<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સાસણમાં વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટ : ૧૦ હજાર વૃક્ષોનો છાંયડો : અસંખ્ય ચકલીઓનો કલબલાટ સાથે પ્રાકૃતિક વાતાવરણ : મધુવંતિ ડેમના કાંઠે ૭૭ વિઘામાં પથરાયેલા કુદરતી સૌંદર્યથી ભરપુર અને આધુનિકતા અને આધ્‍યાત્‍મિકતાનો સંગમ એવા વિશાલ ધ ગ્રીવુડ રીસોર્ટ ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રિસોર્ટના માલિક બળવંતભાઇ ધામી, નિખીલભાઇ ધામી તથા ધન્‍વીબેન અને માહિબેન ગણાત્રા તસવીરમાં નજરે પડે છે. રિસોર્ટ નિર્માણથી સાક્ષી રહેલ આંબાની પૂજા કરતા શ્રી કિરીટભાઇ ગણાત્રા બળવંતભાઇ અને નિખીલભાઇ દ્રશ્‍યમાન થાય છે. જ્‍યારે અન્‍ય તસવીરમાં ભૂતકાળમાં રિસોર્ટ ખાતે મહેમાન બનેલા ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, સી.આર.પાટીલ સહિતન મહાનુભાવો નજરે પડે છે. વિશાલ ધ ગ્રીવુડ રીસોર્ટ વેડિંગ ડેસ્‍ટિનેશન માટે ખુબજ ફેવરીટ છે જે અન્‍ય તસવીરોમાં સ્‍પષ્ટ તરી આવે છે ઉપરાંત રિસોર્ટની ભવ્‍યતા પણ દ્રષ્ટીગોચર થાય છે.4:44 PM IST

રિસોર્ટના શેઠ સિધ્‍ધેશ્વર મહાદેવ છે, હું તો માત્ર ટ્રસ્‍ટી છું : બળવંતભાઇ ધામી : સિંહની ડણક વચ્‍ચે મધુવંતિ ડેમના કાંઠે કુદરતી સૌંદર્યથી ભરપૂર આધુનિકતા અને આધ્‍યાત્‍મિકતાનો સંગમ ‘વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટ' : * મેંદરડા પછી ૧૦ કિ.મી. આગળ અને સાસણ થી ૧૪ કિ.મી. પહેલા મધુવંતિ ડેમના કાંઠે ૭૭ વિઘામાં પથરાયેલા છે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેસ્‍ટીનેશન વેડિંગ ‘રીસોર્ટ વિશાલ ધ ગ્રિનવુડ (લોર્ડ્‍ઝ) ' શૂન્‍યમાંથી સર્જન કરનાર બળવંતભાઇ અને તેમના પુત્ર નિખીલભાઇએ સાબિત કરી દીધુ કે વ્‍યક્‍તિનો વિકાસ સર્ટીફિકેટથી નહીં પરંતુ જીવન ઘડતરથી થાય છે. * અમે અહિ આવતા ટુરિસ્‍ટ ભગવાન માનીએ છીએ. * અહિ ૨૫૪ રૂમ, ૭ પાર્ટી પ્‍લોટ, ૩ સ્‍વીમિંગ પુલ, વોટર પાર્ક, સરાઉન્‍ડ સાઉન્‍ડ સાથેનું થિયેટર, ગેઇમ ઝોન, વોકિંગ એરિયા, ડિસ્‍કો થેક, બાળકો માટે રમવાનો એરિયા, ૩૦૦ થી લઇ ૫૦૦૦ લોકો માટે પાર્ટી પ્‍લોટ સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર વિશાલ રિસોર્ટમાં જ છે. * અહિ આવતા સંતો પાસેથી એક રૂપિયો લેવાતો નથી અને તેમની અનન્‍ય સેવા કરાય છે. * જલજીલણી ઉત્‍સવમાં ૩૦૦૦ જેટલા લોકો આવે છે. જેમાં બળવંતભાઇ ધામી જાતે રસોઇ બનાવી લોકોને જમાડે છે. * અહિ ૩૫ થી વધુ ગિરગાય રખાઇ છે. * બળવંતભાઇએ જીવનમાં એક ઉંચાઇ પ્રાપ્ત કરી છે છતાં તેઓ ધરતી પર રહી ઉદાત વિચારસરણીનું શ્રેષ્‍ઠ ઉદાહર પુરૂ પાડી રહ્યા છે. : રિસોર્ટમાં જ એક નાનકડું જંગલ છે કારણ અહિ ૧૨૦૦૦ થી પણ વધુ વૃક્ષો, ફળ, ફુલ, વેલ, નાળિયેરી, જામફળ, જાંબુ, દાડમ, સિતાફળ, લીંબુ, આંબા ઉપરાંત રંગબેરંગી ફુલો ધરાવતા વૃક્ષો પણ અસંખ્‍ય જોવા મળે છે : બળવંતભાઇ અને નિખીલભાઇ વર્ષોથી જેતપુર રહે છે અને દરરોજ જેતપુરથી રિસોર્ટ અપડાઉન કરે છે. તેમણે ૧૩ વર્ષમાં માત્ર ૩૦ જ રજા રાખી છે 4:50 PM IST

પોરબંદરની એૈતિહાસિક નગરપાલિકાનો ૧૩૮મો સ્‍થાપના દિન : સને ૧૯૧૬માં નવુ બંધારણ અમલમાં આવ્‍યું, જેમાં સરન્‍યાયાધીશ ડીસ્‍ટ્રીકટ જજશ્રી તથા ઉપપ્રમુખ તરીકે ચીફ એન્‍જીનીયર તથા રાજયના : પાંચ સભ્‍યો નિમવામાં આવતા અને પ્રજાના ૧૪ સભ્‍યો રાજય તરફથી નિયુકત કરાવમાં આવતા એ રીતે કુલ ર૧ એકવીસ સભ્‍યનું બોર્ડ હતું : ગુજરાત રાજય અસ્‍તિત્‍વમાં આવ્‍યા બાદ નગરપાલીકાના તત્‍કાલીન પ્રમુખ ડો.બી.ડી.ઝાલાની રાહબરી હેઠળ નગર પાલીકાનું પ્રતિનિધિ મંડળ અમદાવાદ ગયેલ અને માનનીય મંત્રીશ્રી શાહ અને અધિકારીઓ સમક્ષ રજુઆત કરી યોજનાને જીવંત સ્‍વરૂપ આપવામાં સફળ થયા : રૂા. એક કરોડનું કામ થઇ ગયુ઼ છેઃ પરંતુ ટેકનીલી ક્ષતીઓને કારણે આ યોજના હજુ સુધી પુર્ણ થયેલ નથી લોકોને તેનો લાભ મળવાનું હજુ સુધી શરૂ થયું નથી : ૧૯૩૦ થી શહેરના ૧ર વિભાગની રચના કરવામાં આવી તેમાંથી ૧ર સભ્‍યો ચુંટવામાં આવતા, તે માટેનો મતાધીકાર આપવામાં આવેલ. આ રીતે ચુંટાયેલ મ્‍યુનિસીપલ પાલીટીના પ્રથમ પ્રમુખ રાજરત્‍ન શેઠશ્રી મંચેરશા હિરજીભાઇ વાડીયા હતા. તેઓશ્રી ૧૯૩૧ થી સતત ૧પ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહયા તેમના વખતમાં શહેરને નવો ઓપ આપવામાં આવ્‍યો હતો1:29 PM IST