તા. ૩૧ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧ મંગળવાર
બાય બાય ૨૦૨૪...વેલકમ ૨૦૨૫...દેશભરમાં ‘પાર્ટી ઓલ નાઇટ' : ૨૦૨૪નો આજે અંતિમ દિવસ : કાલથી ૨૦૨૫નું આગમન : રાત્રે ૧૨ના ટકોરે આતશબાજી સાથે અંગ્રેજીના નવા વર્ષને વધાવવા યુવાનોમાં થનગનાટ : સાંજથી DJ , ડાન્સ, મસ્તી, ડીનર સાથે થર્ટીફર્સ્ટ સેલિબ્રેશન : પાર્ટી રસિયાઓ ગેલમાં : પાર્ટી પ્લોટ, રિસોર્ટ, હોટલો, ડિસ્કો થેકમાં રાતભરનાં કાર્યક્રમો : પ્રવાસન સ્થળો - હિલ સ્ટેશનો હાઉસફુલ10:50 AM IST
૨૦૨૫ના પ્રારંભમાં નવી ૯ મહાપાલિકાનું જાહેરનામું પ્રસિદ્ધ થશે : ૧) મહેસાણા (૨) મોરબી (૩) નવસારી (૪) ગાંધીધામ (૫) આણંદ (૬) સુરેન્દ્રનગર-વઢવાણ, (૮) પોરબંદર-છાયા અને (૯) નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવાનો નિર્ણય : આ નિર્ણય અમલમાં મૂકાશે ત્યારે ગુજરાતમાં ૮+ ૯ = ૧૭ મહાનગરપાલિકા અસ્તિત્ત્વમાં આવી જશે9:46 AM IST
ગુજરાતના ૧૪.૨૬ લાખ વિદ્યાર્થીઓ બોર્ડની ધો.૧૦-૧૨ની પરીક્ષા આપશે : બોર્ડની પરીક્ષા માટે આ વખતે ૧.૧૩ લાખ વિદ્યાર્થીઓનો જંગી ઘટાડો : ધો.૧૦માં ૮.૯૦ લાખ, ધો.૧૨ સાયન્સમાં ૧.૧૧ લાખ અને સા.પ્ર.માં ૪.૨૫ લાખ નોંધાયા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૭ ફેબ્રુઆરીથી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવનાર છે9:45 AM IST
જૈસલમેરમાં ધરતી ચીરીને બહાર નીકળ્યું ૬૦ લાખ વર્ષ જૂનું પાણી કે પછી પ્રગટ થઈ સરસ્વતી? : રાજસ્થાનના જૈસલમેર જિલ્લાના મોહનગઢ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ભૂગર્ભથી કુદરતી રીતે પાણીનો પ્રવાહ નીકળવાનું ચાલુ થયું ગયું: પાણીની સાથે જે રેતી બહાર નીકળી છે તે ટર્શરી કાળ સંલગ્ન છે અને એવી શક્યતા છે કે જમીનમાંથી નીકળેલું પાણી લાખો વર્ષ જૂનું છે10:33 AM IST
નવા વર્ષ પહેલા વિનોદ કાંબલીનું જીવન બદલાઈ ગયું! હોસ્પિટલના રૂમમાં જોરદાર ડાન્સ કર્યો : કાંબલી ખૂબ જ ખુશ દેખાતો હતો, જેનાથી તેના ચાહકો અને શુભેચ્છકોને રાહત મળી : ભાવનાત્મક નિવેદનમાં કાંબલીએ કહ્યું કે 'હું ક્યારેય ક્રિકેટ નહીં છોડીશ કારણ કે મને યાદ છે કે મેં કેટલી સદી અને બેવડી સદી ફટકારી છે5:26 PM IST
એક નહીં, બે નહીં... મુંબઈ-નાગપુર હાઈવે પર 50થી વધુ વાહનોમા પંચર :મુસાફરો રાતભર ફસાયા : રોડ પર પડેલા લોખંડના બોર્ડ ઉપરથી તમામ વાહનો પસાર થતા પંચર પડી ગયા નું ખુલ્યું : લાંબા સમય સુધી કોઈ મદદ ન મળતા મુસાફરો રાતભર હાઈવે પર ફસાયેલા રહ્યા : બોર્ડ આકસ્મિક રીતે પડ્યું કે જાણી જોઈને ફેંકવામાં આવ્યું તેની તપાસ 4:38 PM IST
પ્લેનમાં કઈ સીટ સૌથી સુરક્ષિત છે? હવાઈ મુસાફરી કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો : પ્લેનમાં પણ પાછળની સીટ પર મુસાફરી કરનારાઓ માટે મૃત્યુનું જોખમ માત્ર 28 ટકા : એવું નથી કે માત્ર આ બે અકસ્માતમાં પ્લેનની પાછળની સીટ પર બેઠેલા લોકો સુરક્ષિત હતા. 2013માં એશિયાના એરલાઈન્સનું વિમાન સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર ઉતરતી વખતે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાછળની સીટ પર બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો : મોટાભાગના ઇકોનોમી ક્લાસના આગળના ભાગમાં બેઠા હતા. આ અકસ્માતો દર્શાવે છે કે વિમાનમાં તમારી સીટનું સ્થાન પણ સલામતીમાં મહત્વની ભૂમિકા ભજવે છે4:34 PM IST
12 મહિના, 12 પ્લેન ક્રેશ, 434 લોકોનાં મોત...: વર્ષ 2024માં આ પ્લેન અકસ્માતો ભયભીત થશે : વર્ષ 2024માં આખી દુનિયામાં 12 મોટા પ્લેન અકસ્માતો :400થી વધુ લોકોના મોત થયા:એક અકસ્માતમાં ઈરાનના રાષ્ટ્રપતિનું અને બીજા અકસ્માતમાં માલાવીના ઉપરાષ્ટ્રપતિનું મોત થયું:વર્ષની શરૂઆત પ્લેન ક્રેશથી થઈ હતી અને પ્લેન ક્રેશ સાથે અંત પણ આવ્યો1:27 PM IST
બીટા બેબીઝને આવકારવા તૈયાર થઈ જાઓ9:50 AM IST
ગુલાબનાં ભજિયાં ખાધાં છે ?9:50 AM IST
હવે ઓનલાઈન મની ટ્રાન્સફરમાં કોઈ ગરબડ નહીં થાય : નવી સિસ્ટમ 1 એપ્રિલ, 2025 થી લાગુ કરવામાં આવશે : સેન્ટ્રલ બેંકે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને એવી સુવિધા વિકસાવવા કહ્યું છે જે RTGS અને NEFT નો ઉપયોગ કરતા ગ્રાહકોને તે બેંક એકાઉન્ટનું નામ ચકાસવા માટે પરવાનગી આપે છે જેમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવે છે9:46 PM IST
નવા વર્ષ પર પીએમ મોદીની ભેટ: દિલ્હીથી કાશ્મીરને જોડતી નવી ટેક્નોલોજીથી સજ્જ 5 ટ્રેનો લોન્ચ કરશે : ભારતીય રેલવેએ પહેલીવાર આ 5 ટ્રેનોને નવી ટેક્નોલોજી અને ડિઝાઇન સાથે બનાવી: આ ટ્રેનો બરફથી ઢંકાયેલા વિસ્તારોમાંથી પસાર થશે માઈનસ 30 ડિગ્રીની ઠંડીમાં પણ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ગરમીનો અનુભવ થશે11:06 PM IST
ભારતના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ? કોની પાસે ઓછામાં ઓછી સંપત્તિ છે ?: નવા વર્ષની શરૂઆત પહેલા થયો ખુલાસો : ભારતના 31 મુખ્યમંત્રીઓની કુલ સંપત્તિ 1,630 કરોડ રૂપિયા:અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ 332 કરોડ રૂપિયાથી વધુની કુલ સંપત્તિ સાથે બીજા સૌથી અમીર મુખ્યમંત્રી: જાણો દેશના સૌથી અમીર મુખ્યમંત્રી કોણ છે અને કયા મુખ્યમંત્રી પાસે દેશમાં સૌથી ઓછી સંપત્તિ છે? 11:36 PM IST
નવા વર્ષ પર WhatsApp દ્વારા નવું વર્ષ 2025 સ્ટીકરો અને GIF કેવી રીતે મોકલવા ?: જાણો આ સરળ રસ્તો : ફ્રી સ્ટિકર્ GIF કેવી રીતે ડાઉનલોડ કરવા: તમે WhatsApp પર હેપ્પી ન્યૂ યર સ્ટિકર્સ ડાઉનલોડ કરીને તમારા પ્રિયજનોને મોકલી શકો છો. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. આ માટે ગૂગલ પ્લે સ્ટોરની મદદ લેવી પડશે12:19 AM IST
રવિવારથી તાજા પશ્ચિમી વિક્ષેપ, વરસાદ અને હિમવર્ષાની ચેતવણી: અનેક રાજ્યોમાં અસર વર્તાશે : ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાન બદલાશે :વરસાદ અને હિમવર્ષા શિયાળામાં મુશ્કેલીઓમાં વધારો કરશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે 4 જાન્યુઆરીથી ઉત્તર ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે12:33 AM IST
પ્રણવ મુખર્જીને કોંગ્રેસને કારણે બધું મળ્યું... પૂર્વ રાષ્ટ્રપતિના પુત્ર અભિજીત મુખર્જીએ બહેન શર્મિષ્ઠાના દાવાઓને ખોટા ગણાવ્યા : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ કહ્યું કે કોંગ્રેસે મારા પિતાને બનાવ્યા, ઈન્દિરાજીએ બનાવ્યા. બાદમાં, તેમને રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ જી અને મનમોહન સિંહ જીના સમયમાં જવાબદારી મળી: પિતા જે કઈ બન્યા તે કોંગ્રેસને કારણે બન્યા :તેમણે કહ્યું કે કોંગ્રેસે તેમના પિતાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા હતા1:19 AM IST

રિહર્સલ….

નવા વર્ષની ઉજવણી….

ઝુંબેશ….

આંદોલન….

વિરોધ પ્રદર્શન….

બબરફની ચાદર…
અકિલા સોશ્યિલ મીડિયાહવે દરિયામાં પણ દારૂની હેરાફેરી : વેરાવળ નજીક દરિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી બોટ ઝડપાઈ : નવા વર્ષની ઉજવણીની આડમાં બુટલેગરો બેફામ: બે બુટલેગરો દ્વારા દમણમાંથી ફિશિંગ બોટ ચોરવાડ ઉતારવા લઈ જતા હતા :બોટમાં 5.25 લાખની કિંમતનો 131 પેટી દારૂ ઝડપાયો :પોલીસે દારૂનો જથ્થો, બોટ, બે એન્જિન સહિત કુલ 12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો7:05 PM IST
આજે નવા વર્ષની ઉજવણી અંતર્ગત નશામાં ધૂત લોકોથી મહિલાઓની સુરક્ષાને ગુજરાતભરમાં પ્રાધાન્ય અપાશે : બોલીવુડની રેવ પાર્ટી કલ્ચર સુરત સુધી પોહચવાની આશંકા આધારે શકમંદ ફાર્મ હાઉસ પર ડ્રોન દ્વારા ચેકીંગનો અનૂપમસિંહ ગેહલોત ટીમ દ્વારા ધમધમાટ : અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, વડોદરા સીપી નરસિંહમાં કોમાર અને રાજકોટ સીપી બ્રજેશ ઝા દ્વારા થયેલ વિશેષ વ્યવસ્થા આ પ્રકારની છે10:32 AM IST
પોલીસની પરવાનગી વિના થર્ટી ફર્સ્ટમાં ડી.જે નાઈટની ઉજવણી કરતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરાશે : કોઈપણ પ્રકારની પ્રોહિબિશન કે નાર્કોટીક્સ અંગેની ચીજવસ્તુ મળી આવે તો કડક કાર્યવાહી કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આપી સૂચના:પોલીસે રાજ્યભરમાં ઇવેન્ટ આયોજકો સાથે પણ ખાસ બેઠક યોજી જરૂરી તકેદારી અંગે સૂચનાઓ આપી6:43 PM IST
રાજકારણમાં ઝંપલાવી કેબિનેટ મંત્રી બનવા માંગતો હતો ભુપેન્દ્ર ઝાલા:પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો : 2027માં વિધાનસભા લડવા અને ભાજપ ટિકીટ અપાશે તેવી આશા સાથે ભુપેન્દ્ર ઝાલાને કેબિનેટમંત્રી બનવાનો પણ અભરખો હતો. ભૂપેન્દ્ર ઝાલાએ ગત લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવીને બાદમાં ઉમેદવારી પરત ખેંચી હતી.1:37 PM IST
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૪ માં કુલ ૩૬ અંગદાન અને ૦૮ સ્કિનદાન થયા : કુલ ૧૨૪ અંગોનું દાન મળ્યું : ૩૨ પુરુષો અને ૦૪ સ્ત્રી બ્રેઇનડેડ અંગદાતાએ અંગદાન કર્યું : ગુજરાતના ૨૮ અને અન્ય રાજ્યોના ૦૮ બ્રેઇનડેડ અંગદાતાએ અંગદાન કર્યું : સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સાથે સાથે સ્કીન દાન માં પણ શ્રેષ્ઠત્તમ કામગીરી આંરભવામાં આવી4:12 PM IST
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઇજનેરી ક્ષેત્રે રી-સ્ટ્રકચરીંગની પહેલનું ઉત્તમ પરિણામ:વર્ષ ૨૦૨૨ની સાપેક્ષે વર્ષ ૨૦૨૪માં સરકારી ઇજનેરી કૉલેજ પ્રવેશમાં ૫૭ ટકા; ઈમર્જીંગ ઇજનેરીમાં ૬૪ ટકાનો વધારો : સરકારી ઇજનેરી કૉલેજોની સિવિલ, ઈલેકટ્રીકલ, મિકેનિકલમાં ૮૦ ટકા; ઈમર્જીંગ ઇજનેરીની વિદ્યાશાખામાં ૧૦૦ ટકા બેઠકો ભરાયેલી : વર્ષ ૨૦૨૨ની સાપેક્ષે વર્ષ ૨૦૨૪ માં સરકારી પોલીટેકનીક કોલેજ પ્રવેશમાં ૨૨ ટકા જેટલો વધારો4:59 PM IST
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, નૈરોબીનો ૭૨ મો પાટોત્સવ તેમજ શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ૨૨૩ મી પ્રાગટ્ય જયંતિ ઉજવાઈ : રોહિતભાઈ વધવાના ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા: હરિભક્તોએ શિક્ષાપત્રીનું સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજી એમ ત્રણ ભાષામાં કુમકુમથી રંગબેરંગી કાગળમાં હસ્ત લેખન કર્યું7:24 PM IST
છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવા સરકારની આગવી પહેલ : પેયજળની સમસ્યાઓનું નિવારણ લાવવા રાજ્યમાં ૧૯૧૬ ટોલ ફ્રી નંબર -વેબસાઈટ કાર્યરત ; છેલ્લા ૦૬ વર્ષમાં ૯૯.૯૨ ટકા રજૂઆતોનો સંતોષકારક ઉકેલ : રાજ્યભરમાં પાણી સમિતિઓ કાર્યરત; ૭૦ ટકાથી વધુ મહિલા સભ્યો ધરાવતી ૧,૩૭૯ પાણી સમિતિને રૂ. ૬ કરોડથી વધુની પ્રોત્સાહિત રકમ અપાઈ11:48 AM IST
ગુજરાત પોલીસમાં ફરજરત વધુ ૨૪૦ એએસઆઈને પીએસઆઇ તરીકે બઢતી : વર્ષ ૨૦૨૪માં ૩૪૧ પી.એસ.આઇ, ૩૯૭ એ.એસ.આઇ, ૨૪૪૫ હેડ કોન્સ્ટેબલ અને ૩૩૫૬ પોલીસ કોન્સ્ટેબલ ઉપરાંત ૨૩૧ ક્લેરીકલ સ્ટાફ મળીને કુલ ૬૭૭૦ કર્મચારીઓને બઢતી આપવા લેવાયા અભૂતપૂર્વ પગલાં : સમયસર બઢતી થતા પોલીસ કર્મચારીઓમાં આનંદનો માહોલ, તેઓ હવે વધુ સમર્પણભાવે ફરજ બજાવવા પ્રેરિત થશે : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના મજબૂત નેતૃત્વ હેઠળ પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો4:56 PM IST
ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૩ ની સરખામણીએ વર્ષ ૨૦૨૪ માં ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો : વર્ષ ૨૦૨૩ માં ૪.૭ % સીરો પોઝિટિવિટી રેટની સામે વર્ષ ૨૦૨૪ માં પોઝિટીવિટી દર ૩.૫ % રહ્યો : રાજ્યના ૧૧૩૯ સ્પેશ્યાલીસ્ટને “ક્લીનીકલ મેનેજમેન્ટ ઓફ ડેન્ગ્યુ” અંગેની તાલીમ અપાઇ : હાઉસ ટુ હાઉસ ફીવર સર્વે, એન્ટીલાર્વલ એક્ટીવીટીઝ જેવી કામગીરીને ઝુંબેશ રૂપે લઇ ત્રણ રાઉન્ડ એપ્રિલ, મે અને સપ્ટેમ્બર માસ દરમ્યાન રાજ્યની અનુક્રમે ૮૬%, ૮૯% અને ૯૨% વસ્તીને આવરી લેવાઇ : ચોમાસાની ઋતુ દરમ્યાન સંવેદનશીલ વિસ્તારોમાં ૨૪૬૦ માણસોની ૪૯૨ વેક્ટર કંટ્રોલ ટીમે રોગ સર્વેક્ષણ અને પોરાનાશક સઘન કામગીરી હાથ ધરી3:43 PM IST
ખેલ મહાકુંભઃ સ્ટેજ-બેઠક-સાંસ્કૃતિક કાર્યક્રમો-ખેલાડીઓના ઉતારા ભોજન-પાણી-સફાઇ-લેસર શો સહિતની બાબતે કલેકટર દ્વારા કમિટી : ભુપેન્દ્રભાઇ તથા હર્ષ સંઘવી પ્રારંભ કરાવનાર હોય રાજકોટની તમામ યુનિ. સંસ્થાઓને આવરી લેવાઇ... : તા. ૪ ના રેસકોર્સ ખાતે સાંજે પ થી ૭ કાર્યક્રમઃ રાજય-રાષ્ટ્રીય લેવલે ઝળકનાર ખેલાડીઓનું બહુમાન કરાશે : ઉદ્્ઘાટન કાર્યક્રમમાં વિખ્યાત : પ્લેબેક સીંગર ઐશ્વર્યા મજમુદાર તથા આર. જે. આભા જમાવટ કરશે10:28 AM IST
ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત બનાવવાનું કામ કરતાં કોલેજીયન વિદ્યાર્થી પર ‘સામુ કેમ જોવે છે?' કહી છરીથી હુમલો : અમીન માર્ગના છેડે ૧૫૦ રીંગ રોડ પર ફૂડ કોટમાં પાઉભાજી સ્ટોલની રીલ બનાવવા ગયા ત્યારે બનાવ ભવ્ય નાગોરીએ અમે સામુ જોયુ નથી, છતાં જોવાઇ ગયું હોય તો માફી માંગીએ તેમ કહેતાં અજાણ્યાએ ગાળો દઇ ડખ્ખો કર્યો3:04 PM IST
EPF/EPS પેન્શનરો માટેના નવા નિયમો અને તેના લાભોની કાલથી અમલવારી : EPS પેન્શનરો દેશની કોઈ પણ બેંક/શાખામાંથી પેન્શન મેળવી શકશેઃ પેન્શનરોના જીવનને વધુ સુરક્ષિત અને અનુકૂળ બનાવવાનો ધ્યેય સરકારી કર્મચારીઓ અને ખાનગી કંપનીઓના ૭૮ લાખ EPFO પેન્શનરો માટે લાભદાયક નિર્ણયઃ EPFO ગ્રાહકોની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સંસ્થા4:04 PM IST
ખેલ મહાકુંભમાં રાજકોટના ર લાખ ૮૩ હજાર ખેલાડીઓનું રજીસ્ટ્રેશન : ખેલાડીઓ-શાળાઓ-કોચને રોકડ પુરસ્કારની જાહેરાતઃ કાલથી કબડ્ડી-ખો-ખો-રસ્સા ખેંચ-વોલીબોલ-એથ્લેટીકસની સ્પર્ધાઓનો પ્રારંભ રાઇફલ સુટીંગ-જીમ્ના સ્ટીકસ-વુડબોલ-સાઇકલિંગ-વેઇટ લીફટીંગ-બોકસીંગ-ફેન્સિંગ મલખમ્બ-ઘોડેસ્વારી-રોલબોલ જેવી રમતોનું રાજય કક્ષાએ આયોજન4:53 PM IST
૩૧મીની ઉજવણીમાં ‘ખેલ' કરનારાઓની ખેર નથીઃ ૧૨૮૨ પોલીસ અધિકારી, કર્મચારીઓનો કાફલો જાળવશે બંદોબસ્ત : દારૂ-માદક પદાર્થના નશાખોરોને શોધી કાઢવા ખાસ ડ્રાઇવઃ ડાન્સ ડીજે પાર્ટીઓમાં ઉજવણીના નામે આછકલાઇ, છેડતી કરનારાઓને છોડાશે નહિઃ રાતે ૧૦ પછી લાઉડ સ્પીકર વગર જ ઉજવણી કરવી પડશે : પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સીધી દેખરેખ હેઠળ ૪ ડીસીપી, ૬ એસીપી, ૨૧ પીઆઇ, ૭૦ પીએસઆઇ મળી ૮૫૧ પોલીસ અધિકારીઓ-જવાનો અને ૪૫૧ હોમગાર્ડ ફરજ બજાવશેઃ રાતે અગિયારે ડ્રોન અને બ્રીધ એનલાઇઝર સાથે પોલીસ મેદાને ઉતરશે : ડીજે ડાન્સના ૧૦ આયોજકોની અરજીઓમાંથી ૯ની પ્રોસીઝર પોલીસ સ્ટેશનમાંથી પુરી થઇઃ લાયસન્સ બ્રાંચ સાથે ચર્ચા બાદ મંજુરીની કાર્યવાહીઃ જેને મંજુરી નહિ મળે તે આયોજન નહિ કરી શકેઃ ડીસીપી બાંગરવા4:32 PM IST
કાલે ભીમા કોરેગાંવ શૌર્યદિન-વિજય દિવસઃમહારેલી : ૫૦૦ મહાર સૈનિકો દ્વારા ૨૮ હજાર પેશવા સૈનિકોની હારનો દિવસ એટલે ભીમા કોરેગાંવ જંગ-તલવારથી કલમ સુધીની ક્રાંતિ આંબેડકરનગર પ્રવેશ દ્વારથી ડો.બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી મહારેલીનો થશે પ્રારંભ,શહેરના રાજમાર્ગો ઉપર કરી હોસ્પિટલ ચોક પાસે સમાપનઃસમસ્ત અનુસુચિત જાતિ સમાજ રાજકોટ-શહેર જિલ્લા દ્વારા આયોજન4:00 PM IST
ગાંધી સોસાયટીમાં વ્હોરા વેપારીના ઘરમાં ૭.૨૨ લાખની ચોરી : જુઓ વિડિયો : લાતી પ્લોટમાં લાકડાનો વેપાર કરતાં ખોજેમભાઇ ભારમલ પરિવારજનો સાથે વિદેશ ગયા હતાં: આજે સવારે પરત આવ્યા ત્યારે ચોરીની જાણ થઇઃ ગાંધીગ્રામ પોલીસ-એલસીબીની ટીમોએ તપાસ આદરીઃ એક શકમંદ ફુટેજમાં દેખાયોઃ બાજુના બંધ મકાનમાં પણ ચોરીનો પ્રયાસ2:59 PM IST
સોની બજારના વેપારી રમેશભાઇ રાધનપુરા સાથે મુંબઇના વિનોદ શાહની ૧૩.૯ લાખની છેતરપીંડી : વેપારી વ્હોટ્સગ્રુપમાં દાગીનાની ડિઝાઇનના ફોટા મુકતા હોઇ તે જોઇ મુંબઇના શખ્સે ‘આ દાગીના અમારે અહિ બહુ ચાલે' કહી ખરીદી ચાલુ કરી હતી કુલ રૂા. ૩૩,૬૨,૫૦૫ના દાગીના આંગડીયાથી કટકે કટકે મંગાવી રૂા. ૨૦,૫૨,૬૦૦ ચુકવ્યાઃ બાકીની રકમ ન ચુકવીઃ વેપારી મુંબઇ તપાસ કરવા જતાં જે સરનામુ આપ્યુ હતું ત્યાં કોઇ ન મળ્યું: એ-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો3:23 PM IST
હત્યાની કોશિષના ગુનાઓમાં ભરત કુંગશીયા, ભાવેશ કુંગશીયા, ગંભીર ડાંગરને આજીવન કેદની સજા : પ્ર.નગર અને ગાંધીગ્રામના બંને કેસોમાં નામચીન ભરત કુંગશીયાને આજીવન કેદ અન્ય ગુનામાં ભાવેશ અને ગંભીરને સજાઃ રામજી પીઠીયાને શંકાનો લાભ જયારે ગાંધીગ્રામ વાળા કેસમાં અન્ય ચાર આરોપીઓનો નિર્દોષ છૂટકારોઃ રાજકોટ સેસન્સ કોર્ટના જજ વી. કે. ભટ્ટનો ચુકાદો4:21 PM IST
કચ્છમાં પ્રેમ પ્રકરણમાં યુવતિની તલવાર-ગુપ્તીના ઘા ઝીંકીને હત્યા : કચ્છના ગોધરા ગામે પ્રેમ પ્રકરણમાં યુવતીની કરપીણ હત્યાઃ પ્રેમિકાને અન્ય સાથે જોઈ શંકાશીલ પ્રેમીએ તલવાર ગુપ્તીના ઘા ઝીંકયાઃ સરકારી નર્સની નોકરી કરતી યુવતી અને રીક્ષા ચાલક પ્રેમી વચ્ચે બોલચાલી બાદ શંકામાં ઝનૂનપૂર્વક હત્યા10:31 AM IST
ગીરનાર પ્રત્યે લગાવ ધરાવતા વન્ય પ્રાણી અને સંતપ્રેમી જૂનાગઢના નિવૃત એસીએફ પ્રવિણસિંહ બાબરીયાનું અવસાન : મૂળ કેશોદ તાલુકાના રંગપુર ગામના વતની પ્રવિણસિંહે જૂનાગઢ વન વિભાગમાં આરએફઓથી લઈને એસીએફ સુધી પોતાની ફરજ નિભાવી તેના વન અધિકારી તરીકેના ફરજ કાળ દરમિયાન અનેક પરિક્રમા અને શિવરાત્રી મેળા સમયે ઉત્તમ કામગીરી કરી'તી12:26 PM IST
આયુષ્યમાન કાર્ડએ લંબાવી આયુષ્ય રેખા: કચ્છના મુસ્લિમ શ્રમજીવી યુવાનનું લીવર ટ્રાન્સપ્લાન્ટનું અતિ ખર્ચાળ ઓપરેશન નિઃશુલ્ક થયું : સરકારની શ્રેષ્ઠ આરોગ્ય સેવા દર્શાવતો નાનકડા કોટડા રોહા ગામનો પ્રેરક સંવેદનશીલ કિસ્સો, ગામના હિન્દુ આગેવાનો અને ભુજના સામાજિક કાર્યકર મનસુખભાઈ શાહના માર્ગદર્શન સાથે અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબોની સારવારે આપ્યું નવજીવન9:30 AM IST
વિછીયાના થોરીયાળીમાં મકાન પડાવવાની અરજી કર્યાનો ખાર રાખી ઘનશ્યામભાઇ રાજપરાની હત્યાઃ કોળી સમાજે બંધ પાળ્યો : જુઓ વિડિઓ : ૨૯મીએ આઇસર રીપેર કરાવવા જતાં હતાં ત્યારે બોટાદ રોડ પર હુમલો થયો હતોઃ રાજકોટમાં સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં અરેરાટી : વિછીયા પોલીસે વાંગધ્રાના શેખા સાંબડ અને ત્રણ અજાણ્યાએ કુહાડી-લાકડીના ઘા ઝીંક્યા હતાં: ચારેય સામે ગુનો નોંધ્યોઃ લેન્ડગ્રેબીંગ મામલે પણ મૃતક અવાર-નવાર ફરિયાદ કરતાં હોવાનુ પરિવારજનોનું કથનઃ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી11:55 AM IST
હમાસના આતંકીઓ બંધક મહિલા પર કરે છે આવો અત્યાચાર 6:21 PM IST
એપલના આ નવા ફીચર વિશે થયો વિવાદ 6:20 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
બુમરાહ ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર માટે નોમિનેટ 6:23 PM IST
ક્રિકેટ ઇતિહાસમાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક વાવાઝોડું : માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી વન-ડે ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! : દોહા ખાતે ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં UAE સામે ઈન્ડિયા A ના ઓપનરે ૨૮ બોલમાં સદી, ૪૦ બોલમાં ૧૫૦ અને ૫૨ બોલમાં ૨૦૦ રન પૂરા કર્યા : ૫૩ બોલમાં ૨૮ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે અણનમ ૨૦૪ રનની તોફાની ઇનિંગ રમી ડી'આર્સી શોર્ટનો ૨૩ છગ્ગાનો રેકોર્ડ તથા ચાડ બોઝનો ૧૦૩ બોલનો વિશ્વ વિક્રમ ધ્વસ્ત કર્યો5:31 PM IST
પ્રીતિ ઝિંટાએ 2024ને ખાસ રીતે કહ્યું અલવિદા 6:40 PM IST
જુનાગઢ દ્વારકેશ ન્યુઝ વાળા યશ ચુડાસમાનો જન્મ દિવસ 11:02 AM IST




































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



































































































































































































