તા. ૧૭ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૨ મંગળવાર
વન નેશન, વન ઇલેકશન બિલનો સ્વીકાર : સરકાર પ્રથમ કસોટીમાં પાસ : કાનુન મંત્રી અર્જુન રામ મેઘવાલે રજુ કરેલા બિલને બહુમતીથી પાસ કરતી લોકસભા : બિલનાં પક્ષમાં ૨૬૯ અને વિરોધમાં ૧૯૮ મત પડયા : બિલ હવે જેપીસીને મોકલાયું : બિલ રજુ કરતી વેળાએ હોબાળો : બેવાર વોટીંગ કરવુ પડયું : પહેલીવાર ઇલેકટ્રોનિક મતદાન3:24 PM IST
ફેબ્રુઆરી મધ્યથી વિધાનસભા સત્રઃ અભૂતપૂર્વ બજેટની તૈયારી : વર્ષ ર૦ર૩-ર૪નું બજેટ ૩,૩ર,૪૬પ કરોડનું હતુ, ર૦ર૪-રપ ના બજેટનું કદ ૩,પ૦,૦૦૦ કરોડ આસપાસ હશે : ૧ વર્ષ પછી આવનારી પાલિકા-પંચાયતોની ચૂંટણીને ધ્યાને રાખીને બજેટમાં આકર્ષક યોજનાઓ રજુ થશે :નવા બજેટમાં ખેતી, શિક્ષણ, આરોગ્ય પર વધુ ભાર રહેવાનો નિર્દેષઃ કનુભાઇ દેસાઇ ચોથી વખત બજેટ રજુ કરશેઃ સૌથી વધુ ૧૮ વખત વજુભાઇ વાળાએ બજેટ રજુ કરેલ10:58 AM IST
યુક્રેન સામે લડતા ઉત્તર કોરિયાના સૈનિકોના મૃતદેહો સાથે હેવાનિયત : ઝેલેન્સકીએ લગાવ્યો ખતરનાક આરોપ : યુદ્ધના પોતાના સિદ્ધાંતો છે. જેઓ સહમત નથી તેમને યુદ્ધ અપરાધોના આરોપમાં ટ્રાયલનો સામનો કરવો પડશે. યુક્રેને જે રીતે સૈનિકના મૃતદેહ સાથે ક્રૂર વ્યવહારનો આરોપ લગાવ્યો છે તે યુદ્ધના કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન12:20 AM IST
ગેમિંગ એપથી 50 કરોડની છેતરપિંડી કરી સો બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા: માસ્ટર માઈન્ડ નિક્કી આ રીતે ચલાવતો હતો ગેંગ : ઈન્દોર પોલીસે એક ઓનલાઈન ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો: 50 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી :ત્રણ વેપારીની ધરપકડ: ઓનલાઈન ગેમિંગ એપ દ્વારા છેતરપિંડી આચરતી ગેંગનો મુખ્ય સૂત્રધાર નિક્કી હજુ પણ ફરાર 12:08 AM IST
ઓડિશાના કાલુંગા રેલ્વે ફાટક પર ભયાનક ટ્રેન અકસ્માત: ત્રણ બાઇક સવારો ટ્રેન દ્વારા અથડાયા: પાંચ લોકોના મોત : ત્રણ બાઇક સવારો ફાટક ઓળંગવાનો પ્રયાસ કરતા હતા ત્યારે ટ્રેનની અડફેટે આવી ગયા તમામના ઘટના સ્થળે જ મોત: અકસ્માત બાદ રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો :પોલીસ અને રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા12:18 AM IST
GDP માપવાના સ્કેલમાં ફેરફાર કરવા સરકારે કર્યો પ્રસ્તાવ : જાણો કેવી રીતે નક્કી થાય છે વિકાસ દર : જીડીપીની ગણતરી માટેનો આધાર વર્ષ દર દસ વર્ષે બદલાય છે. છેલ્લા 10 વર્ષમાં દુનિયા ઘણી બદલાઈ ગઈ છે.ત્યારે આધાર વર્ષ બદલવાની જરૂર છે. આધાર વર્ષમાં ફેરફાર સાથે, સરકાર જરૂરિયાત મુજબ જીડીપીની સચોટ ગણતરી માટે જરૂરી ફેરફારો કરી શકે.12:06 AM IST
બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર ક્ષેત્ર બન્યું :તમિલનાડુ, આંધ્રપ્રદેશ સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી : દક્ષિણ ભારતમાં ફરી એકવાર હવામાનની પેટર્ન બગડવાની આશંકા :ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર ક્ષેત્ર બન્યું જે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે અને આગામી બે દિવસમાં તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોની નજીક પહોંચી શકે 10:46 PM IST
ગુજરાતમાં હાઉસિંગ લોન લેનારા લોકોની સંખ્યામાં મોટો ઘટાડો : ગુજરાતમાં હાઉસિંગ લોન લેનારા લોકોની સંખ્યામાં ૩૯ ટકાનો ઘટાડો નોંધાયો છે પરંતુ બીજી તરફ લોન વિતરણમાં ૩૨ ટકાનો નોંધપાત્ર ઉછાળો નોંધાયો : બીજી તરફ બેંક ડિપોઝિટમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને તે આઠ ક્વાર્ટરના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે4:04 PM IST
મોરબી,દ્વારકા,વડનગર સહિત ટૂંક સમયમાં ગુજરાતને ૧૧ ગ્રીનફિલ્ડ એરપોર્ટ મળશે : ગુજરાતમાં પ્રવાસીઓ અને યાત્રાળુઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ૧૧ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે : PM મોદી પ્લેન દ્વારા વડનગર પહોંચી શકશે : રાજપીપળા, બોટાદ, ધોરડો, રાજુલા, દાહોદ, ધોળાવીરા, પાલીતાણા શહેરોને હેલિકોપ્ટર સેવાઓથી જોડવામાં આવશે : પીએમ મોદીના જન્મસ્થળ વડનગર અને દ્વારકામાં સૌથી પહેલા એરપોર્ટનું નિર્માણ શરૂ થશે : આ બંને સ્થળોએ પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો છે : દેશનું એકમાત્ર દિલ્હી એરપોર્ટ જે ૧૫૦ સ્થળો સાથે જોડાયેલ છે : ભારતમાંથી તમામ લાંબા અંતરના સ્થળોમાંથી ૮૮ ટકા દિલ્હી સાથે જોડાયેલા છે 3:06 PM IST
કેવી રીતે વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થશે ? : રેલવેની વિકલ્પ યોજના યાત્રિકો માટે ઉપયોગી :રેલમંત્રીએ આપી માહિતી : વિકલ્પ યોજના દ્વારા મુસાફરો વધારાના વિકલ્પ તરીકે બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકે: તાત્કાલિક મુસાફરી કરવી હોય તેમના માટે આ સુવિધા ફાયદાકારક :નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન, 57,209 મુસાફરોને વિકલ્પ યોજના હેઠળ વૈકલ્પિક ટ્રેનોમાં બેઠકો અપાઈ9:39 PM IST
યોગ્ય વ્યૂહરચના અને રોકાણ દ્વારા તમે તમારી આવક પર 8 લાખ રૂપિયા સુધીનો ટેક્સ બચાવી શકો છો : આ માટે10 રીત અપનાવશો તો CA પણ તમારા વખાણ કરશે : જો તમે ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે લોન લીધી હોય, તો તમે કલમ 80EEB હેઠળ ₹1.5 લાખ સુધીની કર મુક્તિ મેળવી શકો છો આ ડિસ્કાઉન્ટ 31 માર્ચ, 2023 પહેલા લીધેલી લોન પર લાગુ 4:40 PM IST
હવે સાયબર ગુનેગારોએ લોકોને છેતરવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું : ઝારખંડના હજારીબાગના રહેવાસી ફેસબુક યુઝર મન્ટુ સોનીને રાષ્ટ્રપતિની પ્રોફાઈલ પિક્ચરની સાથે એકાઉન્ટમાંથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી : "જય હિંદ, કેમ છો?". પછી પ્રોફાઇલ પાછળના સ્કેમરે કહ્યું, "હું ભાગ્યે જ ફેસબુકનો ઉપયોગ કરું છું, મને તમારો વોટ્સએપ નંબર મોકલો."મન્ટુએ તેનો નંબર મોકલ્યો. થોડા કલાકો પછી, ફેસબુક મેસેન્જર પર એક સંદેશ આવ્યો, જેમાં લખ્યું હતું, "અમે તમારો નંબર સેવ કર્યો છે અને તમને તમારો WhatsApp કોડ મોકલ્યો છે, જે તમારા WhatsApp પર મોકલવામાં આવ્યો છે. કૃપા કરીને અમને ઝડપથી કોડ મોકલો3:10 PM IST
વર્ષ 2025 થી NTA માત્ર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે પ્રવેશ પરીક્ષાઓ જ લેશે,NTA આવતા વર્ષથી ભરતી પરીક્ષાઓ આયોજિત કરશે નહીં, નવા વર્ષે NTAનું પુનર્ગઠન કરવામાં આવશે,પરીક્ષા એજન્સીમાં 10 નવી જગ્યાઓ બનાવવામાં આવશે : કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની જાહેરાત : સરકાર નજીકના ભવિષ્યમાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા અને ટેક્નોલોજી આધારિત પ્રવેશ પરીક્ષા તરફ આગળ વધવા માંગે છે,મેડિકલ એન્ટ્રન્સ માટે NEET UG પરીક્ષા પેન-પેપર મોડમાં જ આયોજિત કરવી કે કેમ તે અંગે આરોગ્ય મંત્રાલય સાથે વાતચીત3:48 PM IST
આ વર્ષે મકરસંક્રાંતિ તહેવાર, 14 જાન્યુઆરીએ સવારે 7.59 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારથી શુભ મુહૂર્ત ગણાશે : પુનર્વસુ નક્ષત્ર, વિષ્કુંભ યોગ અને બાલવ કરણની સાક્ષીએ અને કર્ક રાશિમાં ચંદ્ર, સૂર્ય ભગવાન ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે : સૂર્ય મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ ખરમાસ સમાપ્ત થશે અને ઉત્તરાયણ બાજુ શરૂ થશે : શુભ કાર્યોની શરૂઆત થશે,મકરસંક્રાંતિના તહેવારનો સમય હોવાથી સ્નાન, દાન, અર્પણ અને પૂર્વજો માટે આદર વ્યક્ત કરવાનો દિવસ3:44 PM IST
અમૃતસરમાં ઈસ્લામાબાદ પોલીસ સ્ટેશનની અંદર વિસ્ફોટ લોકોમાં ગભરાટ; ગેંગસ્ટર જીવન ફૌજીએ જવાબદારી લીધી : અમૃતસરના ઇસ્લામાબાદ પોલીસ સ્ટેશન પર બોમ્બ જેવી વસ્તુ ફેંકવામાં આવી :વિદેશમાં રહેતા ગેંગસ્ટર હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પશિયાના નજીકના સાથી જીવન ફૌજીએ આ હુમલાની જવાબદારી લીધી:વિસ્ફોટના અવાજને કારણે પોલીસ સ્ટેશનની સામે બનેલા ઘરોના કાચ પણ તુટી ગયા 1:05 PM IST
કિસાન આંદોલન: દલ્લેવાલે સારવાર લેવાની ના પાડી, ટિકૈતે ખેડૂતોને કહ્યું- બટેન્ગે તો લૂટોંગે . : ડલ્લેવાલને ડોક્ટરોએ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી, જે તેમણે નકારી કાઢી હતી. આ દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું નિવેદન પણ આવ્યું છે. ટિકૈતે ખેડૂત સંગઠનોને એક કરવા માટે નવું સૂત્ર આપ્યું છે, 'જો તમે ભાગલા પાડો છો, તો તમે લૂંટાશો'. 1:12 PM IST
ઓલાફ સ્કોલ્ઝે જર્મન સંસદમાં વિશ્વાસ મત ગુમાવ્યો : હવે ફેબ્રુઆરીમાં વહેલી ચૂંટણી થવાની સંભાવના : ત્રણ-પક્ષીય ગઠબંધન તૂટી પડ્યા પછી સ્કોલ્ઝે લઘુમતી સરકારનું નેતૃત્વ કર્યું. 733-સીટવાળા નીચલા ગૃહ (બુન્ડેસ્ટાગ)માં, સ્કોલ્ઝને બહુમતી માટે 367 ધારાસભ્યોના સમર્થનની જરૂર સામે માત્ર 207 સાંસદોનું સમર્થન મળ્યું,જ્યારે 394એ તેમની વિરૂદ્ધ મતદાન કર્યું હતું અને 116 ગેરહાજર રહ્યા12:04 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પને શપથ લેતા પહેલા જ મોટો ઝટકો લાગ્યો: હશ મની કેસમાં તેમની સજા રદ કરવાની અરજી ફગાવી : ડોનાલ્ડ ટ્રમ્પને સેક્સ સ્કેન્ડલ છુપાવવા માટે રેકોર્ડમાં હેરાફેરી કરવા માટે દોષિત ઠેરવવામાં આવ્યા: ન્યાયાધીશે ભાવિ રાષ્ટ્રપતિની દલીલને ફગાવી દીધી કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક નિર્ણય રદ કર્યો હતો12:07 PM IST
વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની મુશ્કેલીઓ વધી : કેનેડાના નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે કેબિનેટમાંથી અચાનક રાજીનામું આપ્યું : શ્રીમતી ફ્રીલેન્ડના રાજીનામાંથી, જે કેનેડાના આવનારા ટ્રમ્પ વહીવટને પ્રતિભાવ આપવામાં મદદ કરી રહી હતી, વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની તેમના પક્ષનું નેતૃત્વ કરવાની ક્ષમતાને જોખમમાં મૂક્યું9:15 PM IST
અંગ્રેજી સારી છે,હિન્દી સારી હશે એ નિશ્ચિત છે, પણ તેના કર્મો સારા નથી: ખડગેનો નાણામંત્રી પર ટોણો : પૂર્વ વડાપ્રધાન નેહરુ પર પ્રહાર કરવા બદલ નિર્મલા સીતારમણને આડે હાથ લેતાં ખડગેએ કહ્યું કે, મારે તેમને જણાવવું પડશે કે મને પણ વાંચતા આવડે છે. મેં મ્યુનિસિપાલિટી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. નિર્મલા સીતારમણે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. 9:37 PM IST
ભારત અને શ્રીલંકા સંરક્ષણ સહકાર કરારને અંતિમ સ્વરૂપ આપશે: બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર : શ્રીલંકાના વિકાસમાં યોગદાનનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે 'ભારતે શ્રીલંકાને 5 અબજ ડોલરની ક્રેડિટ લાઇન અને અન્ય નાણાકીય સહાય આપી છે. ભારત શ્રીલંકાના તમામ 25 જિલ્લાના વિકાસ કાર્યોમાં સહયોગ કરી રહ્યું છે11:11 PM IST
હરદા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય : વળતર આપવા પરનો પ્રતિબંધ હટાવ્યો : જબલપુર હાઈકોર્ટે હરદા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં વળતર આપવા પરનો પ્રતિબંધ હટાવી લીધો :નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશને સાચો જાહેર કર્ય:હાઈકોર્ટે NGTને ફેક્ટરીના માલિકના વાંધાઓ સાંભળીને વળતર અંગે નિર્ણય લેવા જણાવ્યું .12:44 AM IST

સૂત્રોચ્ચાર....

'ફિટ ઈન્ડિયા' સાયકલિંગ રેસ.....

'મહિલા અદાલત

ધરણા.......

હલ્લાબોલ....

અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 'શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધા' યોજાઇ

જિલ્લા કક્ષાની સ્કીલ કોમ્પિટિશન 'કૌશલ્યોત્સવ-૨૦૨૪-૨૫' યોજાઈ
અકિલા સોશ્યિલ મીડિયારાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધારતા ખજૂરી પ્રાથમિક શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓ : ખજૂરીના શિક્ષક અને વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક રીતે ઉત્પાદિત શાકભાજી અને ગાયનું શુદ્ધ દૂધ સરળ અને સુલભ રીતે મળી રહે તે માટે આગવો પ્રોજેક્ટ તૈયાર કર્યો:પ્રાકૃતિક ખેતી અને ટેકનોલોજીનોસમન્વયઃ ઘરની છત-અગાશીની જગ્યાનો બખૂબી ઉપયોગઃ નૂતન વિચાર સાથેના મોડેલની રાષ્ટ્રીય કક્ષાએ સરાહના:નવા પ્રયાસોના નૂતન મોડેલથી દેશના ટોચના વૈજ્ઞાનિકો થયા પ્રભાવિત6:46 PM IST
શ્રમિક બસેરા યોજના અંતર્ગત બાંધકામ પૂરજોશમાં શરૂ, રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવશે : યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોને વ્યક્તિદીઠ પાંચ રૂપિયાના ટોકનદરે મળશે સુવિધાયુક્ત હંગામી આવાસ : શ્રમિક બસેરા તૈયાર થતાં 15 હજારથી વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે : બાંધકામ સહિતના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના જીવન ધોરણમાં ગુણાત્મક બદલાવ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ3:55 PM IST
તમે મારી સાથે મુલાકાત લો હું તમારી જિંદગી બનાવી નાખીશ,એક ભાઈ પાસે રૂ.10 ની ત્રણ આઠ વાળી નોટ છે. તેના પર પૂજા વિધિ કરવાની છે એમ કહીને વડોદરામાં મહિલા સાથે ૩.૫૦ લાખની છેતરપિંડી : એક મહારાજે નોટ પર ગુલાબ મૂકી ચાંદલા કરીને વિધિ કરવા માટે પૈસા મૂકાવ્યા તે પછી મહારાજે પૂજા વિધિ કરીને આંખો થેલો રૂપિયાથી ભરી દીધો હતો અને પોતાની પાસે રાખી લીધો3:59 PM IST
એસટી અમારી સલામત સવારીના ધજાગરા ઉડ્યા:રાજપીપળા બાદ હવે ઝઘડિયા એસટી ડેપોની બસો પણ અધવચ્ચે મુસાફરોને અટવાતી જોવા મળી : ઝઘડિયા ડેપોની બસ રાજપીપળાથી જૂની જેલ પાસે બગડતા મુસાફરોને ઉતરતા અન્ય વાહનોમાં બેઠા:બપોરે ચાર વાગે બગડેલી બસ સાંજે છ વાગે પણ મુખ્ય રોડ પરથી નહી હટાવતા ટ્રાફિક સમસ્યા ઊભી થઈ11:24 PM IST
રાજપીપળા સહિત નર્મદા જિલ્લાના પેટ્રોલ પંપો પર નિયમોનુસાર આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ છે..? : પેટ્રોલ ઓછું આપવું કે મિલાવટ વાળું આપવું તેવી અનેક ફરિયાદો બાદ કોઈજ પગલા લેવાતા નથી: મોટા ભાગના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ, ડીઝલ ભરવાની કાળી પાઇપ જરૂર કરતા ત્રણ ઘણી લાંબી રાખી તેને વાળી દેતા વળાંક માં પેટ્રોલ ભરાઈ રહેતા ગ્રાહકો ને ઓછું પેટ્રોલ મળવાની પણ ફરિયાદ ઉઠી હતી11:12 PM IST
PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ 2 હોસ્પિટલ સસ્પેન્ડ અને 2ને પેનલ્ટી: રાજકોટની 2 હોસ્પિટલ સસ્પેન્ડ, ભરૂચ અને વડોદરાની હોસ્પિટલ સામે ગેરરીતિ બદલ પેનલ્ટી : ટ્યુબર બોર્ડના સર્ટીફિકેટના સહી સિક્કામાં છેડછાડ, સર્જરી માટેની માર્ગદર્શિકાનું ઉલ્લંધન,બી.યુ. અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ અને સોનોગ્રાફીની પ્લેટ સાથેના છેડછાડ સહિતના કારણોસર હોસ્પિટલ્સ સસ્પેન્ડ કરાઇ તેમજ દંડ ફડકારાયો :બે હોસ્પિટલમાં કુલ રૂ. ૩.૨૮ કરોડ થી વધુની રકમની પેનલ્ટી અને ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી યોજનામાંથી સસ્પેન્ડની કાર્યવાહી કરાઇ7:11 PM IST
પ્રાકૃતિક ખેતીમાં ખેત ઉત્પાદન ઓછું થઈ જતું નથી, ખેડૂતો ખોટો ભય રાખ્યા વિના પ્રાકૃતિક ખેતી અપનાવે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : ગાંધીનગર જિલ્લાના ભાદોલ ગામે રાજ્યપાલનો ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ : ગાંધીનગર જિલ્લા પ્રશાસન અને આત્મા પ્રોજેક્ટ દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોએ રાજ્યપાલશ્રીને પ્રાકૃતિક ખેતી કરવાની ખાતરી આપી4:59 PM IST
શ્રી રામ જન્મભૂમિ – મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક યાત્રાળુઓ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે : રાજ્ય સરકાર દ્વારા રેલવે ભાડામાં રૂ. ૫૦૦૦ મર્યાદામાં પ્રોત્સાહક આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે : યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતાં ૧૨ વર્ષ કે તેથી વધુ વયના અનુસૂચિત જનજાતિ-વનવાસી અથવા દરેક વર્ગના નાગરિકોને પોતાના જીવન કાળમાં ફફ્ત એક વાર લાભ લઇ શકેશે4:08 PM IST
રૈયાધારના જાહીદ જુણેજાએ મિત્રની પત્નિને પ્રેમજાળમાં ફસાવી બોલેરો ગાડીમાં અને ઘરમાં બળાત્કાર ગૂજાર્યો : તમે મને ગમો છો કહી વાતચીત શરૂ કરીઃ પ્રેમસંબંધની મહિલાના પતિને જાણ થઇ જતાં તેણીએ સંબંધ પુરો કરી નાંખ્યો હતો સંબંધ પુરો થયાના એક વર્ષ બાદ જાહિદે બોલેરોમાં મિત્ર સાથે આવી મહિલાને આંતરી ‘હવે કેમ સંબંધ રાખતી નથી તારા કારણે મારી ઘરવાળી જતી રહી'...કહી ગાડીમાં બળજબરી આચરીઃ પછી તેણીનો જન્મતારીખનો દાખલો લઇ જવાનું કહી રૈયાધાર બોલાવી ત્યાં પણ બળાત્કાર ગુજાર્યોઃ પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો5:00 PM IST
રાજકોટમાં અયપ્પા મંદિરનો આજથી ભવ્ય વાર્ષિકોત્સવ શરૂ : ભગવાન શિવ અને વિષ્ણુના પુત્ર તે અયપ્પા ભગવાન : ૧૫- પરસાણાનગર, સાંઢીયા પુલ પાસે અલૌકિક ભગવાન શિવ, વિષ્ણુ, અયપ્પા, ગણપતિ, કાર્તિકેય, મા દુર્ગા, નવ ગ્રહ, નાગદેવના અલૌકિક મંદિરો મંદિરનું સંચાલન અયપ્પા સેવા સમિતિ કરે છેઃ પ્રમુખ ડો.શીજી આર. પિલ્લઈઃ મંત્રી ગોપાલ ક્રિશ્નન પિલ્લઈ, ઉપપ્રમુખ રાજેશભા ઈ પિલ્લઈ અને ખજાનચી બી.ટી. નાયર : કેરળથી મંદિરના મુખ્ય પૂજારી આજે ૬ થી ૧૦ાા સુધી મંદિર શુદ્ધિકરણ અને અલગ અલગ ધાર્મિક પૂજા કરાવશે : પંચનાથ મંદિરથી અયપ્પા ભગવાનની મૂર્તિ સાથે અયપ્પા મંદિર સુધીની યાત્રા નીકળશે : દ. ભારતની મહિલાઓ, હાથમાં દીવો લઈ નીકળશે : આ ‘માલપોલી' દૃશ્ય અલૌકિક હોય છેઃ પાંચ પ્રકારના દ. ભારતના વાદ્યો સાથે યાત્રાનું સ્વાગત થશે3:29 PM IST
ઉમિયાધામ સિદસર માં ૨૫ થી ૨૯ ડિસે. શ્રી ૧ા શતાબ્દી મહોત્સવ : ‘માં ઉમિયાની આરાધના થકી સરસ્વતીની સાધના': ૨૫૦૦થી લઈ ૫૦,૦૦૦ની હુંડી સાથે સૌરાષ્ટ્રભરના પાટીદારોને માં નું તેડું : રાજકોટ અને અમદાવાદ જેવા મહાનગરોમાં આધુનિક શૈક્ષણિક સંકુલોનું નિર્માણ કરવાની નેમઃ મહોત્સવનું ઉદ્દઘાટન કરશે ભુપેન્દ્રભાઈ પટેલ : મહોત્સવના પ્રારંભે માં ઉમિયાના ૧૨૫માં પ્રાગટય વર્ષ નિમિતે ૧૨૫૦ બાળાઓ - કુવારીકાઓનું પૂજન થશે : મહોત્સવમાં કૃષિ, યુવા, મહિલા, કર્મયોગી, સામાજીક સમરસતા, ઉદ્યોગ, વ્યાપાર, શૈક્ષણિક, ડોકટર્સ, પ્રોફેશ્નલ સંમેલનો યોજાશે3:02 PM IST
બીઆરટીએસ બસ સ્ટોપ સાથે બસ અથડાઇ4:58 PM IST
ત્રંબામાં બ્રહ્માકુમારીઝનાં ૧પ૦૦ બાલ બ્રહ્મચારી તપસ્વી બહેનોનું મહા સંમેલન : આબુથી બ્રહ્માકુમારીઝના મહાસચિવ ભ્રાતા બ્રિજમોહનજી અને ગુજરાત ઝોન ડાયરેકટર રાજયોગીની ભારતી દીદીજીના સાનિધ્યમાં : પ્રથમ વખત ગુજરાતના બહેનો એક સાથે મળશેઃ બ્રહ્માકુમારીઝ ગુજરાત-ર૦રપના વર્ષને હીરક જયંતિ વર્ષ તરીકે ઉજવણીનો શુભારંભ થશેઃ પૂ. અંજુદીદી-પૂ. ભગવતીદીદી : વૈશ્વિક શાંતિ માટે આયોજનઃ સ્વ પરિવર્તનથી વૈશ્વિક પરિવર્તન માટે સાધના-ચર્ચા-વિચારણાઃ પ૦ બ્રહ્મકુમારી એકત્ર થાય ત્યાં આધ્યાત્મિક જયોત દ્વારા શકિતશાળી ઉર્જાવાન સર્જાય છે ત્યારે અહીં એક સાથે ૧પ૦૦ બહેનો ઉપસ્થિત રહેશે : ‘ૐ' શાંતિના મંત્રમાં અનોખી શકિતઃ જીવનની સાચી સાધના અને સર્વ સમસ્યાનું સમાધાન4:43 PM IST
રાજકોટમાં બત્રીસ વર્ષિય યુવતિએ પ્રેમના નામે સર્વસ્વ ગુમાવ્યું: છેતરાયાની ખબર પડતાં પોલીસને જાણ કરી : ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા પરણેલા શખ્સે લગ્નની લાલચ આપી વારંવાર દૂષ્કર્મ આચર્યુઃ પાંચ લાખ રૂપિયા પણ લઇ લીધા! : શીતલ પાર્ક પાસે રહેતાં ધર્મરાજસિંહ વિરૂધ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધ્યોઃ મારુ છુટુ થઇ જાય પછી તારી સાથે લગ્ન કરીશ...તેમ કહી ફલેટ પણ રહેવા દીધો હતોઃ ઘરે ખબર પડી જતાં ફલેટમાંથી કાઢી મુકી અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું: તાલુકા પોલીસે ગુનો નોંધ્યો11:42 AM IST
સરધારમાં ઇકોમાં સીએનજી ગેસ પુરાવ્યા બાદ ફીલરમેને પૈસા માંગતા બે શખ્સો હુમલો કરી રોકડ લૂંટી ફરાર : ઉમરાળીના લાલા હુંબલ અને મોટા દડવાના લાલા બતાળાએ રૂા. ૫૩૦ ચુકવવાને બદલે ડખ્ખો કર્યોઃ ફિલરમેન વિશ્વાસ મેવાસાને માથામાં લોખંડની વસ્તુ ફટકારીઃ ખિસ્સામાંથી ૨૩૨૦૦ લૂંટી ગયાના આક્ષેપને પગલે કાર્યવાહી4:08 PM IST
યાસીન કઇડાએ પુર્વ પ્રેમિકાના ઘરમાં ઘુસી પૈસા માંગી કહ્યું-મારા હાથ કાળા છે એને લાલ કરવા પડશે, તને મારી નાંખીશ : ગુજસીટોકમાં સંડોવાયેલા શખ્સે ૧૨મીએ જામીન પર છુટી ૧૩મી અને ૧૫મીએ બે દિવસ ધમકીઓ દીધી :મારી દિકરીને મોકલી દે, મારી અજમેર જવુ છે, ગાડી લેવા પૈસા જોઇએ છે... : પૈસા આપવા જ પડશે કહી ધમકાવતાં પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યોઃ મહિલાને અગાઉ યાસીન સાથે રિલેશનશીપ હોઇ ત્રણ બાળકોની માતા બની હતી12:51 PM IST
પ્રવચન નહિ, પ્રયોગઃ રેસકોર્સમાં પૂ. પરમ આલયજીની શિબિર : રાજકોટમાં પ્રથમવાર તા. ૧૯ થી ર૪ ડીસેમ્બર દરમિયાન રેસકોર્ષ ખાતે આયોજનઃ રજીસ્ટ્રેશન ફરજીયાત યોગ્ય આહાર, યોગ્ય વ્યાયામ, યોગ્ય નિંદ્રા ધ્યાન દ્વારા મગજની ઉર્જાને જાગૃત કરાશે સત્ર બાદ વૈજ્ઞાનિક રીતે ડીઝાઇન કરાયેલ અદ્રશ્ય નાસ્તો આપવામાં આવશે હજારો લોકોએ વજન ઘટાડવું, બ્લડ પ્રેશર, અસ્થમા, માઇગ્રેન, ડાયાબીટીસ જેવી બીમારીઓમાંથી મુકિત મેળવી2:22 PM IST
ક્રિસમસ-ન્યુયર ડેકોરેશન તો જાહેર કાર્ડસ તથા જોહર ગેલેરીમાંથી જ : અઢળક વેરાયટીઓનો ખજાનો : ડીસ્કો લાઈટીંગ ટ્રી, ૧ ફૂટથી ૧૨ ફૂટ સુધીની કિસમસ ટ્રી : સાન્તાક્લોઝના ડ્રેસ, જીંગલ બેલ, બેનર, ડાન્સીંગ સાન્તાક્લોઝના શો પીસ, પોપસ્ટાર, ગ્રીન પાઈપ ટ્રી, કેન્ડલ તથા કાર્ડસની વિશાળ રેન્જ ઉપલબ્ધ2:51 PM IST
બાર એસો.ની ચૂંટણીમાં બકુલ રાજાણી, પરેશ મારૂ, દિલીપ જોષીની પેનલો વચ્ચે તીવ્ર સ્પર્ધા : ચૂંટણી જંગ જામ્યો : ત્રણ પેનલો ઉપરાંત પ્રમુખપદે માટે અન્ય ત્રણ ઉમેદવારો પણ મેદાનમાં ઉપપ્રમુખ માટે ત્રિકોણીયો જંગ, મહિલા અનામત ઉપર ચાર ઉમેદવારો વચ્ચે સ્પર્ધા : કારોબારીની નવ જગ્યા માટે ર૬ ઉમેદવારો મેદાનમાં : ત્રણેય પેનલોના સમર્થનમાં મીટીંગો, સ્નેહમિલન, હસાયરો-ડાયરાના કાર્યક્રમો સાથે પ્રચાર કાર્ય ગતિમાં 4:34 PM IST
સુભાષનગર વિસ્તારમાં અશાંતધારા સંદર્ભે પોલીસ કાફલા દ્વારા છાનબીનઃ પ્રોપર્ટી ખરીદીના એક કેસમાં જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધાયો : જુની આમ્રપાલી ટોકીઝ આસપાસ બહુમતી વસ્તીવાળા વિસ્તારમાં હિન્દુઓના નામે લઘુમતીઓ મિલ્કતો ખરીદતા હોવાથી અશાંતધારાનો અસરકારક અમલ નહિ થતો હોવાની ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહની રજુઆત બાદ કાર્યવાહી : ૧ર કેસો પૈકી ૧૧ માં કશુ વાંધાજનક નહિ મળ્યાનો પ્રાંત કચેરીનો દાવો : તપાસ દરમિયાન ફિરદોશબેન શેખ નામના મિલ્કત ધારકે પોતાના મકાનમાં પરપ્રાંતીયોને ભાડે આપી પોલીસને જાણ કરી ન હોવાથી જાહેરનામા ભંગનો ગુન્હો નોંધાયોઃ એક શંકાસ્પદ કેસ સંદર્ભે ઉંડી તપાસ 4:34 PM IST
ટંકારા નેકનામની સીમમાંથી ૧ાા અને ૩ વર્ષના બાળકોના અપહરણઃ એમપીની મહિલા વાંકાનેર પાસેથી ઝડપાઇ : ગઇકાલે સવારે સાડા દસેક વાગ્યે કાંતિભાઇ પટેલની વાડીએથી દાહોદના કેશરભાઇ બારીયાના બે દિકરા ગૂમ થયા હતાં: સીસીટીવી ચેક કરતાં અજાણી મહિલા ઉઠાવી ગયાનું ખુલતાં રાજ્યભરની પોલીસને જાણ કરાઇ હતી : બંને બાળકો હેમખેમ મળતાં સોૈએ રાહતનો દમ લીધોઃ ઝડપાયેલી મહિલા પોતાનું નામ જણાવતી નથીઃ બાળકો ગમતાં હતાં એટલે ઉઠાવી લીધાનું રટણઃ આરોપી મહિલા માનસિક અસ્વસ્થ છે કે પછી ઢોંગ કરે છે?: પોલીસ તપાસનો ધમધમાટ3:06 PM IST
ગોંડલમાં જુના ઝઘડાના ડખ્ખામાં તલવાર-છરી ઉડીઃ બન્ને જુથના ચાર વ્યકિતઓને ઇજા : અમારા સમાજના ઝઘડામાં કેમ વચ્ચે પડે છે? તેમ કહી માનવ ખીમસુરીયા સહિત બે ઉપર ચેતન સહિત ત્રણ શખ્સોનો હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનીત કર્યાની ફરીયાદ :સામાપક્ષે ઇન્દુબેન અને તેના ભત્રીજા ઉપર ૩ શખ્સોએ હુમલો કર્યાની વળતી ફરીયાદઃ છેડતી કર્યાનો આક્ષેપ1:22 PM IST
જસદણ ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવરે ઝાલોદ ST બસ સ્ટેશનમાં બસમાં જ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો : ડેપો મેનેજરના ત્રાસના કારણે આ પગલું ભર્યું હોવાના ગંભીર આક્ષેપ : જસદણ ડેપો મેનેજર ભાવનાબેન ગૌસ્વામીએ જણાવ્યું કે, ગજેન્દ્રસિંહ ચાવડા ખૂબ સારા માણસ હતા, તેઓ વ્યવસ્થિત રીતે નોકરી પણ કરતા હતા. એમને કોઇ પણ પ્રકારનો ત્રાસ આપવામાં આવ્યો નથી. રજાનો પણ કોઇ જ પ્રશ્ન જ નહોતો. પરિવારજનોએ જે આક્ષેપ કર્યા એ તપાસનો વિષય 4:50 PM IST
એલિયંસ જેવું તેજ-તરોર પ્રાણી જોવા મળ્યું4:11 PM IST
બ્રિટિશ અભિનેત્રી લિસા મેક્સવેલના પરિવાર પર આભાસી આઘાત: ન્યૂ યોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી દીકરીના અચાનક નિધનથી શોકનું મોજું ફરી વળ્યું : બ્રિટિશ ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી અને 'લૂઝ વુમેન' ફેમ લિસા મેક્સવેલના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, કારણ કે ન્યૂ યોર્ક સ્થિત કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી તેમની વ્હાલી દીકરીનું રહસ્યમય અને અચાનક અવસાન થયું છે.11:03 PM IST
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહ અને આકાશ દીપની જોડીએ રંગ રાખ્યો : ચોથા દિવસની રમતમાં ભારે રસાકસી જોવા મળી : ભારતે ચોથા દિવસના અંતે 9 વિકેટે 252 રન બનાવી લીધા : બુમરાહ અને આકાશ બંનેએ એક-એક સિક્સર પણ ફટકારી : કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજાને બાદ કરતા કોઈ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યો ન હતા4:38 PM IST

















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી








































































































































































































