<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

. : .12:52 PM IST

ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની દેશના ૨૬મા ચીફ ઇલેક્શન કમિશનર (સીઈસી)તરીકે નિમણૂક* ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની દેશના ૨૬મા ચીફ ઇલેક્શન કમિશનર (સીઈસી)તરીકે નિમણૂક થયાનું કાયદા મંત્રાલયે જાહેર કર્યું છે. તેઓ કેરળ બેચના રીટાયર્ડ આઈએએસ ઓફિસર છે. બી ટેક થયા છે. ગૃહ મંત્રાલયમાં તેમના કાર્યકાળ દરમિયાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સ્થાપનામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ચૂંટણી કમિશનરની નિમણૂક અંગેના નવા કાયદા હેઠળ નિમણૂક થનારા જ્ઞાનેશ કુમાર પહેલા સીઈસી બન્યા. નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની સિલેક્શન કમિટીએ આ નિમણૂક કરી છે. ૨૦૧૯ માં કલમ ૩૭૦ રદ કરવામાં આવી ત્યારે જ્ઞાનેશ કુમારે જમ્મુ અને કાશ્મીર બાબતોને સંભાળવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.12:11 AM IST

કટોકટી વખતે ૧૩ હજાર પુરૂષોની નસબંધી કરાવી દેનાર મહિલા ‘રૂખસાના સુલતાના' : * રૂખસાના સુલતાના એટલે સૈફઅલીખાનની પૂર્વ સાસુ અને અભિનેત્રી અમૃતાસિંહની માતા. * રૂખસાનાએ ભારતીય સેનામાં અધિકારી અને લેખક ખુશવંત સિંહના ભત્રીજા શિવિન્‍દર સિંહ વિર્ક સાથે લગ્ન કર્યા. * રૂખસાના બેગમ તરીકે ઓળખવામાં આવતાં. દિલ્‍હીમા ‘દર-એ-સહવર' નામનું બ્‍યુટિક ખોલ્‍યું હતું જેમાં તેઓ ડિઝાઇનર જ્‍વેલરી વેચતાં. * રૂખસાના સુલ્‍તાનાએ દિલ્‍હીના તુર્કમાન ગેટ વિસ્‍તારમાં ઘણી દુકાનો તોડી નાખી ત્‍યારે મોટી સંખ્‍યામાં લોકોએ તેનો વિરોધ કર્યો. * જ્‍યારે રૂખસાના અને સંજય ગાંધીની નજદિકી વધવા લાગી ત્‍યારે મેનકા ગાંધી સાથે તેમનો ઘણો વિવાદ થયો 4:16 PM IST

૧૪ વર્ષની બાળાનો સાવકા બાપે દેહ પીંખી લોહીલુહાણ કરી પછી કહ્યું-તારી મા પુછે તો કહી દેજે પીરીયડને લીધે લોહી નીકળ્‍યું! : રાજકોટમાં વેલેન્‍ટાઇન ડેના દિવસે ૧૪ વર્ષની છાત્રાનું સગીર છાત્રએ અપહરણ કરી કારમાં બળાત્‍કાર ગુજાર્યો હતોઃ બાળાના કાઉન્‍સેલીંગમા બીજા દૂષ્‍કર્મની ખળભળાટ મચાવતી વિગતો ખુલી :ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇ, ગાંધીગ્રામ પીઆઇ એસ.આર. મેઘાણીએ ભોગ બનનારના સાવકા પિતા, સગી મા અને પિતાના મિત્ર સામે ગુનો નોંધી ધરપકડ કરીઃ માતાએ બધી વાત જાણતી હોવા છતાં ચૂપ રહેવા દિકરીને ધમકાવી હતીઃ પિતાના મિત્રએ પણ બિભત્‍સ માંગણી કરી હતી : સગી માએ ધમકાવી કહેલું કે-જો તું પોલીસને કંઇ પીવડાવી દઇશું : અગાઉના બળાત્‍કારના કેસમાં સગીરનું નામ સોશિયલ મિડીયામાં પ્રસિધ્‍ધ કરવા બદલ પણ સાવકા બાપ વિરૂધ્‍ધ કાર્યવાહી : દિકરી પર બળાત્‍કાર ગુજારનાર સાવકા બાપ વિરૂધ્‍ધ એટ્રોસીટી નોંધાતા ૮ દિવસ જેલમાં રહ્યો હતો2:53 PM IST

ભાગવત સપ્તાહઃ પૂ. જીગ્નેશદાદાની દિવ્‍યવાણી થકી પવિત્રતાનો દરીયો ઘુઘવશે : ધર્મમય વાતાવરણમાં રાજકોટ લોહાણા મહાજન આયોજીત - ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ, ર૦રપ દરમ્‍યાન રેસકોર્ષ મેદાન, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં ‘રાધે રાધે' ના નાદ છવાઇ જશેઃ લાખો ભાવિકો કૃષ્‍ણ ભકિતમાં લીન બનશે. - ૧૦૮ પોથીજીના પવિત્ર દર્શનનો અમૂલ્‍ય લાભઃ પોથી તથા ભાગવત સપ્તાહ સંદર્ભે કોઇપણ પૂછપરછ રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર, ભવાની ગોલા પાસે, કાલાવડ રોડ, રાજકોટ (મો. ૯૫૩૭૭ ૧૧૭૭૪) નો સંપર્ક કરી શકાય છે. - લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું સમગ્ર ટ્રસ્‍ટી મંડળ- ટીમ સતત કાર્યરત.3:48 PM IST