<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

 ખુબ શ્રધ્‍ધા રાખવા છતાં માતાજી કામ કરતાં ન હોવાનું લાગતાં પુર્વ સરપંચે મંદિરોની મુર્તિઓ સળગાવી હતી! : જીયાણામાં ત્રણ મંદિરોમાં ગાભા-ટાયર-લાકડાથી આગ લગાડવાનો ભેદ કલાકોમાં ખુલ્‍યો : બંગલાવાળી મેલડી માતા, રામાપીર મંદિરમાં મુર્તિઓ નષ્‍ટ થઇ હતીઃ વાસંગી દાદાનું મંદિર બંધ હોઇ બહાર ગાભા સળગાવ્‍યા'તા : તાલુકા પંચાયતના સદસ્‍ય કાનજીભાઇ મેઘાણીએ ફરિયાદ નોંધાવી : તાલુકા પંચાયતના સદસ્‍ય કાનજીભાઇ મેઘાણીની ફરિયાદ બાદ ડીસીપી સજ્જનસિંહ પરમારની રાહબરીમાં એરપોર્ટ પીઆઇ જે. એસ. ગામીત, પીએસઆઇ એ. કે. રાઠોડ, ડી. સ્‍ટાફની ટીમે ભેદ ઉકેલ્‍યોઃ પૂર્વ સરપંચ અરવિંદ સરવૈયાની પુછતાછઃ તેણે કહ્યું ખુબ સેવા પુજા કરવા છતાં ઘરમાં તકલીફો ઘર કરી ગઇ હતીઃ મનોમન લાગી આવતાં આગ લગાડી હતી!3:27 PM IST

શાશ્વત સંગીતમાં નૌશાદના ગીતો અમર હતા -છે અને હંમેશા રહેશે : નૌશાદજી માત્ર સંગીતકાર જ ન હતા પરંતુ તેઓ એક સારા ગાયક, લેખક અને નિર્માતા પણ હતા : ફિલ્‍મ ‘કંચન ‘માં માત્ર એક જ ભક્‍તિ ગીતમાં તેમને સંગીત આપવાની સુવર્ણ તક મળી હતી : તેમનું પ્રથમ ગીત ‘કૌન ગલી ગયો શ્‍યામ' નો જન્‍મ થયો હતો, જે લીલા ચિટનીસજીએ ગાયું હતું : ફિલ્‍મ રતનના ગીતોની અસર એટલી બધી હતી કે મહાન સંગીતકાર એસ. ડી. બર્મને તેમના ઘરના નોકરને રતનના ગીતો ગાતા સાંભળ્‍યા ત્‍યારે તેઓ ચોંકી ગયા હતા! :નૌશાદ એક દિવસ નવા હાર્મોનિયમ પર પોતાની ધૂન બનાવતા પકડાઈ ગયા : દુકાનના માલિક તે હાર્મોનિયમ નૌશાદને ભેટમાં આપ્‍યું : પિતાએ તે હાર્મોનિયમ ખેંચીને ઘરની બહાર ફેંકી દીધું કહ્યું કાંતો સંગીત છોડી દે અથવા ઘર છોડી દે, નૌશાદે ઘર છોડ્‍યું : નૌશાદજીના સંગીતમાં બે અત્‍યંત પ્રતિભાશાળી સહાયકો સંગીતકાર ગુલામ મુહમ્‍મદ અને સંગીતકાર મુહમ્‍મદ શફી જેવી મહાન હસ્‍તીઓનો ફાળો ખૂબ જ મહત્‍વપૂર્ણ હતો3:07 PM IST

પૂ. રણછોડદાસજીબાપુ આંખની હોસ્‍પિટલને મનેષભાઇ માદેકા દ્વારા માતબર રકમનું દાન : આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામૂલ્‍યે સારવારઃ પૂ. ગુરૂદેવના આશિર્વાદ સાથે સો કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ અત્‍યાધુનિક : * પૂ. ગુરૂદેવના શબ્‍દો ‘‘મુજે ભૂલના પર નેત્રયજ્ઞ મત ભૂલના'' ને અક્ષરસઃ સાર્થક કરતી પૂ. શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલમાં રોજ ૩૦૦ જેટલા મોતીયાના ઓપરેશનો વિનામૂલ્‍યે કરવામાં આવે છે * નવનિર્મિત ૯ માળની હોસ્‍પિટલ એશિયાની સર્વપ્રથમ હોસ્‍પિટલ હશે કે જયાં અલ્‍ટ્રામોડર્ન ટેકનોલોજી સાથે આંખને લગતી તમામ સારવાર એક જ સ્‍થળે ઉપલબ્‍ધ બનશે * આંખની સારવારના અજોડ સેવાયજ્ઞમાં શ્રી કિરીટભાઇ ગણાત્રાના વડપણ હેઠળ સદ્‌્‌ગુરૂ સદન ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ પ્રવિણભાઇ વસાણી, રાજુભાઇ પોબારૂ, ડો. નિશાંતભાઇ ચોટાઇ, ડો. ચેતનભાઇ હિન્‍ડોચા, નરેન્‍દ્રભાઇ નથવાણી, પરેશભાઇ ભગત (મુંબઇ) તથા નવનિર્મિત હોસ્‍પિટલના કો-ઓર્ડીનેટર ડો. પરષોતમભાઇ પીપરીયા સતત કાર્યરત3:41 PM IST