<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

તહેવારોમાં ભારતમાં બનેલી ચીજવસ્‍તુઓ ખરીદો : વડાપ્રધાન મોદીએ ધારમાં તેમના જન્‍મદિવસ પર સ્‍વદેશી વસ્‍તુઓ ખરીદવાની જોરદાર અપીલ કરીઃ તેમણે તમામ દેશવાસીઓને વિનંતી કરી હતી કે તેઓ જે કંઈ પણ ખરીદે છે તે દેશમાં જ બનેલું હોવું જોઈએ અને તેમાં ભારતીય પરસેવો હોવો જોઈએઃ વડાપ્રધાનએ વેપારીઓને દેશ માટે આત્‍મનિર્ભર ભારતના ધ્‍યેયને ટેકો આપવા અને સ્‍વદેશીને પ્રોત્‍સાહન આપવા જણાવ્‍યું : જ્‍યારે આપણે સ્‍વદેશી ઉત્‍પાદનો ખરીદીએ છીએ, ત્‍યારે આપણા પૈસા દેશમાં જ રહે છે અને વિદેશ જવાનું ટાળે છેઃ તે પૈસા દેશના વિકાસ માટે વપરાય છેઃ રસ્‍તાઓ બનાવવામાં આવે છે, ગામડાની શાળાઓ બનાવવામાં આવે છે અને ગરીબ વિધવા માતાઓને સહાય મળે છેઃ પીએમ મોદી3:06 PM IST

નવી દિલ્હી ખાતે આયોજિત “નેશનલ કોન્ફરન્સ ઓન એગ્રીકલ્ચર ફોર રબી કેમ્પઇન-૨૦૨૫”માં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહભાગી થયા : દેશભરમાં આગામી તા. ૩ થી ૧૮ ઓક્ટોબર દરમિયાન“વિકસિત રવિ કૃષિ સંકલ્પ અભિયાન”યોજાશે : ખાતર વિતરણને વધુ સુદ્રઢ બનાવવા ખાતર વિતરણ સંસ્થાઓને POS મશીનને બદલે કોમ્પ્યુટર અને થમ્બ સ્કેનર પૂરા પાડવા સૂચન : દેશના 80% એરંડાનું ઉત્પાદન ગુજરાતમાં થતું હોવાથી લઘુત્તમ ટેકાના ભાવની ખરીદીમાં એરંડાના પાકનો સમાવેશ કરવા ભલામણ: ટેકાના ભાવે મગફળી, ચણા અને સોયાબીનની ખરીદીમાં ઉત્પાદનના ૨૫ ટકાની મર્યાદાને વધારીને ૫૦ ટકા કરવા કોન્ફરન્સમાં ભારત સરકારને ભલામણ કરતા ગુજરાતના કૃષિ મંત્રી 4:18 PM IST

પીએમ મોદી સાચા અર્થમાં જન ગણ મન અધિનાયક છેઃ ગરીબો-ગરીબીને સમજે છેઃ ઝુકેગા નહીવાળો અભિગમ : રાષ્‍ટ્રહિત માટે કઠોર અને દૃઢ નિર્ણય લેવાની તેમની ક્ષમતા હોય કે ગરીબ કલ્‍યાણની યોજનાઓ દ્વારા અંતિમ માણસ સુધી વિકાસનાં ફળ પહોંચાડવાની તેમની પ્રતિબદ્ધતા હોય - બધામાં એક અધિનાયકની ઝલક દેખાય છેઃ આંતરરાષ્‍ટ્રીય મંચ પર ભારતને ગૌરવપૂર્વક રજૂ કરવાની તેમની ઢબ તેમ જ મેક ઇન ઇન્‍ડિયા, ડિજિટલ ઇન્‍ડિયા, સ્‍વચ્‍છ ભારત જેવાં અભિયાનો દ્વારા નવા ભારતનું નિર્માણ કરવાનું સપનું તેમને સામાન્‍ય નેતાઓથી વિશિષ્ટ બનાવે છે આજે વિશ્વના દેશોમાં ભારતનું નામ સન્‍માનથી લેવાય છે એનું શ્રેય મોદીજીને જ જાય છેઃ મોદીસાહેબ જે રીતે સામાન્‍ય લોકોને સમજી શકે છે એ રીતે કોઈ નેતા સમજી શકતો નથી, તમારે જેટલી ટીકા કરવી હોય એ કરો, મને નીચો પાડવાનો પ્રયત્‍ન કરવો હોય એટલે કરો; હું મારી આ વાત પર અડીખમ રહીશ, પુષ્‍પા ઝુકેગા નહીં જેવી ફિલ્‍મ તો હમણાં આવી પણ ગુજરાતે તો ૨૦ વર્ષ પહેલાં જ નરેન્‍દ્ર મોદીમાં આવું વ્‍યક્‍તિત્‍વ જોઈ લીધેલું: તેમની પાસે જે ચાહકો છે તે લવર્સના લેવલના છે4:04 PM IST

મોરબીમા ૧૦ લાખ વૃક્ષોનું વન કવચ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈના જન્મદિવસની સૌથી મોટી ભેટ,“ગ્રીન કવચ વધારવા ગુજરાત અગ્રેસર: ગુજરાત રાજ્યમાં ૩૦૦ હેકટર જમીનમાં ૨૦૭ વન કવચ ઉપરાંત ૭૫ વડ વૃક્ષોનું એક એવા ૮૨ વડ વન તૈયાર કરાયા,“આવતી કાલ માટે પાણીનું આગોતરૂ આયોજન કરવા માટે રાજ્ય સરકારે "કેચ ધ રેઈન-૨.૦" યોજના અમલી બનાવી :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે મોરબીમાં ટૂંકા ગાળામાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ ભારતના વિશાળ વન કવચ -"નમો વન"નું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકાર્પણ કર્યું :વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા "સેવા પખવાડિયા" નો લાભ લેવા અને સ્વદેશી અપનાવવા મુખ્યમંત્રીનો અનુરોધ : “મોરબી ઔદ્યોગિક નગરી સાથે વૃક્ષ નગરી બને, જેથી પર્યાવરણની જાળવણી થશે” - વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા :અલગ-અલગ ૧૫૦ થી વધુ વૃક્ષોની જાતિ ધરાવતું આ "નમો વન" વૈશ્વિક કક્ષાએ ઈકો ટુરીઝમનું કેન્દ્ર બનશે : ધારાસભ્ય અને મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી કાંતિભાઈ અમૃતિયાએ સમગ્ર “નમો વન”ની પૂર્વભૂમિકા અને ભાવિ આયોજનો સ્પષ્ટ કર્યા 10:13 PM IST

રક્તદાન એ સૌથી મોટું જીવનદાન, રક્તદાનથી ભાઈચારો પેદા થાય છે અને સૌમાં એકતા પણ જોવા મળે છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : રક્તદાનનો સંકલ્પ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ,રક્તદાતા સાયલન્ટ ડોનર છે એટલે રક્તદાન કરનારની ક્યારેય તકતી લાગતી નથી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : સમગ્ર દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવણી અંતર્ગત આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ આયોજિત 'મેગા બ્લડ ડોનેશન કેમ્પ'ની મુલાકાત લીધી : આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ1:34 PM IST