<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

માસુમ બાળકીનું અપહરણઃ ક્રાઈમ બ્રાન્‍ચના ૭૦ લોકોની કાર્યદક્ષ ટીમે બાળકીને શોધી કાઢી : આંસુનો દરિયો છલકાયો : બે વખત લગ્ન છતાં સંતાન સુખથી વંચિત યુવતીએ સંતાન સુખની લાલસામાં ભયંકર અપરાધ કરી નાખ્‍યો.. ગુજરાતભરમાં વાયરલ એવા અમદાવાદના કિસ્‍સાની ભીતરી કથા : સીપી જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક દ્વારા ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ સાથે ૫ મિનિટની ટેલિફોનીક વાત પછી આખી રણનીતિ તૈયારઃ ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણના નેતળત્‍વમાં અશકય શકય કરી બતાવ્‍યું: ધારાસભ્‍ય અમિતભાઈ શાહ સીપી ઓફિસ પર દોડી કમિશનર સહિતના તમામને બિરદાવ્‍યા...હોમ મિનિસ્‍ટર ટ્‍વીટર દ્વારા સીપી, જેસીપી, ડીસીપી સહિત તમામ પર પ્રશંસાના પુષ્‍પો વેર્યા2:01 PM IST

કોઠારીયા રીંગ રોડ પર ખોડીયાર ડાયમંડમાં થયેલી ૬૧ લાખના હીરાની ચોરીનો ભેદ ખુલ્‍યો : રીઢા ચોર અજય નાયકાને દબોચી લેતી ક્રાઇમ બ્રાન્‍ચ : તા. ૧૦ અને ૧૧ એપ્રિલની રાત્રે કારખાનાનો પાછલો દરવાજો બળપુર્વક ખોલી પ્રવેશેલો અજાણ્‍યો શખ્‍સ કાચા અને તૈયાર હિરાના પેકેટ ચોરી ગયો હતોઃ ટેકનીકલ સર્વેલન્‍સને મળી સફળતા : હીરા વેચવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે તપાસ શરૂ કરી દીધી હોઇ વાતાવરણ ગરમ હોઇ તેથી હીરા રાજકોટના અન્‍ય કારખાનામાં સંતાડી દીધા હતાઃ ચોરીના ચાર દિવસ પહેલા કટર કારખનામાં સંતાડી દીધુ હતું : ચોરી કરવા આવ્‍યો ત્‍યારે અને બહાર નીકળ્‍યો ત્‍યારે સીસીટીવીમાં ન દેખાય તેથી ડીવાઇડર પર ચાલીને જતો રહ્યો'તો : તસ્‍કર અજય નાઇકા જેલમાં હતો ત્‍યારે અન્‍ય ગુનેગારો પાસેથી ‘‘ટીપ'' મળી હતી અને જેલમાંથી નીકળી બાદ અંજામ આપ્‍યો 3:09 PM IST

રાજકોટ મહાનગરપાલીકા ઉપર એક હથ્‍થુ-મજબુત ૪૫ વર્ષના ભાજપના શાસનમાં શહેરનો વિકાસ થયો પણ સમતોલ તો નહી જ : પ્રજાની પીડા વેદના અને વ્‍યથાને સુખદ સંભારણાનો એકસ રે : શહેરની પ્રજાએ બે મુખ્‍યમંત્રી, બે સાંસદ, જેમાં એકને કેન્‍દ્રના પ્રધાન મંડળમાં સ્‍થાન અતિ લાંબા સમય સુધી રાજયના નાણા મંત્રી, ચાર ધારાસભ્‍યો જે પૈકી એક કેબીનેટ મંત્રી, આવું વજનદાર પ્રતિનિધિત્‍વ અપાવેલ તેમ છતાં પ્રજાની અપેક્ષા મુજબનો વિકાસ થયો નથી તેવો શહેરની પ્રજાનો મત અને અભિપ્રાય છે : લાંબા સમયથી શહેરની પ્રજા ત્રાસજનક ટ્રાફીકની યાતના- શહેરના મુખ્‍ય માર્ગો ઉપર અને ફુટપાથ ઉપરના બેફામ દબાણો- રખડતા ઢોર-અને કરડતા કુતરાઓના ત્રાસ જેવી સમસ્‍યામાંથી શાસક પક્ષ મુકિત અપાવી શકયો નથી શાસક પક્ષ ઉપર અંકુશ રાખવાની જવાબદારી વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસની છે પણ શહેરની પ્રજાની કમનસીબે હાલ શહેર કોંગ્રેસ પક્ષ અતિ નબળો અને નિષ્ઠાવાન નેતાગીરીના અભાવે અનેક જુથમાં વેરવિખેર પડયો છે, જેથી મજબુત વિરોધ કે તાકાતવાળા આંદોલન કરી શકતા નથી. જેનું પણ પ્રજાને દુઃખ અને રંજ છે : પ્રજાહિતમાં શાસક પક્ષે કરેલા સુખદ નોંધ લેવા જેવા કામોની પ્રજાએ નોંધ લીધી છે : ન્‍ટરનેશનલ એરપોર્ટ- આરોગ્‍ય ક્ષેત્રે એઈમ્‍સ હોસ્‍પીટલ -ન્‍યુ રેસકોર્ષ અટલ સરોવર અનેક ઓવરબ્રીજ-વરિષ્ઠ નાગરીકોને સીટી બસમાં નીશુલ્‍ક મુસાફરી-તમામ વોર્ડમાં અતિ મહત્‍વના આધાર કાર્ડ અંગેની સુવિધાઓ તેમા સમાવિષ્‍ટ છે : શાસક પક્ષનું અતિ લાંબા ગાળાનું એકચક્રી શાસન હોવા છતાં શહેરના અનેક વિસ્‍તારો જેમાં લાખો મધ્‍યમવર્ગ, શ્રમજીવીઓ, ગરીબ માણસો રહે છે તેમની મુળભુત સુવિધાઓ સંતોષકારક રીતે એક સમાન મળતી નથી, આ પ્રજાની પીડાને વેદના છે3:45 PM IST