્ટનું ભવિષ્ય કેવું હશે? : અમેરિકાના રેડમંડ સ્થિત માઇક્રોસોફ્ટે શુક્રવારે તેની ૫0મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી: ક્લાઉડ કમ્પ્યુટિંગ, ઓપરેટિંગ સિસ્ટમ્સ અને ડેવલપમેન્ટ ટૂલ્સ જેવા ક્ષેત્રોમાં તેની શક્તિઓ શું માઇક્રોસોફ્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં તેની ગતિ જાળવી શકશે? આજે દરરોજ ૩૨ કરોડથી વધુ લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે12:04 AM IST
પુનર્વિકાસમાં મેળવેલા નવો ફ્લેટ 'અન્ય સ્ત્રોતોમાંથી આવક' તરીકે કરપાત્ર રહેશે નહીં.: આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (ITAT) : ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના મતે આ નિર્ણય જેમણે પુનર્વિકાસનો વિકલ્પ પસંદ કર્યો છે એવા ફ્લેટ માલિકો માટે સ્પષ્ટતા લાવે છે: જો કરદાતા નવા ફ્લેટની કિંમત કપાત માટે પાત્ર હોય, તો તેના પર કોઈ મૂડી લાભ કર ચૂકવવાપાત્ર રહેશે નહીં. ગયા વર્ષે મે સુધીમાં 31,000 થી વધુ પુનર્વિકાસ પ્રોજેક્ટ્સને મંજૂરી11:55 PM IST
ભાજપ સરકારમાં નોકરશાહીની તાનાશાહી નહીં ચાલે: જયપુર સિવિલ લાઇન્સના ધારાસભ્ય ગોપાલ શર્મા : ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પ્રત્યે આપણે બેવડા ધોરણો સહન કરી શકીએ નહિ: વહીવટીતંત્રે શાંતિપ્રિય લોકોની ધીરજની કસોટી ન લેવી જોઈએ. દુર્ગા અષ્ટમી અને શ્રી રામ નવમી જેવા તહેવારો પર જેડીએ સ્ક્વોડ દ્વારા કાર્યવાહી દુર્ભાગ્યપૂર્ણ11:54 PM IST
અયોધ્યામાં રામ નવમીની વ્યાપક તૈયારીઓ, દરેક ખૂણા પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી : મંદિરમાં યોજાનારી 'સૂર્ય તિલક' વિધિનું વિશેષ મહત્વ: શ્રદ્ધાળુઓની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવા માટે રામ મંદિર, કનક ભવન, હનુમાનગઢી, રામપથને ઝોનમાં વહેંચવામાં આવ્યા, બપોરે ૧૨ વાગ્યે શ્રી રામ જન્મોત્સવ ઉજવવામાં આવશે, ખાસ આરતી અને છપ્પન ભોગ 11:12 PM IST
ગુરદાસપુરમાં પાદરી પર BCA વિદ્યાર્થીની પર વારંવાર બળાત્કાર કરવાનો અને પછી ગર્ભપાત કરાવવા માટે દબાણ કરવાનો આરોપ : પીડિતાના પિતાએ કહ્યું- બળજબરીથી ગર્ભપાત કરાવવાથી સારવાર દરમિયાન થયું મૃત્યુ : 2023 ની ઘટના, પોલીસ નથી કરી રહી કોઈ કાર્યવાહી, પાદરી જશન ગિલે પોલીસ અધિકારીઓને લાંચ આપી હોવાનો આરોપ 10:52 PM IST
RBI 10 રૂપિયા અને ૫00 રૂપિયાની નવી નોટો બહાર પાડશે, જોકે ભૂતકાળમાં બહાર પડાયેલી 10 અને 500 રૂપિયાની તમામ નોટ માન્ય રહેશે : મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ગવર્નરની સહી ધરાવતી નવી નોટો, સામાન્ય લોકોએ ચિંતા કરવાની જરૂર નથી: દેશની નાણાકીય વ્યવસ્થાને મજબૂત બનાવવા અને નાગરિકો માટે અનુકૂળ વ્યવહારો સુનિશ્ચિત કરવા માટે આ મહત્વપૂર્ણ પગલું10:51 PM IST
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસનાયકે વડાપ્રધાન મોદીને 'શ્રીલંકા મિત્ર વિભૂષણાયા' મેડલથી કર્યા સન્માનિત : મોદીએ તેને ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચેની ઊંડી મિત્રતા અને ઐતિહાસિક સંબંધોનું પ્રતીક ગણાવ્યું: આ ભારતના 140 કરોડ લોકોનું સન્માન, શ્રીલંકા સરકાર શ્રીલંકા મિત્ર વિભૂષણાય મેડલ શ્રીલંકાના ખાસ મિત્ર અને શુભેચ્છક તરીકે સેવા આપી હોય એમને કરે છે એનાયત10:02 PM IST
રાજસ્થાનમાં વીજ ગ્રાહકોને રાહત: નવી બનાવેલી સબડિવિઝન ઓફિસોમાં બિલિંગ શરૂ, જયપુર ડિસ્કોમના 3 લાખ ગ્રાહકોને લાભ મળશે : આ નવી સબ-ડિવિઝન કચેરીઓ ખુલવાથી ગ્રાહકો નવા કનેક્શન, લોડ બદલવા, વીજળી બિલ સંબંધિત કામ અને વીજળી સંબંધિત અન્ય કામો ઝડપથી કરી શકશે પૂર્ણ: ગ્રાહકોને નવા K-નંબર અંગેની માહિતી તેમના મોબાઇલ નંબર પર SMS દ્વારા મોકલવામાં આવી રહી છે10:03 PM IST
ભારત અને નેપાળને જોડતા પુલમાં તિરાડ દેખાણી! વ્યાપાર ઠપ્પ થઈ જવાનો ભય : આ પુલ બંને દેશો વચ્ચે કરે છે જીવનરેખાનું કામ: બુધવારે સુપ્રીમ કોર્ટે બિહારમાં પુલ તૂટી પડવા અંગેની પીઆઈએલની સુનાવણી દરમિયાન NHAI અધિકારીઓને આપ્યો હતો ઠપકો, NHAI પ્રોજેક્ટ ડિરેક્ટર સૌરભ કુમારે પુલના થાંભલામાં કોઈપણ પ્રકારની તિરાડ હોવાનો કર્યો ઇનકાર9:29 PM IST
મેટાનો હાઇપરનોવા સ્માર્ટગ્લાસ, સ્માર્ટફોનનું સ્થાન લેશે, ઝૂકરબર્ગનો મોટો દાવ : હાલમાં એપ મેટાના સ્માર્ટગ્લાસ અને સ્માર્ટફોન વચ્ચે સેતુ તરીકે કરે છે કામ: વપરાશકર્તાઓને સૂચનાઓ, ફોટા અને મેપિંગ સેવાઓ જેવી સુવિધાઓ ઝડપથી મળી શકે તે માટે સ્માર્ટગ્લાસના જમણા લેન્સમાં આપવામાં આવશે કોમ્પેક્ટ હેડ-અપ ડિસ્પ્લે9:28 PM IST
શું તમે ટેલિગ્રામ પર મફતમાં ફિલ્મો જોઈને ખુશ થાઓ છો? તમને થઈ શકે છે જેલની સજા! : જો કોઈ ટેલિગ્રામ પર પાઇરેટેડ ફિલ્મ જુએ છે તો એનો અર્થ એ કે તે ગુનાને તે સમર્થન આપે છે. તેથી તે પણ છે કાનૂની દ્રષ્ટિએ ગુનો: ફિલ્મ સાથે સંકળાયેલા નિર્માતાઓને જ તે બતાવવાનો અધિકાર, અન્યો માટે લાયસન્સ લેવું જરૂરી 8:47 PM IST
ઊંચા વળતરના લોભમાં, મહેનતથી કમાયેલા તમારા પૈસા લઈને તેઓ થાય છે રફૂચક્કર, છેતરપિંડી કરતી કંપનીઓથી રહો સાવધાન : લોકોને IPO અને સ્ટોક માર્કેટિંગમાં રોકાણ કરીને રાતોરાત અમીર બનવાના બતાવવામાં આવે છે સપના: નકલી દસ્તાવેજોના આધારે શેલ કંપનીઓ ખોલીને મોબાઇલ સિમ મેળવવામાં આવ્યા પછી તે મોકલવામાં આવતા હતા વિદેશ8:14 PM IST
'જો ભાજપ મુસ્લિમોનો દુશ્મન હોત તો વક્ફ બોર્ડ ક્યારનું બંધ થઈ ગયું હોત', હરિયાણા વકફ બોર્ડના પ્રશાસક ઝાકિર હુસૈન : મારા પિતા તૈયબ હુસૈન 3 રાજ્યોમાં મંત્રી હતા, હું પણ 1991માં ધારાસભ્ય બન્યો હતો: અમારા પરિવારની પરંપરા છે કે જો કોઈ સારું કામ કરે તો આપણે તેને સારું કહેવું જોઈએ, બિલ મુસ્લિમોના હિતમાં છે7:23 PM IST
આસામમાં ભગવો ધ્વજ લહેરાયો! રાભા હાસોંગ ઓટોનોમસ કાઉન્સિલની ચૂંટણીમાં ચૂંટણીમાં NDAનો મોટો વિજય! : ભાજપે 6, સાથી રાભા હાસોંગ જૌથો સંગ્રામ સમિતિએ 27 અને 2 બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજયી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ચૂંટણી પરિણામો પર પાર્ટી કાર્યકરોને આપ્યા અભિનંદન : રાભા હાસોંગ ઓટોનોમસ કાઉન્સિલની ચૂંટણીમાં NDAએ 36 માંથી 33 બેઠકો જીતી. મુખ્યમંત્રી શર્માએ તેને 'આસામમાં બીજી ભગવા લહેર' ગણાવી અને લોકોનો આભાર માન્યો.6:55 PM IST
ચીની નિષ્ણાત સંરક્ષણ ક્ષેત્રમાં છલાંગ લગાવી રહેલ ભારતને ગણાવી રહ્યા છે "લોકશાહીનું શસ્ત્રાગાર" અમેરિકાને બીજા વિશ્વયુદ્ધમાં મળ્યો હતો, આ ખિતાબ : ભારતની સંરક્ષણ નિકાસ વર્ષ 2024-25માં 23,622 કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી: ભારત એવી લોકશાહી છે જે સંરક્ષણ ઉત્પાદનમાં ઝડપથી પોતાની સ્થિતિ કરી રહ્યું છે મજબૂત6:41 PM IST
'આગામી 3 વર્ષમાં યુપીમાંથી નાબૂદ થશે ગરીબી : અમારી સરકાર દરેક ગરીબના માથા પર છત, દરેક ખેતરમાં પાણી અને દરેક સુધી કામ પૂરું પાડવાના લક્ષ્ય તરફ ઝડપથી કામ કરી રહી છે : યોગી આદિત્યનાથની જાહેરાત : વિપક્ષે કહ્યું કે આ એ જ ભાજપ છે જેણે ખેડૂતોની આવક બમણી કરવાનું અને દરેક ગરીબ વ્યક્તિને છત આપવાનું વચન આપ્યું હતું પરંતુ આ વચનો આજ સુધી પૂરા થયા નથી,આ વચન પણ માત્ર એક વચન જ સાબિત થશે અને બીજું કંઈ નહીં4:45 PM IST
રોકડ કૌભાંડના આરોપોથી ઘેરાયેલા જસ્ટિસ યશવંત વર્માએ અલ્હાબાદ હાઈકોર્ટમાં જસ્ટિસ તરીકે શપથ લીધા : જસ્ટિસ યશવંત વર્મા વહીવટી કાર્ય કરી શકશે નહીં : અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરુણ ભસાલીએ યશવંત વર્માને શપથ લેવડાવ્યા : અલ્હાબાદ હાઈકોર્ટની સિનિયોરિટી યાદીમાં 9મા નંબર પર હોવાથી તે કોઈ વહીવટી કાર્ય કરી શકશે નહીં : સુપ્રીમ કોર્ટે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તેમના ન્યાયિક કાર્ય પર રોક લગાવી દીધી છે4:02 PM IST
લાંબા સમય પછી... વક્ફ સહિત ઘણા બિલ પસારઃ બજેટ સત્રમાં ૧૦૦%થી વધુ કામ થયું : લોકસભામાં ૧૧૮ ટકા અને રાજ્યસભામાં ૧૧૯ ટકા કામ થયું: બજેટ સત્ર દરમિયાન કાર્ય ઉત્પાદકતા લગભગ ૧૧૮ ટકા હતી, કુલ ૨૬ બેઠકો યોજાઈ હતી, જે ૧૬૦ કલાક અને ૪૮ મિનિટ ચાલી હતી : વકફ (સુધારા) બિલ સહિત ૧૬ બિલ પસાર થયાઃ સત્ર તેની ઐતિહાસિક કાયદાકીય સિદ્ધિઓ અને એકતાની ભાવના માટે યાદ કરવામાં આવશેઃ અધ્યક્ષ10:05 AM IST
ઉત્તર ભારતમાં ભીષણ ગરમી અને દક્ષિણ ભારતના કેરળમાં ભારે વરસાદ ખાબકશે :જાણો ગુજરાત સહિત અન્ય રાજ્યોનું હવામાન : રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્ર પ્રદેશના ઉત્તરીય ભાગો અને કર્ણાટક અને તમિલનાડુમાં ગરમી ભુક્કા બોલાવશે1:12 PM IST
ટેરિફ છતાં હાલ એપલ તેના સ્માર્ટફોનના ભાવ વધારવાના મૂડમાં નથી : કંપની ચીનમાં પણ આઈફોનનું પ્રોડક્શન કરે છે, ટ્રમ્પે ચીન પર ૫૪ ટકા અને ભારત પર ૨૬ ટકા ટેરિફ લગાવી છે જેના કારણે આઈફોનની કિંમતમાં જંગી ઉછાળો આવી શકે છે : હાલ આઈફોન ૧૬ પ્રો મેક્સની કિંમત ૧૫૯૯ ડોલર છે જે વધીને ૨૩૦૦ ડોલર એટલે કે ૧.૯ લાખ રૂપિયા થઈ શકે છે3:34 PM IST
પતિની આપવીતી સાંભળીને પગ નીચેથી ખસી જશે જમીન! : મારી પત્નીએ કર્યા છે ૭-૮ લગ્ન... લાલ મરચા-મીઠાવાળી ગરમ પાણીની ડોલ ફેંકીને ભાગી : એક વ્યક્તિએ તેની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા છે. પત્નીએ તેમની અને તેની ત્રણ મહિનાની પુત્રીની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પતિના કહેવા પ્રમાણે પત્ની એક સીરીયલ દુલ્હન છે, જેણે અત્યાર સુધીમાં આઠથી વધુ લગ્ન કર્યા છે10:06 AM IST
આપણી પાસે ૫૦૦ અને ચીન પાસે ૫,૦૦૦, આપણે કેવી રીતે ટકીશું, વેદાંત લિમિટેડના ચેરમેને દેશમાં શિપિંગ ઉદ્યોગની સ્થિતિ પર કરી ચિંતા : ચીન પાસે 5,000 થી વધુ મોટા વ્યાપારી જહાજો છે જ્યારે ભારતમાં 500 થી ઓછા: શિપિંગ ઉદ્યોગને પુનર્જીવિત કરવા માટે બધાએ સાથે મળીને કામ કરવું પડશે, દેશનો સમૃદ્ધ દરિયાઈ વ્યાપારનો ઇતિહાસ9:00 PM IST
ગરમીનો કહેર : ઉત્તર ભારતમાં આગ ઓકતો સૂરજ :રાજસ્થાન, ગુજરાતમાં હીટ વેવ એલર્ટ: જાણો કાલે કેવું રહેશે દેશનું હવામાન : બાડમેરમાં તાપમાનનો પારો 42.4 ડિગ્રી સેલ્સિયસને પાર:રાજસ્થાનમાં 6 થી 9 એપ્રિલ દરમિયાન જ્યારે હરિયાણા અને પંજાબમાં 7 થી 9 એપ્રિલ દરમિયાન હીટ વેવની ચેતવણી:સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 8 એપ્રિલ સુધી હીટ વેવની શક્યતા 10:14 PM IST
.jpg)
આક્રોશ....
.jpg)
'કન્યા પૂજન'
.jpg)
સુત્રોચ્ચાર.....
.jpg)
અલવિદા.....
.jpg)
અષ્ટમી પૂજન....
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત સેવા આયોગની પરીક્ષાઓની તારીખમાં ફેરફાર 45 જાહેરાતોની પ્રાથમિક કસોટીની યોજાનાર પરીક્ષા 27મીને બદલે 29મી એપ્રિલે યોજાશે:જુઓ સંપુર્ણ યાદી : પેપર-1 અને 2ની તારીખ પણ બદલાઈ :હાઇકોર્ટની નાયબ સેક્શન અધિકારી અને પ્રોસેસ સર્વર /બેલીફની પરીક્ષા લેવાનાર હોય રજૂઆતને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય9:48 PM IST
હીટવેવથી ડરવાની જરૂર નહીં, પરંતુ નાગરિકોમાં જાગૃતિ અનિવાર્ય - શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા : ગરમીના કારણે શાળાઓના સમયમાં ફેરફારની સત્તા જિલ્લા શિક્ષણાધિકારીઓને : રાજ્ય સરકારે હીટવેવ સામે બાળકોની સુરક્ષા માટે માર્ગદર્શિકા જાહેર કરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયો નિર્ણય4:57 PM IST
કનબુડી ગામે મિશન ફળીયામા ઘર બહાર સુતેલા દંપતીના ઘરમાં આગ લાગતા અંદાજે ૧૨ લાખનું નુકશાન : ગ્રામ્ય વિસ્તારોમાં ફાયર બ્રિગેડના અભાવે દર વર્ષે આગની ઘટનામાં લોકો પાયમાલ :પોતે મંડપ ડેકોરેશનનો ધંધો કરતા હોય અને કપાસ સહિતના પાકનું વેચાણના રોકડા રૂપિયા તેમજ ઘરમાં મૂકેલા દાગીના સહિતની વસ્તુઓ આગમાં સ્વાહા11:15 PM IST
ખુલ્લામાં શૌચ નહી, ઘેર ઘેર શૌચાલયની સરકારની વાતો પોકળ..?! : સેજપુર આંગણવાડી કેન્દ્ર-૧માં વર્ષ 2011માં બનેલ શૌચાલય હજુ પણ બાળકો માટે ખુલ્લું મુકાયું નથી:શૌચાલયમાં શોષ કૂવો જ નથી: આ શોષ કૂવો કોણ ઓગળી ગયું..?:આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદાના ચેરમેનએ મુખ્યમંત્રીને કરી લેખિત રજૂઆત10:55 PM IST
જેના માથા પર ઈનાંમ જાહેર થયેલ તેવા કુવિખ્યાત ગેંગસ્ટરને મુંબઈ એરપોર્ટથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ખાસ ઓપરેશનમાં ઝડપ્યો : સુરતથી ત્રણ વર્ષ થયા નાશી વિશ્વના વિવિધ દેશોમાં છુપાઈ જતો.. દુબઈથી આવી રહ્યાની બાતમી આધારે કાર્યવાહી...અકિલા સાથે ડીસીપી ભાવેશ રોજીયા રસપ્રદ કથા વર્ણવે છે : ડોન સજજુ કોઠારી ગેંગની ઇમારતો પર બુલ ડોઝર, રાજકોટ પાસિંગ સહિત ૪ લક્ઝરી કાર કબજે થયેલ તે ગેંગનો ગુલામ હુસેને ધરપકડ ટાળવા આકાશ પાતાળ એક કરેલ. પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતનાં માર્ગદર્શનમાં વધુ એક મોટી સફળતા10:12 AM IST
રાઘવને જન્મથી જ હૃદયમાં ગંભીર ખામી હોવાનું નિદાન થયુ અને દાદી-માતા-પિતા ભાંગી પડયા.... : પ્રખર ધારાશાષાી નીલ ઉનાવાલા દિલ - મંદિરમાં પહોંચ્યા : રાઘવને જોઈ દ્રવી ઉઠયા, રાઘવને તેડી લીધો... કાસિન્દ્રા - અમદાવાદની શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ મદદે દોડી આવી : આજે રાઘવની વિનામૂલ્યે હાર્ટસર્જરી3:43 PM IST
જીલ્લા ગાર્ડન પાસે ગાળ બોલવા મામલે બઘડાટીઃ ધોકા, સોડા બોટલના ઘાઃ તોૈફિક અને તેના ભાઇ અકીબને ઇજા : ડખ્ખાને પગલે વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી અને દુકાનો ધડાધડ બંધ થઇ ગઇ હતી રણછોડનગરમાં રહેતો મોબાઇલનો ધંધાર્થી તોૈફિક જંગલેશ્વરમાંથી ઘરે જતો હતો ત્યારે ટોળુ જોઇ જોવા જતાં તેના ભાઇ અકીબ સાથે માથાકુટ થતી હતીઃ વચ્ચે પડતાં તેને પણ ઇજાઃ અરબાઝ, હુશેન સહિતના તૂટી પડયા હતાં: ઘરમેળે સમાધાન3:29 PM IST
હોસ્પિટલમાં દાખલ બે વર્ષના દિકરાને પતિ લઇ ગયો, પછી તેને બેડલાથી લઇ જવાનું કહી પત્નિને ધોકાવી : ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દેવપરાની રતનબેને બે વર્ષના દેવકુને કમળાની સારવાર માટે દાખલ કર્યો હતોઃ ત્યાંથી પતિ અજય અને સાસરીયા તેને લઇ ગયાઃ પોતે બેડલા દિકરાને તેડવા જતાં મારકુટ થયાનો આક્ષેપ પતિએ કહ્યું-હવે તું મને ગમતી નથી, તને કાઢી મુકવી છે3:36 PM IST
કાલે ભાજપનો સ્થાપના દિવસઃ રાષ્ટ્રહિતને સમર્પિત વિચારધારાની ૪૫ વર્ષની અખંડ એકતા યાત્રાઃ રાજુભાઈ ધ્રુવ : સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, મજબૂત લોકતંત્ર, એકાત્મક માનવદર્શન,અંત્યોદય,મૂલ્યનિષ્ઠ રાજનીતિ ભાજપની મૂળ વિચારધારા : સ્થાપકો ડો.શ્યામાપ્રસાદ મુખર્જી-પં.દીનદયાળ ઉપાધ્યાયથી શ્રી અટલજી-શ્રી અડવાણીજી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધીના સમર્થ નેતાઓ અને કાર્યકરોના સંકલ્પબળથી ભાજપ આજે વૈશ્વિક ઓળખ સાથે ચાહના ધરાવે છેઃ રાજુભાઈ ધ્રુવ3:42 PM IST
દેશ-વિદેશના કરોડો સનાતની હિન્દુના લોહીના કણ કણમાં બીરાજતા વિષ્ણુ ભગવાનના અવતાર શ્રી રામની ભારતની પ્રવિત્ર ધરતી ઉપર અવતરણની ઝાંખી : રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે ‘‘પુત્રનીષ્ઠ'' યશ કરાવેલ, તેના ફળ સ્વરૂપે શ્રી રામનો જન્મ થયેલ છે તાજેતરના આઈ.આઈ.ટીયનના સંશોધન મુજબ ભગવાન શ્રીરામ નો જન્મ ૫૧૧૪ ઇસ. પૂર્વમાં થયેલ અને શ્રી રામે ૩૯ વર્ષની વયે શ્રી લંકાના રાક્ષશ કુળના રાજા રાવણનો વધ કરેલ. પૃથ્વી ઉપરના સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે શ્રી રામે ધરતી ઉપર માનવરૂપે અવતરણ કરેલ છે. તે પિતા માતાના કઠોર આજ્ઞાનું સહર્ષ પાલન કરેલ. કુટુંબ કલ્યાણને રાજ્યની પ્રજાના મતનો આદર કરનાર છે. શ્રી રામે માતા દુર્ગાની પુજા આરાધના કરી દિવ્ય શક્તિ પ્રાપ્ત કરી રાવણ સામે જંગમાં વિજય હાંસલ કરેલ. ભગવાન રામનો જન્મ ત્રેત્રાયુગમાં ચૈત્ર શુકલ નોમ અર્થાત ચૈત્ર માસની નવમી તીથીમાં પુનર્વસુ નક્ષત્રમાં પાંચ ગ્રહોના પોતાના ઉચ્ચ સ્થાનમાં રહેવા પર તથા કલ્પ લગ્નમાં ચંદ્રમાના ગુરૂના સ્થિત પર થયેલ છે. જનજાગળતિ અભિયાન મંચના પ્રમુખ શ્રી તખુભા રાઠોડ શ્રી રામ નવમીના ધાર્મિક પ્રસંગ નીમીતે સંકલીત કરેલ માહિતિ મારફત જણાવે છે કે દેશ અને વિશ્વના ખુણે ખુણ વસતા કરોડો હિન્દુના લોહીના કણ કણમાં બીરાજતા શ્રી રામ શ્રી વિષ્ણુ ભગવાનનો અવતાર છે. તે ભારતની પવિત્ર ભુમી ઉપર સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે અને આસુરી અને અનીષ્ટ શક્તિનો નાશ કરવા માનવ અવતાર ધારણ કરેલ અને માનવ જાતને ગંભીર કષ્ટો વચ્ચે આદર્શ, ચરિત્ર, અને ધૈર્યો સાથે જીવન જીવી ભગવાન બની શકાય તેનું અતિ ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ છે. ધાર્મિક પુરાણો અનુસાર રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે ‘‘પુત્રનિષ્ઠ'' યજ્ઞ કરાવેલ આ યજ્ઞ ગુરૂ વશિષ્ટ અને શ્રુંગ રૂષિના નેતળત્વમાં થયેલ. આ યજ્ઞમાં દેશભરના ધણા મહાન તપસ્વી, ઋષી, મુની અને સંતોના વૈદિક મંત્રોચ્ચાર થી સંપન્ન થયેલ. યજ્ઞની સમાપ્તિ બાદ રાજા દશરથે દરેક સાધુ-સંતો અને બ્રાહમણોને ભરપુર દાન આપીને વિદાય કરેલા. રાજા દશરથે યજ્ઞનો પ્રસાદ પોતાની ત્રણેય રાણીઓ કૌશલ્યા, સુમીત્રા, અને કૈકેયીને આપેલ. તેના પ્રસાદના ફળ સ્વરૂપે રાણી કૌશલ્યાએ ચૈત્ર શુકલ નોમના દિવસે શ્રી રામનો જન્મ થયેલ હોવાનું મનાય છે. રામ શીશુનો ચહેરા અત્યંત તેજ અને અત્યંત આકર્ષક હતો. ભગવાન શ્રી રામના જન્મ સમયે દેવ લોક પણ આનંદ વિભોર થયેલ ભગવાનના જન્મ બાદ દેવલોકમાંથી બહમાજી સાથે અનેક દેવતા વિમાન માર્ગે અયોધ્યા પહોંચેલ હતાં સમગ્ર અયોધ્યા નગરમાં ખુબ જ ઉત્સવ અને આનંદ હતો. સમગ્ર નગરવાસીઓ મુખ્ય માર્ગો ઉપર આવી ઢોલ-નગારા - શરણાઈ વાદક સાથે નાચ-ગાન કરી રામજન્મને હરખથી વધારેલ. શ્રી રામે માનવ અવતાર અસુરો અને અનિષ્ઠના નાશ માટે ને માનવ જાતને ભય મુક્ત કરવા લીધેલ શ્રી રામ અતિ ઉત્તમ પુત્ર-પતિ- ભાઈઓના ભાઈ હતા. રામનવમીનો તહેવાર હિન્દુ સમાજ માટે ખુબ જ મહત્વનો છે. 12:02 PM IST
ભુપેન્દ્રભાઈ અને કુંવરજીભાઈ દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન "કેચ ધ રેઈન-૨.૦"નો પ્રારંભ : છેલ્લા છ વર્ષમાં હાથ ધરાયેલા આ અભિયાનના ૧૦૭૬૦૮ કામોથી ૧૧૯૧૪૪ લાખ ઘનફુટ જેટલો જળશકિત સંગ્રહમાં થયેેલ વધારો થયો:સુજલામ સુફલામ જળ અભિયાન નો મુખ્ય ઉદેશ્ય ભૂસ્તરીય પાણી પર નિર્ભરતા ઘટાડી, વરસાદી પાણીનો સંગ્રહ કરી, તેનો વ્યાપ વધારવાનો : સુજલામ સુફલામ જળ અભિયાનની શરૂઆત ગુજરાતના સ્થાપના દિન ૧ લી મે, ૨૦૧૮ ના દિવસે કરવામાં આવી હતી ૩૧ મી મે સુઘી કાર્યરત રહેશે9:41 AM IST
ધોરાજીના યુવાનોને છેતરીને બેંગકોકમાં નોકરીના નામે ઓનલાઇન ફ્રોડના ષડયંત્રમાં ફસાવી દેવાયા! : સારામાં સારા પગારે એ.સી. ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરવાનું કહી ધોરાજી-રાજકોટના બે શખ્સોએ ફસાવ્યા ફસાઇ ગયાની ખબર પડતાં પરત જવાનું કહેતાં કંપનીએ પાસપોર્ટ રોકડ પડાવી કાઢી મુક્યાઃ રઝળતા-રખડતાં ત્રણેય આર્મીમેન પાસે પહોંચ્યાઃ ગૂગલ ટ્રાન્સલેટથી વાત કરી આપવીતી વર્ણવીઃ છેલ્લે ઇન્ડિયન એમ્બેસીની મદદથી પરત ધોરાજી આવ્યાઃ સિદ્દીક સૈયદે નોંધાવી ફરિયાદઃ ધોરાજીના રીઝવાન, રાજકોટના મેહુલ સામે ગુનો નોંધી સકંજામાં લેવાયાઃ બેંગકોકમાં ધોરાજીના યુવાનોને જ્યાં રખાયા ત્યાં બીજા ભારતીય યુવાનો પણ હતાં: ધોરાજીના યુવાનો કેવા ફસાઇ ગયા તેની કથનીઃ જબરૂ કારસ્તાન હોવાની શક્યતા ધોરાજીનો રીઝવાન અને રાજકોટનો મેહુલ સકંજામાં: પુછતાછ3:31 PM IST
ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે આવતીકાલે માધવપુરનો મેળો ખુલ્લો મુકાશે : પાંચ દિવસીય મેળોઃ પ્રથમ રાત્રીના ઓસમાણ મીરનો કાર્યક્રમ તથા ૪૦ મીનીટનો મેગા મલ્ટી શો : મનસુખભાઇ માંડવીયા અને કુંવરજીભાઇ બાવળીયા ઉપસ્થિત રહેશે શ્રીકૃષ્ણ અને રૂકમણીના લગ્ન આયોજનમાં કાલે મંડપ આરોપણઃ તા.૬, ૭ અને ૮ મીએ ફુલેકાઃ તા.૧૦મીએ જાન કન્યાને લઇને રૂકમણી મંદીરથી નીકળશે અને સાંજે માધવરાયજી મંદીરે પહોંચશે12:59 PM IST
ગુજકોમાસોલ અને ગુજરાત પ્રાકૃતિક યુનિવર્સિટી વચ્ચે કરાર : ખેડૂતો દ્વારા ઉત્પાદિત ખેત જણસની ખરીદ-વેંચાણ વ્યવસ્થા અંતગર્ત ગાંધીનગર ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને દિલીપભાઇ સંઘાણીની ઉપસ્થિતીમા ગેજકોમાસોલના વાઈસ ચેરમેન બિપીનભાઈ પટેલ, પ્રાકૃતિક કૃષિ વિશ્વ વિદ્યાલયના કુલપતિ ડો.કે.સી.ટીંબડીયા, ગુજકોમાસોલના સીઈઓ દિનેશભાઈ સુથાર, પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનિષ સંઘાણીની ઉપસ્થિતી11:45 AM IST
શનિવાર નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સેવંતિ- ઓર્કિડના મીક્સ ફુલોનો શણગાર : કેરી અને કેળાનો અન્નકૂટ ધરાવાયો : પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ બગસરાથી એક હરિભક્તે આંકડાના ફુલમાં રામ લખીને મોકલાવેલો હાર પણ દાદાને અર્પણ કરાયો 3:59 PM IST
જામનગરના જીરાગઢ પાસે પાણીમાં યુવક લાપતા1:40 PM IST
25 સેકન્ડમાં હુથીઓનું જૂથ થયું તબાહ5:47 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
ભારતીય શૂટર સિફત કૌરે આર્જેન્ટિના વર્લ્ડ કપમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ જીત્યો. : જર્મનીની અનિતા મેંગોલ્ડથી ૭.૨ પોઈન્ટ પાછળ રહ્યા પછી પ્રોન અને સ્ટેન્ડિંગ પોઝિશનમાં સ્વપ્ન સમાન વાપસી કરીને મેળવ્યું પ્રથમ સ્થાન: ISSF વર્લ્ડ કપમાં આ તેનો પહેલો વ્યક્તિગત ગોલ્ડ મેડલ, પુરુષોની 3P માં ભારતનો ચેન સિંહ જીત્યો બ્રોન્ઝ મેડલ10:50 PM IST
NZ vs PAK: ઇમામ ઉલ હકને ચહેરા પર બોલ વાગતાં એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો; કિવી બોલર ડફીએ બોલ ફેંકતાની સાથે જ મેદાન થઈ ગયું અંધારું : પાકિસ્તાની ઓપનર ઇમામ ઉલ હક ઇજાગ્રસ્ત થતા નિવૃત્ત થયો, બોલરે ફેંકેલો બોલ સીધો ઇમામની હેલ્મેટમાં ઘૂસી ગયો અને ચહેરા પર વાગ્યો: જેકબ ડફીએ બોલ ફેંકતાની સાથે જ ફ્લડલાઇટ્સ બંધ થઈ અને મેદાન ડૂબી ગયું અંધારામાં8:49 PM IST
ક્રિકેટ ઇતિહાસમાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક વાવાઝોડું : માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી વન-ડે ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! : દોહા ખાતે ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં UAE સામે ઈન્ડિયા A ના ઓપનરે ૨૮ બોલમાં સદી, ૪૦ બોલમાં ૧૫૦ અને ૫૨ બોલમાં ૨૦૦ રન પૂરા કર્યા : ૫૩ બોલમાં ૨૮ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે અણનમ ૨૦૪ રનની તોફાની ઇનિંગ રમી ડી'આર્સી શોર્ટનો ૨૩ છગ્ગાનો રેકોર્ડ તથા ચાડ બોઝનો ૧૦૩ બોલનો વિશ્વ વિક્રમ ધ્વસ્ત કર્યો5:31 PM IST
હવે ટીવી જગતના પ્રખ્યાત કપલ મુગ્ધા ચાફેકર અને રવિશ દેસાઈના લગ્ન જીવનમાં 9 વર્ષ પછી ઉથલપાથલ, પતિએ છૂટાછેડાની કરી જાહેરાત : 'કુમકુમ ભાગ્ય' ફેમ અભિનેત્રી મુગ્ધા ચાફેકરના લગ્નજીવનમાં પડી તિરાડ: અમે પ્રેમ, મિત્રતા અને આદર સાથે એક સુંદર સફર કરી છે અને તે જીવનભર ચાલુ રહેશે, બંનેએ 2016 માં મરાઠી રીતરિવાજ મુજબ કર્યા હતા લગ્ન8:00 PM IST
લગ્નની સીઝન, બિજ કરવાનું રીઝન! શેમારૂમીની ‘બેન્ડ બાજા બિજ' સાથે કરો લગ્નની મોસમની ઉજવણી! : લગ્નની મોસમ માટેની મનોરંજન વોચલિસ્ટ તૈયાર! શેમારૂમી લઈને આવ્યું છે ‘બેન્ડ બાજા બિજ'! શેમારૂમી સાથે લગ્નની મોસમ બની ગઈ છે ૧૭ ગણી વધુ મનોરંજક! ‘લગ્નની સીઝન, બિજ કરવાનું રીઝન!' થીમ સાથે શરૂ થયેલું આ ખાસ અભિયાન ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત પ્રેમ, લગ્ન, સંબંધો અને લગ્નપ્રસંગો સાથે જોડાયેલી અનેક મનોરંજક ક્ષણોની ઉજવણી કરતી ગુજરાતી ફિલ્મો અને શોની એક વિશેષ શ્રેણી રજૂ કરવામાં આવી છે.3:09 PM IST



























































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી










































































































































































































