<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ભારત ઓસ્ટ્રેલિયા બીજો ટેસ્ટ શરૂ: ભારતે ટીમમાં બે ફેરફાર કર્યા: ટોસ જીતી દાવ લીધો :ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજો ડે એડ નાઈટ ટેસ્ટ મેચ આજે સવારે ૯.૩૦ વાગ્યે એડિલેડમાં શરૂ થઈ ગયો છે, ભારતે ટોસ જીતી દાવ લીધો છે, ટીમમાં બે ફેરફાર છે, જાડેજાની જગ્યાએ અશ્વિનને લીધો છે અને દેવદત્ત પડીકલની જગ્યાએ કેપ્ટન રોહિત શર્માને લીધો છે. પ્રથમ ટેસ્ટ મેચ, રોહિત શર્મા તેને ત્યાં, પુત્ર જન્મ થતા રમી શકેલ નહીં. આજે ભારતીય ટીમના બુમરાહ અને રવિન્દ્ર જાડેજાના જન્મદિવસ ઉજવાઈ રહ્યા છે. ફાસ્ટ બોલરની પીચ હોય જાડેજાને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. : શારજાહમાં ભારત શ્રીલંકા અંડર નાઇન્ટીન ફાઇનલ મેચ શરૂ :ભારત અને શ્રીલંકા વચ્ચે અંડર ૧૯ ક્રિકેટ ટીમનો ફાઇનલ મેચ આજે સવારે ૧૦.૩૦ વાગ્યે યુએઈમાં શારજાહખાતે શરૂ થઈ રહ્યો છે.9:35 AM IST

એકાઉન્‍ટન્‍ટને બ્‍લેકમેઇલ કરી રૂપિયા પડાવ્‍યાઃ નકલી પોલીસ ઝડપાયો : એકાઉન્‍ટન્‍ટ યુવાનની કારને આંતરી ‘તે બસ સ્‍ટેશન પાછળ છોકરીને હોટેલમાં લઇ જઇ ખરાબ કર્યુ છે, કેસ થશે...હું પોલીસવાળો છું, ડી. સ્‍ટાફમાં છું...હવે કેસ કરવો પડશે તેમ કહી ડરાવી ધમકાવી ૪૦ હજારની રોકડ પડાવી હતીઃ યુવાન છોકરી સાથે શરીર સુખ માણીને હોટેલમાંથી નીકળી કાર લઇ રવાના થતાં ટુવ્‍હીલરથી પીછો કરી આંતર્યો હતો :ત્રણ મહિના પહેલા ભોગ બનેલા મવડી કણકોટ રોડના યુવાને એ-ડિવીઝન પોલીસમાં જે તે વખતે અરજી કરી હતીઃ તેના આધારે દૂધની ડેરી પાસે રહેતાં શખ્‍સ અલ્‍તાફ ખેરડીયાને દબોચી લેવાયોઃ અગાઉ મારામારીના ચાર ગુનાઓમાં સંડોવણીઃ રિમાન્‍ડ મેળવવા તજવીજ : અરજી બાદ સીસીટીવી કેમેરા ચેક કરાયા હતાં, ટીમ સતત વોચમાં હતીઃ ફરી આરોપી બસ સ્‍ટેશન પાછળ આવતાં જ પકડી લેવાયોઃ પીઆઇ આર. જી. બારોટ3:01 PM IST

સત્‍યપુનધામ ખાતે બાળમુમુક્ષુ તીર્થકુમાર દીક્ષા અંગીકાર કરશે : શ્રી ગાંધીગ્રામ શ્‍વે.મૂર્તિપુજક જૈન સંઘ - રાજકોટના આંગણે પ્રવજયાનો રૂડો અવસર શેઠ પરિવારના ચિ.તીર્થકુમાર પ.પુ.આ.દેવશ્રી હેમપ્રભ સુરીશ્‍વરજી મ.સા.ના શિષ્‍ય બની સંસાર ત્‍યાગશેઃ તા.૮ થી ૧૧ સંયમ મહોત્‍સવ : શ્રી સંઘના આંગણે ૧૧ ડીસેમ્‍બર બુધવારના રોજ સવારે ૪-૩પ કલાકે પ્રવજયા મહોત્‍સવ શરૂ થશે : પ્રવજયા મહોત્‍સવ અંતર્ગત તા.૮ના રોજ કેસર છાંટણા પુ.ગુરૂભગવંતોની પધરામણી, પ્રવચન, ભકિત ભાવના અને સમુહ આરતી યોજાશેઃ તા.૯ના ૧૦૮ પાર્શ્‍વનાથ પુજન, પ્રવચન, છાબવિધી, સંયમ રંગરાસઃ તા.૧૦ને મંગળવારે શહેરના રાજમાર્ગો ઉપર વર્ષીદાનનો વરઘોડો, શક્રસ્‍તવ અભિષેક, અંતિમ વાયણુ, વિદાય ઉત્‍સવનું આયોજન3:17 PM IST