<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

કોલકાતાના એસએન બેનર્જી રોડ પર બ્લાસ્ટ થયો : વિસ્ફોટમાં એક વ્યક્તિ ઘાયલ થયો : બ્લાસ્ટ બાદ કોલકાતા પોલીસે તપાસ શરૂ કરી : જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના આજે બપોરે લગભગ 1.45 વાગ્યે બની હતી, તાલતાલા પોલીસ સ્ટેશનને બ્લોચમેન સેન્ટ અને એસએન બેનર્જી રોડ પાસે વિસ્ફોટની માહિતી મળી હતી. પોલીસને કહેવામાં આવ્યું કે વિસ્ફોટમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે, જે કચરો વિણવાવાળો હોવાનું કહેવાય છે. પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલને NRS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. વ્યક્તિના જમણા કાંડામાં ઈજા થઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્લાસ્ટિકની થેલી રાખવામાં આવી હતી જેમાં વિસ્ફોટ થયો હતો.4:38 PM IST

આગલી સરકારે પ્રોડક્શન ક્ષેત્રની અવગણના કરી એટલે આપણે ચાઈનીઝ પ્રોડક્ટસ આયાત કરવી પડે છે: જીવન ખટાખટ નથી, કઠોર પરિશ્રમ છે: જયશંકર : વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે આપણે ચાઈનીઝ પ્રોડક્ટ એટલા માટે આયાત કરવી પડે છે, કારણ કે અમારી પહેલાની સરકારે ઉત્પાદન ક્ષેત્રની અવગણના કરી હતી. અને અમે જ્યારે તે દિશામાં કામ કરી રહ્યા છીએ ત્યારે તેઓ અમને નિરાશ - હતાશ કરી રહ્યા છે. પરંતુ મારો મેસેજ એ છે કે આપણે હાર્ડવર્ક કરવું જ પડશે. તેમણે કહ્યું હતું કે બીજા દેશો આપણા દેશ માટે ટીકા ટીપ્પણ કરે તેમાં કોઈ વાંધો નથી, પરંતુ તેઓએ પણ તેમના દેશ માટે સાંભળવા તૈયાર રહેવું જોઈએ. જીવન ખટાખટ નથી પરંતુ જીવન કઠોર પરિશ્રમ છે.9:48 AM IST

સોમવારે પૈગમ્‍બર જયંતિ : રાજકોટમાં જુલૂસ : કાલે પવિત્ર રાત્રિ : ઠેરઠેર મનાવાતો મીલાદોત્‍સવઃ પરમ દી' સવારે પ.ર૦ વાગ્‍યે મસ્‍જીદો સલામીથી ગૂંજી ઉઠશે : મસ્‍જીદ-મદ્રેસા-મકાનો-મઝારોને શણગારઃ મુસ્‍લિમ વિસ્‍તારોમાં રોશનીઃ આ વખતે ‘ઇદે મીલાદ' સોમવારે ઉજવાતા બેવડો ઉત્‍સાહ : રાજકોટના વિવિધ વિસ્‍તારોમાંથી સવારે ૯ વાગ્‍યે પ્રારંભ થઇ બપોરે રાબેતા મુજબ જુલૂસ ગેબનશાહપીર દરગાહે સંપન્ન થશે : યૌમુન્નબી કમિટી દ્વારા સેવાકીય કાર્યો : પક્ષીઓને ચણ, પશુઓને ચારો : મધરટેરેસા આશ્રમમાં જમણવાર : દર્દીઓને ફ્રૂટ વિતરણ : બેથી અઢી લાખ મુસ્‍લિમ બિરાદરો નાના-મોટા વાહનો ફલોટસ સાથે પગપાળા ચાલીને જુલૂસમાં જોડાશે 2:57 PM IST

નાણાવટી ચોકમાં બૂટલેગર હર્ષદ મહાજનના દિકરા જેનીશે બે મિત્રો સાથે મળી બેંક કર્મચારીની હત્‍યાનો પ્રયાસ કર્યો : મુળ ગીર સોમનાથના મંડોરનો હિેરન ડોડીયા આલાપગ્રીન સીટી પાસે રહી બેંકમાં નોકરી કરે છેઃ રાતે નાણાવટી ચોક આશાપુરા પાન ખાતે ફાકી ખાવા ઉભો ત્‍યારે જેનીશ મહાજને કારણ વગર દિવાસળી ફેંકતા તેને ના પાડતાં બીજી દિવાસળી ફેંકી ગાળો દઇ છરીથી તૂટી પડયો :૨૪ વર્ષિય હિરેન પોતાના પર ઘા થતાં જીવ બચાવી ભાગ્‍યોઃ નજીકની શેરીમાં એક ભાઇની મદદથી મિત્રને ફોન કરી બોલાવતાં હોસ્‍પિટલમાં ખસેડાયોઃ ગાંધીગ્રામ પોલીસે જેનીશ મહાજન, સુજલ સોલંકી અને સુનિલ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો :જેની સામે બેંક કર્મચારી ની હત્‍યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે તે જેનીશ હર્ષદ મહાજન પણ તેના તેની જ છરીથી હુમલો થતાં સારવાર માટે દાખલ થતાં પોલીસે તેની પણ ફરિયાદ નોંધી હતી :હિરેન પર હુમલો કરીને જેનીશ રોડ પર ઉભો હતો ત્‍યારે ધસી આવેલા ભીસ્‍તીવાડના રમીઝ અને ગાંધીગ્રામના સાગરે શું છે તારે? કહી તેને પણ છરીના ઘા ઝીંક્‍યા3:03 PM IST