<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સેન્‍સેક્‍સ ૪ દિવસમાં ૪૭૦૬ પોઇન્‍ટ ઉછાળ્‍યોઃ રોકાણકારોને ૨૫.૭૮ લાખ કરોડનો ફાયદો : ટ્રમ્‍પે રેસિપ્રોક્‍લ ટેરિફનો અમલ ૯૦ દિવસ મોકૂફ રાખ્‍યો એમાં માર્કેટના લાલાઓ ઇડરિયો ગઢ સર કરી નાખ્‍યો હોવાનું માની રહ્યા છે. એમાં મોન્‍સુન સરેરાશ કરતાં સારું રહેવાનો હવામાન ખાતાનો વરતારો ઉમેરો બન્‍યોઃ HDFC, ICICI બેન્‍ક, આઇશર અને ભારતી એરટેલ નવી ટોચે : ભારતી એરટેલ પાછળ ભારતી હેક્‍સાકોમ પણ નવા શિખરેઃ ICICI બેન્‍ક નવા ટોપ સાથે ૧૦ લાખ કરોડની કંપની બની ગઈઃ સેન્‍સેક્‍સ ૧૫૦૯ પોઇન્‍ટ વધ્‍યો એમાં ૬ બેન્‍ક શેરોનું પ્રદાન ૭૩૪ પોઇન્‍ટનું: સારા પરિણામને વિપ્રોના નબળા ગાઇડન્‍સિસે ધોઈ નાખ્‍યું: જેમ જ્‍વેલરી સેક્‍ટરના ૫૦માંથી ૩૮ શેર વધીને બંધ 10:52 AM IST

વીરાણી હાઇસ્‍કૂલ જમીન મામલોઃ શરત ભંગનો કેસ ચલાવવા સંદર્ભે નવેસરથી રીપોર્ટ મંગાવાયો વીરાણી હાઇસ્‍કૂલને શૈક્ષણિક હેતુ માટે ભૂતકાળમાં કલેકટર તંત્રે જમીન આપી છે, આ જમીનની હાલ વર્તમાન કિંમત કરોડોમાં થવા જાય છે, ટ્રસ્‍ટીઓ સીટી પ્રાંત-૧ના ચૂકાદા સામે હાલ હાઇકોર્ટમાં ગયા છે...જયાં ર૧મીએ સૂનાવણી થશે, દરમિયાન વિરાણી હાઇસ્‍કૂલની જમીનમાં ખૂલ્લેઆમ શરતભંગ થતો હોય શરતભંગનો કેસ ચલાવતા પહેલા સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમારે પヘમિ મામલતદાર પાસેથી નવેસરથી રીપોર્ટ મંગાવ્‍યો છેઃ જેમાં હાલ ખાણીપીણી-સ્‍પોર્ટસની જમીન ઉપર એકટીવીટી થાય છે, તે તમામના નામ જોગ-કેટલી જમીન ઉપર શરતભંગ સહિતની તમામ વિગતો મંગાવાઇ છે.2:44 PM IST

દર વર્ષે યોજાતો રાજકોટનો લોકમેળો અત્‍યારથી ચર્ચાએ ચડયોઃ સ્‍થળ બદલવાની માંગણી થતા તંત્રની અટલ સરોવર પાસેની જમીન પર નજર હજુ રાજકોટના લોકમેળાને ૪ મહિનાની વાર છે...પરંતુ આ મેળાની ચર્ચા અત્‍યારથી શરૂ થઇ છેઃ મેળાનું સ્‍થળ બદલવાની માંગણી આવતા કલેકટરે સીટી પ્રાંત-૧ને જવાબદારી સોંપી છેઃ તેમણે મામલતદારો પાસેથી વિગતો માંગીઃ આ લોકમેળો અટલ સરોવર પાસે આવેલ ૯૦ હજાર ચો.મી. ખાડાઓવાળી જમીન પર તંત્રે નજર ઠેરવી છેઃ આ જમીન સમથળ કરવા તંત્રને ૧૦ તથી ૧ર કરોડની જરૂરીયાત છે, જેના પરિણામે કલેકટર દ્વારા આ ખર્ચ કરવા અંગે રાજય સરકારમાં દરખાસ્‍ત મોકલાઇ છેઃ જેની મંજૂરી આવી ગયા બાદ અટલ સરોવર પાસેની જમીન સમથળ કરવા અંગે કાર્યવાહી થશે.2:43 PM IST