<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

પીડિતાને ન્‍યાય અપાવાશેઃ દોષિતોને છોડવામાં નહીં આવેઃ દિનેશ બાંભણિયા કાલના સંમેલન પૂર્વે પાટીદાર સમાજના તાલુકા ભરના આગેવાનોની મળેલ બેઠકમાં પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ બેઠકમાં અને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્‍યું હતું કે સિક્કાની બે બાજુની જેમ ભોગ બનેલ પીડીતા પણ પાટીદાર સમાજની દીકરી હોય અને આરોપી પણ પાટીદાર સમાજના હોવા છતાં પીડિતા સાથે ખરેખર દુષ્‍કર્મ એ બળજબરી થઈ હશે તો તેને પણᅠ ન્‍યાય અપાવીશું. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે આ ઘટના બાદ છાત્રાલયની છબી સુધારવા પણ હું સમાજની સાથે રહી છાત્રાલયમાં આવી ઘટનાઓ ફરિવાર ન બને તે માટે સમાજ કહેશે તેમ હું હંમેશા ઉભો રહીશ. 11:51 AM IST

શહેરમાં સાયબર ફ્રોડથી ૭ મહિનામાં ૭૦૬૨ લોકોએ ૩૫ કરોડ ગુમાવ્‍યાઃ ૩.૭૯ કરોડ પોલીસે પરત અપાવ્‍યા : ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે વિગતો જણાવીઃ એકાઉન્‍ટ ફ્રીઝ કરવામાં નવી પોલીસનો ઉપયોગઃ ફ્રોડની રકમ જ ફ્રીઝ થશે, બાકીની રકમનો જે તે ખાતેધારક ઉપયોગ કરી શકશેઃ રાજકોટ સાયબર ક્રાઇમે ૨૦૦૦ ખાતા કર્યા છે ફ્રીઝ :ગયા વર્ષે ૧૨ મહિનામાં ૭૭૮૩ ફ્રોડની ઘટનામાં ૩૫ કરોડ ગયા હતાં: તેમાંથી ૩.૪૪ કરોડ પાછા અપાવાયા હતાં: આ વર્ષે ૭ મહિનામાં ૬૭.૫૯ લાખના ગુમ થયેલા, ચોરાયેલા ૪૦૩ મોબાઇલ ફોન પરત અપાવાયાઃ ખોટી રીતે ખાતા ફ્રીઝ થયાનું જણાય તો સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો :રાજકોટ પોલીસ દ્વારા ‘સાયબર ક્રાઇમ રિફન્‍ડ યુનિટ'ની સ્‍થાપનાઃ પીઆઇ અને તમામ પોલીસ સ્‍ટેશનના બબ્‍બે કર્મચારીઓની ટીમ ઝડપથી નાણા પાછા મળે તે માટે કરશે કામ2:56 PM IST