<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વિજયભાઈ રૂપાણીના નિધનથી ગુજરાતના જાહેર જીવને એક ધ્રુવતારક ગુમાવ્‍યો છે : ઉદય કાનગડ : ગુજરાતની ધરતી પર વિમાન ક્રેશની કાળજા કંપાવનારી ઘટનાએ માનવ મનને હચમચાવી નાંખ્‍યા છે : આ કરૂણાંતીકાથી ગુજરાત જ નહી સમગ્ર દેશવાસીઓ હતપ્રભઃ દૂર્ઘટનાના દિવંગતોને અશ્રુભીની શ્રધ્‍ધાંજલી :ઉદય કાનગડ : મુખ્‍યમંત્રીપદે હોવા છતાંય કોઈપણ કાર્યક્રમમાં જનતા જનાર્દન સાથે હાથ મીલાવી તેના હાલ-ચાલ પુછવા, તેમની સાથે વાર્તાલાપ કરવો જેવી વિજયભાઈ રૂપાણીની સાદગી, સરળતા, સાહજિક્‍તા અને સંવેદનશીલતા લોકોને હંમેશા સ્‍પર્શતી હતી : દુર્ઘટનામાં નિધન પામેલા રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીની આકસ્‍મિક વિદાયથી ગુજરાત-સૌરાષ્‍ટ્ર અને રાજકોટના જાહેર જીવનને ન પુરી શકાય તેવી ખોટ પડી છેઃ શોકભરી શબ્‍દાંજલિ પાઠવતા ધારાસભ્‍ય ઉદય કાનગડ : વિજયભાઈ રૂપાણી સાથે વિતાવેલા સંસ્‍મરણો હરહંમેશ માનસપટ પર રહેશેઃ ઉદય કાનગડ4:29 PM IST

બળવંતરાય મહેતા સીએમ હતા તે સમયે તેમનું ચોપર નાનું વિમાન પાકિસ્‍તાને તોડી પાડેલ : વિજયભાઈ માફક સૌરાષ્‍ટ્રના અને વિકાસના સ્‍વપ્‍નાદ્રષ્ટા એવા આ રાજપુરુષનું મોત પણ હવાઈ હુમલાને કારણે થયેલ. ૧૯૬૫ની ૧૯ સપ્‍ટેમ્‍બરે ગુજરાતના નાથ તરીકે શપથ લીધેલ, આજ તારીખે દુનિયામાંથી વિદાઈ લીધેલ એ પણ કેવુ યોગાનુયોગ :વિમાનમા તેમના પત્‍ની સરોજબેન, ત્રણ આસિસ્‍ટન્‍ટ અને ગુજરાત સમાચારના પત્રકાર સહિત કુલ ૭ લોકો હતાં, જે તમામનુ દુખદ નિધન થતાં રાજ્‍યભરમાં શૉક છવાયેલ :એ સમયે ભારત પાકિસ્‍તાન વચ્‍ચે યુદ્ધનો માહોલ હતો, પરંતુ સિવિલ વિમાન કે હેલિકોપ્‍ટર પર હુમલા ન કરવાની સમજૂતી હોવા છતાં આદત મુજબ પાકિસ્‍તાને નાપાક હરકત કરી હતી11:42 AM IST