<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સ્વદેશી અને આત્મનિર્ભર ભારત વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ છે: વડાપ્રધાન મોદી : દુનિયામાં આર્થિક સ્વાર્થની રાજનીતિ ચાલી રહી છે ત્યારે ભારતના કિસાનો, પશુપાલકો, લધુ ઉદ્યમીઓ, દુકાનદારોનું હિત અમારા માટે સર્વોપરિ છે, તેમનું અહિત નહિ થવા દઈએ - ગમે તેવું દબાણ આવશે તેને સહન કરવાની તાકાત વધારીશુઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી :આજે આત્મનિર્ભર ભારત અભિયાનને ગુજરાતમાંથી મોટી ઊર્જા મળી રહી છે: નરેન્દ્રભાઈના વિઝનથી વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ આજે ઈકોનોમિક પાવર હાઉસ તેમજ અર્બન પ્લાનિંગનું ટ્રેન્ડસેટર બની ગયું છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: પીએમ મોદીએ એક જ દિવસમાં ગુજરાતને એકસાથે રૂ. 5477 કરોડના વિવિધ વિકાસકામોની ભેટ આપી:રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલ તથા રાજ્યના વરિષ્ઠ મંત્રીઓની પ્રોત્સાહક ઉપસ્થિતિ9:45 PM IST

રાજકોટ કોર્ટના નિવૃત આસી. ક્‍લાર્ક અને તેમના પત્‍નિને ૪૫ દિવસ ડિજીટલ એરેસ્‍ટ કરી રૂા.૮૮.૫૦ લાખ પડાવ્‍યા! : સાધુ વાસવાણી રોડ સ્‍વાગત રેસીડેન્‍સીમાં રહેતાં અને હાલ બોલબાલા ટ્રસ્‍ટમાં સેવા આપતાં વૃધ્‍ધને ટેલિફોન વિભાગના નામે અને દિલ્‍હી ક્રાઇમ બ્રાંચના નામે ફોન કરી મનીલોન્‍ડ્રીંગ, ડ્રગ્‍સના કેસમાં ફસાવવાની ધમકી અપાઇ : વૃધ્‍ધે પહેલા ૮ લાખ ટ્રાન્‍સફર કર્યા, પછી ગોલ્‍ડ હતું તેની લોન લઇ ૨૭ લાખ મોકલ્‍યાઃ તેમના પત્‍નિના ખાતામાંથી પણ નાણા ઉપાડી લીધાઃ પોસ્‍ટ ખાતામાંથી અને બીજી એફડી તોડાવી નાણા મોકલી દીધાઃ પછી ફ્રોડની ખબર પડી : ગઠીયાએ કહ્યું-આઇસીઆઇસીઆઇ બેંકના મેનેજર સંદિપકુમાર મનીલોન્‍ડ્રીંગમાં પકડાયા છે, તેના ઘરમાંથી ૮ મિલીયન રોકડ મળી છે તેમાં તમારો ૧૦ ટકા હિસ્‍સો છેઃ આખી જિંદગી જેલમાં ન કાઢવી હોય તો તમારી રકમ ખરાઇ કરવા અમને ટ્રાન્‍સફર કરોઃ એકલા રહેતાં પતિ-પત્‍નિ ડરી ગયા અને નાણા આપી દીધાઃ શહેર સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્‍યોઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ચિંતન પટેલની રાહબરીમાં પીઆઇ એસ. ડી. ગીલવા અને ટીમે ભાવનગરથી બે શખ્‍સને ઉઠાવ્‍યાઃ ફ્રોડની રકમ તેના ખાતામાં જમા થયાની શંકાએ તપાસ2:27 PM IST

રતનપર, હડાળા, માધાપરમાં એસઓજી, ડીસીબીની ટીમોના દરોડાઃ વિદેશી છાત્રા-છાત્રોને ચકાસાયાઃ બે યુવતિની પુછતાછ : સ્‍ટુડન્‍ટ વીઝા વગર અમુક રહે છે ગેરપ્રવૃતિઓ કરે છે સહિતની ફરિયાદોને પગલે પોલીસની ટીમો ત્રાટકી : ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયાની સુચના હેઠળ કાર્યવાહીઃ એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ અને પોલીસ સ્‍ટેશનોની ટીમો દ્વારા ત્રણસો જેટલાની ચકાસણી થઇ : મારવાડી અને દર્શન યુનિવર્સિટીમાં ભણતાં વિદેશી છાત્રો તેમજ અમુક વર્ક પરમીટ વીઝા પર રહેતાં વિદેશીઓના વીઝા, પાસપોર્ટ સહિતના દસ્‍તાવેજોની ચકાસણી 4:36 PM IST