<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ગોધરાના વીજ ધારકને સ્‍માર્ટ મીટરના પાયે જંગી વીજ બીલ મળ્‍યુ : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્‍માર્ટ મીટરને લઈને વિવાદ સર્જાઈ રહ્યો છે. ત્‍યારે ફરી એક વાર સ્‍માર્ટ મીટર ધારકને લાખોનું બીલ આવ્‍યુ હોવાનું સામે આવ્‍યુ છે. પંચમહાલના ગોધરામાં સ્‍માર્ટ મીટર ધારકને ૧ લાખથી વધુ બિલ આવ્‍યું છે. ગોધરામાં પ્‍ઞ્‍સ્‍ઘ્‍ન્‍ના સ્‍માર્ટ મીટર ધારકના સ્‍માર્ટ મીટરની મોબાઈલ એપ્‍લિકેશનમાં ૧ લાખથી વધુનું બિલ આવ્‍યું છે. પ્‍ઞ્‍સ્‍ઘ્‍ન્‍ વર્તુળ કચેરીના મુખ્‍ય ઇજનેરને ગ્રાહકોએ કરી ઉગ્ર રજૂઆત કરી છે. ગોધરામાં ૭ હજારથી વધુ લોકોની સ્‍માર્ટ મીટરની મોબાઈલ એપ્‍લિકેશન બંધ છે. ટેકનિકલ ક્ષતિના લીધે બિલ આવ્‍યું હોવાની મુખ્‍ય ઇજનેરે કબુલાત કરી હોવાનું સામે આવ્‍યુ છે.5:48 PM IST