<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

બાર કાઉન્‍સીલ ઓફઈન્‍ડિયા દ્વારા વકિલો માટે એનરોલમેન્‍ટ પ્રોસેસ ફરી લેવાનું શરૂ : ભત્‍કાતીક અસરથી બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાએ એનરોલમેન્‍ટ પ્રોસેસ ફી ફરી શરૂ કરી દીધી હોયાનું બાર એન્‍ડ બેન્‍ચના ટવીટર હેન્‍ડલ ઉપર જાણાવાયું છે. : જનરલ કેટેગરીની પ્રોસેસ ફી ૧૫૦ છે તેમાં એન્‍રોલમેન્‍ટ ફી રૂા.૬૦૦ અને બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાની ફી રૂા.૧૫૦ સામેલ હોયાનું બાર કાઉન્‍સીલના ઓફિસ ઓર્ડરમાં સેક્રેટરી કર્નલ અરૂણ શર્મા (રિગયર્ડ)સહિથી જણાવાયું છે. : ૩૦ જુલાઈ એ સુપ્રીમ કોર્ટના ચૂકાદાર મૂજ્‍બ ફી લેવામાં આવશે. જનરલ કેટેગરી માટે અન્‍રોલમેન્‍ટ પ્રોસેસ ફી રૂા. ૧૫૦ અને એસ.એસટી કેટેગરી માટે આ ફી રૂા. ૧૨૫ રાખવામાં આવેલ છે.4:36 PM IST

વીજ તંત્રની હેટ્રીકઃ ર દિ'માં ૪૦ લાખની વીજચોરી ઝડપી લીધા બાદ આજ સવારથી ૪૭ ટીમો બે સબ ડીવીઝનના વિસ્‍તારોમાં ત્રાટકી રાજકોટમાં સતત ત્રીજા દિવસે વીજ ચોરી ઝડપી લેવા દરોડા પાડયા છે, ર દિવસમાં ૪૦ લાખની વિજ ચોરી ઝડપી લેવાઇ છેઃ આજે પણ રૈયા-રોડ, માધાપર એમ બે સબ ડીવીઝનમાં ૪૭ ટીમો ત્રાટકી છે, આવરી લેવાયેલ વિસ્‍તારોમાં શાષાીનગર, વીર હનુમાન ચોક, રાણીમા રૂડીના નગર, રૂઘુ પાર્ક, ક્રિષ્‍ણાનગર, પ્રજર પાર્ક, સત્‍યમ શીવમ સુંદરમ સોસાયટી, રપ મીટર કવાર્ટર, સીંધોમનગર, સૈનિક સોસાયટી, ઘંટેશ્વર ગામ, ન્‍યુ ૧પ૦ ફુટ રીંગ રોડ, વૃંદાવન સોસાયટીનો સમાવેશઃ અધિકારીઓ જે. બી. ઉપાધ્‍યાય-બી. યુ. પટેલનું મોનીટરીંગ...4:05 PM IST

બાંગ્‍લાદેશમાં ૩૬ કલાકમાં બેકાબુ હિંસામાં ૪૪૦ લોકોના મોત : વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન અટકવાનું નામ લેતી નથી : અવામી લીગના નેતાઓ અને હિંદુઓ ટાર્ગેટ :બાંગ્‍લાદેશમાં શેખ હસીનાની સરકાર હટાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા શરૂ થયેલ આંદોલનમાં સોમવાર રાતથી આજે બુધવારે સવાર સુધીમાં ૪૪૦ લોકોના મોત થયા છે. ૫૦થી વધુ પોલીસોને મારી નાખવામાં આવ્‍યા જયારે ૩૦થી વધુ અવામીલીગના નેતાઓ અને તેના પરિવારજનોને ફૂંકી મારવામાં આવ્‍યા. સ્‍થિતિ ભયાનક ખરાબ છે. આજે પણ સતત લઘુમતી હિન્‍દુઓ અને અવામી લીગના નેતાઓ તથા પોલીસને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. અવામીલીગના નેતાઓની હોટલને સળગાવી દેવાતા ૨૪ લોકો જીવતા સળગી મર્યા. હોટલના કાટમાળ નીચે વધુ મૃતદેહો હોવાની સંભાવના. બાંગ્‍લાદેશ જાણે ભડકે બળી રહ્યુ હોય અને લશ્‍કર સંપૂર્ણ મૌન સેવી રહ્યુ હોય તેવા અહેવાલો મળી રહ્યા છે.12:27 PM IST

બાંગ્લાદેશ ફરી પૂર્વ પાકિસ્તાન બનવા જઈ રહ્યું છે : કુરાન હવેથી બાંગ્લાદેશનું નવું બંધારણ જાહેર નવું બાંગ્લાદેશ હવેથી ઇસ્લામિક જાહેર થયું: સંયોજકની જાહેરાત ચારે કોર શેખ મુજીબુર રહેમાનના સ્ટેચ્યુ, ફોટો હટાવાઇ રહ્યા છે: સમગ્ર બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર સતત હુમલાના અહેવાલો શેખ હસીના સરકાર સામેની ચળવળના મુખ્ય કોઓર્ડીનેટર સાર્જીસ આલમે કહ્યું છે કે હવે પછીથી નવું બાંગ્લાદેશ ઇસ્લામિક રહેશે અને દેશનું નવું બંધારણ કુરાન રહેશે. બાંગ્લાદેશ ફરી એકવાર પૂર્વ પાકિસ્તાન બનવા આગળ ધપી રહ્યું છે. હિન્દુઓ ઉપરના હુમલાના સતત ચારે બાજુથી અહેવાલો આવી રહ્યા છે. કહેવાતા વિદ્યાર્થી આંદોલનકારીઓ સમગ્ર બાંગ્લાદેશમાંથી બાંગ્લાદેશના સર્જક શેખ મૂજીબુર રહેમાનના સ્ટેચ્યુ અને ફોટાઓનો નાશ કરી રહ્યા છે.11:13 AM IST

રાજકોટ લોકમેળો : બી. કોર્નરના ૨૪ સ્‍ટોલની હરાજી શરૂ : અપસેટ પ્રાઈઝ ૧ લાખ સામે તોતીંગ આવક : ૧૫ જેટલા સ્‍ટોલ ૧ લાખ ૪૦ હજારથી ૧ લાખ ૭૧ હજારમાં વેચાયા આજે બપોરે ૨ વાગ્‍યે રાજકોટ લોકમેળાના બી કોર્નરના ૨૪ સ્‍ટોલની હરરાજી સીટી પ્રાંત ૧ ડો.ચાંદની પરમાર તથા મામલતદાર કાકડીયા અને સ્‍ટાફ દ્વારા શરૂ કરાઈ હતી. સ્‍ટોલ ઈચ્‍છુકો તમામ હાજર રહ્યા છે. બપોરે ૩ સુધીમાં ૧૫ સ્‍ટોલનું વેચાણ થઈ ગયુ છે. સ્‍ટોલની ૧ લાખની અપસેટ પ્રાઈઝ સામે તંત્રને તોતીંગ આવક થઈ છે. ૧૫ જેટલા સ્‍ટોલ ૧ લાખ ૪૦ હજારથી ૧ લાખ ૭૧ હજારમાં વેચાયા છે. હરરાજી ચાલુ છે. ત્‍યારબાદ આઈસ્‍ક્રીમના ૧૧ ચોકઠાની અને મોટી ખાણીપીણીના એક સ્‍ટોલની પણ હરાજી કરાશે. 4:51 PM IST

પ્રાકૃતિક ખેતી માટે મિશન મૉડમાં 'મિશનરી' કાર્ય કરવાનું છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા પ્રાકૃતિક ખેતી એક માત્ર ઉપાય:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની આગેવાનીમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે દેશમાં પ્રથમ રહ્યું છે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ:કૃષિ વિભાગના તમામ પ્રભાગોના તમામ અધિકારીઓ પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રશિક્ષિત કરવાના કામમાં જોડાશે:પ્રાકૃતિક ખેતી હેઠળનો વિસ્તાર વધી રહ્યો છે, પરિણામે રાસાયણિક ખાતરના ઉપયોગમાં ઘટાડો થયો છે : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ: ગુજરાતમાં અત્યારે 9,71,270 ખેડૂતો 7,92,989 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે: પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાનને વધુ વેગવાન બનાવવા રાજભવન ખાતે રાજ્યના કૃષિ તજજ્ઞો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ11:10 PM IST