ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના ૧૪૨ વર્ષના ઈતિહાસમાં ભારતીય મહિલા ટીમનો સૌથી મોટો ઐતિહાસિક વિજય : ઈંગ્લેન્ડને તેની જ હોમ પિચ પર ૨૭૦ રનથી કચડીને ટીમ ઈન્ડિયાએ લહેરાવ્યો તિરંગો : કેપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય સિંહણોએ રચ્યો નવો ઈતિહાસ : યાસ્તિકા ભાટિયા સદી અને ક્રાંતિ ગૌડ ૫ વિકેટ સાથે લોર્ડ્સના પ્રતિષ્ઠિત ઓનર્સ બોર્ડ પર સ્થાન મેળવનારી દેશની પ્રથમ મહિલા ખેલાડીઓ બની5:24 PM IST
હોર્મુઝની સામુદ્રધુનીમાં ભીષણ તબાહી : ઈરાન દ્વારા યુએઈના બે ઓઈલ ટેંકરો પર ઘાતક મિસાઈલ હુમલો : એક ભારતીય નાગરિકનું કમકમાટીભર્યું મોત : ઓમાનની ખાડી નજીક ‘મોમ્બાસા’ ટેંકર પર ક્રૂઝ મિસાઈલ ઝીંકાતા ૮ લોકો ઘાયલ : યમનથી સાઉદી અરબના આભા એરપોર્ટ પર ૬ મિસાઈલો છોડવામાં આવતા મધ્ય-પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ વધુ ભડકી8:53 AM IST
વૈશ્વિક આંચકાથી ભારતીય શેરબજારમાં કડાકાના એંધાણ : ગિફ્ટ નિફ્ટી (GIFT Nifty) ૧૫૦ પોઈન્ટ તૂટતાં સેન્સેક્સ અને નિફ્ટીનું નબળું ઓપનિંગ થવાની સંભાવના : અમેરિકા-ઈરાન સૈન્ય સંઘર્ષ અને હોર્મુઝ સામુદ્રધુનીમાં ૨૦% ટ્રાન્ઝિટ ફીની જાહેરાત બાદ ક્રૂડ તેલ ૮૫ ડોલરને પાર થતાં વૈશ્વિક બજારો ધ્વસ્ત : વોલ સ્ટ્રીટના ઘટાડા બાદ એશિયાઈ માર્કેટમાં સાવચેતીનો માહોલ8:48 AM IST
રમેશ ચંદ્ર મિશ્રાની અનોખી પહેલ : ૧૧ વર્ષમાં ૧.૫ મિલિયનથી વધુ રોપાઓનું વિતરણ કર્યું: ઘર ખર્ચ કરતાં હરિયાળી પર વધુ ખર્ચ કર્યો : તેમની નર્સરીઓ ૬૦ થી ૭૦ પ્રકારના છોડ ઉગાડે છે. આમાં કેરી, જામફળ, સપોટા, દાડમ, જાંબુ અને કાજુ જેવા ફળદાયી વૃક્ષો સામેલ :હરદ, બહેડા, આમળા, લીમડો, અશ્વગંધા અને કરંજ જેવા ઔષધીય છોડ તેમજ સાગ, સાલ, પિયાસલ અને ગંભીરી જેવા વ્યાપારી મહત્વના વૃક્ષો પણ ઉગાડાયા 11:37 PM IST
ભારતની મહિલાઓને નિશાન બનાવવાનું પાકિસ્તાની આતંકી સંગઠનનું ભયાનક ષડયંત્ર: ‘જમાત-ઉલ-મોમિનાત’ દ્વારા ડિજિટલ માધ્યમે ફેલાવાઈ રહ્યું છે ઝેર : ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટમાં મોટો ખુલાસો: ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના ઉપયોગથી ભ્રમિત કરી ભારતીય મહિલાઓને આતંકના રસ્તે વાળવાનો પ્રયાસ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર11:20 PM IST
આદિત્ય બિરલા ગ્રુપનો મોટો દાવ : નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં મોટી ડીલ :₹17,200 કરોડનો ખર્ચ થશે. : આદિત્ય બિરલા ગ્રુપ અને આદિત્ય બિરલા રિન્યુએબલ્સના ડિરેક્ટર આર્યમાન વિક્રમ બિરલાએ જણાવ્યું કે કંપની સમયપત્રક પહેલાં આશરે 10 GWp ક્ષમતાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાની નજીક છે અને હવે આગામી થોડા વર્ષોમાં તેની ક્ષમતા બમણી કરવાના માર્ગ પર છે.11:31 PM IST
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે રોયટર્સનો દાવો તદ્દન ખોટો : ભારતના ઈનકાર બાદ હવે અમેરિકી રાજદૂતે અહેવાલને 'ફેક ન્યૂઝ' ગણાવી ફગાવ્યો : બંને દેશો વચ્ચે અત્યંત સકારાત્મક અને રચનાત્મક બેઠકો થઈ હોવાનો ખુલાસો : વ્યાપાર કરારને આખરી ઓપ આપવા બંને પક્ષો પ્રતિબદ્ધ હોવાનું જણાવતા યુએસ રાજદૂત સર્જિયો ગોર11:10 PM IST
IRCTC નો મોટો ધમાકો: ટ્રેન ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ક્રાંતિકારી ફેરફાર : ૧૫ જુલાઈથી શરૂ થશે હાઈ-ટેક વેબસાઈટ : રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાતથી કરોડો મુસાફરો ખુશખુશાલ: તત્કાલ બુકિંગમાં હેરાન કરતી કેપ્ચા સિસ્ટમ અને પોપ-અપ્સમાંથી મળશે મુક્તિ : AI પ્રિડિક્શન જણાવશે ટિકિટ કન્ફર્મ થવાની ગેરંટી10:59 PM IST
હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા તમામ માલવાહક જહાજો પર અમેરિકા ૨૦% ટેક્સ વસૂલશે : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સનસનાટીભરી જાહેરાત : યુએસ હવે ‘ધ ગાર્ડિયન ઓફ ધ હોર્મુઝ સ્ટ્રેટ’ તરીકે ઓળખાશે, સુરક્ષાના બદલામાં વળતર મેળવવું ન્યાયી પ્રક્રિયા : ઈરાનની કટોકટી વચ્ચે સામુદ્રધુની પર સંપૂર્ણ અંકુશ મેળવી નાકાબંધી પુનઃ લાગુ કરવાનો અમેરિકાનો આક્રમક પ્લાન9:33 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં 'રિવર્સ ઇન્ફોર્મેશન પેરાડોક્સ': શું તમે તમારી કંપનીનું મૂલ્યવાન જ્ઞાન AI કંપનીઓને 'ફ્રી'માં આપી રહ્યા છો? : માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નાડેલાની મોટી ચેતવણી; AI મોડેલ્સ પાસેથી શ્રેષ્ઠ કામ લેવા જતાં કંપનીઓ પોતાનું માલિકીનું જ્ઞાન ગુમાવી રહી છે, સ્પર્ધાત્મક ધાર જાળવવા માટે આપ્યા પાંચ સફળ મંત્રો.8:38 PM IST
ભારતીય મૂળના નાસા અવકાશયાત્રી અનિલ મેનન અંતરિક્ષમાં ઐતિહાસિક ઉડાન ભરવા તૈયાર: ૮ મહિનાના મિશન પર નીકળશે અવકાશ વિજ્ઞાનની સીમાઓ સર કરવા! : ઇમરજન્સી મેડિસિન ફિઝિશિયનથી લઈને અવકાશયાત્રી સુધીની પ્રેરણાદાયી સફર; પૃથ્વીની ભ્રમણકક્ષાની બહાર માનવ શરીર અને તકનીકી સંશોધન માટે કરશે મહત્વપૂર્ણ પ્રયોગો.8:33 PM IST
વિદેશમાં વસતા ભારતીયો માટે નાણામંત્રીની મોટી ભેટ: બેંકોને NRI ગ્રાહકો માટે નવીન 'ડિપોઝિટ પ્રોડક્ટ્સ' લાવવા સીધો આદેશ! : ભારતીય અર્થતંત્રમાં NRI મૂડીનો પ્રવાહ વધારવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણનું મિશન મોડ; વિદેશી હૂંડિયામણ ભંડારને વધુ મજબૂત કરવા બેંકોને NRI આઉટરીચ પ્રોગ્રામ તેજ કરવા સૂચના.8:18 PM IST
જમ્મુ-કાશ્મીરમાં પુસ્તકો દ્વારા અલગતાવાદને પ્રોત્સાહન: વિવાદાસ્પદ સાહિત્યના ૩ પ્રકાશકોને કોર્ટે ૧૦ દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલ્યા! : સરકારી પુસ્તકાલયોમાં પહોંચાડાયેલા વાંધાજનક પુસ્તકો પર મોટો એક્શન; અલગતાવાદી નેતાઓનું ગૌરવગાન કરતી સામગ્રી મુદ્દે તપાસ તેજ, બંને પબ્લિશિંગ હાઉસ પહેલેથી જ બ્લેકલિસ્ટ.8:04 PM IST
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીના મગજમાં આવે છે ક્રાંતિકારી બદલાવ: દરેક બાળકના જન્મ સાથે મગજ ફરીથી 'રી-વાયર' થાય છે, નવા સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો! : પહેલી ગર્ભાવસ્થામાં મગજના સામાજિક નેટવર્કમાં તો બીજી વાર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં થાય છે ફેરફાર; માતૃત્વ અને ડિપ્રેશનના જોડાણને સમજવામાં મળશે મદદ.7:58 PM IST
રણનીતિકારથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોર માટે ચૂંટણી જંગ મુશ્કેલ: બાંકીપુર પેટાચૂંટણી પહેલા 8 કેસનો સામનો, સોગંદનામામાં કરી મોટી કબૂલાત! : બિહારની આ ગરમ બેઠક પર ભાજપના વર્ષો જૂના ગઢમાં પ્રશાંત કિશોરની 'જન સૂરજ' પાર્ટીની એન્ટ્રી; માનહાનિ અને વિરોધ પ્રદર્શનના કેસ વચ્ચે PK નો દાવો - "આ માત્ર પેટાચૂંટણી નહીં, બિહારના નેતૃત્વમાં પરિવર્તનની શરૂઆત છે."7:50 PM IST
એનસીપીમાં આંતરિક બળવો: રાષ્ટ્રીય અધ્યક્ષ પદે સુનેત્રા પવારની નિમણૂકને પોતાની જ પાર્ટીના નેતાએ લીગલ નોટિસ મોકલી કાનૂની પડકાર ફેંક્યો : રાષ્ટ્રીય સચિવ સચ્ચિદાનંદ સિંહે પ્રફુલ્લ પટેલ અને બ્રિજમોહન શ્રીવાસ્તવ સહિતના નેતાઓને નોટિસ મોકલી અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા ગેરકાયદે ગણાવી ફરીથી નિષ્પક્ષ ચૂંટણી યોજવા માંગ કરી7:27 PM IST
ભારત-ભૂતાન ન્યાયિક સંબંધોમાં નવો અધ્યાય: સુપ્રીમ કોર્ટમાં ભૂટાનના બે કાનૂની નિષ્ણાતોનું આગમન, દ્વિપક્ષીય સહયોગને મળશે નવી ગતિ! : ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંતે કર્યું ઉષ્માભર્યું સ્વાગત; 'યુવા કાનૂની વ્યાવસાયિક વિનિમય કાર્યક્રમ' હેઠળ ત્રણ મહિના સુધી ભારતીય ન્યાય પ્રણાલીનો અનુભવ મેળવશે ભૂટાનના કાયદા કારકુનો.7:26 PM IST
વિમાન પ્રવાસીઓને મોટી રાહતના સંકેત: મનસ્વી ભાડાં અને એક્સ્ટ્રા ચાર્જ વસૂલતી એરલાઇન્સ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ : ખાનગી કંપનીઓની દાદાગીરી અને લૂંટફાટ બંધ કરાવવા સર્વોચ્ચ અદાલતનો કેન્દ્ર સરકારને મોટો આદેશ : ૨ અઠવાડિયામાં નવા નિયમોનો ડ્રાફ્ટ સીલબંધ પરબિડીયામાં રજૂ કરવા આદેશ આપતા ઉડ્ડયન ક્ષેત્રમાં ભારે હલચલ7:06 PM IST
મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધનો ભડકો: સાઉદી અરેબિયાના ફાઇટર જેટ્સે યમનના સના એરપોર્ટ પર ઝીંક્યા બોમ્બ: હુથી બળવાખોરોની ભયંકર બદલો લેવાની ધમકી : ઈરાની વિમાનને ઉતરતું રોકવા રનવે પર કરાયેલા ભીષણ હવાઈ હુમલાથી ખાડી દેશોમાં સનસનાટી : વર્ષોની શાંતિ બાદ ફરી સળગ્યું યમન અને એરપોર્ટ સંપૂર્ણપણે ઠપ્પ થતાં લાખો લોકો પર ભૂખમરાનું સંકટ7:07 PM IST
"માતા-પિતા પોતાના 'સન્માન' માટે કાયદાનો દુરુપયોગ કરે છે": કિશોરોના પ્રેમ સંબંધોમાં POCSO એક્ટના વરવા ઉપયોગ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ : ૧૫ થી ૧૮ વર્ષની ઉંમર સંવેદનશીલ, ભાગીને લગ્ન કરી લેતા સગીરો પર કાયદાનો કોરડો વીંઝીને કોઈનું ભવિષ્ય બરબાદ ન કરી શકાય : કોલકાતા હાઈકોર્ટની વિવાદાસ્પદ ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટની ગંભીર સુનાવણી7:06 PM IST
ભારતમાં સૌર ઊર્જાનો ભવ્ય વિજય કે ગંભીર પડકાર? વિપુલ ઉત્પાદન હોવા છતાં ગ્રીડમાં સંગ્રહના અભાવે દરરોજ વેડફાઈ રહી છે લાખો યુનિટ વીજળી! : ભારતની ગ્રીડમાં 'ડક કર્વ' (Duck Curve) ની સમસ્યા ઘેરી બની; બપોરે સૌર ઊર્જાનું અતિરેક ઉત્પાદન અને સાંજે માંગ વધતા અછત, નિષ્ણાતોએ ચેતવણી આપી કે સંગ્રહ ક્ષમતા વધારવી હવે અનિવાર્ય છે.6:57 PM IST
"યુનિફોર્મ ઉતારો અને ચૂંટણી લડો": ટ્રમ્પની પ્રશંસાથી હવામાં ઉડતા અસીમ મુનીર પર પાકિસ્તાની મૌલવીનો સણસણતો પ્રહાર : ટ્રમ્પ પાસેથી 'ફિલ્ડ માર્શલ'નું બિરુદ મેળવી મલકાતા જનરલ મુનીરને મૌલાના ફઝલુર રહેમાને જાહેરમાં તમતમતો સવાલ પૂછ્યો, "પોતાના જ પ્રાંત બલુચિસ્તાન અને PoK પર કાબૂ નથી, તો વિદેશમાં કઈ બહાદુરીના ડંકા વગાડો છો?"6:48 PM IST
રામ મંદિર મુદ્દે વિવાદ વચ્ચે અનુપમ ખેરે તોડ્યું મૌન: સોશિયલ મીડિયા પર શેર કરી અસ્પષ્ટ પોસ્ટ, કહ્યું- ‘મારે કોઈને ખુશ કરવાની જરૂર નથી’ : અયોધ્યાના રામ મંદિર મામલે આપેલા નિવેદન બાદ ટ્રોલ થયા બાદ અભિનેતાએ કટાક્ષમય અંદાજમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે સત્ય ક્યારેક કડવું હોય છે અને મારો સ્વભાવ કોઈને ખુશ કરવાનો નથી.6:47 PM IST
પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા વધુ કડક: હવે તોફાનીઓ પર પોલીસનો સકંજો, ટ્રાયલ વિના એક વર્ષ સુધી અટકાયત અને સંપત્તિ જપ્તીની જોગવાઈ અમલમાં : રાજ્ય સરકારના નવા જાહેર સુરક્ષા અને જાહેર વ્યવસ્થા સુધારા કાયદાનો આજથી રાજ્યવ્યાપી અમલ: સત્તાધિકારીઓને તોફાની તત્વોને રોકવા માટે વ્યાપક સત્તાઓ સોંપાઈ, સરકારી-ખાનગી મિલકતના નુકસાનની ભરપાઈ માટે તોફાનીઓની મિલકત ટાંચમાં લેવાશે6:45 PM IST
શાહી વૈભવ અને અનોખી પરંપરાઓ: લંડનના ટાવર પર કાગડાઓનું રાજવી શાસન અને બ્રિટિશ રાજાને ભાડામાં અપાતા ફ્રેન્ચ ધ્વજ પાછળનો રસપ્રદ ઇતિહાસ! : ૧૩મી સદીના સિક્કા વિતરણથી લઈને સંસદના સત્ર વખતે બકિંગહામ પેલેસમાં સાંસદને 'બંધક' રાખવા સુધી– સદીઓ જૂની આ અદભુત પ્રથાઓ આજે પણ બ્રિટિશ રાજપરિવારમાં જીવંત છે.6:40 PM IST
યુક્રેન મહાયુદ્ધ રોકવામાં ભારત સુપરપાવર: પોલેન્ડના વિદેશ મંત્રીએ પીએમ મોદીના વૈશ્વિક પ્રભાવને બિરદાવ્યો, કહ્યું– 'પુતિન પણ મોદીની વાત ગંભીરતાથી સાંભળે છે!' : રશિયા-યુક્રેન સંઘર્ષમાં ભારતનો અવાજ મોસ્કોમાં સવિશેષ વજન ધરાવે છે; પશ્ચિમ એશિયા સંકટ અને હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે પણ પોલેન્ડે ભારતના સંતુલિત રાજદ્વારી વલણને ગણાવ્યું એકમાત્ર યોગ્ય રસ્તો.6:40 PM IST
દરિયાઈ સરહદો ઓળંગી અમેરિકામાં ગુંજ્યો ભારતનો ડંકો: 'સેલ૪મી ૨૫૦' બાદ ભારતીય નૌકાદળનું તાલીમ જહાજ INS સુદર્શિની બોસ્ટન બંદરે પહોંચ્યું, 'ગ્રાન્ડ પરેડ'માં જમાવી ધાક! : ૨૦થી વધુ દેશોના ૬૦થી વધુ વિશાળ જહાજોના આંતરરાષ્ટ્રીય કાફલા વચ્ચે ગૌરવભેર લહેરાયો તિરંગો; 'લોકાયણ ૨૦૨૬' અભિયાન હેઠળ ભારત-યુએસ દરિયાઈ મિત્રતા થશે વધુ મજબૂત.6:37 PM IST
તેલંગાણામાં ભાજપનું મોટું ચૂંટણીલક્ષી અભિયાન: કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ સિંગરેનીના ૮૦,૦૦૦થી વધુ કોલસા કામદારોની સુરક્ષા માટે 'ભરોસા યાત્રા'ના શ્રીગણેશ કર્યા! : હરાજી વિના જ SCCLને સીધો ફાળવાયો તાડીચેરલા-II કોલસા બ્લોક; કેન્દ્રની મોદી સરકાર કંપની અને તેના કાયમી તેમજ આઉટસોર્સિંગ કર્મચારીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા પ્રતિબદ્ધ હોવાનો દાવો.6:35 PM IST
દતિયા પેટાચૂંટણીમાં ટિકિટ કપાતા ભાજપના દિગ્ગજ નેતા નરોત્તમ મિશ્રા સ્ટેજ પર જ ચોધાર આંસુએ રડી પડ્યા, મુખ્યમંત્રી મોહન યાદવે ખભો આપી સાંત્વના પાઠવી! : કોંગ્રેસના 'ભાગલા'ના ટોણા વચ્ચે ભાજપના મંચ પર હાઈવોલ્ટેજ ડ્રામા: પૂર્વ ગૃહમંત્રી ભાવુક થતાં કાર્યકરો સ્તબ્ધ, ઉમેદવાર આશુતોષ તિવારી માટે જીત સુનિશ્ચિત કરવાની લીધી પ્રતિજ્ઞા.6:35 PM IST
દિલ્હીમાં લોકશાહીનો મહાસંગમ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મજબૂત સંસદીય સહયોગ માટે ઐતિહાસિક કરાર; લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યું કીવી પ્રતિનિધિમંડળ! : ન્યુઝીલેન્ડના મંત્રી માર્ક પેટરસનની આગેવાનીમાં આવેલા હાઈ-લેવલ ડેલિગેશને નવા સંસદ ભવનની સ્થાપત્ય ભવ્યતા અને ભારતની જીવંત લોકશાહી પરંપરાઓને નજીકથી નિહાળી.6:38 PM IST
ચિપ વોરમાં ચીનનો મહાવિસ્ફોટ: બેઇજિંગનો ગુપ્ત 'મેનહટન પ્રોજેક્ટ' સફળતાની અણી પર, સેમીકન્ડક્ટર જગતમાં અમેરિકાની બાદશાહત જોખમમાં! : દુનિયાને ઈશારે નચાવતી ડચ કંપની ASML ની 'EUV લિથોગ્રાફી' ટેકનોલોજીનો તોડ શોધી રહ્યા છે ચીની વૈજ્ઞાનિકો; આધુનિક ચિપ્સ બનાવવાનું રહસ્ય ખૂલતાં જ બદલાઈ જશે વૈશ્વિક સત્તાનું સમીકરણ.6:29 PM IST
આઈટી સેક્ટરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો નવો યુગ: TCS નહીં ઘટાડે કર્મચારીઓ, ૮,૯૦૦ ખાસ એન્જિનિયરોની ભરતીનો મેગા પ્લાન! : 'AI ક્યારેય માણસનું સ્થાન નહીં લઈ શકે' — વૈશ્વિક ચિંતાઓ વચ્ચે દેશની સૌથી મોટી આઈટી કંપની TCSનો મોટો દાવો; સાયબર સિક્યોરિટી અને AI ક્ષેત્રે વૈશ્વિક સ્તરે મોટી કંપનીઓ ખરીદવાની પણ તૈયારી.6:26 PM IST
મહારાષ્ટ્રમાં ચકાસણી પછી ‘લાડકી બહેન' યોજનામાંથી ૯૦ લાખથી વધુ લાભાર્થીઓને દૂર કરવામાં આવ્યા : આશરે ૫૦ થી ૫૫ લાખ મહિલાઓ નિર્ધારિત સમયમર્યાદામાં ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી. આશરે ૧૨ લાખ મહિલાઓની વાર્ષિક કૌટુંબિક આવક યોજનાની નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું 3:13 PM IST
નરેન્દ્રભાઈ ગુજરાત માટે સતત સક્રિય, અમે તેના સહયોગીઃ માનસિંહ પરમાર : રાજ્યસભાના નવનિયુક્ત સાંસદની ‘અકિલા' ખાતે વિશેષ આત્મિય માહોલમાં મુલાકાત : મોદીજીએ ગુજરાત માટે ખૂબ કર્યુ છે અને કરે જ છે જ્જમને જે મળ્યું છે એનો મને કોઈ હરખ નથી થયો. અને કાલે નહિ હોય તો મને એનું કોઈ દુઃખેય નહિ થાય. કેમકે પાર્ટીએ મને જે જવાબદારી આપી છે તેને નિષ્ઠાપૂર્વક અદા કરીશ. જ્જહરિદ્વાર -સોમનાથ-હરિદ્વાર ટ્રેન ચાલુ થઈ છે તો એ ભૂતકાળની અમારી રજૂઆતો જ હતી. ટ્રેન શરૂ થઇ છે તો હવે કાયમી પણ રહેશે. જ્જપાર્ટીએ મને જે જવાબદારી આપી છે તેને નિષ્ઠાપૂર્વક અદા કરીશ. જ્જલાલ ચોકમાં તિરંગો લહેરાવવા માટે આર્ટીકલ ૩૭૦ નું ઇન્ડિયા ફર્સ્ટ કેમ્પેન અમે ચલાવ્યું'તું જ્જસરકાર ખેડૂતો માટે તો ખુબ ચિંતિત છે અને ખુબ ગંભીર છે. જ્જઆજે ગામને ઝાંપે નાના નાના એકમો ચાલુ જ એનું કારણ એક જ છે જ્યોતિગ્રામ યોજના અને મુદ્રા યોજના. જ્જપાર્ટીએ મને આવડો મોટો કર્યો છે તેનું ઋણ હું કદી ચૂકવી નહી શકુ. 3:11 PM IST
દક્ષિણ કોરિયાના શેરબજાર 'કોસ્પી' (KOSPI) માં ૮ ટકાનો ભીષણ કડાકો બોલાતા ટ્રેડિંગ પર ૨૦ મિનિટ માટે બ્રેક લગાવાઈ : રોકાણકારોના ૩૨૮ અબજ ડોલર સ્વાહા : અમેરિકી નાસ્ડેક ફ્યુચર્સમાં પણ ભારે ઘટાડો : અખાતી દેશોમાં યુદ્ધની સ્થિતિ અને ઓઈલના ભડકે બળતા ભાવથી વૈશ્વિક બજારો ધ્વસ્ત : ક્રિપ્ટોકરન્સી પણ કડડભૂસ થતા બિટકોઈન ગબડીને ૬૨,૮૦૦ ડોલરની સપાટીએ પહોંચ્યો : ટેક શેરોમાં ભારે વેચવાલી10:17 AM IST
મધ્ય પૂર્વમાં ભડકેલા જંગ વચ્ચે રશિયાની ચોંકાવનારી એન્ટ્રી: તેહરાનમાં ઉતર્યું રશિયન ‘ડૂમ્સડે એરક્રાફ્ટ’, વૈશ્વિક હલચલ તેજ : અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝની સામુદ્રધુનીમાં ચાલી રહેલા વિનાશક સૈન્ય સંઘર્ષના મુખે મોસ્કોએ તેનું સૌથી સુરક્ષિત અને રહસ્યમયી ફ્લાઈંગ કમાન્ડ પોસ્ટ મોકલીને વૈશ્વિક સુરક્ષા સમીકરણોમાં મોટો વળાંક લાવી દીધો છે1:20 PM IST
અયોધ્યા રામ મંદિરમાં સીઈઓ (CEO) ની બમ્પર વેકેન્સી : ચઢાવા ચોરી વિવાદ વચ્ચે ભવ્ય મંદિરના વહીવટ અને નાણાકીય મેનેજમેન્ટ માટે ટ્રસ્ટે બહાર પાડ્યું કડક લાયકાતો ધરાવતું નોટિફિકેશન : ૧૮ જુલાઈ સુધી ઈમેલથી કરી શકાશે અરજી : ૫૦થી ૭૦ વર્ષની વય, સનાતની હિન્દુ અને ૨૦ વર્ષનો વહીવટી અનુભવ જેવી સખત શરતો સાથે નિવૃત્ત જસ્ટિસ પ્રદીપ કોહલી સહિતના ૩ સભ્યોની સર્ચ કમિટી લેશે ઈન્ટરવ્યુ4:02 PM IST
ભાઈને સમોસા ખવડાવ્યો, બહેનને પોતાની સાથે લઈ ગયા,10 દિવસથી કરતા હતા આ કામ :અપહરણ, ક્રૂરતા અને હત્યા કેસમાં નવા ખુલાસા. : ગાઝિયાબાદ અપહરણ, ગેંગ રેપ અને હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા:આરોપી 10 દિવસથી છોકરી અને તેના ભાઈઓ સાથે વ્યસ્ત હતો. આરોપીએ પહેલા છોકરીના ભાઈને સમોસા ખવડાવ્યો, પછી તેની બહેનનું અપહરણ કર્યું.1:58 PM IST
છોકરીઓએ આખરે પરણવું કેમ નથી? કોણ રોકી રહ્યું છે? : સમાજમાં પરિવારની વ્યાખ્યા ઝડપથી બદલાઈ રહી છેઃ એક સમય હતો જ્યારે મહિલાઓના જીવનનું અંતિમ લક્ષ્ય લગ્ન અને બાળકો હતું: અભ્યાસમાં સામે આવ્યા તારણો :સ્ત્રીઓ લગ્ન અને બાળકોના ઝંઝટથી દૂર મુક્ત આકાશમાં જીવવાનું પસંદ કરી રહી છે, આ આધુનિક લાઈફસ્ટાઈલ પાછળના કારણો જાણીને દંગ રહી જશો3:28 PM IST
ગુરૂગ્રામની શાળાઓ અને મિની સચિવાલય સહિત વડાપ્રધાન મોદીની જીંદ રેલીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: બાંગ્લાદેશી IP એડ્રેસથી ઈમેઈલ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર : રાજ્યભરમાં ખળભળાટ: સોશિયલ મીડિયા અને ઈમેઈલના માધ્યમથી ફેલાયેલી આ દહેશત બાદ પોલીસ તંત્ર સક્રિય; આતંકી કાવતરાના પગેરું શોધવા સાયબર સેલની તપાસ તેજ3:52 PM IST
મર્સિડીઝ બેન્ઝની પ્રીમિયમ કારોમાં E20 પેટ્રોલનો ઉપયોગ સુરક્ષિત: વાયરલ વીડિયો અને માઇલેજ ઘટાડાના આક્ષેપો વચ્ચે લક્ઝરી કાર મેકરની સત્તાવાર સ્પષ્ટતા : એક પ્રખ્યાત વ્લોગર દ્વારા કરાયેલા ગંભીર દાવા બાદ મર્સિડીઝ બેન્ઝે બહાર પાડ્યું અધિકૃત નિવેદન, તમામ BS VI પેટ્રોલ વાહનો ઈથેનોલ-મિશ્રિત ઈંધણ માટે ટેકનિકલ રીતે સક્ષમ હોવાની પુષ્ટિ કરી3:20 PM IST
૧૫૦૦ કરોડ રૂપિયા અચાનક ખાતામાં દેખાયા... પેન્શન ઉપાડવા ગયેલા પિતા અને પુત્ર ચોંકી ગયા : મુઝફફરપુરમાં એક વૃદ્ધ વ્યક્તિ અને તેમના અપંગ પુત્રના બેંક ખાતામાં અચાનક અબજો રૂપિયાનું બેલેન્સ દેખાતા બધા ચોંકી ગયા : બેલેન્સ તપાસતા, તેમને તેમના ખાતામાં આશરે ૭.૫૯ અબજ રૂપિયા અને તેમના પુત્રના ખાતામાં લગભગ એટલી જ રકમ મળી9:54 AM IST
કર્ણાટકના ચિત્રદુર્ગમાં મધરાતે ગોઝારો અકસ્માત: કન્ટેનર ટ્રક અને સ્લીપર બસ વચ્ચે ભીષણ ટક્કર બાદ આગ લાગતા ૬ લોકોના કરૂણ મોત, ૨૮ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત : બેંગલુરુ-પુણે નેશનલ હાઈવે પર સર્જાયેલી આ દુર્ઘટનામાં ટ્રક ચાલકે ડિવાઈડર કૂદીને સામેથી આવતી બસને ટક્કર મારતા મુસાફરોમાં મચી ગઇ અફરાતફરી, વડાપ્રધાન અને મુખ્યમંત્રી દ્વારા સહાયની જાહેરાત12:50 PM IST
દિલ્હીમાં ફરી હવા પ્રદુષિત : AQI 261 સાથે 'ગંભીર' શ્રેણીમાં :નાગરિકો માટે ખાસ એડવાઈઝરી જાહેર : વહીવટીતંત્રે આ તમામ સંવેદનશીલ લોકોને બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપી:જો ઘરની બહાર નીકળવું અનિવાર્ય હોય, તો માસ્ક પહેરવું અને લાંબા સમય સુધી પ્રદૂષિત વાતાવરણમાં શારીરિક પ્રવૃત્તિઓ ન કરવાની સૂચના 1:21 PM IST
ગલ્ફમાં યુદ્ધના ભણકારા: ઈરાનનું અમેરિકા સામે ‘આઈ ફોર એન આઈ’ ઓપરેશન, મિસાઈલ અને ડ્રોન હુમલાથી અમેરિકી સૈન્ય મથકો ધ્રૂજી ઉઠ્યા : જોર્ડન, બહરીન અને કુવૈતસ્થિત અમેરિકી એરબેઝને નિશાન બનાવીને ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે વળતો પ્રહાર કર્યો; હોર્મુઝની જળસંધિમાં વધતા તણાવ વચ્ચે મધ્ય-પૂર્વમાં સંઘર્ષની સ્થિતિ ગંભીર1:21 PM IST
ઈન્દોરના ડાક કુંજ કોલોનીમાં લોહિયાળ હત્યાકાંડ: પતિએ બાળકોને શાળાએ મૂકી, રસ્તામાં એટીએમ કાર્ડ અને પિન આપી, ઘરે આવીને પત્નીને પતાવી દીધી : પોસ્ટલ આસિસ્ટન્ટ ઉર્મિલા સૈનીની હત્યા પાછળ વર્ષો જૂનો કૌટુંબિક કલેશ અને પતિની શંકાશીલ માનસિકતા જવાબદાર હોવાનો ઘટસ્ફોટ; આરોપી પતિ અખિલેશ સૈની ઘટનાને અંજામ આપી ફરાર થતા પોલીસની ચાર ટીમો દ્વારા સઘન શોધખોળ શરૂ1:20 PM IST
મધ્ય-પૂર્વમાં વધેલા ભૌગોલિક રાજકીય તણાવ અને ક્રૂડ ઓઈલના ભડકાથી ભારતીય ચલણ ધ્વસ્ત : રૂપિયો ડોલર સામે ૯૫.૭૬ના સ્તરે ગગડીને એક મહિનાની સૌથી નીચલી સપાટીએ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના આદેશથી સરકારી બેંકો દ્વારા ડોલરનું વેચાણ શરૂ કરાયું છતાં ચલણ પર ભારે દબાણ : ક્રૂડ તેલના ભાવ વધતા ચાલુ ખાતાની ખાધ વધવાની અને શેરબજારમાંથી વિદેશી ફંડ બહાર ખેંચાવાની એચએસબીસી (HSBC) ની ચેતવણી1:16 PM IST
મધ્ય-પૂર્વના તંગદિલીભર્યા માહોલ વચ્ચે ચીની શેરબજારોમાં મોટો કડાકો: રોકાણકારોમાં ફેલાયેલી ચિંતાને કારણે મુખ્ય સૂચકાંકો એક મહિનાના તળિયે : ઈરાન અને અમેરિકા વચ્ચેના વધતા સંઘર્ષ અને હોર્મુઝની સામુદ્રધુની ફરી બંધ થવાના અહેવાલોએ શેરબજારમાં 'બ્રોડ-બેઝ્ડ' વેચવાલીનું વાતાવરણ સર્જ્યું: ડિફેન્સ, ટેકનોલોજી અને સ્મોલ-કેપ શેરોમાં ભારે ધોવાણ, જ્યારે બેન્કિંગ અને એનર્જી સેક્ટરમાં રોકાણકારોનો ઝુકાવ1:14 PM IST
દિલ્હીમાં ૧૫ જુલાઈથી લાલ કિલ્લાના દ્વાર પ્રવાસીઓ માટે બંધ: સરકારી નોકરીઓની ભરતીની વણઝાર અને ડીડીએ (DDA) ની સમસ્યાઓના ઉકેલ માટે ખાસ કેમ્પનું આયોજન : સ્વતંત્રતા દિવસની તૈયારીઓને પગલે ઐતિહાસિક લાલ કિલ્લા પર સુરક્ષા કવચ સઘન; બેરોજગાર યુવાનો માટે સરકારી નોકરીની સુવર્ણ તક અને દિલ્હી વિકાસ પ્રાધિકરણના કામો અર્થે વિશેષ જનસંપર્ક અભિયાન શરૂ1:01 PM IST
વિયેતનામમાં હોડી દુર્ઘટના: ૧૫ ભારતીય પ્રવાસીઓના મોત બાદ સ્વદેશ પરત લાવવાની પ્રક્રિયા તેજ, બચી ગયેલા લોકોએ તબીબી સહાયના અભાવે આક્રોશ ઠાલવ્યો : દુર્ઘટના સ્થળે પ્રાથમિક સારવાર અને તબીબી સુવિધાઓના અભાવે અનેક જીવ ગુમાવ્યા હોવાનો survivorsનો આરોપ; મૃતકોના પાર્થિવ દેહ હો ચી મિન્હ સિટી પહોંચ્યા, ભારત લાવવાની તૈયારીઓ પૂર્ણ12:50 PM IST
રામ મંદિર દાન હેરાફેરી કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી કાર્યવાહી : CBI તપાસ અને ઈલેક્ટ્રોનિક પુરાવાઓની સુરક્ષા અંગે નોટિસ પાઠવી : ચીફ જસ્ટિસ સૂર્ય કાંતના નેતૃત્વ હેઠળની ત્રણ જજોની બેન્ચે હાથ ધરી સુનાવણી : વિદેશી ફંડ સહિત ટ્રસ્ટની નાણાકીય વિગતો જાહેર કરવા આરજેડી સાંસદ સુધાકર સિંહની અરજી પણ અન્ય અરજીઓ સાથે લિસ્ટ કરાઈ12:56 PM IST
જળ સંચય અને આયોજનમાં પંચાયતોની ભૂમિકા નિર્ણાયક: આત્મનિર્ભર ભારત માટે ગ્રામીણ સ્તરે જળ વ્યવસ્થાપન અનિવાર્ય : દિલ્હી ખાતે આયોજિત 'નેશનલ લેવલ ટ્રેનિંગ ઓફ માસ્ટર ટ્રેનર્સ' કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના પંચાયતી રાજ સચિવ વિવેક ભારદ્વાજનું સ્પષ્ટ મંતવ્ય: પાણીની સુરક્ષા માટે સામૂહિક જનભાગીદારી પર ભાર12:49 PM IST
દુનિયાભરમાં લોકપ્રિય 'ફ્રેન્ચ ફ્રાઈઝ'નો ઉદ્ભવ ક્યાંથી થયો? ફ્રાન્સ, બેલ્જિયમ અને સ્પેન વચ્ચે દાયકાઓથી ચાલી રહેલી ગજગ્રાહની કહાની : આ સ્વાદિષ્ટ નાસ્તાના મૂળ શોધવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા મંથન વચ્ચે સામે આવ્યા છે રસપ્રદ ઐતિહાસિક તથ્યો; જે વાનગીને આપણે ફ્રેન્ચ કહીએ છીએ તેની ઉત્પત્તિને લઈને ઇતિહાસકારોમાં આજે પણ મતમતાંતર12:48 PM IST
બોલીવુડ અભિનેતા આમિર ખાનની ત્રીજી લગ્નગાથા પર મહારાષ્ટ્રના મંત્રી નીતેશ રાણેના આકરા પ્રહાર: 'લવ જેહાદ'ના બ્રાન્ડ એમ્બેસેડર ગણાવ્યા : હિંદુ યુવાનોએ અભિનેતાઓને આદર્શ માનતા પહેલા ગંભીરતાથી વિચારવું જોઈએ: મંત્રી નીતેશ રાણેએ શિરડી ખાતે એક કાર્યક્રમ દરમિયાન ફિલ્મ જગતની હસ્તીઓ પર નિશાન સાધ્યું12:47 PM IST
છૂટાછેડાના ચાર વર્ષ બાદ પણ બંને વચ્ચે સન્માન અને સમજણનો સંબંધ યથાવત્ :સીમા સજદેહને લઈને સોહેલખાને કર્યો ખુલાસો : બંને પુત્રો તેમની સાથે રહે છે. તેથી સીમા બાળકોને મળવા માટે અઠવાડિયામાં ત્રણથી ચાર વખત ઘરે આવે છે.:સોહેલે કહ્યું માત્ર મુલાકાત જ નહીં, પરંતુ ઘરની ચાવી પણ આજે સુધી સીમા પાસે જ છે12:42 PM IST
યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના “મહિલા પહેલાં માતા છે” નિવેદનને હવે સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે આપ્યું સમર્થન : કંગનાએ લખ્યું કે મહિલાઓને મમતા કે પાલન-પોષણ શીખવવાની જરૂર પડતી નથી. તેમના મતે આ ગુણ જન્મજાત હોય છે અને મહિલાના વ્યક્તિત્વનો અભિન્ન ભાગ છે. તેમણે જણાવ્યું કે પ્રકૃતિએ મહિલાઓને માનવજાતના ઉછેર અને સંવર્ધનની વિશેષ જવાબદારી સોંપી છે12:41 PM IST
ન્યુઝીલેન્ડની વસ્તીના માત્ર 5 થી 6 ટકા હિસ્સો ધરાવતા ભારતીયોનું દેશના સામાજિક, આર્થિક અને રાજકીય માળખામાં અત્યંત પ્રભુત્વ : પીએમ મોદીની આ મુલાકાત એ વાતનું પ્રતીક છે કે ભારતીય મૂળના લોકોએ પોતાની મહેનત અને બૌદ્ધિક ક્ષમતાથી ન્યુઝીલેન્ડ જેવા વિકસિત દેશમાં કેવી રીતે પોતાની ઓળખ સ્થાપિત કરી છે.12:40 PM IST
વૈશ્વિક આર્થિક મંચ પર ભારતનો મોટો વળાંક : રિઝર્વ બેંકે અમેરિકાના ૬૦ અબજ ડોલરના ટ્રેઝરી બોન્ડ વેચી દીધા : દેશનું ગોલ્ડ રિઝર્વ વધીને ૧૧૫ અબજ ડોલરે પહોંચ્યું : ડૉલર પરની નિર્ભરતા ઘટાડવા માટે આરબીઆઈ (RBI) ની 'રિઝર્વ પોર્ટફોરલિયો ડાયવર્સિફિકેશન' વ્યૂહરચના : છેલ્લા ૧૮ મહિનામાં લીધેલા આક્રમક નિર્ણયથી અમેરિકી ટ્રેઝરી હોલ્ડિંગ્સ છ વર્ષની સૌથી નીચલી સપાટીએ11:50 AM IST
હવે ખોરાકમાં ભેળસેળ,રસોડામાં ગંદકી, સહિતની સીધી ફરિયાદ ગ્રાહકો નોંધાવી શકાશે: FSSAIએ લોન્ચ કરી મોબાઈલ એપ : ‘Food Safety Connect’ નામની નવી મોબાઇલ એપ દ્વારા સામાન્ય નાગરિકો હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા અથવા સ્ટ્રીટ ફૂડમાં જોવા મળતી ગંદકી, ભેળસેળ અથવા ખરાબ ગુણવત્તાવાળા ખોરાક અંગે સીધી ફરિયાદ નોંધાવી શકશે.11:43 AM IST
બદ્રીનાથ ધામના ચઢાવાની ચોરી અને હેરાફેરીના મામલામાં મોટી કાર્યવાહી : BKTC પ્રમુખના સસ્પેન્ડેડ ખાનગી સચિવ આરોપી પ્રમોદ નૌટિયાલની દેહરાદૂનથી ધરપકડ : મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના આદેશથી રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિની તપાસ અને સીસીટીવી ફૂટેજના આધારે કડક એક્શન : મોડી રાત્રે અટકાયત બાદ આરોપીને બદ્રીનાથ પોલીસ સ્ટેશને લવાયો11:38 AM IST
અમેરિકા-ઈરાન આખી દુનિયાને બરબાદ કરીને ઝંપશે! ક્રૂડના ભાવમાં ભડકો : ક્રૂડ ઓઈલના ભાવમાં ૪%નો વધારો થયોઃ શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધશે? શું ક્રૂડ ઓઇલ $૧૨૦ સુધી પહોંચી જશે? આ ભય ફરી એકવાર દુનિયાને સતાવી રહ્યો છે : આજે ક્રૂડ ઓઈલ ૪% થી વધુ વધ્યો છેઃ તેલના ભાવ અચાનક $૮૦ સુધી પહોંચવાની ખૂબ નજીક છે10:32 AM IST
કરિયાણાથી લઈને કપડાં સુધીની તમારી દરેક ખરીદારી પર નજર રાખશે સરકાર : મહત્ત્વનો સર્વે કરીને સરકાર બનાવી રહી છે મોટો ડેટાબેઝઃ આનાથી લોકોની ખરીદીની પેટર્ન, શૈલી, આદત, અલગ-અલગ વસ્તુઓ પાછળ થનારા ખર્ચા તથા રાજ્યમાં ફુગાવાની સ્થિતિ પર એક વિસ્તૃત ડેટાનું ક્લેક્શન મળી રહેશે : પ્રજા કઈ વસ્તુઓ પર સૌથી વધારે ખર્ચ કરી રહ્યા છે, કઈ વસ્તુની ખરીદી સૌથી વધારે થાય છે અને અલગ અલગ રાજ્યમાં ગ્રાહકોની ખરીદીની શૈલી કેવી છે આનો તલસ્પર્શી રેકોર્ડ હવે સરકાર પાસે રહેશે10:28 AM IST
રેલ વન એપ્લિકેશનથી બુક કરેલી અનરિઝર્વ્ડ ડિજિટલ ટિકિટની ફક્ત વોટ્સએપ મેસેજ, સ્ક્રીનશોટ, ફોટો અથવા પીડીએફ માન્ય ગણાશે નહીં : ટ્રેન ટિકિટના નવા નિયમોઃ વોટ્સએપ કે સ્ક્રીનશોટ વાળી ટિકિટ બતાવી તો થશે દંડ : નવા નિયમ અનુસાર પ્રવાસીઓ પોતાની ઓનલાઈન ટિકિટ બુકિંગને વોટ્સએપ પર મંગાવી અથવા સ્ક્રીનશોટ લઈને ટ્રાવેલ કરી શકશે નહીં10:27 AM IST
ચાથી લઈને દવા સુધી... બ્રિટિશ લોકો હવે ખરીદશે ભારતીય પ્રોડક્ટ્સ : ભારત અને બ્રિટન વચ્ચે થયેલા મુક્ત વેપાર કરાર (FTA)થી ભારતીય નિકાસકારો માટે નવા અવસર ઊભા થવાની આશા : ભારત અને બ્રિટન વચ્ચે ૧૫ જુલાઈથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અમલમાં આવશે. આ કરાર બંને દેશો વચ્ચેના વેપારી સંબંધોમાં મોટો ફેરફાર લાવશે10:27 AM IST
મહિલાએ ના પાડી તોય ઘરના ટોઇલેટમાં ઘૂસી ગયો ડિલિવરી એજન્ટ પછી કરી બેહૂદી હરકત : કોઈપણ વ્યક્તિની મંજૂરી વગર તેના ઘરમાં પ્રવેશ કરવો, તેને અસહજ સ્થિતિમાં મૂકવો અથવા તેની સાથે અયોગ્ય વર્તન કરવું ગંભીર ગુનો : ડિલિવરી એજન્ટ તેના ઘરે પાર્સલ પહોંચાડવા આવ્યો હતોઃ ડિલિવરી એજન્ટની ધરપકડ, મહિલાની ફરિયાદ બાદ પોલીસની કાર્યવાહી10:00 AM IST
રામ મંદિર ટ્રસ્ટના અધિકારો અને સત્તાઓ શું છે? સુપ્રીમ કોર્ટ પાસેથી માહિતી માંગતી અરજી દાખલ : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના, સત્તાઓ અને સંચાલન અંગે સુપ્રીમ કોર્ટ પાસેથી સ્પષ્ટતા મંગાઈ :અરજીમાં ટ્રસ્ટની પારદર્શિતા, જવાબદારી, મિલકતની માલિકી અને નિર્મોહી અખાડાની ભૂમિકા અંગે માર્ગદર્શન માંગવામાં આવ્યું .11:09 PM IST
અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીની ઘટનાથી RSS વ્યથિત: મોહન ભાગવતની હાજરીમાં લેવાયો મોટો નિર્ણય, કહ્યું– 'ભક્તોની આસ્થા સાથે ખીલવાડ હવે સહન નહીં થાય' : કર્ણાટકના બેલાગવીમાં સંઘની હાઈપ્રોફાઈલ બેઠકના અંતિમ દિવસે કરોડો રામભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડતી નાણાકીય ગેરરીતિઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરાઈ : કૌભાંડીઓને જેલભેગા કરવા SIT અને પોલીસની કડક કાર્યવાહી પર મુકાયો અતૂટ ભરોસો11:12 PM IST
કર્ણાટકમાં નવો રાજકીય ભૂકંપ: ચૂંટણી પંચના SIR પહેલાં સિદ્ધારમૈયા સરકારનો 'PRC કાર્ડ' દાંવ : ભાજપ લાલચોળ : કર્ણાટક કોંગ્રેસ સરકાર દ્વારા વિવાદાસ્પદ કાયમી રહેઠાણ પ્રમાણપત્રો (PRC) ના વિતરણથી બંધારણીય કટોકટી સર્જાઈ : નાગરિકતા અને વસ્તી ગણતરીના કેન્દ્રીય અધિકારો પર તરાપ મારવાનો ભાજપના સાંસદ જગદીશ શેટ્ટરનો આરોપ11:12 PM IST
જેલમાંથી સરકાર ચલાવવા પર સુપ્રીમ બ્રેક: PM-CM ગુનાખોરીના કેસમાં પદ પરથી ‘દૂર’ કરવાને બદલે ‘સસ્પેન્ડ’ કરવાની સંસદીય સમિતિની મોટી ભલામણ : ૧૩૦મા બંધારણીય સુધારા બિલ પર સંયુક્ત સમિતિનો ઐતિહાસિક પ્રસ્તાવ : ગંભીર ગુનાઓમાં ૩૦ દિવસથી વધુ જેલમાં રહેનારા ટોચના નેતાઓનું પદ આપમેળે સ્થગિત થશે, પરંતુ નિર્દોષ છૂટ્યે જ ખુરશી પાછી મળશે11:13 PM IST
મધ્ય પૂર્વમાં મહાવિસ્ફોટ: ઈરાને જાહેર કરી વિદેશી નેતાઓની ' KILL લિસ્ટ' : સુપ્રીમ લીડરની હત્યાનો બદલો લેવા ૧૩ દિગ્ગજો નિશાન પર : અમેરિકા-ઈઝરાયેલના સંયુક્ત ઓપરેશનમાં ખામનેઈના મોત બાદ તેમના પુત્ર મોજતબાએ લીધા ભયાનક સોગંદ : ઈરાનના સરકારી અખબારે પશ્ચિમી દેશોના રાષ્ટ્રાધ્યક્ષોના ફોટા સાથેની વિવાદાસ્પદ યાદી ઓનલાઈન લીક કરી11:14 PM IST
બંગાળના રાજકારણમાં ભયાનક ભૂકંપ: મમતા બેનર્જી પાસેથી છીનવાઈ શકે છે 'તૃણમૂલ કોંગ્રેસ' નામ : કોર્ટે ઋતબ્રત જૂથને આપી અસલી પક્ષ તરીકે માન્યતા : પ. બંગાળની અલીપોર કોર્ટે ૨૨ જૂને અરૂપ રોયની અધ્યક્ષતામાં બનેલી રાષ્ટ્રીય કારોબારી સમિતિને કાયદેસર જાહેર કરી : પક્ષના નામ, ભંડોળ અને તૃણમૂલ ભવન પરથી મમતા દીદીનો એકહથ્થુ અધિકાર ખતમ થવાના આરે11:14 PM IST
ઓપરેશન પછીનું સંક્રમણ હવે બન્યું ચિંતાનો વિષય: એન્ટિમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સને કારણે સર્જરી ક્ષેત્રે જોખમમાં મૂકાઈ રહી છે દર્દીઓની સલામતી : દવાઓની અસરકારકતા ઘટતા સામાન્ય શસ્ત્રક્રિયાઓ પણ બની રહી છે પડકારજનક; તબીબી નિષ્ણાતો અને સર્જનોએ વ્યક્ત કરી ગંભીર ચિંતા, હોસ્પિટલોમાં હવે 'એન્ટિબાયોટિક સ્ટેવર્ડશિપ' પર ભાર11:17 PM IST
લોકરના સોનામાંથી સપનાની ઉડાન: મિલેનિયલ્સ અને જેન-ઝેડમાં વધતો નવો ટ્રેન્ડ : વારસાગત ઘરેણાં વેચીને ખરીદાય છે ઘર, બિઝનેસ અને વિદેશી શિક્ષણ : બેંક લોકર્સમાં વર્ષોથી ધૂળ ખાતા ભારેભરખમ દાગીનાને 'માત્ર યાદગીરી' ગણવાને બદલે નવી પેઢી પ્રવાહી સંપત્તિ તરીકે વાપરી રહી છે : નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં સોનાના દાગીનાની માંગમાં ૨૧%નો ઘટાડો અને રોકાણના સિક્કા-બારમાં ૨૨%નો ધરખમ ઉછાળો11:18 PM IST
ટેલિકોમ પછી હવે ટેકનોલોજી પર એરટેલનો કબ્જો: આગામી ૧૦ વર્ષમાં ₹૩.૩ લાખ કરોડના રોકાણ સાથે બદલાશે ભારતનું ડિજિટલ ભવિષ્ય : એરટેલના ચેરમેન સુનીલ મિત્તલે વાર્ષિક અહેવાલમાં જાહેર કર્યા ત્રણ નવા ગ્રોથ એન્જિન: આરબીઆઈની મંજૂરી સાથે ‘એરટેલ મની’માં ₹૨૦,૦૦૦ કરોડ અને ક્લાઉડ-ડેટા સેન્ટર્સ માટે અબજો ડોલરના રોકાણની ધમાકેદાર જાહેરાત11:18 PM IST
વૈશ્વિક બજારમાં ભારતનો માસ્ટરસ્ટ્રોક: 15 જુલાઈથી ભારત-યુકે હિસ્ટોરિક FTA અમલમાં : લંડનની સુપરમાર્કેટ્સમાં ભારતીય ચા-મસાલા અને દવાઓ સસ્તા ભાવે ખરીદશે જ્યારે ભારતીય નિકાસકારો અબજોની કમાણી કરશે : ભારતીય વેપારીઓની તિજોરી છલકાશે : ભારતમાં પણ યુકેથી આવતી હાઇ-ટેક મશીનરી, તબીબી સાધનો, ઓટોમોબાઇલ પાર્ટ્સ અને પ્રીમિયમ સ્કોચ વ્હિસ્કી પરની ડ્યુટી ઘટશે11:20 PM IST
ટ્વિશા શર્મા મૃત્યુ કેસ: AIIMS દિલ્હીના ચોંકાવનારા રિપોર્ટમાં મોટો ખુલાસો, જીમ બેલ્ટ પરથી મળ્યા પીડિતાના ત્વચાના અવશેષો : સીબીઆઈને સોંપાયેલા ૧૧ પાનાના અંતિમ ફોરેન્સિક રિપોર્ટમાં વૈજ્ઞાનિક પુરાવા સાથે નિષ્કર્ષ: જીમમાં વપરાતા બેલ્ટના નિશાન અને ગળા પરના ઈજાના ડાઘા એકબીજા સાથે મેળ ખાતા હોવાની પુષ્ટિ11:20 PM IST
નેપાળ સરકારના એક નિર્ણયથી કાઠમંડુમાં ભારે હોબાળો મચી ગયો: આખરે નેપાળના 'જનરલ-ઝેડ' બાલેન શાહથી કેમ નારાજ ? : નેપાળમાં 'જનરલ-ઝેડ', જેમણે બાલેન શાહને સત્તા આપી પણ હવે તેમની વિરુદ્ધ કેમ થઈ ગયો છે? નેપાળ સરકારના કયા નિર્ણયથી યુવાનો ગુસ્સે થયા અને કાઠમંડુ ફરી એકવાર એક મોટા આંદોલનની અણી પર આવી ગયું? 12:00 AM IST

હક્ક માટે લડત

અતિક્રમણ સામે હથોડો

સાયકલ રેલી….

ઉંમર માત્ર એક આંકડો છે

વૃક્ષારોપણ .....
અકિલા સોશ્યિલ મીડિયાઊંઝાના જીરું અને વરિયાળીને મળ્યો પ્રતિષ્ઠિત GI ટેગ: રાજ્યના બે મુખ્ય કૃષિ ઉત્પાદનોને મળી વૈશ્વિક ઓળખ : GI ટેગ મેળવનારા ઉત્પાદનોને સામાન્ય ઉત્પાદનોની સરખામણીએ 20-30 ટકા વધુ બજારભાવ મળવાની સંભાવના: GI ટેગ ઊંઝાના જીરું અને વરિયાળીને સત્તાવાર ભૌગોલિક માન્યતા આપશે:વૈશ્વિક બજારમાં વિશ્વસનીયતા અને નિકાસની ક્ષમતામાં વધારો થશે: ખેડૂતો, ઉત્પાદકો અને પરંપરાગત કૃષિ વારસાને કાયદાકીય રક્ષણ મળશે અને કૃષિ આધારિત સાહસો માટે નવી તકો ઊભી થશે7:45 PM IST
ગુજરાત ભાજપા યુવા મોરચામાં મોટા પાયે સંગઠનાત્મક નિમણૂકો : પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સાથે ચર્ચા બાદ ૯ હોદ્દેદારોની કરાઈ સત્તાવાર જાહેરાત : યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. હેમાંગ જોશી દ્વારા જાહેર કરાયેલી યાદીમાં પ્રદેશ ઉપપ્રમુખ તરીકે સુરતના નંદીની કુલદીપ ગઢવી અને પ્રદેશ મંત્રી તરીકે ભાવનગરના સિદ્ધિબેન અતુલભાઈ સઠીયાની વરણી7:32 PM IST
અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાને પગલે એરપોર્ટ પ્રશાસન એક્શનમાં : મુસાફરો માટે ખાસ એડવાઇઝરી જાહેર, ૧૬ જુલાઈએ ફ્લાઈટ પકડવા ઘરેથી વહેલા નીકળવા અપીલ : અસંખ્ય માર્ગો બંધ અને ટ્રાફિક ડાયવર્ઝનને કારણે મુસાફરીમાં વધારાનો સમય રાખવા તથા એરપોર્ટ પર સુરક્ષા તપાસની પ્રક્રિયા માટે અગાઉથી વાહનની વ્યવસ્થા ગોઠવી લેવા તંત્રની મહત્વની સૂચના7:01 PM IST
વડતાલ સ્વામિનારાયણ ભગવાન નિજ મંદિરમાં અષાઢ મહિનામાં 300 કિલો આલુનો ભવ્ય અને દિવ્ય ઉત્સવ ઉજવાયો : હજારો હરિભક્તો દર્શન કરીને થયા ભાવવિભોર : શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રણછોડરાયજી અને પંચદેવ સમક્ષ ઋતુ ફળ ધરાવાયા : ધીરજલાલ રૂપારેલીયાના યજમાનપદે ઉજવાયો ઉત્સવ : મંદિરના ચેરમેન ડો. સંત વલ્લભદાસજી સ્વામી અને કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી સહિતના ઉપસ્થિત4:33 PM IST
ગુજરાતના ખેડૂતો અને સામાન્ય જનતા માટે મોટા આંચકાજનક સમાચાર : હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલે વરસાદની આગાહીઓ કરવા પર હાલપૂરતો મૂક્યો પૂર્ણવિરામ : જુઓ વિડીયો : 'વિજ્ઞાન જાથા' ના આક્ષેપોથી વ્યથિત થઈને પરંપરાગત વૈદિક જ્ઞાન પદ્ધતિના સન્માન ખાતર લીધો મોટો નિર્ણય : ભવિષ્યમાં જનતા અને સમાજનું સમર્થન મળશે તો જ પુનઃ વિચાર કરવાની મૂકી શરત5:24 PM IST
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ભારે ઉત્સાહ :45,000 કિલો મગનો પ્રસાદ, 500 કિલો જાંબુ અને 500 કિલો કેરી સહિતનો પ્રસાદ તૈયાર કરાયો : રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે:ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 શોભાયાત્રાની ટ્રકો જોડાશે: શારીરિક કૌશલ્યોના પ્રદર્શન માટે 30 અખાડાઓ અને ભક્તિમય વાતાવરણ જાળવવા માટે 18 ભજન મંડળીઓ તેમજ 3 બેન્ડવાજાની ટીમ તૈનાત રહેશે.1:55 PM IST
ગુજરાતમાં આપત્તિ સામે નાગરિકોને મદદરૂપ થવા 'યુવા આપદા મિત્ર સ્કીમ' હેઠળ ૪,૫૨૬ યુવાનો તાલીમબદ્ધ : રાજ્યના ૧૭ જિલ્લાઓમાં 'આપદા મિત્રો'ને અદ્યતન ઇમરજન્સી કીટથી કરાયા સજ્જ : જનભાગીદારીથી આપત્તિ વ્યવસ્થાપન: ગુજરાતમાં ૫૦ ટકા મહિલા ભાગીદારી સાથે તૈયાર થઈ રહી છે 'આપદા મિત્ર'ની નવી પેઢી : આપદા મિત્રની સામાજિક સુરક્ષા માટે પાંચ વર્ષ સુધી રૂ.૦૫ લાખનું વિમા કવચ12:00 PM IST
મૈસુરવાસીઓ ગુજરાતી સંસ્કૃતિનાં તાલે ઝુમ્યા અને કલાના રંગે રંગાયા : રૂ.1.65 કરોડથી વધુની હસ્તકલાનું વેચાણ : સતત 10માં વર્ષે મૈસુરમાં ‘ગુજરાત હસ્તકલા ઉત્સવ-2026’ યોજાયો : મૈસુર-કર્ણાટકમાં ગુજરાતની કલા, સંસ્કૃતિ અને પરંપરાગત હસ્તકલાનો ગૌરવમય પરિચય કરાવવામાં ફરી એક વાર સફળતા : ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ મહત્વપૂર્ણ યોગદાન 3:50 PM IST
અમદાવાદમાં ગોમતીપુર પોલીસ અને LCBને મોટી સફળતા :એમ.ડી ડ્રગ્સ કેસમાં આરોપી સીમા દિવાકરને સકંજામાં: પતિ સરુજને વોન્ટેડ જાહેર : આરોપીના ઘરે રેડ પાડતા ચોકલેટ ફોર્મમાં એમ.ડી ડ્રગ્સનો જથ્થો 127 ગ્રામ, 132 ગ્રામ ગાંજો મળ્યો :ડ્રગનો જથ્થો ન પકડાય તે માટે ચોકલેટ રેપરમાં એમ.ડી ડ્રગ્સ વાળી ચોકલેટ વેચવામાં આવતી.11:56 PM IST
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામા વડોદરા 'નમો કમલમ્' ખાતે 'બૃહદ કાર્યકર્તા બેઠક' : સંગઠનના હોદ્દેદારો,આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો : જગદીશભાઈ વિશ્વકર્માએ પક્ષના પાયાના કાર્યકર્તાઓને ભાજપાની સૌથી મોટી તાકાત ગણાવ્યા: તેઓએ કાર્યકર્તાઓને વિવિધ સંગઠનાત્મક મુદ્દે માર્ગદર્શન આપ્યું7:16 PM IST
ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતેથી યોજાઈ મહત્વની વીડિયો કોન્ફરન્સ : અમદાવાદ, ભાવનગર, ખંભાત સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવા અને સોશિયલ મીડિયા પર સખત મોનિટરિંગ કરવા આદેશ: શાંતિ સમિતિની બેઠકો પર વિશેષ ભાર: કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાની તમામ SP અને રેન્જ IG સાથે કરાઈ વિસ્તૃત સમીક્ષા7:06 PM IST
માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીના અનુસંધાને ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી જાહેરસભાને સંબોધિત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા : ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી, વડોદરા ખાતે ભાજપા ઉમેદવાર સતિષભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું: વિશાળ વિજય વિશ્વાસ બાઈક રેલી યોજાઇ: ભાજપના ઉમેદવાર સતિષભાઈ પટેલનો જંગી બહુમતીથી વિજય સ્વ. યોગેશભાઈ પટેલને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ હશે:જગદીશભાઈ વિશ્વકર્મા7:11 PM IST
ગુજરાત રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા સૂચના અપાઈ : પ્રફુલભાઈ પાનશેરીયા : ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક : આરોગ્ય તંત્રને દવાઓ, ફોગિંગ અને સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા અપાયા આદેશ : કુલ ૨૭ શંકાસ્પદ કેસોના નમૂનાઓમાંથી ૭ પોઝિટિવ અને ૧૨ નેગેટિવ : ૮ નમૂનાઓનું પરીક્ષણ પરિણામ આજે સાંજ સુધીમાં આવી જશે : સેન્ડફ્લાય માખીના નાશ માટે સ્પ્રે અને સેનિટાઈઝેશનની કામગીરી8:31 PM IST
અષાઢ મહિનો આવી ગયો હોવા છતાં ઘણા ભાગો હજુ પણ પૂરતા વરસાદથી વંચિત : શેત્રુંજી ડેમ એક જ ભરાયોઃ દ્વારકામાં માત્ર દોઢ ટકા જળસંગ્રહઃ જેતપુર, ગોંડલ અને રાજકોટ શહેર સહિત ખૂબ મોટા વિસ્તારો જેના પર આધાર રાખે છે તેવો ગોંડલ નજીકનો ભાદર- ૧ માં માત્ર ૧૪.૫૨ ટકા જ પાણી : કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન રહ્યા છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં હજુ પણ વાવણી લાયક કે ડેમમાં નવા નીર લાવે તેવો વરસાદ ન થતાં ચિંતાના વાદળો ઘેરાયા છે10:29 AM IST
અમદાવાદની રથ યાત્રાઃ ૩૦ હજાર પોલીસ દળ ખડે પગે રહેશેઃ અનુપસિંહ ગેહલોત : ATS, ib વડા અશોક કુમાર યાદવ વિગેરેની મદદથી ઉગ્રવાદીઓ, સ્લીપરસેલની તસ્વીરો મેળવી ફેસ રેકોઞનાઇઝ મશીનમા ફિટ કર્યો છે, શકમંદ ચહેરો નજર પડયે, કંટ્રોલરૂમ, બીપ, બીપની ચીચયાંરિયોથી ગુંજી ઉઠશે : દેશમાં પોલિસ બંદોબસ્તની દ્રષ્ટિએ બીજો નંબર, ૬૫ ડ્રોન, ૧ હજાર અફસરોનુ સુપરવિઝન, અફવાખોરો પર નજર, ૧૫, ટુકડી SRP, રેપીડ એકશન ફોર્સ, ગુજરાતભરમાંથી ચુનંદા આધિકારીઓ જોડાયા છેઃ સીપી અનુપમસિંહ ગેહલોત અકીલા સાથે મેરેથોન તૈયારીઓ વર્ણવે છે : ૭ દિવસ સુધી દિવસ રાત જોયા વગર ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ, જોઈન્ટ સીપી નીરજ બડ ગુજ્જર, સેકટર વડા જયપાલસિંહ રાઠોડ વિગેરે સાથે મનોમંથન કર્યુઃ ગજરાજ બેકાબુ કેમ બનેલ? તે કારણોનાં તારણોનો અભ્યાસ કરી, આ પ્રકારના અનુભવે શિખેલ બાબતોની વિચારણા બાદની રણનીતિ પર, CM, DCM અને CS દ્રારા સંતોષ વ્યક્ત થયો : ફક્ત પોલીસ સ્ટાફ નહિ, સીપી, જોઈન્ટ સીપી સાહિતનાં સિનિયર અધિકારિયો સાથે મહત્વ્ની જવાબદારીઓ સંભાળનાર ડીસીપી રૂપલ સોંલંકી અને ડીસીપી ભરત રાઠોડ વિગેરે જોડાયા. ટ્રાફિક મેનેજમેન્ટ આવા વિશાળ ધાર્મિક યાત્રા માટે મહંવનુ અંગ હોય, ટ્રાફિક વડા અશ્વિન ચૌહાણ દ્રારા લોકોને જાગૃત કરવા સાયકલ યાત્રા યોજી, પોતે પણ જોડાયા4:12 PM IST
અમદાવાદમાં 149મી ભવ્ય રથયાત્રા માટે તંત્ર સજ્જ: ભગવાન જગન્નાથજીના આકર્ષક રથ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે નગરચર્યાનો મંગલ પ્રારંભ થશે : જમાલપુર નિજમંદિરથી નીકળનારી આ ઐતિહાસિક રથયાત્રાના રૂટ પર સુરક્ષા અને સુવિધાઓનો આખરી ઓપ અપાયો, અષાઢી બીજની સવારે લાખો શ્રદ્ધાળુઓ પ્રભુના નગરદર્શનના સાક્ષી બનશે12:49 PM IST
પંચમહાલ જિલ્લામાં ચાદીપુરા વાયરસને કારણે એક પછી એક બાળકોના મોત બાદ તંત્ર અને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં : વાયરસના સંક્રમણને આગળ વધતું અટકાવવા માટે પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વેલન્સ ની કામગીરી શરૂ: વાયરસગ્રસ્ત સંબંધિત વિસ્તારોમાં 100 મીટરની ત્રિજ્યામાં સઘન પાવડર છંટકાવની કામગીરીકરાઈ 12:10 PM IST
શું આપ બેરોજગાર છો? આપની પાસે સ્માર્ટફોન અને બાઈક છે? હા તો આપ બેરોજગાર નથી : ધોરણ ૧૦-૧૨ સુધી જ ભણેલા જેમની પાસે હાલ કોઇ કામ નથી તેવા યુવાનો માટે ખાસફૂડ ડીલેવરી મેનની જેમ જ તમે રેપીડો એપ્લિકેશનમાં જોડાઈ સિંગલ સવારી પેસેન્જર મુકવાનું કામ કરી સારી કમાણી કરી શકો છો સ્માર્ટફોન બાઇકના સહારે યુવાનો ફુડ ડિલીવરી ચેઇન સ્વીગી- ઝોમેટો-કવીક- E-કોમર્સ કંપનીઓ ફલીપકાર્ટ, ઝેપ્ટો, બ્લીન્કીટ, એમેઝોન તેમજ કુરીયર કંપનીઓ ડીલ્હીવરી, DHFL, મારૂતિ કુરીયર, તીરૂપતિ કુરીયર, પવન કુરીયર કંપનીઓ સાથે જોડાઇને ઘરવપરાશની નાની-મોટી વસ્તુઓ પહોંચાડવાનું કામ કરીને પાંચ આંકડામાં આવક રળી શકો છો. માટે તમને જે કામમાં રૂચી હોય તેવી કંપની સાથે જોડાઇ શકો છે. બધી એપ્લીકેશનો પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરીને વિશેષ વિગતો મેળવી શકાય છે સાથે સાથે આપનો સોશિયલ મીડિયાનો સમય બચશે સતત વ્યસ્ત રહેશો અને આર્થિક ઉપાર્જન કરશો તેમાં કોઈ બે મત નથી10:58 AM IST
વાંકાનેર ચોકડીએ ગેરકાયદે હથીયારોની ડિલીવરી માટે આવેલી ટોળકી ૧૬ હથીયારો સાથે ઝડપાઇ : મધ્યપ્રદેશના શકીલ મન્સુરી સહિત પાંચ સકંજામાં: ૧૦ પિસ્તોલ, ૦૫ તમંચા, ૦૧ દેશી બનાવટની રિવોલ્વર, ૩૦ જીવતા કાર્ટીસ સહિત ૨.૩ લાખનો મુદ્દામાલ કબ્જેઃ શકીલ પાસેથી ડિલીવરી લેનાર જસદણ, ચોટીલાના ચાર શખ્સને પણ પકડી લેવાયાઃ પીસીબીને સફળતા : પીઆઇ એમ. આર. ગોîડલીયા, પીએઅસાઇ આર. કે. જાડેજા, પી. બી. ત્રાજીયા અને ટીમની કામગીરીઃ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, કોન્સ. યુવરાજસિંહ રાણાની બાતમી3:13 PM IST
રવિરત્ન પાર્કમાં ટ્રાફિક વોર્ડન સમીર જુણેજાને ત્રણ શખ્સોએ કડા-ધોકાથી ફટકારી ધમકી દીધી : અચાનક કાર સામે આવવા દેતાં યુવાને બાઇકને બ્રેક મારતાં કારમાં બેઠેલા શખ્સોએ સામુ શું જોવે છે નજીક આવ કહી ડખ્ખો : ભોમેશ્વરમાં રહેતો યુવાન સાઇડમાં પરદા ફિટીંગનું કામ પણ કરે છેઃ શેઠના ઘરે પરદાના કામ માટે જતો હતો ત્યારે બનાવઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી ત્રણેયની શોધખોળ હાથ ધરી2:16 PM IST
ભાડે સ્કોર્પિયો લઇ રેકી કરી ચોરી કરતાં: બે ઘરમાં હાથફેરો કરનાર પ્લમ્બર, ઇલેક્ટ્રીશીયન ઝડપાયા : ૧૫૦ રીંગ રોડ પર રાવલનગરમાં થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યો : પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ ડી. પી. ઝાલાની ટીમની કામગીરીઃ સંજયભાઇ અલગોતર, અમિતભાઇ ટુંડીયા, કિશનભાઇ પાંભર અને મહાવીરસિંહ જાડેજાની બાતમી4:02 PM IST
શરણાઈના સુરીલા સ્વરને ફિલ્મ સંગીતમાં અમર કરનાર સંગીતકાર રામલાલ હીરા પન્ના : મુઘલ-એ-આઝમ જેવી ફિલ્મો માટે વાદ્ય સંગીત આપનારા સંગીતકાર રામલાલ હીરા પન્ના એક સમયે વૈભવી જીવન જીવતા હતા. કમનસીબે તેઓ ગરીબીમાં ફસાઈ ગયા અને હારી ગયા. * તેઓ માનતા હતા કે સારો સ્વર કોઈપણ ભારે ઓર્કેસ્ટ્રા કરતાં વધુ અસરકારક બની શકે. * તેમણે સ્વતંત્ર સંગીતકાર તરીકે ‘હસ્ન બાનો' (૧૯૫૬), ‘નકાબ પોષ' (૧૯૫૬), ‘નાગલોક' (૧૯૫૭) અને ‘માયા મચ્છિન્દ્ર' (૧૯૬૦)માં સંગીત આપ્યું હતું. * ૧૯૪૪માં બોમ્બે આવ્યા અને સંગીત દિગ્દર્શક રામ ગાંગુલીના સહાયક તરીકે પૃથ્વીરાજ કપૂરના પૃથ્વી થિયેટર ગ્રુપમાં નોકરી મેળવી. ગાંગુલી સાથે તેણે શમશાદ બેગમ દ્વારા ગાયેલું ‘દેખ ચાંદ કી ઓર' અને શૈલેષ ‘જિંદા હું ઇસ તરહ કી ગમ ઝિદગી'માં વાંસળી વગાડી હતી. * લક્ષ્મીકાંત-પ્યારેલાલે ફિલ્મ ‘માયા મચ્છિન્દ્ર'માં તેમની સાથે સહાયક તરીકે કામ કર્યું હતું. કલ્યાણજી-આનંદજીએ પણ તેમના નિર્દેશન હેઠળ ‘નાગલોક'માં તેમની સાથે કામ કર્યું હતું. * પ્રખ્યાત સંગીતકાર રામલાલ ચૌધરી જેઓ તેમના કાનમાં હીરા અને પન્ના પહેરતા હોવાથી ‘રામલાલ હીરા પન્ના' તરીકે પણ ઓળખાતા હતા 2:56 PM IST
સ્મરણો તાજા4:36 PM IST
" ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ ' ડ્રાઈવ અંતર્ગત જામનગરમાં ભિંડભંજન મંદિર ખાતે સાયબર અવેરનેશ અંગે જાગૃતિ કાર્યક્રમ :200 પેમ્ફલેટનું વિતરણ : ડીઝિટલ અરેસ્ટ સ્કેમ, વીશીંગ કોલ, ફીશીંગ કોલ, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, મ્યુલ અકાઉન્ટ વિગેરે સાયબર ફ્રોડ વિશે તેમજ ઓનલાઈન સુરક્ષા બાબતે જાગૃત કરાયા 12:58 AM IST
રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયાના સ્ટોન ક્રશરને ખાણ ખનીજ વિભાગની નોટીસ : જેતપર આંદોલનમાં આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ તંત્રની કડક કાર્યવાહી : જેતપર ખાતે યોજાયેલી સભામાં મંત્રીઓ અને તંત્ર સામે કરેલી અશોભનીય ટિપ્પણી બાદ તંત્ર સક્રિય : રવિવારે મોરબીના ટીંબડી પાસેના ડેલ્ટા સ્ટોન ખાતે તપાસ કર્યા બાદ રોયલ્ટીના પુરાવા રજૂ કરવા માટે અપાયો આદેશ11:03 PM IST
ગિરનાર પર વન્યપ્રાણીઓથી યાત્રાળુઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્ટ બનાવાશે : યાત્રાળુઓની સુરક્ષા માટે વન વિભાગના 25 ટ્રેકર કાયમી વોચ રાખશે : ગિરનાર અને દાતાર સીડી માર્ગને ‘સાયલન્સ ઝોન’ જાહેર કરવામાં આવશે. વન્યજીવોને ખલેલ ન પહોંચે અને માનવ-વન્યજીવ સંઘર્ષની શક્યતા ઘટે તેવા પ્રયત્નો હાથ ધરાશે : વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં માર્ગદર્શનમાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગિરનાર અભ્યારણ્ય વિસ્તારમાં યાત્રાળુઓની સુરક્ષા માટે નિયમો જાહેર કર્યા : જૂનાગઢ કલેક્ટરના અધ્યક્ષસ્થાને તમામ સંબંધિત વહીવટી વિભાગો સાથે સંકલન કરી એક સર્વગ્રાહી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરાશે6:13 PM IST
પોરબંદર લેન્ડ ગ્રેબિંગ કેસ : યુકે રહેતા ૭૦ વર્ષના વૃદ્ધા શ્રીમતી ચૌલાબેન કડછાના કરોડોના 'ઝવેરી બંગલા' સહિત ૧૩ પ્લોટો પચાવી પાડનાર આરોપી હીરલબા જાડેજા વિરૂદ્ધ ગુનો દાખલ : જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના હેઠળ કમલાબાગ પોલીસે શરૂ કરી તપાસ : કલેક્ટરના હુકમ બાદ ઇન્ચાર્જ ડીવાયએસપી ઋતુ રાબાના માર્ગદર્શનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાઈ એફઆઈઆર11:14 AM IST
ગીરસોમનાથ એસીબીની સફળ ટ્રેપ : ઉના એસટી ડેપોના કંડક્ટર મનીષભાઈ મગનલાલ કાનાબાર મચ્છીના પાર્સલ દીઠ રૂા. ૨,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા : નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલા, ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.કે. ગમાર અને પીઆઈ એ.ડી.વાળાના માર્ગદર્શન હેઠળ ઊના સીટી બસ સ્ટેશન પાસે ગોઠવાયેલા છટકામાં લાંચિયા કંડક્ટરની ધરપકડ10:30 AM IST
જૂનાગઢ રેન્જ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાના આદેશથી SITની રચના અને બે અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં : વેરાવળમાં ફરજ દરમિયાન એસ.એમ.સી. ટીમ પર થયેલા હુમલા બાદ પોલીસ તંત્ર હરકતમાં નિષ્પક્ષ અને સઘન તપાસ માટે DYSPના નેતળત્વમાં ૪ અધિકારીઓ સહિતની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવાઈ, ફરજમાં બેદરકારી બદલ વેરાવળ સિટી PI ગઢવી અને LCB PSI જેબલીયાની લીવ રિઝર્વમાં બદલી11:03 AM IST
દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જમીનની ફળદ્રુપતા વધારવા-ખેડૂતોની સમૃદ્ધિ માટે એકમાત્ર વિકલ્પ : રાસાયણિક ખાતરો અને જંતુનાશકો ધીમા ઝેર સમાન, કેન્સર-ડાયાબિટીસ જેવા જીવલેણ રોગોથી બચવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી અનિવાર્ય : રાસાયણિક ખાતરોના અતિરેકથી આપણે જમીનના મિત્ર કીટકોનો નાશ કર્યો, જેને પરિણામે જમીને પોતાની મૂળ ઉપજાવ શક્તિ ગુમાવી દીધી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : જામનગર જિલ્લાના ધ્રોલની જી.એમ.પટેલ હાઇસ્કુલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ' યોજાયો : પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ જિલ્લાના શ્રેષ્ઠ ખેડૂતોનું રાજ્યપાલના હસ્તે બહુમાન કરાયું : રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ પેદાશોના પ્રદર્શન અને વેચાણ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈને ખેડૂતોના ઉત્સાહને બિરદાવ્યો 3:36 PM IST
‘સરદાર સેના' બનાવીને આગામી શનિવારે ભવ્ય કિસાન પંચાયત યોજવાની નિલેશ એરવાડિયાની જાહેરાત : વીજ કંપની અને સરકાર સામે હવે બે મોરચે લડાઈઃ જેતપરના ખેડુતોએ મંગળવારે પદયાત્રાનું એલાન કર્યું તો નીલેશ એરવાડિયાએ પણ લડતની જાહેરાત કરીઃ ખેડૂતોની સુરક્ષા અને હકો માટેની લડતના મોરબી જિલ્લાથી થશે શ્રીગણેશ, તમામ ૧૮ વર્ણના લોકો જોડાશેઃ નિલેશ એરવાડિયા1:31 PM IST
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લતીપર ખાતે રાત્રી સભા યોજી ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો : જામનગરના ખેડૂતોને રાસાયણિક ખાતરો ત્યજી, ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલનું પ્રેરક આહવાન: દીકરા-દીકરીને સમાન શિક્ષણ આપવા, વ્યસનમુક્ત બનવા અને આવતી પેઢી માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા રાજ્યપાલનો અનુરોધ1:09 PM IST
રાષ્ટ્રનાં ઉજજવળ ભવિષ્ય માટે સંસ્કારોનું સંવર્ધન અનિવાર્યઃ આચાર્ય દેવવ્રતજી : રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં જામનગરમાં ગર્ભ સંસ્કાર-ગર્ભવિજ્ઞાન પ્રશિક્ષણ દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠિ કાર્યક્રમ યોજાયોઃ સંસ્કારી અને સ્વસ્થ પેઢીના ઘડતરમાં માતાની ભૂમિકા સર્વોપરીઃ રાજયકક્ષાના મંત્રીશ્રી રીવાબા જાડેજા1:24 PM IST
જામનગરની ઐતિહાસિક ધરોહર અને સ્થાપત્ય કલાના બેનમૂન નમૂના સમાન ‘ભુજિયા કોઠા’ના પુનઃનિર્માણનો પ્રથમ તબક્કો પૂર્ણ : 174 વર્ષ જૂનું આ સ્થાપત્ય ફરી જીવંત બનતા જામનગરની શાનમાં વધારો થયો: ફેઝ-1નું કામ પૂર્ણ થતા સ્થળ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું :અત્યાર સુધીમાં 50 હજારથી વધુ મુલાકાતીઓ ‘ભુજિયા કોઠા’ની મુલાકાત કરી11:06 PM IST
મોરબીના જેતપર ખેડૂત આંદોલનની વચ્ચે સરકારી વિભાગો એક્શનમાં : મંત્રીના ભાઈ બાદ હવે આંદોલનકારી વૈભવ અમૃતિયાના કારખાના પર સરકારી ટીમો ત્રાટકી : મંગળવારે કલેકટરને આવેદનપત્ર આપવાની પદયાત્રા પૂર્વે જ ખાણ ખનીજ અને મહિલા-બાળ વિકાસ વિભાગ દ્વારા બહાદુરગઢ પાટિયા પાસે આવેલી ફેરોલી જીપ્સિત એલએલપી ફેકટરીમાં તપાસનો ધમધમાટ9:27 PM IST
જેટલું દુઃખ દેવું હોય તેટલું દેજો, પણ પછી સહન કરવાની શક્તિ પણ રાખજોઃ કારૂભાઈ અમૃતિયા : સરકાર વિરૂધ્ધ જાવ એટલે તમને દબાવવાના અને જેલમાં પુરવાના પ્રયાસ તો થવાના જ, પણ હું કઈ ડરી જાવ એમ નથી.. કારૂભાઇ અમળતિયા : સરકાર સામે અવાજ ઉઠાવ્યો એટલે દબાવવાનો પ્રયાસ કર્યોઃ સરકાર અને અધિકારીઓ સામે કારૂભાઈ અમૃતિયાની તીખી પ્રતિક્રિયા11:04 AM IST
દેવતણખી ધામ મજેવડીમાં અષાઢી બીજ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે : તારીખ ૧૫ અને ૧૬ બીજ મહોત્સવમાં ભજન સત્સંગનો ત્રિવેણી સંગમઃ ૧૧૫મી રથયાત્રા પરંપરા મુજબ નીકળશેઃ ખોબા જેવડા ગામમાં માનવ મહેરામણ ઉમટી પડશેઃ સમગ્ર દેશમાં વસતા લુહાર પંચાલ વિશ્વકર્મા સમાજના લોકો દર્શનાર્થે ઉમટી પડશે : લુહાર સમાજના કુલભુષણ સંત શ્રી દેવતણખીબાપા પુત્રી લીરલબાઈ એ અષાઢી બીજના દિવસે જીવતા સમાધિ લીધેલી ત્યારથી અત્યાર સુધી ચેતન સમાજમાં અનેક પરચાઓ મળ્યા છે સમગ્ર દેશના ભાવિક ભક્તજનો અષાઢી બીજ મહોત્સવમાં પધારે છે9:55 AM IST
મંત્રી પદ અમારા માટે હોદ્દો નહીં સેવા કરવાનું માધ્યમ : ડો. મનસુખભાઇ : કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયાએ પોરબંદરના કડેગી કાંસાબડ છત્રાવા અને અમીપુર ડેમની મુલાકાત લીધી : ડો. મનસુખભાઇ સાથે કેબીનેટ મંત્રી અર્જુનભાઇ જોડાયા : ગ્રામ્યજનોની રજુઆતો સાંભળી : વિકસિત ભારત અને વિકસિત ગુજરાત સાથે વિકસિત પોરબંદર બને તે દિશામાં કામ થઇ રહ્યું છેઃ અર્જુનભાઇ મોઢવાડિયા 11:51 AM IST
વિમ્બલ્ડન ૨૦૨૬માં ઐતિહાસિક ઉલટફેર: ચીન-ફ્રાન્સની ૧૦મી ક્રમાંકિત જોડીએ મહિલા ડબલ્સનું ટાઇટલ જીતી રચ્યો ઇતિહાસ, સિંગલ્સમાં નવા ચેમ્પિયન્સનો દબદબો! : કેનેડા-બ્રાઝિલની જોડીને સીધા સેટમાં હરાવી ગુઓ-ક્રિસ્ટીનાએ જીતી પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી; ચેક રિપબ્લિકની ૨૧ વર્ષીય લિન્ડા નોસ્કોવા બની નવી ટેનિસ ક્વીન.6:36 PM IST
એક અદ્ભુત યુગનો અંત : ચેન્નાઈ સુપર કિંગ્સે ૧૭ વર્ષ બાદ હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ સાથેનો સંબંધ ઓફિશિયલી તોડ્યો : એમએસ ધોની અને રુતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ હેઠળ ૫ આઈપીએલ અને ૨ ચેમ્પિયન્સ લીગ ટ્રોફી જીતાડનાર ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન અને સીએસકે (CSK) મેનેજમેન્ટે પરસ્પર સંમતિથી લીધો મોટો નિર્ણય12:44 PM IST
તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની છેલ્લી ફિલ્મ ‘જન નાયકન’ યુકેમાં ૨૪ જુલાઈએ થશે રિલીઝ: દર્શકો નિહાળી શકશે ફિલ્મનું ઓરિજિનલ 'અનકટ' વર્ઝન : ભારતમાં સેન્સર બોર્ડના ૧૨ સુધારા અને 'એ' સર્ટિફિકેટ સાથે રિલીઝ થનારી આ ફિલ્મ વિદેશમાં કોઈ પણ પ્રકારના કાપ વગર સિનેમાઘરોમાં ધૂમ મચાવશે, એડવાન્સ બુકિંગમાં હજારો ટિકિટોનું ધૂમ વેચાણ.12:50 PM IST
દિલજિત દોસાંજની કોન્સર્ટમાં દારૂ-ડ્રગ્સનાં ગીતો ગાવા પર પ્રતિબંધ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૨૧ નવેમ્બરે યોજાનારી કોન્સર્ટ માટે બાળ સુરક્ષા વિભાગની ગાઇડલાઇનઃ બાળકોને સ્ટેજ પર પણ નહીં બોલાવી શકેનશાનાં ગીતો નહીં, સ્ટેજ પર બાળકોને એન્ટ્રી નહીં, બંદૂકની સંસ્કૃતિ દર્શાવતાં બેલ્ટ પણ નહીં3:26 PM IST
સાઉથ સિનેમામાં અખિલ અક્કીનેનીનો ધમાકેદાર કમબેક: 'લેનિન' ફિલ્મે બોક્સ ઓફિસ ધ્રુજાવી, ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ નાગાર્જુન કરતાં પણ અખિલને ચડિયાતો ગણાવ્યો! : માત્ર ૨ દિવસમાં જ 'એજન્ટ' ફિલ્મનો રેકોર્ડ તોડી ૬૧ કરોડની કમાણી કરી; 'સત્ય' ફેમ ડિરેક્ટર RGVએ અખિલને અક્કીનેની ખાનદાનનો સર્વશ્રેષ્ઠ અભિનેતા જાહેર કર્યો.6:41 PM IST
કોર્ટ-રૂમ ડ્રામામાં સની દેઓલની ‘ઈક્કા’ કરતાં પણ વધુ દમદાર છે આ વેબ સીરીઝ: દર્શકો માટે OTT પર સાબિત થઈ રહી છે મસ્ટ-વોચ ચોઈસ : સાત વર્ષ જૂની હોવા છતાં આજે પણ ક્રાઈમ અને કાયદાકીય ગૂંચવણોથી ભરપૂર આ સીરીઝની પટકથા અને અભિનય પ્રેક્ષકોને જકડી રાખે છે, ‘ઈક્કા’ની નિરાશા બાદ દર્શકો માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ3:19 PM IST


























































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




























































































.jpg)

















































































































