પીએમ મોદીએ વિપક્ષી સાંસદોને આપ્યું હોમવર્કઃ PM મોદીએ રાહુલ ગાંધીને 'JFK's Forgotten Crisis' પુસ્તક વાંચવાની સલાહ આપી : આ પુસ્તક ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુ અને તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ જોન એફ કેનેડી વચ્ચે થયેલી ચર્ચાઓ અને નિર્ણયોનું પણ વર્ણન કરે છે. દેશ જ્યારે અનેક પડકારોનો સામનો કરી રહ્યો હતો ત્યારે વિદેશ નીતિના નામે શું રમાઈ રહ્યું હતું તે આ પુસ્તક દ્વારા સામે આવી રહ્યું છેઃ પીએમ નરેન્દ્રભાઇ મોદી11:48 PM IST
ગુરુગ્રામના બાંધવાડી ગામમાં માતા-પિતાની બેદરકારીને કારણે ૧૪ મહિનાની માસુમ બાળકીને વીજ કંરટ લાગતા જીવ ગુમાવ્યો : માસૂમ તાન્યાએ રમતી વખતે દિવાલના સૌથી નીચેના ભાગમાં ઇલેક્ટ્રિક સોકેટમાં ખીલી નાખી હતી. તેણીને વીજળીનો કરંટ લાગતાની સાથે જ એક જોરદાર આંચકો લાગ્યો જેના કારણે તે રૂમમાં દૂર પડી ગઈ10:43 PM IST
પ્રયાગરાજ પછી આ શહેર બનશે મહાકુંભનું મુકામ : ગંગા કિનારે મીની કુંભનું આયોજન કરવામાં આવશે : મહાશિવરાત્રી પર શાહી શોભાયાત્રા સહિત વિશેષ પૂજા કરવામાં આવશે : ઘાટ, મઠો અને ધર્મશાળાઓમાં સાધુઓના શિબિરોથી આખો વિસ્તાર ભગવો બની જશે : 8 ફેબ્રુઆરીએ, જુના અખાડાના નાગા તપસ્વીઓ શહેરમાં પ્રવેશ કરશે, જ્યારે 12 ફેબ્રુઆરીએ, એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે10:42 PM IST
જો અમેરિકા ભારત પર ટેરિફને લઈને કોઈ પગલું ઉઠાવે છે તો પછી જોઈશું આપણે શું કરી શકીએ છીએ. અમારી સંપૂર્ણ તૈયારી છે : નાણાંમંત્રી નિર્મલા સીતારમણ : 2027 સુધી વિકસિત ભારતના માર્ગમાં ઘણા પડકાર છે પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે પીછેહઠ કરીએ, ખાસ કરીને ઘણા ગ્લોબલ પડકાર છે. તેમ છતાં લક્ષ્યની તરફ આગળ વધી રહ્યા છીએ10:37 PM IST
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાર્યવાહી શું યુદ્ધને નોતરશે?: અમેરિકા ઉપર ખતરાના વાદળો છવાયા : એજન્ટોને સતર્ક રહેવાની આપવામાં આવી સલાહ: વિસ્ફોટકોથી સજ્જ ડ્રોન તૈનાત: ગેરકાયદેસર વસાહતીઓને ઉશ્કેરવાનો પ્રયાસ થઇ રહ્યો છેઃ ટ્રમ્પે તાજેતરમાં મેક્સિકો અને કેનેડા પર ભારે ટેરિફ લાદવાની પણ જાહેરાત કરી હતી.10:36 PM IST
સાધુ - સંતો મહાકુંભથી પાછા ફરવા લાગ્યા! નાગા સાધુઓ શિવરાત્રી અને હોળીની ઉજવણી માટે વારાણસી જવાની કરી રહ્યા છે તૈયારી : વસંત પંચમીનું અમૃત સ્નાન ૩ ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયું : પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 37 કરોડ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી : ત્રણ અમૃત સ્નાન પૂર્ણ થયા : સંગમમાં આવેલા ભક્તોએ વ્યવસ્થાની પ્રશંસા કરી10:35 PM IST
હું કોઈ પાર્ટીની વિરુદ્ધ નથી, હું માત્ર ખોટા કામો પર સવાલ ઉઠાવું છું. મેં ઉત્તર પ્રદેશમાં અખિલેશ અને માયાવતીની સરકારનો પણ વિરોધ કર્યો છે અને કેન્દ્રમાં યુપીએ સરકારના નિર્ણયો સામે પણ વાંધો વ્યક્ત કર્યો છે.': શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ : અમને લાકડીઓ વડે માર મારવામાં આવ્યા હતા. અમે તેનો વિરોધ કર્યો અને વિરોધ યાત્રા કાઢી અને અખિલેશ યાદવને પડકાર્યો કે તે આ અન્યાય કર્યો છે, હવે તું ગયો. તેમજ તેની સત્તાનો વિરોધ કર્યો.' 10:28 PM IST
રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ: ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકરને કરી અપીલ : રાહુલ ગાંધીએ સંસદમાં દાવો કર્યો હતો કે ભારતીય ભૂમિ પર ચીની સૈનિકો હાજર છે:આ નિવેદન પર સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં હોબાળો મચાવ્યો: કોંગ્રેસના નેતા પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો.9:49 PM IST
મહારાષ્ટ્રમાં જીબીએસના કેસમાં સતત વધારો : પુણેમાં પાંચ નવા કેસ સામે આવતા કુલ કેસ ૧૬૩ કેસ થઈ ગયા : રાજ્યમાં આ બીમારીથી અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા : ૧૬૩ સંદિગ્ધ કેસમાંથી ૩૨ કેસ પૂણે શહેરના, ૮૬ કેસ પૂણે કોર્પોરેશનની હદ સાથે જોડાયેલા ગામના, ૧૮ પિંપરી ચિંચવડના અને ૧૯ કેસ પૂણેના અન્ય ગ્રામીણ વિસ્તારના અને ૮ અન્ય જિલ્લાઓના9:17 PM IST
તોફાન અને વરસાદથી હવામાનની પેટર્ન બદલાશે:ફેબ્રુઆરીમાં ગરમી રેકોર્ડ બ્રેક રહેશે: ધુમ્મસ હિમવર્ષાને નહીં રોકી શકે : દેશના અલગ અલગ રાજ્યોમાં હવામાનમાં જોવા મળશે ફેરફાર: ઓરિસ્સા, આસામ અને અરુણાચલ પ્રદેશ સહિત ઉત્તર-પૂર્વના ઘણા રાજ્યો ચક્રવાતથી પ્રભાવિત થશે: પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે, હરિયાણા અને પંજાબમાં આગામી ત્રણ દિવસ માટે વરસાદની ચેતવણી જારી:હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા અને વરસાદની આગાહી8:29 PM IST
સુરક્ષા કારણોસર અમેરિકાએ ચીનના ડીપસીક AI એપ પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કર્યું : ટેક્સાસ આ પગલું ભરનાર અમેરિકાનું પ્રથમ રાજ્ય બન્યું : ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે સરકારી ઉપકરણોમાંથી એપ્લિકેશનને દૂર કરવાનો આદેશ આપ્યો : ડીપસીક ઉપરાંત, ટેક્સાસ સરકારે ઘણી અન્ય ચીની સોશિયલ મીડિયા અને ફાઇનાન્સ એપ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો8:24 PM IST
કેલિફોર્નિયામાં હાઇવે પર ટ્રક અકસ્માત : કરિયાણાનો સામાન લઈ જતી ટ્રક પર સેંકડો ઇંડા ઢોળાઈ ગયા : સોશિયલ મીડિયા ઉપર ઈંડાના આસમાને પહોંચતા ભાવોની મજાક ઉડાવવા લાગ્યા : અંડરપાસને કારણે વિશાળ ટ્રકનો ઉપરનો ભાગ તૂટી ગયો હતો, જેના કારણે ઈંડાથી ભરેલા કાર્ટૂનો રસ્તા પર પડી ગયા હતા. યુઝરે કહ્યું કે "મિલિયન ડોલરનો અકસ્માત," 8:23 PM IST
અત્યાર સુધીમાં અમેરિકાની વસ્તી કરતાં વધુ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી:છેલ્લા અમૃત સ્નાન પહેલા એક રેકોર્ડ બન્યો : વસંત પંચમી પછી મહાકુંભમાં સ્નાન કરનારા ભક્તોની સંખ્યા 37 કરોડને વટાવી ગઈ: જ્યારે રવિવાર સુધીમાં કુલ ૩૪.૯૭ કરોડ લોકોએ સ્નાન કર્યું હતું: બધા સંતો, ભક્તો અને કલ્પવાસીઓ આ અનંત પ્રેમ અને ભાઈચારાના પ્રવાહના સાક્ષી બન્યા: વિવિધ દેશોના સંતો અને ભક્તો જય શ્રી રામ, હર હર ગંગે, હર હર મહાદેવના નારા લગાવીને સનાતનનો રંગ વધુ ગાઢ બનાવી રહ્યા હતા.8:05 PM IST
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલ વિરોધી અભિયાન દરમિયાન એક ગામમાં નક્સલીઓએ બે લોકોની હત્યા કરી નાખી : ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ બ્લાસ્ટ : બે સુરક્ષા કર્મચારીઓ ઘાયલ : અન્ય એક સૈનિક સ્પાઇક ટ્રેપ પર પગ મૂકતાં ઘાયલ : આ ઘટના બીજાપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર સ્થિત જંગલમાં બની : ઘાયલ જવાનોને પ્રાથમિક સારવાર આપવામાં આવી આ પછી તેમને વધુ સારવાર માટે રાયપુર લઈ જવામાં આવ્યા8:01 PM IST
અયોધ્યા કાંડ:યુવતીની હત્યા બાદ બોડીને લાંબા અંતર સુધી ઘસેડવામાં આવી: ગુપ્ત ભાગોને નુકસાન થયું:અંદાજે 6 કલાક સુધી બાથરૂમમાં મૃતદેહ પડી રહ્યો:ભારે રક્તસ્ત્રાવ થતા લોહીના ખાબોચિયા ભરાયા: મૃતદેહને સૂકા ગટરમાં ફેંકી દીધો અને તેના હાથ-પગ બાંધી દીધા : અયોધ્યા કાંડ અંગે હચમચાવી તેવા ખુલાસા:પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ7:55 PM IST
અમે દેશના કરોડો રૂપિયાથી શીશમહેલ નથી બનાવ્યો - પ્રધાનમંત્રી મોદીએ કેજરીવાલનું નામ લીધા વિના AAP પર હુમલો કર્યો : સંસદના વર્તમાન બજેટ સત્રનો આજે ચોથો દિવસ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો : આ સમય દરમિયાન વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર ખૂબ પ્રહારો કર્યા7:42 PM IST
Parv ટ્રેન વચ્ચે અકસ્માત : યુપીના ફતેહપુર જિલ્લાના ખાગા નજીક એક ઉભી રહેલી માલગાડી બીજી માલગાડી સાથે અથડાઈ : બે માલગાડીઓ વચ્ચે થયેલી ટક્કરમાં ગાર્ડનો કોચ અને એન્જિન પાટા પરથી ઉતરી ગયા : પાછળની માલગાડીના બંને લોકો પાયલોટને સામાન્ય ઈજાઓ થઈ અને પ્રાથમિક સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી 7:31 PM IST
ટેરિફ વૉરમાં અમેરિકા સામે પડ્યું ચીન : કોલસો અને ક્રૂડ ઑઈલ પર 15% ટેક્સ વધાર્યો : ચીનના આ પગલાંથી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચ્યો : 'અમેરિકાનો એકપક્ષીય ટેરિફ વધારો વિશ્વ વેપાર સંગઠનના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરે છે. તે ફક્ત પોતાની સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ નથી, પરંતુ ચીન અને અમેરિકા વચ્ચેના સામાન્ય આર્થિક અને વેપાર સહયોગને પણ નુકસાન પહોંચાડે છે.7:13 PM IST
આઝાદી પછી પહેલી વાર ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં શહેનાઈનો અવાજ ગુંજી ઉઠશે : વેલેન્ટાઇન વીક દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં લગ્નની ઘંટડી વાગશે : પૂનમ ગુપ્તાના કાર્ય અને સમર્પણથી પ્રભાવિત થઈને, મહામહિમ દ્રૌપદી મુર્મુએ તેમને રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન કરવાની પરવાનગી આપી : બોયફ્રેન્ડ અવનીશ સિંહ સાથે સાત પ્રતિજ્ઞાઓ લેશે : ફક્ત થોડા જ પસંદ કરેલા લોકોને આમંત્રણ 6:55 PM IST
આજે પણ 10 અને 20ના સિક્કા અને નોટ છપાઈ રહ્યા છે અને ચલણમાં, 31 ડિસેમ્બર 2024 સુધી 2,52,886 લાખ 10 રૂપિયાની નોટ બજારમાં ચાલી રહી છે, જેની કિંમત 25,289 કરોડ છે :સરકારે લોકસભામાં આપી જાણકારી : ભલે બજારમાં 10 અને 20 રૂપિયાની નોટ અને સિક્કા આપણને ઓછા જોવા મળતા હોય, પરંતુ તે ચલણમાં છે. સમયાંતરે બંધ થવા તેમજ ચલણથી બહાર હોવાની ખબર સામે આવે છે તે સંપૂર્ણપણે ભ્રામક : નાણાં મંત્રાલય6:05 PM IST
મહાકુંભ દુર્ઘટના મુદ્દે ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ અખિલેશ અને ખડગેને આપ્યો જવાબ, કહ્યું- સનાતન વિરોધીઓ ઇચ્છતા હતા કે મોટો અકસ્માત થાય : મહાકુંભમાં થયેલા અકસ્માત અંગે મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન ભ્રામક ,તેમણે કહ્યું કે સનાતન વિરોધીઓ ઈચ્છે છે કે મહાકુંભમાં કોઈ મોટી દુર્ઘટના થાય, યોગી આદિત્યનાથએ કહ્યું છે કે મહાકુંભ વિરુદ્ધ ષડયંત્ર કરનારાઓનો પર્દાફાશ કરવામાં આવશે6:04 PM IST
સુપ્રીમ કોર્ટે દેશમાંથી 63 લોકોને દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો! બે અઠવાડિયાનું અલ્ટીમેટમ : રાજ્ય દ્વારા કાર્યવાહી કરવામાં નિષ્ફળતા અને તેમને અનિશ્ચિત સમય માટે અટકાયત કેન્દ્રોમાં રાખવા બદલ ભારે નારાજગી વ્યક્ત કરી: આસામના દાવા પર પણ સવાલ ઉઠાવ્યા કે સ્થળાંતર કરનારાઓના અજાણ્યા વિદેશી સરનામાંને કારણે દેશનિકાલ અશક્ય છે, અને કહ્યું કે સરનામાં વિના પણ દેશનિકાલ શક્ય છે6:51 PM IST
યુપીના કાનપુરના મેયર પ્રમિલા પાંડે સતત એક્શન મોડ પર : મેયર પોતે બુલડોઝર લઈને દબાણ હટાવવા પહોંચ્યા, તોડી પાડ્યા અનેક ગેરકાયદે બાંધકામો : મેયર પ્રમિલા પાંડે શહેરમાંથી અતિક્રમણ હટાવવા માટે સતત અભિયાન : સિસમાઉ, ગોવિંદ નગર, બાબુપુરવા અને બેકનગંજમાં ઝુંબેશ ચલાવીને ગટર અને ફૂટપાથ પર મોટા પાયે અતિક્રમણ દૂર કર્યું'તુ5:04 PM IST
અમીરો માટે બ્રેડ પર શૂન્ય ટેક્સઃ ગરીબો માટે માચીસ પર ૧૨% GST : અર્થશાષાના વિદ્યાર્થીઓએ કરવેરા પ્રકરણમાં વાંચ્યું છે કે વ્યક્તિના ખભા જેટલા મજબૂત હશે, તેના પર તેટલો વધુ બોજ નાખવો જોઈએ, મતલબ કે જે લોકો વધુ કમાય છે તેમણે વધુ કર ચૂકવવો જોઈએ, ગરીબ લોકો પાસેથી ઓછો કર વસૂલવો જોઈએ. પરંતુ આ સિદ્ધાંત પરોક્ષ કરમાં લાગુ પડતો નથી, આમાં, અમીર અને ગરીબ, બધાએ સમાન કર ચૂકવવો પડશે3:33 PM IST
દિલ્હી વિધાનસભાનો રોચક ઈતિહાસઃ ૧૯૯૨ થી ૨૦૨૫ સુધીની અનેરી સફર : વિધાનસભા ની ખરી શરૂઆત થઇ ૧૯૯૩ થી ભાજપ..કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યુ શાસન ઞ્જ દિલ્હી વિધાનસભા બેઠક પર મહિલા મુખ્યમંત્રીઓનું અનેરૂં વર્ચસ્વ ઞ્જ સુષ્મા સ્વરાજ.. શીલા દીક્ષિત... અને અતિશી મારલેના ઞ્જ શીલા દીક્ષિતે તો ૩ ટર્મ સુધી કર્યુ શાસન ઞ્જ અરવિંદ કેજરીવાલે પણ મુખ્યમંત્રી તરીકે કર્યુ લાબું શાસન3:18 PM IST
યુવકે પોતાના લગ્નનું કાર્ડ એવું બનાવ્યું કે લોકો ગોટે ચડી ગયા : જમવા જવાનું કે રાશન લેવા ! : લગ્નની અનોખી કંકોત્રીઃ કિનારુલિવા વીડૂના જ્યોતિષ આર. પિલ્લઈએ પોતાના વેડિંગ કાર્ડને રાશન કાર્ડની માફક સ્ટાઈલમાં ડિઝાઇન કર્યુ છે પરિવારને રાશનની દુકાન સાથે ગાઢ સંબંધ છે : નાનપણથી પોતાની માતાને દુકાન પર મદદ કરનારા જ્યોતિષે ગામમાં રાશનની દુકાનનો છોકરો કહેવાતો હતો11:06 AM IST
દિલ્હી ક્રાઇમ : દરરોજ ત્રણ મહિલાઓ અને કિશોરીઓ બળાત્કારનો ભોગ બની : દિલ્હી પોલીસે એક મહિનાનો ગુનાનો રેકોર્ડ જાહેર કર્યો : દિલ્હી ક્રાઇમ દિલ્હીમાં ગુનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે છેલ્લા એક મહિનામાં ૧૦૧ મહિલાઓ અને કિશોરીઓ પર બળાત્કારની ઘટનાઓ બની છે : રાજધાનીમાં દરરોજ સરેરાશ ૧૨ લોકો લૂંટાય છે9:45 AM IST
‘‘ઘરેલુ હિંસામાં સંબંધીઓને સંડોવવા એ કાયદાનો દુરુપયોગ છે'' : ઘરેલુ હિંસાના કેસમાં પતિ અને સાસુ સિવાય પરિવારના તમામ સભ્યો સામે દાખલ કરાયેલો કેસ અલ્હાબાદ હાઈકોર્ટે રદ કર્યો : નણંદ સામેના કેસ પર અલ્હાબાદ હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી : આ કેસ ફક્ત તે લોકો સામે જ દાખલ કરી શકાય છે જે પીડિતા સાથે સંયુકત ઘરમાં રહે છે10:21 AM IST
યુએઈ ગોલ્ડન વિઝા અરજીઓમાં સહાય પૂરી પાડશે નવું ક્રિએટર્સ મુખ્યાલય : કન્ટેન્ટ ક્રિએટર્સ અને ઇન્ફ્લુઅન્સર્સ માટે યુએઈ ગોલ્ડન વિઝા માટે કેવી રીતે અરજી કરવી?:આ વિઝા વૈશ્વિક ફિલ્મ નિર્માતાઓ, સોશિયલ મીડિયા પ્રભાવકો અને ડિજિટલ વાર્તાકારોને 10 વર્ષ સુધી દેશમાં રહેવા, કામ કરવા અને ખીલવાની એક અનોખી તક આપે છે અને એ પણ સ્પોન્સરની જરૂર વગર10:21 PM IST
રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન કરનાર પ્રથમ વ્યક્તિ હશે પૂનમ ગુપ્તા: જાણો CRPF ઓફિસર વિશે : એક ઐતિહાસિક ઘટનામાં રાષ્ટ્રપતિ ભવને પ્રથમ વખત સીઆરપીએફ અધિકારીને તેના પરિસરમાં લગ્ન સમારોહ યોજાશે : CRPFમાં સહાયક કમાન્ડન્ટ પૂનમ ગુપ્તાના લગ્ન 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનના મધર ટેરેસા ક્રાઉન કોમ્પ્લેક્સમાં થશે.11:06 PM IST

ચેમ્પિયન.....

મહાયજ્ઞ....

વસંત પંચમી ઉત્સવ

હમ કિસી સે કમ નહીં.....

યુથ ચર્ચા.....

એર રાઇફલ સ્પર્ધા
અકિલા સોશ્યિલ મીડિયા'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી મહાકુંભમાં વિસ્ફોટની ધમકી આપનાર આરોપી અરુણ જોશી અમદાવાદ રેલ્વે પોલીસે ઝડપાતા કેસમાં વળાંક : ગાંધીધામમાં રેશનની દુકાન ચલાવતા અરુણ જોશીએ રૂ. 85,000ના દેવાદાર ગ્રાહકને ખોટી રીતે ફસાવવા માટે મેસેજ મોકલ્યા હતા, દેવાદારને ફસાવવાના પ્રયાસમાં તેણે સત્તાવાર રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) નંબર પર ભયાનક મેસેજ મોકલ્યા હતા10:24 PM IST
બેટ દ્વારકામાં ફરી શરૂ થશે મેગા ડિમોલિશન : હાઈકોર્ટે વકફ બોર્ડ પાસે ધાર્મિક દબાણો પરના પૂરતા પુરાવા ન હોવાથી સ્ટે ઓર્ડર હટાવ્યો : હાઇકોર્ટના ચુકાદા બાદ પોલીસ એકશન મોડમાં : બેટ દ્વારકા તેમજ આજુબાજુના વિસ્તારમાં થોડા સમય પહેલા જ 500થી પણ વધુ મકાનો તેમજ અન્ય ધાર્મિક સ્થળોના ગેરકાયદેસર દબાણ દૂર કરાયા હતા8:06 PM IST
પૂર્વ પ્રેમિકા મિત્ર સાથે સંબંધ ધરાવતી હોવાની આશંકાએ અમદાવાદનાં વેજલપુર વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની થયેલી હત્યા કેસમાં આરોપી ઝડપાયો : શેઝાન કુરેશી અને તેનો મિત્ર અયાન પઠાણ બેઠા હતા. જ્યાં મસ્તી મસ્તીમાં ઝધડો થતા અયાન પઠાણે શેઝાન કુરેશીને છરીનાં ઘા માર્યા હતા : બન્ને રીક્ષા ચલાવતા હોવાથી સંપર્કમાં આવ્યા હતા7:48 PM IST
ગાંધીનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઇન્ચાર્જ મદદનીશ કમિશનર મૌલિક પટેલ અને પટાવાળા પ્રવીણ શ્રીમાળી રૂ.૪૨૦૦ લાંચ લેતા એમ.એસ.બિલ્ડીંગ, સેક્ટર ૧૧ની પાછળ કંમ્પાઉન્ડના પાર્કીંગમાં, ગાંધીનગર ખાતે રંગે હાથ ઝડપાઈ ગયા : શ્રી વાજપાઇ બેંકેબલ યોજના હેઠળ ઇકો ગાડી ખરીદવા સારૂ રૂ.૭.૭૪ લાખની સબસીડી લોન લેવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સહયોગ સંકુલ, ગાંધીનગર ખાતે ઓનલાઇન ફોર્મ ભરવાના, લોન ઝડપથી મંજુર કરાવી આપવાના અવેજ પેટે રૂ.૪૨૦૦/- ની લાંચની માંગણી કરી હતી7:39 PM IST
ઇન્ડો-અમેરિકન વર્કશોપ ફોર સ્પાઇન સર્જરી ઇન સરકારી સ્પાઇન હોસ્પિટલ !!! સિવિલ મેડિસીટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા અમેરિકી તબીબોના સહયોગથી બે દિવસીય વર્કશોપનું આયોજન કરાયું : અમદાવાદ અને અમેરિકાના તબીબોએ બે બાળકીઓને અત્યંત જટીલ એવી સ્કોલિયોસીસ સર્જરી દ્વારા ખુંધની તકલીફથી પીડામુક્ત કરી : દર વર્ષે અમેરિકન તબીબો સાથે આ પ્રકારની સર્જરી કરવા સરકારી સ્પાઇન ઇન્સિટ્યુટ દ્વારા કરાર કરવામાં આવ્યા : ૫ થી ૬ કલાક ચાલતી આ સર્જરી ખાનગી હોસ્પિટલમાં અંદાજીત રૂ. ૬ થી ૮ લાખના ખર્ચે થાય છે જે સરકારી હોસ્પિટલમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂર્ણ કરાઇ5:25 PM IST
કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું દુઃખદ નિધન9:32 AM IST
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે ઉત્તર ગુજરાત અથવા સૌરાષ્ટ્રમાંથી કોઈ ઓબીસી નેતા પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે : ભાજપના નવા પ્રમુખ માટે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાના નામ બાદ હાલમાં વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરી અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલના નામો પણ ચર્ચામાં 11:53 AM IST
મહેસાણા કડીના વરિષ્ઠ ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન :પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કરીશ્રદ્ધાંજલિ પાઠવી : કરશનભાઈ પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવના કારણે સમગ્ર વિસ્તારમાં જાણીતા હતા:ઘણીવાર સરકારી બસમાં મુસાફરી કરતાં: મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના અંતિમ દર્શને પહોંચ્યા:કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કર્યા અંતિમ દર્શન.1:12 PM IST
રાજકારણમાં પણ દલાલો, ભાજપનો નેતા છું કહી ઓળખાણ વધારે છે : નીતિન પટેલના નિવેદનથી ખળભળાટ : આ ભાજપ સરકારે આવા દલાલોને ખૂબ જ મોટા સુખી કર્યાં. દલાલી કરતાં-કરતાં ખૂબ જ મોટા કરોડપતિ થઈ ગયાં.' :નીતિન ભાઈએ જે કટાક્ષ કર્યો છે કે, જે પક્ષના નામે અધિકારીઓને દબાવે છે તેમના માટે છે.': ભાજપ નેતા યજ્ઞેશ દવે9:35 PM IST
સૌરાષ્ટ્રમાં દિનપ્રતિદિન કેન્સરના દર્દીઓની સંખ્યામા વધારો: જેમાં જૂનાગઢ જિલ્લામાં કેન્સરના દર્દીઓની સંખ્યા ચિંતા ઉપજાવનારી : જિલ્લાના અનેક તાલુકા આજે તેના ‘હબ’ બની ગયા : સૌરાષ્ટ્રના દ્વારકા, સોમનાથ, જૂનાગઢ, વેરાવળ, કેશોદ સહિતના પંથક કેન્સરના હોટ સ્પોટ , તમાકુના વ્યસનનું પ્રમાણ વધુ હોય આથી ગાલ-ગલોફાના કેન્સરના દર્દીઓ 9:10 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય : ગુજરાતમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચના : સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં સરકારને સોંપશે : રાજ્ય સરકારને સમિતિનો રિપોર્ટ મળ્યા બાદ યોગ્ય નિર્ણય લેવાશેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : યુનિફોર્મ સિવિલ કોડના કાયદામાં આદિવાસી સમાજની સંપૂર્ણ ચિંતા કરીને તેમના નીતિ-નિયમો, રીતિ-રિવાજો, કાનૂનોનું સંરક્ષણ કરવામાં આવશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી4:06 PM IST
ગુજરાતનો વીજ પુરવઠો વર્ષ 2020 અને 2024 વચ્ચે 28% વધ્યો :ભારતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 2031-32માં 900 ગીગાવોટ થવાની સંભાવના: રાજ્ય કક્ષાના ઊર્જા મંત્રી : કેન્દ્રીય ઊર્જા રાજ્ય મંત્રી શ્રીપદ નાઈકે રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં માહિતી આપી : સરકારે છેલ્લા 10 વર્ષમાં દેશને વીજળીની ખાધમાંથી પર્યાપ્ત વીજળી ધરાવતાં દેશમાં પરિવર્તિત કર્યો1:37 PM IST
બુધ, ગુરૂ ગુલાબી ઠંડીનો અહેસાસઃ અશોકભાઇ પટેલ : તા. ૪, ૬, ૭ ફેબ્રુઆરીના પવનની ગતિ ૧ર થી રપ કિ.મી.ની રહેશે, તા.૬ થી ૮ છુટાછવાયા વાદળો થશે, તા.૭ થી ૧૦ ન્યુનતમ તાપમાનમાં વધારો થશે, હાલ નોર્મલ ન્યુનતમ તાપમાન ૧ર થી ૧૪ ડીગ્રી ગણાયઃ તા.૧૦ સુધીની આગાહી આજે કાલે ગુજરાતની બોર્ડરથી પૂર્વ રાજસ્થાનમાં છુટાછવાયા ઝાપટા પડશે11:02 AM IST
લગ્ન પ્રસંગ દરમિયાન જમવાનું ખુટી પડતાં જાનૈયાઓ નારાજ :બંને પરિવારજનો વચ્ચે ઝઘડો:મામલો પ્લીસ સ્ટેશને પહોંચ્યો : સુરતના વરાછા માતાવાડી પાસે લક્ષ્મી નગરની વાડીમાં બિહારી પરિવાર દ્વારા લગ્ન: જાન લીલા તોરણે પાછી જવાની તૈયારી બાદ કન્યાપક્ષવાળા પોલીસ મથકે પહોંચ્યા:સુરત પોલીસે બંને પરિવારો વચ્ચે સમાધાન કરાવીને પોલીસ સ્ટેશનમાં જ વરમાળાની વિધિ કરાવી લગ્ન કરાવ્યા1:32 PM IST
પાલીતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે રૂ. ૫૨ કરોડ મંજૂર કરતા ભૂપેન્દ્રભાઇ : રાજ્યના પ્રવાસન-યાત્રાધામોને જોડતા માર્ગોની સુધારણા અને કનેક્ટિવિટી સુદ્રઢ બનાવવાના હેતુસર પાલીતાણા માટે કુલ રૂ. ૯૨.૦૭ કરોડ મંજૂર થયા : પાલીતાણા તીર્થમાં આવતા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓને વધુ સુલભ અને સલામત રોડ નેટવર્ક મળશે12:15 PM IST
રાજકોટ એસટી બસ પોર્ટમાં વગર વરસાદે મુસાફરોને છત્રી લઇને જવુ પડે તેવી સ્થિતિ : પ્લેટફોર્મ પ ઉપર સ્થિતિ ખરાબ : પ્લેટફોર્મ પ અને ૧પ માં છતનાં પોપડા ઉખડી ગયાઃ બાકોરા પડી ગયાઃ ભારે દેકારો ત્રણ-ત્રણ ડોલ મુકવી પડીઃ મંત્રીઓ-ધારાસભ્યો કયાં છે?: એસટી મુસાફર હિત રક્ષક સમીતીએ તપાસ માંગીઃ લેખીતમાં ફરીયાદ2:27 PM IST
કેન્સરની ઉત્કૃષ્ટ સારવાર કરતી રાજકોટ કેન્સર સોસાયટી : આજે ૪ ફેબ્રુઆરી-વિશ્વ કેન્સર દિવસ... છેલ્લા ૬ દાયકાથી : ૧૭૦ બેડની કેન્સર હોસ્પિટલમાં કેન્સરની સંપૂર્ણ સારવાર એક જ સ્થળે કેન્સર અનુભવી-નિષ્ણાંત તબીબોની આધુનિક સારવાર- રાજકોટના રૈયા રોડ હનુમાન મઢી ચોક પાસે આવેલ હોસ્પીટલમાં દરરોજ ૧પ સર્જરી, ર૦૦ દર્દીઓને શેક-૧૦૦ દર્દીઓને કીમોથેરાપીની સારવાર અપાય છે : પત્રકાર પરીષદમાં માહિતી આપતા મેડીકલ ડાયરેકટર ડો. ખ્યાતી વસાવડા, ડો. અદિતિ થાનકી અને ચેરમેન ગૌરાંગભાઇ સંઘવી હવે કેન્સર એટલે કેન્સલ નહીં અસરકારક સારવાર ઉપલબ્ધઃ ડો. અદિતિ થાનકી પાન-માવા તમાકુ સામે અસરકારક ઝુંબેશ હાથ ધરવી જોઇએ... બાળકોને તમાકુ કે વ્યસનથી દૂર રાખોઃ જાગૃતિ કેન્સર અટકાવી શકશે : ચેરમેન ગૌરાંગભાઇ સંઘવી વહેલુ નિદાન થવાથી પેટના રોગોની કેન્સરની અસરકારક અને સફળ સારવાર શકય બને છે : ડો. શ્રેયાંશ ઢોલરીયા સૌરાષ્ટ્રમાં ચોંકાવનારૂ તારણ : તમાકુથી થતા કેન્સરના રોગનું પ્રમાણ સૌથી વધુ : ડો. ખ્યાતી વસાવડા2:46 PM IST
શિવ-મીરાબાઇ ટાઉનશીપ વચ્ચે સ્પીડ બ્રેકરના અભાવે વારંવાર અકસ્માત : કોર્પોરેશન તંત્ર અને પોલીસ વિભાગ હવે તો આળસ ખંખેરે....મવડીના પાળ-કણકોટ રોડ વચ્ચે રહેતા અસંખ્ય લતાવાસીઓ હેરાનઃ સ્ટ્રીટલાઇટના અભાવે રાત્રીના બહાર નીકળવુ મુશ્કેલ :આ રોડ ઉપર વેન ચાલકે એક છાત્રાને હડફેટે લીધી હતી. પરંતુ સદનશીબે તેનો બચાવ થયો હતો.3:49 PM IST
પ્રેમ, નિખાલસતા, સરળતા, સાદગી અને સેવાનો સમન્વય ઍટલે ‘મહેશભાઇ સવાણી’ : પી.પી.સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ ૫૨૭૪ દીકરીઓને કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી હજારો દીકરીઓના પાલક પિતા બન્યા છે. જ્જ બાપુજી વલ્લભભાઇ સવાણીની સાદગી એટલી બધી કે આજની તારીખે તેઓ દાતણ જ કરે અને બરવાળાના ચંપલ જ પહેરે છે.! જ્જ બાપુજી વલ્લભભાઇએ ગરીબી જોઇ હતી તેઓ જ્યારે ૧૯૬૮ માં સુરત આવ્યા ત્યારે ત્યાં પુર આવતા પરત જવું પડ્યું. તેઓ ગામડે એક ભેંસ વેચી માત્ર ૭૦ રૂપિયા લઇ સુરત આવેલા. જ્જ બાપુજીના જન્મદિવસે ઘડાયેલ ‘વયોત્સવ' પ્રોગ્રામ હેઠળ આખા સુરતમાં જેટલા બાપ વિનાના સંતાનો હોય તેના ભણવાની ફી પી.પી.સવાણી ગ્રુપ ભરતું. જ્જ ‘જનની' કાર્યક્રમ હેઠળ જ્યાં સુધી વિધવા બહેનો તેના બાળકોને ભણાવે ત્યાં સુધી આખા પરિવારને પી.પી.સવાણી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પીટલમાં શરદીથી લઇને બાયપાસ ની સારવાર ફ્રિ આપવાનું શરૂ કર્યુ જ્જ પિતા વિનાની દીકરીઓના લગ્નો ધામધુમથી કરાવતા સવાણી પરિવારે મહેશભાઇ સહિત તમામ ભાઇઓ અને તેમના બાળકોના લગ્ન એકદમ સાદાઇથી અને સમૂહ લગ્નોમાં કર્યા છે જ્જ અનેક દીકરીઓએ પત્રો દ્વારા મહેશભાઇ પાસે વેદના ઠાલવે છે. દુનિયાનો કોઇ પણ લેખક આ પત્રોથી ઉંચી ભાષા ન લખી શકે એવા પત્રો જેને પી.પી. સવાણી ગ્રુપ પુસ્તક રૂપે બહાર પાડે છે. જ્જ પૈસા કમાતા પહેલા પૈસા વાપરતા શીખો. કમાવો છો એના કરતાં કઈ જગ્યાએ વાપરો છો એ મહત્ત્વનું છે : મહેશભાઇ જ્જ હંમેશા ખુશ રહેવું અને બીજાને ખુશ રાખવા એજ મારો શોખ. : મહેશભાઇ ૨૦૦૩ થી ૨૦૦૭ હું બેલ્જીયમ હતા ત્યારે ત્યાં અકિલા જ વાંચતા. એ વખતે ઓનલાઇન બીજુ કોઇ છાપું જ નહોતું. ગુજરાતી ઓનલાઇન વર્તમાન પત્ર માત્ર ને માત્ર અકિલા જ વાંચવા મળતું. કાળજી , ધીરજ, પ્રતિક્ષા, ભરોસો અને સમજણ આજ જે ભવોભવના સગપણનું ગળપણ...3:50 PM IST
રૂખડીયાપરામાં મહિલાના ઘરમાં આતંકઃ ઘટના સ્થળે પોલીસને ‘હું આ વિસ્તારનો ડોન છુ' કહી પોલીસના વાહનોમાં તોડફોડ : ફરીદાબેનના જમાઇના ભાઇ સામેના જુના ઝઘડાનો ખાર રાખી માજીદ ભાણુ સહિતની ટોળકીની ધમાલઃ લાકડાના ધોકા-પથ્થરમારો થતા પોલીસ પણ ભાગીઃ બે ફરીયાદમાં ૧ર સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો તળે ગુન્હો નોંધાયો 3:29 PM IST
કોડીનાર પાલિકામાં કોંગ્રેસ તૂટીઃ ૧ર ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યાઃ ૪ રદ : કોંગ્રેસમાં ૭ અને આપના ૫ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાઃ કોંગ્રેસના ૩ અને આપ પાર્ટીના ૧ ઉમેદવારનું ફોર્મ રદ થયું: ભાજપના અનેક ઉમેદવારો બિન હરીફ જાહેર થવાની સંભાવનાઃ ૯૬ ફોર્મ ભરાયાં બાદ હવે ૫૨ ઉમેદવારો મેદાનમાં: ફોર્મ ચકાસણી દરમિયાન ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે શાબ્દિક ટપાટપી થતાં વાતાવરણ તંગ બન્યું હતું11:04 AM IST
હાઇકોર્ટે મનાઈ હુકમ કાઢી નાખતા બેટમાં ડિમોલેશન કાર્યવાહીના મંડાણ : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની સૂચનાથી 700 થી 800 પોલીસ તથા ડેપ્યુટી કલેક્ટર દ્વારકા તથા પોલીસ અધિકારીઓ સાથે આજે ડિમોલેશનની કામગીરી કરવા બેટમાં તંત્ર પહોંચી ગયું : બેટ દ્વારકામાં ગૌચરની જમીન પર મદ્રેસા બનાવાયા હોય તે તોડી પાડવા નોટીસ અપાતા વકફબોર્ડ તથા ભડેલા સમાજ દ્વારા હાઇકોર્ટમાં આ અંગે મનાઇ હુકમ મેળવવામાં આવ્યો હતો જોકે આ અરજી આજે ફગાવી દેવામાં આવી3:04 PM IST
પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં ભાગવત ચિંતન શિબિરમા ગુજરાતના સંસ્કૃત જગતના વિદ્વાનો અને સાંદીપનિના ઋષિઓ દ્વારા શ્રીમદ્ભાગવત મહાપુરાણના વિષયોને શાસ્ત્રીય શૈલીમાં ચિંતનશીલ પ્રવચન પ્રસ્તુત થયા :પોરબંદર શ્રી હરિ મંદિરે પાટોત્સવમા ધાર્મિક કાર્યો-માનવ સેવાના મહાયજ્ઞ સમા મેડિકલ કેમ્પ યોજાયા : સાંદીપનિ વિદ્યા નિકેતનમાં લોહીની નસોનો નિદાન કેમ્પ,દંત ચિકિત્સા કેમ્પ,ભાગવતચિંતન શિબિર,સાંસ્કૃતિક કાર્યક્રમો સંપન્ન9:30 AM IST
૨૦૦ બુલેટ બાઇક રાઈડર્સ કહે છે કચ્છનું રોડ ટુ હેવન લદ્દાખને ટક્કર મારે તેવું : રાષ્ટ્રીય અને આતરરાષ્ટ્રીય બાઇકર્ રાઈડર્સની કચ્છમાં સાહસ યાત્રા : રણ, દરિયો અને ડુંગર એમ ત્રણેય ભૌગોલિક ભૂસંપદા ધરાવતા કચ્છમાં સફરને આ બાઇક રાઇડર્સે અવિસ્મરણીય ગણાવી : નેપાળ, ભૂતાન અને દેશભરના ૨૦૦ બાઇકર્ રાઈડર્સ કચ્છમાં ૪૫૦ કીમી જેટલી સાહસિક યાત્રા કરી અને કચ્છના વિવિધતા ધરાવતા લેન્ડસ્કેપની સફર સાથે સંસ્કૃતિ નિહાળી અભિભૂત 3:44 PM IST
આજે વિશ્વ કેન્સર ડે: કચ્છની સરકારી હોસ્પિટલમાં મોં,ગળા, કાનના કેન્સરના ૧૨૦૦ ઓપરેશન થયા : અદાણી સંચાલિત કચ્છની મુખ્ય સરકારી હોસ્પિટલ જી.કે. જનરલ હોસ્પિટલના ઇએનટી વિભાગના હેડ અને ચીફ મેડિ. સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણી નિષ્ણાત તબીબ પાસેથી જાણો કેન્સરથી બચવાના ઉપાય તમાકુનું વ્યસન દૂર થઈ જાય તો ૮૦ ટકાથી વધુ કેન્સર અટકાવી શકાય. ક્યારેક માત્ર સોપારી ખાવાથી પણ કેન્સર થઈ શકે છે જો આ રોગથી બચવું હોય તો ,વ્યસન ત્યજવું પ્રથમ શરત છે.દરેક ક્ષેત્રે જીવનશૈલી બદલવી પડે,તો જ કેન્સરના કાળીનાગને નાથી શકાય9:31 AM IST
પોરબંદરને ફ્રી પોર્ટ બનાવવાનું વચન નરેન્દ્રભાઇ મોદી ભુલી ગયા : ૧પ વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી તરીકે પોરબંદર આવ્યા હતા ત્યારે જાહેર સભામાં ફ્રી પોર્ટનું વચન આપ્યું હતું જે આજ સુધીમાં પૂર્ણ થયું નથીઃ બારમાસી બંદરને ડાર્ક ઝોનમાંથી મુકત કરીને વિકાસ ધમધમતો કરવા માગણી12:00 PM IST
લખતરમાં ગટરનો સ્લેબ તૂટતા ગાડી ફસાઇ 12:07 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
પાકિસ્તાનની આંતરિક રાજનીતિ અને સૈન્ય વર્તુળોમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ભૂકંપ: સેના પ્રમુખ આસિમ મુનીરના 'સિંધ વિભાજન' પ્લાન સામે હજારો સિંધીઓ રસ્તા પર ઉતરી પડતા ભારે હાહાકાર, ગુંજ્યા અલગ 'સિંધુદેશ'ના નારા : કરાચી સહિત સમગ્ર સિંધ પ્રાંતમાં આઝાદીના નારા અને પંજાબની આર્થિક નાકાબંધી કરવાની સીધી ચેતવણીથી પાકિસ્તાની હુકુમતના છાતીના પાટિયા બેસી ગયા: ૪ પ્રાંતોને તોડીને ૧૨ થી ૧૫ નવા પ્રાંત બનાવવાના આસિમ મુનીર અને સરકારના ગુપ્ત પ્લાન સામે જનઆક્રોશનો જ્વાળામુખી ફાટતા સમગ્ર પાકિસ્તાનમાં ભારે ચકચાર6:21 PM IST
ગૃહિણીઓ અને રસોઈના શોખીનો માટે સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: બજારમાંથી લાવેલી કોથમરી આખું અઠવાડિયું રહેશે એકદમ લીલીછમ અને તાજી, કોથમરીને બગડતી અટકાવવાની સાચી અને અસરકારક રીત સામે આવતા ભારે ચર્ચા : ફ્રિજમાં મૂકતાની સાથે જ કોથમરી કાળી પડીને ગળી જવાની સમસ્યાથી પરેશાન ગૃહિણીઓના છાતીના પાટિયા બેસી ગયા હતા, પણ હવે આ ખાસ ટ્રિક્સથી કોથમરી રહેશે એકદમ ફ્રેશ: ડાળખી કાપવાથી લઈને પેપર ટુવેલ અને એરટાઈટ ડબ્બા સુધીની સાચી પદ્ધતિ જાણતા જ ઘરે-ઘરે ભારે ખુશી અને ચકચાર6:05 PM IST
વૈશ્વિક ટેક જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: ચીને એડવાન્સ AI ટેક્નોલોજી તફડાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : અત્યાધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ટેક્નોલોજી ચોરી અને તફડાવવાની ઘટનાથી ટેક નિષ્ણાતો, સંશોધકો અને વૈશ્વિક મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા:ડિજિટલ યુગની સૌથી મોટી હડપવાની રમત બહાર આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચકચાર6:04 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
પાકિસ્તાનમાં ઝેરી હવા અને પ્રદૂષણનો સૌથી ભયાનક અને સનસનાટીભર્યો ધડાકો: શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું:લાહોરમાં AQI ૫૩૮ પર પહોંચતા વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું:પંજાબ પ્રાંત સહિતના શહેરોમાં ભારે હાહાકાર : 'કહના નૌ' વિસ્તારમાં તો પ્રદૂષણનો આંકડો અધધ ૬૦૬ પર પહોંચતા લાખો લોકોના છાતીના પાટિયા બેસી ગયા:WHOની મર્યાદા કરતાં ૧૪ ગણી વધુ ઝેરી હવા ફૂંકાતા આયુષ્ય ૭ વર્ષ ઘટવાની દહેશત:સમગ્ર પાકિસ્તાનમાં ભારે ગભરાટ6:05 PM IST
બજારમાં સોનાના ભાવમાં મોટા કડાકા વચ્ચે ડ્રેગનની સૌથી મોટી અને સનસનાટીભર્યા રમતનો ધડાકો: ચીને સોનાની ખરીદીમાં તોડ્યો તમામ રેકોર્ડ: ગોલ્ડ રિઝર્વનો જથ્થો અધધ સ્તરે પહોંચતા વૈશ્વિક બજારમાં ભારે હાહાકાર : એક તરફ સોનાના ભાવમાં ભારે ઘટાડાથી રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા, તો બીજી તરફ ચીને તકનો લાભ ઉઠાવીને ટનબંધ સોનું ખરીદી લીધું:ડોલરના દબદબાને પડકાર આપતી ચીનની આ ચાલથી વૈશ્વિક અર્થતંત્ર અને બુલિયન માર્કેટમાં ભારે ખળભળાટ6:04 PM IST
ક્રિકેટ ઇતિહાસમાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક વાવાઝોડું : માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી વન-ડે ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! : દોહા ખાતે ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં UAE સામે ઈન્ડિયા A ના ઓપનરે ૨૮ બોલમાં સદી, ૪૦ બોલમાં ૧૫૦ અને ૫૨ બોલમાં ૨૦૦ રન પૂરા કર્યા : ૫૩ બોલમાં ૨૮ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે અણનમ ૨૦૪ રનની તોફાની ઇનિંગ રમી ડી'આર્સી શોર્ટનો ૨૩ છગ્ગાનો રેકોર્ડ તથા ચાડ બોઝનો ૧૦૩ બોલનો વિશ્વ વિક્રમ ધ્વસ્ત કર્યો5:31 PM IST





























































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી











































































































































































































