<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

કાનનું સૌથી મહત્‍વનું પ્રાથમિક કાર્ય શરીરનું સંતુલન જાળવવાનું છે : કાન એ માત્ર સાંભળવાનું સાધન નથી, પરંતુ તમારા શરીરનું એન્‍જિનિયરિંગ કૌશલ્‍ય છે જે તમને પૃથ્‍વી પર ટટ્ટાર ઊભા રહેવામાં મદદ કરે છે : ઘણીવાર મુસાફરી દરમિયાન લોકોને ઉબકા આવે છે અથવા ચક્કર આવે છે, જેને આપણે મોશન સિકનેસ કહીએ છીએ, આ પરિસ્‍થિતિ ત્‍યારે સર્જાય છે જ્‍યારે તમારા કાન અને આંખો મગજને અલગ-અલગ સંકેતો મોકલે છે, ઉદાહરણ તરીકે, જ્‍યારે તમે કારમાં બેઠા હોવ અને પુસ્‍તક વાંચતા હોવ, ત્‍યારે તમારી આંખો મગજને કહે છે કે તમે સ્‍થિર છો, પરંતુ તમારા કાનની અંદરનું પ્રવાહી કારના વળાંક અને ગતિને કારણે મગજને કહે છે કે તમે ગતિમાં છોઃ આ પરસ્‍પર વિરોધી માહિતીને કારણે મગજ મુંઝવણમાં મુકાય છે અને તેને લાગે છે કે શરીરમાં કોઈ ઝેરી તત્‍વ પ્રવેશ્‍યું છેઃ આ ભ્રમને કારણે મગજ રક્ષણાત્‍મક મોડમાં આવી જાય છે, જેના પરિણામે ચક્કર, ઉલ્‍ટી અને નૌશિયા જેવી સમસ્‍યાઓ થાય છે2:34 PM IST

ગુજરાતમાં પરીક્ષાની મોસમઃ ધો-૧૦-૧૨ની પરીક્ષાનો શુભારંભ : હમ હોંગે કામયાબ.. હમ હોંગે કામયાબ.. મનમેં હૈે વિશ્વાસ પૂરા હૈ વિશ્વાસ હમ હોંગે કામયાબ : કુમકુમ તિલક, મોં મીઠુ કરાવી તમામ પરીક્ષાથીઓનું ઉત્‍સાહવર્ધક સ્‍વાગતઃ સવારથી રાજમાર્ગો પર પરીક્ષાર્થીઓ અને વાલીઓની ચહલપહલઃ રાજકોટના ૮૦ હજાર સહિત ગુજરાતના ૧૫ લાખથી વધુ છાત્રોની કારર્કિદીની મહત્‍વની પરીક્ષાનો શાંતીપૂર્વક પ્રારંભ તા.૨૬-૦૨-૨૦૨૬ ગુરૂવાર પ્રથમ દિવસે કયા વિષયની પરીક્ષા ધો-૧૦: ગુજરાતી, હિન્‍દી, મરાઠી, અંગ્રેજી, ઉર્દૂ, સિંધી તામીલ તેલગુ, ઉડિયા (તમામ પ્રથમ ભાષા) : ધો-૧૨: સામાન્‍ય પ્રવાહઃ સહકાર પંચાયત, અર્થશાસ્‍ત્રઃ ધો-૧૨ વિજ્ઞાનપ્રવાહઃ ભોૈતિક વિજ્ઞાન 11:30 AM IST

નરેન્‍દ્રભાઈના નેતૃત્‍વમાં ભારતે સનાતન સંસ્‍કૃતિ-વિરાસતના ગૌરવને વૈશ્વિક સ્‍તરે ઉજાગર કર્યુ : ભૂપેન્‍દ્રભાઈ પટેલ : વલ્લભીપુર તાલુકાના પચ્‍છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્‍સવમાં મુખ્‍યમંત્રી સહભાગી થયા : આવા આધ્‍યાત્‍મિક કાર્યક્રમો સમાજમાં સંસ્‍કાર, સમર્પણ અને સકારાત્‍મક ઉર્જાનો સંચાર કરે છેઃ ભૂપેન્‍દ્રભાઈ ગાયત્રી આશ્રમ ગધેથડથી પધારેલા પૂ. લાલબાપુ દ્વારા વ્‍યસનમુક્‍તિ સંકલ્‍પ લેવડાવવામાં આવ્‍યો : ભુપેન્‍દ્રભાઈ પટેલે આ અભિયાનને યુવાનો માટે અત્‍યંત પ્રેરણાદાયી ગણાવી તેની સરાહના કરી : ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, કળષિ મંત્રી જીતુભાઇ વાઘાણી સહિતના ઉપસ્‍થિત3:51 PM IST

આગ ભભૂકતા ગુંગણામણથી રઘુવંશી સમાજના મહિલા અગ્રણી શિલ્‍પાબેન પૂજારાના સાસુ-પતિના મૃત્‍યુઃ ઘેરો શોક : રાજકોટના પેલેસ રોડ આશાપુરા મંદિરની સામેના ભાગે એપાર્ટમેન્‍ટમાં મોડી રાતે ચોથા માળે કરૂણ ઘટના : ફાયર બ્રિગેડ સુત્રોએ કહ્યું-આગ હોલમાં, રસોડામાં લાગી હતીઃ ત્રણ રૂમ બચી ગયા છેઃ એફએસએલ દ્વારા તપાસ થશે : વર્ધમાનનગર-૮ના મનમંદિર એપાર્ટમેન્‍ટનો બનાવઃ ૯૨ વર્ષના પ્રજ્ઞાબેન ભગવાનજીભાઇ પૂજારા અને પુત્ર ૬૨ વર્ષના નરેન્‍દ્રભાઇ ભગવાનજીભાઇ પૂજારાના મૃત્‍યુથી ગમગીનીઃ બીજા પરિવારજનો બહાર હતાં ત્‍યારે ઘટનાઃ એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગરે કહ્યું-પ્રાથમિક તબક્કે શોર્ટ સરકિટથી આગ લાગ્‍યાનું તારણ નીકળ્‍યું છે આમ છતાં એફએસએલ દ્વારા તપાસ થશેઃ હોલમાંથી આગ આગળ વધી હતીઃ ઘટના બની ત્‍યારે બીજા પરિવારજનો બહાર હતાં : ભોગ બનેલા માતા-પુત્ર જલારામ ટ્રન્‍સપોર્ટના માલિક હસુભાઇ ભગદેવના મોટા વેવાણ અને વેવાઇ થતાં હતાં : માતા સાથે મૃત્‍યુ પામનાર નરેન્‍દ્રભચાઇ ચાર ભાઇમાં સોૈથી નાના હતાં અને નિવૃત જીવન જીવતા હતાં: પુત્રને બંગડી બજારમાં હેન્‍ડીક્રાફટની દૂકાન : સવારે મા-દિકરાની એક સાથે અરથી ઉઠતાં કરૂણ દ્રશ્‍યો સર્જાયા 2:42 PM IST