<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અત્યારની મુખ્ય હેડલાઇન્સ: * અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી જીત નોંધાવી : સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ સિક્કિમમાં ક્લીન સ્વીપ કર્યું. : * વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હીટવેવ અને ચક્રવાત પછીની પરિસ્થિતિ સહિતના વિષયોની વ્યાપક સમીક્ષા કરવા શ્રેણીબદ્ધ બેઠકો યોજી છે. : * રાજકીય ચર્ચા - નીતિશ કુમાર બિહાર ના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી શકે છે અને મોદી કેબિનેટમાં સામેલ થઈ શકે છે. : * દિલ્હીની કોર્ટે કથિત એક્સાઈઝ ડ્યુટી કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 5 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. : * તાઈવાન એથ્લેટિક્સ ઓપનમાં ભારતે ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ સહિત સાત મેડલ જીત્યા છે. : * ભારતીય બોક્સર જેસ્મીન લેમ્બોરિયા અને અમિત પંગલે પેરિસ ઓલિમ્પિક ક્વોટા સુરક્ષિત કર્યા. IST

પાકિસ્તાનના નાગરિકોમાં ભય અને આતંક સર્જનાર જૈશ-એ-મોહમ્મદના ટોચના આતંકી મુફ્તિ ઝિશાનને પાકિસ્તાનમાં અજાણ્યા ગન મેનોએ ફૂંકી મારેલ છે : આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર મુફ્તિ ઝિશાનની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે. અજાણ્યા ગનમેને તેને ફુંકી મારેલ છે. પાકિસ્તાનમાં દુરના અંતરિયાળ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સનસનાટી ફેલાવેલ છે. અનેક આતંકવાદી હુમલાઓમાં મુફ્તિ ઝિશાન સામેલ હોવાનું મનાય છે. જેના પગલે નિર્દોષ નાગરિકોમાં ભય અને અરાજકતા ફેલાઈ હતી. મુફ્તી ઝીશાન જૈશ-એ-મોહમ્મદનો મુખ્ય સભ્ય હતો, જે તેની ઉગ્રવાદી વિચારધારાઓ અને હિંસક પ્રવૃત્તિઓ માટે જાણીતો છે. તે ભૂતકાળમાં અનેક આતંકવાદી હુમલાઓમાં સામેલ હોવાનું માનવામાં આવતું રહ્યું છે, જેના કારણે નિર્દોષ નાગરિકોમાં ભય અને અરાજકતા ફેલાઈ હતી. IST

કાલે મતગણતરી... રાજ્‍યભરમાં અભેદ સુરક્ષાચક્ર રચાયું છે : શમશેરસિંઘ : કેન્‍દ્રીય સુરક્ષા દળ, સ્‍ટેટ રિઝર્વ પોલીસ સ્‍થાનિક પોલીસ સાથે સંકલનમાં, સજ્જડ ટ્રાફિક મેનેજમેન્‍ટ વિગેરે અંગે ગુજરાતના જવાબદાર અધિકારીઓને રવિવારે વિડીયો કોન્‍ફરન્‍સ દ્વારા આદેશ... લો એન્‍ડ ઓર્ડર વડા શમશેરસિંઘ અકિલા સમક્ષ રણનીતિ વર્ણવે છે : ટ્રાફિકની સરળ મુમેન્‍ટ અંતર્ગત રાજકોટ સીપી બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્‍દ્ર બગડિયા દ્વારા પ્રવેશબંધી વૈકલ્‍પિક રૂટ અંગે વ્‍યવસ્‍થા ગોઠવાયા છે : મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય અને અમારા દ્વારા હથિયાર સાથે મોબાઇલ પ્રવેશ પર પણ સખ્‍ત પ્રતિબંધના આદેશ અપાયા છે3:21 PM IST

લક્ષ્મીનગરના જ્‍વેલર્સને લૂંટી લેવાની ઘટનામાં કોડીનાર પંથકના બે પિત્રાઇને માલવીયાનગર પોલીસે દબોચ્‍યા : બાંધકામના ધંધામાં રોકાણ કરતાં ૨૨ લાખનું દેણું થઇ ગયું'તું તે ઉતારવા લૂંટનો પ્‍લાન ઘડયો હતો : પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ ડી. એસ. ગજેરાની ટીમને સફળતાઃ જયદેવસિંહ પરમાર, હરસુખભાઇ સબાડ, જયદિપસિંહ ભટ્ટી અને મયુરદાન બાટીની બાતમીઃ બંને આરોપી રિમાન્‍ડ પર : ધર્મેશ સોલંકી ખાનગી હોસ્‍પિટલમાં નર્સિંગનું કામ કરે છે, જ્‍યારે તેનો પિત્રાઇ રવિ હોસ્‍પિટમલાં રિસેપ્‍સનીસ્‍ટ છેઃ ધર્મેશને દેણું થતાં લૂંટનો પ્‍લાન ઘડયો હતો : બંનેને એમ હતું કે લૂંટમાં જે માલ મળશે તેનાથી દેણું ઉતરી જશેઃ પણ મોટી મત્તા ન મળીઃ પહેલી જ વખત ગુનો આચર્યો અને પકડાઇ ગયા7:56 PM IST