<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અમદાવાદમાં 8મા આંતરરાષ્ટ્રીય ધર્મ - ધમ્મ સંમેલનનો પ્રારંભ કરાવ્યો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ : ત્રીદિવસીય સંમેલનમાં 17 દેશોના મહાનુભાવો અને ભારતના વિદ્વાનો ધાર્મિક ગ્રંથો, વેદો પુરાણો સહિત બૌદ્ધ ધર્મ વિશે કરશે ચિંતન:શ્રીલંકા.ભૂતાન, નેપાળના મંત્રીઓ સહિત વિવિધ દેશોની ધાર્મિક સંસ્થોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા:ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીએ કહ્યું- ધર્મ અને ધમ્મનો ઉપદેશ નૈતિક જીવનની શોધમાં સમાજને સતત માર્ગદર્શન આપતા રહ્યા છે.:નવી પેઢી અને યુવાનો ધર્મને વધુ સ્પષ્ટ રીતે જાણે, ધર્મ અને સમાજ પ્રત્યે પોતાની ફરજો સમજે તે જરૂરી છે.8:28 PM IST

આવતીકાલે સજશે આમીરના સૂરોની ‘અમીરી મહેફીલ' : ઓસમાણ મીરના સુપુત્ર આમીર મીરનો સૌ પ્રથમ સોલો શો રાજકોટના આંગણે : આવતીકાલે રાત્રે હેમુ ગઢવી હોલ ખાતે રાત્રે ૮.૩૦ કલાકે લાજવાબ કાર્યક્રમ : સુફી, બોલીવુડ, ફોક, ગુજરાતી સહિત અનેક ગીતોની ત્રણ કલાક જમાવટ : બોલીવુડના સાજીંદાઓ, કોરસ અને ફિમેલ સીંગર પાર્થી વ્‍યાસનો કંઠ : ‘મોર બની થનગાટ કરે'નું વેસ્‍ટર્ન વર્ઝન સાંભળવા મળશે : અચૂક માણવા જેવા શોની ટીકીટ વહેલી તકે મેળવી લેજો : સારા ગાયક બનવા શું સાંભળો છો તે અગત્‍યનું : આમીર મીર : આમીર મીરનો સૌપ્રથમ સોલો શો ‘અમીરી મહેફીલ' :હેમુગઢવી ઓડિટોરીયમ શનિવારે રાત્રે ૮:૩૦ કલાકે ટીકીટ બુકિંગ માટે બુક માય શો પર ઓનલાઇન જ્‍યારે ઓફલાઇન બુકિંગ માટે ૯૫૫૮૮ ૨૬૬૧૭, ૭૫૫૯૩ ૩૩૭૪૬ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.3:25 PM IST

લોકમેળાને મન ભરીને માણી શકાય તે માટે પોલીસે ગોઠવી વ્‍યવસ્‍થા : લોકમેળામાં પ્રવેશવાના, બહાર નીકળવાના અને ઇમર્જન્‍સી દ્વાર, મહિલા સુરક્ષા, લોકોને રાખવાની તકેદારી, અસામાજીક તત્‍વો, ટપોરીઓ માટે પોલીસે ગોઠવેલી વ્‍યવસ્‍થા, ટ્રાફિક વ્‍યવસ્‍થા, ફ્રી પાર્કીંગ વ્‍યવસ્‍થા સહિતની વિગતો જણાવાઇઃ લોકોને ખાસ તકેદારી રાખવાના સુચનો અપાયાઃ અંદર ગિરદી વધી જશે તો બહાર રાહ જોવા માટે ખાસ વ્‍યવસ્‍થાઃ અંદર રહેલા લોકોએ સુચનાનું પાલન કરવા પોલીસનો અનુરોધઃ અફવાઓ પર ધ્‍યાન ન દેવું: બાળકોને બને તો દિવસના સમયે જ લાવવાઃ ખિસ્‍સામાં મોબાઇલ નંબર, નામ સરનામાની ચિઠ્ઠી રાખવી : બાળકો મહિલાઓ માટે ખાસ સુરક્ષા વ્‍યવસ્‍થા : છેડતીબાજો પર નજર રાખવા બે એન્‍ટી રોમીયો સ્‍ક્‍વોડ : પોલીસ હોમગાર્ડ સહિત ૬૦૦નો સ્‍ટાફ સુરક્ષા જાળવશે : ચોરટાઓને શોધવા ચાર ટીમો ખાનગી ડ્રેસમાં રાઉન્‍ડ ધ ક્‍લોક ફરતી રહેશે : ટ્રાફિકક નિયમન માટે એસીપીના નેજા હેઠળ ૯૦૦નો સ્‍ટાફ તૈનાત રહેશે 3:27 PM IST

વહાલથી વધાવશે સૌ, છવાઇ જશે કેશવ : યાત્રાનો ૨૨ કિ.મી. રૂટ, ૧૫૦ ફલોટ્‍સ : જેની માથે માધવની મહેર છે, રાજકોટ ભકિતભીનુ શહેર છે : સોમવારે મવડી ચોકડીએ ધર્મસભા બાદ યાત્રા પ્રારંભ : પેડક રોડ પર વિરામ : ધર્માધ્‍યક્ષ તરીકે બાલકૃષ્‍ણદાસજી સ્‍વામી : મુખ્‍ય વકતા શ્રી રંગરાજ : વિ.હિ.પ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા કાલે શનિવારે રાત્રે શ્રીનાથધામ હવેલી પાસે, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટવાળા ચોકમાં કાન ગોપી રાસ : રવિવારે રાત્રે મવડી ચોકડીએ નામાંકિત કલાકારોનો લોકડાયરો : પત્રકાર પરિષદમાં જન્‍માષ્‍ટમી મહોત્‍સવની વિસ્‍તૃત માહિતી આપતા શાંતુભાઇ રૂપારેલિયા, રાજદીપસિંહ જાડેજા, વિજય વાંક, ધીરૂભાઇ વીરડિયા સહિતના આગેવાનો3:30 PM IST